Rudrani ruhi - 116 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-116

રુદ્રની રુહી... - ભાગ-116

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -116

મોહિની હજીપણ રુહીના પગમાં પડેલી હતી.મોહિની રુદ્રની કમજોરી રુહીનો લાભ ઉઠાવી,તેની ભોળપણ અને સારાપણાનો લાભ લઇને આ ઘરમાં દાખલ થવા માંગતી હતી.પોતાના આટલા વર્ષો ગુમનામીમાં રહેવાનો અને ગરીબી ભોગવવાનો જાણે કે હિસાબ ચુકતે કરવા માંગતી હતી.

તેને વિશ્વાસ હતો કે રુહી તેને પોતાના ગૃહઉધોગમાં સ્થાન આપશે પછી તે રુહીનો વિશ્વાસ જીતીને આ ઘરમાં ધુસશે.તેણે અહીં આવતા પહેલા રુદ્ર અને રુહી વિશે ઘણી માહિતી મેળવી હતી.

રુહીએ તેના ખભા પકડીને તેને ઊભી કરી.તેણે પોતાના મોબાઇલમાંથી કોઇને ફોન કર્યો.થોડીક વાર વાતાવરણમાં એકદમ શાંતિ વ્યાપી ગઇ.બધાં આશ્ચર્યમાં હતા કે રુહી મોહિનીને માફ કરીને એક મોકો આપશે?
લગભગ ત્રીસ મીનીટ પછી રુદ્રનો પોલીસ મિત્ર બે લેડી કોનસ્ટેબલ સાથે આવ્યાં.
"નમસ્તે ભાભી,તમે આમ અચાનક મને બે લેડી કોનસ્ટેબલ સાથે કેમ બોલાવ્યા?"રુદ્રનો પોલીસ મિત્ર બોલ્યો.

"નમસ્તે ભાઇ,મારે એક એફ.આઇ.આર નોંધાવવી છે.આ મોહિની છે જેમણે મારા સ્વ.સસરાને ખોટી રીતે બદનામ કરી તેમને આત્મહત્યા કરવા પ્રેર્યા હતા.

તેમના જ કારણે મારો પરિવાર વિખેરાઇ ગયો હતો.તેમણે જ બે ભાઇઓ વચ્ચે ફુટ પડાવી હતી.કાકાસાહેબને તેમના ભાઇ વિરુદ્ધ ભડકાવ્યા હતા.એરેસ્ટ હર."રુહી મક્કમ સ્વરે બોલી.

રુદ્ર સહિત સૌકોઇ આશ્ચર્ય પામ્યાં.દયાની મુર્તિ સ્વરૂપ રુહીનો આ એક અલગ જ અંદાજ હતો.

"રુહી,કેમ આવુ કરો છો?હું સુધરી ગઇ છું અને મે મારો પશ્ચાતાપ પણ કરી લીધો અને સજા પણ ભોગવી."મોહિની ડરી ગઇ.

"મોહિની,તમે કોઇ ભુલ નહતી કરી તે પાપ હતું.તમે એક હસતા રમતા પરિવારને બરબાદ કરી નાખ્યો હતો.બે બાળકોને અનાથ બનાવ્યાં હતા.

ઇન્સપેક્ટર સાહેબ.થોડી વાર પહેલા જ મોહિનીએ તેમનો ગુનો કબુલ્યો હતો.જેનું રેકોર્ડિંગ મારા મોબાઇલમાં છે જે મે તમને મોકલ્યું છે.વકીલસાહેબના માણસ આવીને તેમના વિરુદ્ધ કેસ કરી દેશે.

બીજું મુનીમજીએ તેમની કાનુની સજા ભોગવી લીધી છે.તો તેમને હરિદ્વારમાં જ આવેલા કોઇ સારા વૃદ્ધઆશ્રમમાં સ્થાન અપાવી દેજો.તેનો જે પણ ખર્ચો થાય તે મારી જોડેથી લઇ લેજો.ધ્યાન રાખજો કે તેમની તબિયતનું ત્યાં સારી રીતે ધ્યાન રાખવામાં આવે."રુહી બોલી.

સૌ કોઇ આ નવી રુહી ,રુદ્રની રુહી ને આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.ઇન્સપેક્ટર મોહિની અને મુનીમજીને લઇને જતા રહ્યા.રુહી મંદિરમાં ગઇ એક દીવો અને અગરબત્તી કરીને તેણે હાર ચઢાવેલા પોતાના મૃત સાસુસસરાની છબી આગળ તે મુક્યું અને તેમને હાથ જોડીને વંદન કર્યાં.

"મમ્મીજી પપ્પાજી,મે બરાબર કર્યું ને? જે ગુનેગાર હોય તેને તો સજા મળવી જ જોઇએ અને કાયદો હાથમાં લેવો તે સમજદારી નથી.આશા રાખું છું કે આજે ખરા અર્થમાં તમારા આત્માને શાંતિ મળી હશે.તમારા ગુનેગારોને તેમની સજા મળી ગઇ."રુહી બોલી.

કાકીમાઁએ તેના માથે હાથ મુકીને તેને અંતરથી આશિર્વાદ આપ્યાં.રુદ્રની આંખ ગર્વથી ભીની હતી.પોતાની જીવનસંગીનીએ આજે પોતાના પર રહેલો ભાર હળવેથી હટાવી દીધો હતો.રુહીની સમજદારી પર સૌ કોઇ ગર્વ અનુભવતા હતા.

કાકાસાહેબ આ બધું જોઇને આશ્ચર્ય પામ્યાં.રુહી ઇચ્છતી તો પોતાને પણ તે કાવાદાવામાં સાથે હોવાની સજા અપાવતી પણ તેણે તેવું ના કર્યું અને જાણે કે પોતાને માફ કર્યો.આજે પોતે જ પોતાની નજરોમાં પડી ગયા હતા તે.વારંવાર પોતાના ભાઇનો ચહેરો નજર સામે આવતો.

અહીં રુદ્રને પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો.

"રુદ્ર,તે માણસે મોઢું ખોલી દીધું છે જેણે તારા ઘરનાં આગ લગાવી હતી."

"કોણ છે તે?" રુદ્રે પુછ્યું.

"આદિત્ય અને જબ્બારભાઇ."

રુદ્રે ગુસ્સામાં જોયું.

******

જબ્બારભાઇ ગોળી ચલાવવાના જ હતા.આદિત્ય મરણીયા પ્રયાસ કરતો હતો બચવાના.

"જબ્બારભાઇ,મને મારીને પણ તમને કોઇ ફાયદો નહીં થાય.કદાચ એક કેસ વધુ બનશે તમારા પર."આદિત્ય બોલ્યો.

"તને ખબર છે કે તારી બહેને શું કર્યું ?"જબ્બારભાઇએ તેના લમણે બંદૂક મુકીને કહ્યું.

જબ્બારભાઇએ શું શું થયું હતું અને તેણે પોલીસ સ્ટેશનમાં શું સ્ટેટમેન્ટ આપ્યું તેણે તે પણ જણાવ્યું.

"તારા અને તારી બહેનના કારણે મને આમ છુપાવવાનો સમય આવી પડ્યો.પનોતી છો તમે ભાઇબહેન મારા જીવનમાં."જબ્બારભાઇ બોલ્યા.

"સાચી વાત છે જબ્બાર તારી.આદિત્ય છે જ સાવ બુંધીયાળ એક નંબરની પનોતી જેવો પણ આજે મને તેનાથી ડર નથી.આજસુધી તેણે મને ખુબજ બ્લેકમેઇલ કર્યો પણ હવે નહીં.

મને ખબર પડી ગઇ છે કે તેની પાસે કોઇ જ સીડી નથી.રહી વાત પ્રોપર્ટીની તો ના તને કે ના આદિત્યને એક ફુટી કોડી મળશે."હેત ગજરાલે અંદર આવતા કહ્યું.

"હેત ગજરાલ,તું અહીં ?તારી હિંમત કેવીરીતે થઇ મારી સાથે આવીરીતે વાત કરવાની?તને અહીં નું એડ્રેસ કેવીરીતે ખબર પડી?"જબ્બારભાઇ આશ્ચર્ય પામતા બોલ્યા.

"જબ્બાર,ચુપ તું હવે એક મામુલી ગુંડો છે કોઇ મોટો ડોન નથી.વધારે ચું કે ચા કરી તો પોલીસને અહીં બોલાવી લઇશ.ચુપ રહીશ તો તારો કઇંક ફાયદો થશે.રહી વાત મને કેવીરીતે ખબર પડી તો તારો ખાસ માણસ વેંચાઇ ગયો.તેને તારી સાથે તેનું ભવિષ્ય અંધારામાં લાગ્યું.તો મારા પૈસાના દમથી મે તેને ખરીદી લીધો.તેણે બધું જ બકી દીધું."હેત ગજરાલે અટહાસ્ય કર્યું.

જબ્બારભાઇ નરમ પડ્યાં.તે પોતાનું માથું પકડીને બેસી ગયા.તેમને સમજાઇ ગયું હતું કે તેમનો ખરાબ સમય શરૂ થઇ ગયો હતો.જે દિવસે તેણે આદિત્ય સાથે હાથ મિલાવ્યો ત્યારથી.

"શું ઓફર લાવ્યા છો?"જબ્બારભાઇ બોલ્યા.

હેત ગજરાલે તે નર્સ સામે ઇશારો કર્યો.જબ્બારભાઇએ તે નર્સને બીજા રૂમમાં મોકલી.

"જબ્બાર,આ આદિત્યને મારીને કોઇ ફાયદો નથી.તે વેસ્ટેજ છે.હા પણ તેનું દિમાગ સારું ચાલે છે.મારી સીડી આ મુર્ખાએ એવીરીતે રાખી હતી કે કોઇ લઇ ગયું."હેત ગજરાલ બોલ્યા.

"જબ્બાર અને આદિત્ય,મને તે સીડી જોઇએ અને આ વખતે કોઇ ચાલાકી નહીં નહીંતર તમે બંને વોન્ટેડ ક્રિમિનલ છો.પોલીસને બોલાવી પકડાવડાવી દઈશ.

આદિત્ય,તું તારું દિમાગ લગાવ અને શોધ કે તે સીડી કોની પાસે હોઈ શકે અને જબ્બાર તું પછી તારા માણસોને કામ પર લગાવ.કઇંક એવું કર કે તે સીડી મળી જાય.હા તમારા પર નજર રાખવા મારો નવા ખાસ માણસો તમારી સાથે રહેશે."હેત ગજરાલે કહ્યું.

"અને અમે કેમ કરીએ આ કામ? અમને શું મળશે?"જબ્બારે કહ્યું.

"જબ્બાર,તે અને આદિત્યે મારું આ કામ કર્યું સફળતાથી તો તને સહીસલામત રીતે આ દેશની બહાર કાઢચાની જવાબદારી મારી અને આદિત્ય,તારા પર થયેલો કેસ રફાદફા કરાવવાની જવાબદારી મારી.

એક સમજી લો કે આ એક લાસ્ટ બેટલ એટલે કે આખરી દાવ કે આખરી લડાઇ છે.જે જીતશે તે જ જીવશે.મંજૂર ?"હેત ગજરાલે કહ્યું.તેમના હાથ પર જબ્બારભાઇએ હાથ મુક્યો.

"હવે આપણે એકબીજાની વિરુદ્ધ નહીં પણ એકબીજાની સાથે,એકબીજાની મદદથી લડવાનું છે."જબ્બારભાઇએ કહ્યું.

હેત ગજરાલ ત્યાંથી જતા રહ્યા પણ જબ્બારના માણસ કે જે હવે હેત ગજરાલના માણસ હતા.

જબ્બારભાઇ આદિત્ય પાસે ગયા.તેમણે આદિત્યને મુક્ત કર્યો અને તેની પાસે નીચે બેસ્યાં.
"એય આદિત્ય,સીડી ક્યાં હશે બોલ?"તેમણે કહ્યું.

"હું કોઇ સીસીટીવી છું તો મને ખબર હોય?" અકળાયેલો આદિત્ય બોલ્યો.તેના આ જવાબ પર જબ્બારભાઇએ તેનો કોલર પકડ્યો.

"એય આદિત્ય,એમ ના સમજીશ કે આ જબ્બારનો ખોંફ હવે ખતમ થઇ ગયો.હું ઇચ્છું તો હમણા જ તને ઉડાઇ દઉં."જબ્બારભાઇ ગુસ્સે થઇને બોલ્યાં.
"જો આપણે બંને સમજીને કામ કરીશું તો જ અહીંથી નિકળી શકીશું."જબ્બારભાઇએ કહ્યું.

"તે સીડી મે મારા ઘરના પુજાખંડમાં એક ચોરખાનામાં છુપાવેલી હતી.તે સીડી ઘણાબધા વર્ષોથી ત્યાં હતી.હેત ગજરાલે તેમના જમાઇનો ઉપયોગ કરીને તે સીડી શોધવાની કોશીશ કરી હતી પણ તેમને ના મળી.મતલબ તેમના જમાઇના શોધવા પહેલા જ તે સીડી કોઇએ ત્યાંથી કાઢી લીધી હશે."આદિત્ય બોલ્યો.

"પણ કોણે?" જબ્બારભાઇ બોલ્યા.

"એ જ પ્રશ્ન છે.મે તે સીડી શોધવા મારા એક માણસને ત્યાં મોકલ્યો હતો પણ તેને કશુંજ મળ્યું નહીં અને તેણે બધી ગડબડ કરી દીધી.શોર્ય પાસે તે સીડી નથી એટલે મને શંકા છે કે તે રુદ્ર પાસે હશે."આદિત્યે શંકા વ્યક્ત કરી.

"માત્ર શંકાના આધારે આપણે કશુંજ નહીં કરી શકીએ.એવું કોણ છે તારા ઘરમાં જેને તારા સિવાય આ ચોરખાના વિશે ખબર હોઇ શકે?તારા માતાપિતા ?"જબ્બારભાઇએ પુછ્યું.

"ના."

"તો?"

"અમારા જુના નોકરાણી.તેમને ખુબજ આદત હતી ચોરીછુપી બધાની જાસુસી કરવાની અને અહીંની વાત બીજેકરવાની."આદિત્યે કહ્યું.

"હમ્મ,ક્ય‍ાં મળશે તે?"જબ્બારભાઇએ પુછ્યું.
આદિત્યે તેમનું સરનામું આપ્યું.જબ્બારભાઇના માણસો થોડીક જ વારમાં તેમને ઊઠાવીને લઇ આવ્યાં.જબ્બારભાઇએ મોઢે કપડું બાંધેલું હતું ઓળખ છુપાવવા.

"એય બુઢિયા,બોલ તે ચોરખાનામાંથી સીડી તે લીધી હતી? સાચું બોલ નહીંતર તારી ખેર નથી.તારા પુરા પરિવારનું નામનિશાન ખતમ થઇ જશે."જબ્બારભાઇએ કહ્યું.

જબ્બારભાઇએ તેમના ગળે મોટી છરી રાખી.આદિત્યના ઘરના જુના નોકરાણી ખુબજ ડરી ગયા હતા.તેમણે સની જોડેથી રૂપિયા લેતી વખતે તેના વિશે ના જણાવવાનું વચન આપ્યું હતું.તે ખુબજ ડરી ગયા હતા.

"એય બુઢિયા,ફટાફટ બોલ.દસ સુધી ગણીશ પછી આ છરી તારો ખેલ ખતમ કરશે."જબ્બારભાઇએ કહ્યું.આદિત્ય આ બધું છુપાઇને જોઇ રહ્યો હતો.

"એક..બે..ત્રણ........દસ."જબ્બારભાઇએ દસ સુધીની ગણતરી પુરી કરી અને તે નોકરાણી સામે જોયું.

શું રુદ્ર આ હુમલા પાછળ આદિત્યનો હાથ હતો તે વાત રુહીને જણાવી શકશે?
શું આદિત્યના જુના નોકરાણી સાચું જણાવી દેશે?
કાકાસાહેબને પસ્તાવો થશે? શું તે પણ બદલાઇ જશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Sharda

Sharda 1 month ago

maya shelat

maya shelat 1 month ago

Bhimji

Bhimji 12 months ago

rasilapatel

rasilapatel 12 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago