A Flying Mountain - 6 in Gujarati Children Stories by Denish Jani books and stories PDF | ઉડતો પહાડ - 6

ઉડતો પહાડ - 6

ઉડતો પહાડ

ભાગ 6

હોનારતોનો આરંભ

આજની ઘટનાઓથી વ્યથિત, મુખ્ય અગ્રણી ગ્રામજનોએ સમસ્ત ગામલોકોને ન્યાય કિનારા પર એકત્રિત થવાનું કહ્યું. શિવીકા નદીના કિનારા પર એક જગ્યા ન્યાય પાલિકા તરીકે નિર્ધારિત કરેલી હોય છે. ગામ માં ક્યારે પણ અઘટિત ઘટના બને એટલે દરેક લોકો ત્યાં ભેગા થાય અને ન્યાય કરે. આજની ઘટના અત્યંત ગંભીર છે. જે આજસુધી સિંહાલય ની ધરતી પર નથી બની તેવી બીના આજ બનવા પામી છે. ક્રિધિત, દુઃખી તેમજ ખુબ ભયભીત દેખાતા લોકો ન્યાય સ્થળ પર ભેગા થઈ અને હવે રેબાકુ, હોયો, સિહા, ઝોગા અને મોમોને શું સજા આપવી તેની ચર્ચા વિચારણા કરવાનું શરુ કરે છે. કોઈએ કહ્યું કે આ પાંચેય ને તડીપાર કરીમુકો, કેમકે આ લોકો જ્યાંસુધી અહીં હશે ત્યાંસુધી કંઈક ને કંઈક ખોટું તોફાન કર્યાજ કરશે. તો કોઈકે કહ્યું કે જો આમ છોડી મૂકશો તો શું ખાતરી છે કે તેઓ ગામ બહાર રહીને આપણને નુકશાન નહિ કરે? તેઓને બાંધી મુકો. સુબુધો, જે સિંહાલયમાં સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે પ્રખ્યાત છે પોતાનો અભિપ્રાય આપતા જણાવે છે કે હવે જે થવાનું હતું તે થઇ ગયું. હવે આ બાળકોને કઠોર સજા દેવાથી કોઈને કશું જ લાભ થશે નહિ. તેથી સારું છે કે આપણે આ પાંચેય મિત્રોને ગામ માં જ રાખીયે પરંતુ તેઓને એકબીજાને મળવા પર પ્રતિબંધ મૂકીએ અને પાંચેયને કંઈક જવાબદારી સોંપી દઈએ એટલે તેઓ તોફાન કરતા બંધ થઇ જશે. આમ પણ આપણે ભૂલવું ન જોઈએ કે ગામને તેમની શક્તિઓની હવે પહેલા કરતા પણ વધુ જરૂર છે. સુબોધોની વાતથી સર્વે ગ્રામજનો સહમત થાય છે અને પાંચેય મિત્રો ને ગામ માં રહેવાની છૂટ આપે છે પરંતુ એક શરતે કે તેઓ હવે પછી ક્યારે પણ એકબીજાને નહિ મળે અને માત્ર ખુદને સોંપેલું કામ જ કરશે. ન્યાય સમાપ્ત કરી અને ગ્રામજનો પોતપાતા ના ઘેર ચાલ્યા જાય છે

વધુ એક સવારની શરૂઆત થાય છે, સૂરજના કિરણો જાણે રાત્રિની નીંદર પૂર્ણ કરીને ફરીથી સિંહાલય પર પોતાની ફરજ બજાવવા આવ્યા હોય તે રીતે તપી રહ્યા છે. પરંતુ આજના દિવસની સવાર થોડી અલગ છે. પક્ષીઓના કલરવમાં પહેલા જેવો ઉમંગ અને ઉત્સાહ સાંભળવા નથી મળતો, સિંહોની ગર્જના પણ જાણે આવનારા સંકટોથી ભયભીત હોય તેવી સંભળાય છે. રેબાકુ ને ગામની ચોકી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તે ગામ બહાર ના દ્વાર પાસે ઉભો રહીને દરેક હલચલ પર નજર રાખી રહ્યો છે. મોમોને ગ્રામજનો માટે ખાવા માટે નવા નવા જાતના ફળ શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. કારણ કે સૌનું પ્રિય અને સિંહાલયની જીવાદોરી આંબા ફળ પણ હવે આવતું બંધ થઇ ગયું છે. મોમો તેને સામે મળતા દરેક ફળોને ચાખતું જાય છે અને ઝહેરી છે કે ખાવાલાયક તે નક્કી કરતો જાય છે. ઝોગા ને અદૃશય થઈ ને દૂર સુધી તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ સંજોગે આંબા ફળ નું ઝાડ મળી જાય કદાચ, તો સૌથી મોટી તકલીફનો હલ મળી જાય. સિહા દરોજની જેમ, આંબા ફળ ના સંગ્રહ કરેલા ગુટલાને સિંહોંને ખવડાવા નિયત જગ્યાએ પહોંચે છે અને જુએ છે કે હવે માત્ર 12 દિવસ ચાલે તેટલું જ ભોજન સિંહો માટે રહ્યું છે. હોયો પાસે કોઈ પોતાની શક્તિ નહિ હોવાથી તે પોતાના માતા પિતાને ઘરકામમાં જ મદદ કરે છે.

સિહા, નદી કિનારે પોતાના પ્યારા સિંહોને ભોજન કરાવતી હોય છે ત્યાંજ અચાનક નદીમાંથી એક લાંબી જીભ આવી ને એક સિંહને લપેટીને નદીમાં વીજળીના વેગે તાણી જાય છે. આ દ્રશ્ય જોઈ ને સિહા સ્તબ્ધ થઇ જાય છે અને રેબાકુ ને મદદે બોલાવવા બૂમ પાડવા જઈ રહી હોય છે પરંતુ ત્યાંજ તેણીને યાદ આવે છે કે હવે તે શક્ય નથી. જેથી સિહા પોતાની શક્તિનો ઉપયોગ કરીને તે પ્રાણીને નદીમાંથી બહાર આવવા માટે આજ્ઞા કરે છે કે તુરંત જ એક વિશાળકાય મગર જેવું દેખાતું એ જીવ નદીમાંથી છલાંગ મારીને બહાર નીકળે છે અને હૃદય કંપાવીનાખે તેવી અત્યંત ભયાનક ગર્જના કરે છે. આ પ્રાણીને જોઈને સિહા જરાવાર માટે ડઘાઈ જાય છે છતાંય સિહા તેને પોતાના વશમાં કરવા પ્રયત્ન કરે છે. તે વિકરાળ મગર હજુ ધીરે ધીરે સિહા ની શક્તિથી વશમાં થતો જ હોય છે કે ત્યાંજ બીજા બે મહાકાય મગર જેવા દેખાતા જીવ શિવીકા નદીમાંથી બહાર નીકળીને આખું સિંહાલય ધ્રુજી ઉઠે તેટલી ભયાનક ત્રાડ પાડે છે. સિંહાલય ના લોકો આવા ભંયકર અવાજથી ડરીને સિહા તરફ દોટ મૂકે છે અને જુએ છે કે સિહા એક વિકરાળ મગર સાથે જજુમી રહી છે. સિહા એકીસાથે ત્રણ મગર સામે લડી શકે તેમ નથી જેથી તેણી વિકરાળ સિંહોં ને મગર સાથે લડવા આજ્ઞા કરે છે. એક બાજુ સિહા ભયાનક મગરને પોતાના વશમાં કરી રહી હોય છે ત્યાંજ બીજી બાજુ ચાર મહાકાય સિંહો ભેગા મળી ને બીજા મગર ઉપર પોતાના પ્રહાર કરતા હોય છે. પરંતુ ત્રીજો મગર એ ખુબજ ઝડપથી આસપાસ ના ઝાડ અને નાના મોટા જીવોને મારતો ગામ લોકો પર પ્રહાર કરવા આગળ વધી રહ્યો હોય છે. સિહા બસ હવે પોતાની શક્તિ થી એક મગર ને પોતાના વશમાં કરી જ લીધો હોય છે કે જુએ છે કે ગામ લોકોનો જીવ હવે જોખમ માં છે. એટલે તે સીધી વશમાં કરેલ મગર પર સવાર થઇ ને ત્રીજા મગર નો પીછો કરે છે જયારે બીજીબાજુ ચારેય સિંહો મગર સાથે ની લડાઈ માં ખુબ જ ઘાયલ થઇ ગયા હોય છે. પરંતુ પોતાના પંજાના ખુંખાર પ્રહારોથી વિશાળ મગરને ધરાશાયી કરવામાં સફળ થાય છે. ત્રીજો મગર ત્યાંસુધી સિંહાલય ના લોકો સુધી પહોંચી ગયો હોય છે અને પોતાની જીભ લાંબી કરીને 10 થી 12 લોકોને એક જ ક્ષણ માં લપેટી લે છે. તે મગર પોતાનું વિશાળ ગુફા જેવું જબડું ખોલીને તે લોકોને ખાવાની તૈયારીમાં જ હોય છે. અને ત્યાં જ પેલા ચાર સિંહો પણ ત્યાં પહોંચી આવે છે અને તેમાંનો એક સિંહ મગરની જીભ જ કાપી નાખે છે કે જેથી પકડાયેલા લોકો છૂટી જાય છે. આ બનાવથી મગર વધુ ગુસ્સામાં આવી જાય છે અને ફૂંફાડા મારવા માંડે છે, વધુ તીવ્રતાથી પોતાના વિશાળ પંજાઓ ત્યાંના લોકોને મારવા માટે ઉપાડે છે. સિહા આખરે વશમાં થયેલા મગર સાથે ત્યાં પહોંચી જાય છે અને તેને બીજા મગરને મારી નાખવાની આજ્ઞા કરે છે. પછી બંને મગરો વચ્ચે એક ભયાનક યુદ્ધ થાય છે. જાણે કોઈ મોટો ધરતીકંપ થઇ રહ્યો હોય જમીન તેમ બધું ધ્રુજવા લાગે છે અને બંને મગરો જાણે કોઈ વિશાળ પહાડો ભટકાય તેમ એકબીજા પર પુરી તાકાતથી તૂટી પડે છે. અને આ ભયંકર લડાઈ માં સિહા નો મગર મહા મહેનતે જીતી જાય છે.

જે આજ સુધી ક્યારે પણ સિંહાલયમાં નથી બન્યું તે આજ બન્યું છે. હુમલો, સિંહાલય ના હજારો વર્ષોને ઇતિહાસમાં ક્યારેપણ કોઈ હુમલો નથી થયો અને આજે હજુ તો શ્રાપ પછી ની પહેલી જ સવાર છે, અને આટલો મોટો હુમલો થઇ ગયો છ. હવે સિંહાલયના લોકો ખુબજ ગભરાયેલા છે અને આગળ ભવિષ્યમાં કેવી કેવી આફતો આવશે તે વિચારી ને જ કંપી ઉઠે છે. સિહાએ વશમાં કરેલા મગરને હવે નદીમાં પરત જવાનું કહી, સિહા આ લડાઈ માં થયેલ સિંહોના ઘા ઉપર ગામના વૈધે તૈયાર કરેલું જાદુઈ મલમ લગાવવા નું શરુ કરે છે. સિંહોને મલમ લગાવતા સિહા ને યાદ આવે છે કે હવે માત્ર 12 દિવસ જ ચાલે એટલું જ ભોજન સિંહોં માટે બચ્યું છે. જો જલ્દી પ્રબંધ નહિ થાય તો જે સિંહો સિંહાલાય ના રક્ષક છે તે જ સિંહો ભવિષ્યમાં ભક્ષક બની શકે છે. સિહા ગ્રામજનોને આ વાત કહે છે પરંતુ કોઈની પાસે પણ હજુ ઉકેલ નથી. અત્યારે નવું ખોરાક શોધવાની બધી આશા હવે મોમો અને ઝોગા પર જ છે જે રાતદિવસ એક કરી ને પોતાનું કાર્ય કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા પ્રાપ્ત નથી કરી શક્યા.

આજના હુમલાથી એક વાત તો હવે ચોક્કસ છે કહે સિંહાલય હવે શિવીકા નદી થી રક્ષિત નથી રહ્યું. હવે કઈ પણ થઇ શકે છે એટલે માત્ર ભોજનની તકલીફ દૂરથવાથી બધી તકલીફો દૂર થવાની નથી. કોઈ ને ખબર નથી કે નદી ને પેલે પાર થી હજુ કેવી કેવી આફતો આવી શકે તેમ છે. આજની ઘટના પછી ફરીથી ગામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝોગા, હોયો, રેબાકુ, મોમો અને સિહા પણ આ સભા માં હાજર છે. તેઓ એકબીજાને દૂરથી જોઈ તો શકે છે પરંતુ કોઈ કોઈ ને મળી નથી શકતું અને વાત પણ નથી કરી શકતો. તેઓના જન્મ પછી આજનો પહેલો એવો દિવસ હતો કે તેઓ એકબીજા થી અલગ રહ્યા હતા. ગામના મુખ્યઓ સભાનું સંબોધન કરતા આજે જે થયું તે કહી સંભળાવે છે અને ઝોગાએ જે રીતે હોશિયારી અને બહાદુરી પૂર્વક પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને વિકરાળ ત્રણ મગરને હરાવ્યા તે બદલ ઝોગા ના વખાણ કરે છે. આ સાંભળી અન્ય ચારેય મિત્રો ખુબ જ ગર્વ અને આનંદ અનુભવે છે. ગામના મુખ્યઓ ત્યાંથી પોતાની વાત આગળ વધારતા કહે છે કે હવે શિવીકા નદીએ આપણી રક્ષા કરવાનું બંધ કરી નાખ્યું છે. જેથી આપણે ખોરાકની સાથે સ્વરક્ષાની પણ સમસ્યાનું નિવારણ ખુબ જ ઝડપથી કરવું પડશે. હજુ આવી ચર્ચા ચાલતી જ હતી ત્યાંજ આકાશમાંથી વિચિત્ર પક્ષીઓના અવાજ સંભળાવવા લાગ્યા. આવું પહેલા ક્યારે પણ નહોતું બન્યું, એકદમ કાળા રંગના પક્ષીઓ અને ચમકતી લાલ આંખો, મોટી મોટી પાંખો અને મોટા મોટા શૂળ જેવા દાંત. આ ભયંકર દેખાતા પક્ષીઓ પાંખોવાળા ભયાનક રાક્ષસો જેવા લગતા હતા. હજારો ની સંખ્યામાં આ વિશાળકાય ચામાચીડિયા સિંહાલય ઉપર ભેગા થવા લાગ્યા અને આકાશમાં ગોળ ચકારીઓ ફરવા લાગ્યા. આ નજારો જોઈને સિંહાલયમાં સૌ કોઈ લોકો ડરી ગયા હતા. એટલામાં જ આકાશમાંથી એક વિશાળ ચામાચીડિયું નીચે ઉતર્યું અને ત્યાં ભેગાથયલા લોકો તરફ ધીરે ધીરે આગળ વધવા લાગ્યું. આ જોઈ ત્યાં ઉભેલા નાના નાના બાળકો રડવા લાગ્યા અને પોતપોતાના માતાપિતાની પાછળ છુપાઈ ગયા. મોમોને આ પક્ષી કોઈ ખરાબ ઈરાદાથી આગળ વધતું હોય તેમ જણાયું જેથી તે સૌથી આગળ જય ને ઉભી જાય છે. પક્ષી મોમોની તદ્દન નજીક આવી જાય છે, દૂરથી જોતા જાણે બે પુખ્તવયના માણસ ઉભા હોય તેવું લાગે છે. પછી વિચિત્ર કિકિયારીઓ સાથે તે પક્ષી મોમોને ચારેકોરથી સૂંઘે છે. મોમોને લાગ્યું કે આ ભયાનક દેખાતું પક્ષી કદાચ ભૂલુંપડીને અહીં આવ્યું છે અને કોઈ નુકસાન પહોંચાડે તેવું નથી લાગતું. અને ત્યાંજ તે પક્ષી અચાનક જોરથી કિકિયારી કરીને મોમો પર હુમલો કરી નાખે છે. અને તેની સાથે જ આકાશમાં ઉડતા અન્ય વિશાળકાય ભયંકર ચામાચીડિયાઓ પણ પવનની ઝડપે સિંહાલય ના અન્ય લોકો પર ત્રાટકી પડે છે. ત્યાં ભેગા થયેલા લોકોને કશું જ સમજાતું નથી કે હવે શું કરવું. એ પક્ષીઓ પોતાના મોટા મોટા દાંતોવડે વૃધો અને બાળકો ને અત્યંત ખરાબરીતે બટકા ભરવા લાગ્યા. તે ચામાચીડિયાંના નાખ તો એટલા તીક્ષ્ણ હતા કે ત્યાં ઉભેલા લોકોની ગરદન ચીરવા લાગ્યા. સિંહાલય ની ધરતી પર પ્રથમ વખત મનુષ્યના લોહીના ટીપા પડ્યા. ચારેય દિશાઓમાં હાહાકાર મચી ગયો અને લોકો આમતેમ પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા. એક ચામાચીડિયા ના શકંજામાં હોયો ફસાઈ જાય છે અને બચાવ માટે પોકારે છે.

એક બાજુ મોમો એક સાથે 10 ચામાચીડિયાને સાથે લડી રહ્યો છે પરંતુ તે લોકોનો જીવ બચાવવા માટે પૂરતું નથી. ઝોગા પણ અદ્રશ્ય થઇ અને પોતાથી બનતી સંપૂર્ણ કોશિશ કરે છે પણ ચામાચીડિયાની સંખ્યા જ એટલી બધી છે કે તે બધું ખાસ કઈ મદદ નથી કરી શકતું. સિહા પોતાની શક્તિનો ઉપયોગ માત્ર હોયો ને બચાવવા માટે કરે છે અને જે ચામાચીડિયાએ હોયોને પકડ્યો હોય છે તેને વશમાં કરી અને હોયોને છોડાવે છે. રેબાકુનો ગુસ્સો હવે વિકરાળ સ્વરૂપ લેવા જઈ રહ્યો હતો. રેબાકુ એ એક અતિભયંકર ગર્જના કરી અને પોતાના બંને હાથે થી બે મહાકાય ઝાડ તેમના મૂળિયાં સહીત જમીન માંથી ઉખેડી કાઢ્યા. રેબાકુ બંને હાથેથી એક એક વિશાળકાય ઝાડ લઇ અને પુરી તાકાત થી તે પક્ષીઓ ઉપર હુમલો કરી નાખે છે. કોઈપણ દિશા માં જોયા વિના રેબાકુ બંને હાથમાં ઝાડ લઇ ને ગોળ ચક્કર એટલા વેગથી ફરવા લાગે છે કે થોડી જ ક્ષણોમાં જ બધા ચામાચીડિયા ના પાંખો અને જડબાઓ તોડી નાખે છે. ચામાચીડિયા એટલા ઘાયલ થઇ જાય છે કે તેમની પાસે જીવ બચાવીને ત્યાંથી ભાગવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી રહેતો. એક સમયે પરાજય જેવું જણાતું યુદ્ધ રેબાકુ અને તેની ટુકડી ને કારણે વિજયમાં પરિણમે છે. સિંહલય ની આવી ગજબની તાકાત જોઈને એક ક્ષણે સિંહાલયના લોકો ગર્વ પણ અનુભવે છે અને વળી બીજી જ ક્ષણે હવે શું થશે એમ વિચારી ને અત્યંત ડરી જાય છે.

તે રાત્રીએ કોઈ પણ પોતાના ઘેર જવાની હિમ્મત નથી કરતા અને બધા સાથે મળી ને ત્યાં નદી કિનારે જ રાત્રી વાસ કરશે તેવું નક્કી કરે છે. દરેક કુટુંબમાંથી એક એક વ્યક્તિ જાગતું રહેશે અને ચારેય દિશાઓમાં નજર રાખશે એવું ગોઠવવામાં આવે છે. થાક્યા અને ભૂખ્યા સિંહાલય ના લોકો હવે પોતાના જુના દિવસો યાદ કરવા લાગ્યા છે, અને ફરીથી એ દિવસો ક્યારે આવેશે કે નહિ એ વિચારોમાં ખોવાયેલા છે. શાંત અંધારી રાત્રી હવે આવી પહોંચી છે. મોટાભાગના લોકો હવે ઊંઘી ગયા છે. બાજુમાં શિવીકા નદીનો ખડખડાટ વહેતા પાણીનો મીઠો મધુર અવાજ અને રાત્રીના અંધારામાં બોલતા તીડ નો અવાજ એટલો મધુ લાગે છે કે લોકો ભયંકર બનાવો ને ભૂલીને ગાઢ નિદ્રામાં પહોંચી ગયા છે. રેબાકુ અને તેના મિત્રો પણ અંધારા આકાશમાં ટીમટીમટા તારાઓને જોતા હવે ઊંઘી ગયા છે. એ વાતથી તદ્દન અજાણ કે કાલનો સુરજ હવે શું લવેવાનો છે. શું કાલનો સુરજ સિંહાલય માટે ઉગશે પણ ખરો?

જો તમને આજની આ વાર્તા ગમી હોય તો મને જરૂર થી જણાવશો...

Rate & Review

Nipa

Nipa 12 months ago

Magaj vagarni story che bakvas che waste of time che

Dipti Koya

Dipti Koya 1 year ago

Patel Reshma

Patel Reshma 1 year ago

Amritlal Patel

Amritlal Patel 1 year ago

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi