Rudrani ruhi - 117 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-117

રુદ્રની રુહી... - ભાગ-117

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -117

"હવે તારો સમય ખતમ થયો.બુઢિયા તું તો ગઇ."જબ્બારભાઇએ તે નોકરાણી સામે જોઇને કહ્યું.અહીં છુપાયેલો આદિત્ય વિચારી રહ્યો હતો કે આ જબ્બાર તેને ગુસ્સામાં મારી ના નાખે તો સારું.

"મુર્ખના સરદાર જબ્બાર તેને મારી ના કાઢતો."આદિત્ય પોતાને જ સંભળાય તેમ બોલ્યો.

જબ્બારભાઇએ તે નોકરાણીના ગળા પર છરી મુકી અને સહેજ દબાવી જેથી લોહીની ટશરો ફુટી.તે નોકરાણી ડરી ગઇ.
"કહું છું કહું છું.આ ચપ્પુ હટાવો."તે નોકરાણી બોલી.

જબ્બારભાઇએ ચપ્પુ હટાવ્યું.
"એક યુવાન છોકરો આવ્યો હતો.તેણે મને રૂપિયાની લાલચ આપી હતી.મે જ રૂપિયાના બદલામાં તે સીડી મંદિરમાંથી કાઢીને તેને અાપી હતી."તે નોકરાણીએ કહ્યું.

"તેનું નામ શું હતું ,બુઢિયા?"જબ્બારભાઇએ પુછ્યું.

"તેનું નામ મને યાદ નથી પણ હું તેને પહેલી વાર મળવા ગઇને ત્યારે તે કોઇની સાથે ફોન પર વાત કરતો હતો.તે રુદ્રસર એમ બોલ્યો હતો.તેણે પોતાનું નામ નહતું કહ્યું.તેણે પોતાનો ચહેરો ઢાંકેલો હતો. મને જવા દો."તે નોકરાણીએ હાથ જોડીને કહ્યું.

જબ્બારે તેના માણસને ઇશારો કર્યો.
"એય,આને જ્યાંથી ઉપાડીને લાવ્યો હતો ત્યાં જ મુકી આવ."આટલું કહેતા તેણે તે માણસને આંખ મારી.

તે નોકરાણીના જતા જ આદિત્ય બહાર આવ્યો.
"મારી શંકા સાચી નિકળી આ બધા પાછળ રુદ્ર જ હતો."આદિત્ય બોલ્યો.
"મને આ રુદ્ર વિશે થોડુંક વધારે જણાવ."

"તેના માટે તમારે મારા ભુતકાળ વિશે જાણવું પડશે" આદિત્યે કહ્યું.

"ચલ બેસીને વાત કરીએ."જબ્બારભાઇએ કહ્યું.

જબ્બારભાઇ અને અાદિત્ય તેની કહાની સાંભળવા બેસ્યાં.

આદિત્યે પોતાના જીવનની કહાની જણાવી.રુહી,રુચિ,હરિદ્વાર જવાની વાત,તેણે આદિત્યની રુહી કેવીરીતે રુદ્રની રુહી બની તે અત્યાર સુધીની વાત જણાવી.તે કેવીરીતે જેલ પહોંચ્યો તે પણ.
"હમ્મ,હવે આ રુદ્રને પકડવો પડશે.તે પણ હરિદ્વાર જઇને."જબ્બારભાઇએ કહ્યું.

"જબ્બારભાઇ,આપણે બંને વોન્ટેડ ક્રિમિનલ છીએ અહીંથી બહાર પગ મુકવાનું પણ ના વિચારી શકીએ.આમપણ રુદ્રાક્ષ સિંહ કોઇ જેવી તેવી વ્યક્તિ નથી.તે સિંહ છે આપણો શિકાર થઇ જશે."આદિત્યે કહ્યું.

"તો શું કરીએ? હાથ પર હાથ મુકીને બેસી રહીએ.હું વધારે દિવસ આમ નહીં રહી શકું.હા,એક કામ કરીએ તે રાજાના જીવ સમાન તેની રાણીને આપણા માણસોની મદદ વળે ઉઠાવી લઇએ."જબ્બારભાઇની વાત સાંભળીને આદિત્ય ડરી ગયો.

"ભાઇ,ના ભુલથી પણ તેવી ભુલ ના કરતા.રુહી રુદ્રની કમજોરી નહીં પણ તાકાત છે.તમે એવી ભુલ કરશોને તો આ દુનિયામાં તમારો છેલ્લો દિવસ હશે."આદિત્ય બોલ્યો.

"તો કેવીરીતે તે રાજાને આપણી જાળમાં ફસાવીશું?"જબ્બારભાઇએ પુછ્યું.

આદિત્ય આંખો બંધ કરીને બેસી ગયો.તેણે વિચારવાનું કામ કર્યું.

"તે રુદ્રાક્ષ સિંહને અંદરથી તોડવા પડશે પછી તે ઢીલો પડી જશે અને આપણે આપણું કામ સરળતાથી કરી શકીશું."આદિત્યે કહ્યું.

"તે કેવીરીતે કરીશું?જબ્બારભાઇએ પુછ્યું.

આદિત્યે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો.તેના ચહેરા પર હાસ્ય હતું.

******
રુદ્રએ પોલીસ સ્ટેશનથી આવેલા સમાચાર સાંભળીને સનીને ફોન લગાવ્યો.આ સમાચાર સાંભળીને પુરો દિવસ શું કરવું તે વિચારમાં હતો.

"રુદ્રભાઇ,ગજબ થઇ ગયું.હમણાં જ એક ખુબજ આઘાતજનક સમાચાર આવ્યાં છે."સની ડરીને બોલી રહ્યો હતો.

"સની,વાત શું છે? મે પણ તને કઇંક કહેવા જ ફોન કર્યો હતો?રુદ્રએ આટલું કહીને તેને જણાવ્યું કે તેના ઘરે આદિત્ય અને જબ્બારભાઇએ સીડી શોધવા માટે માણસ મોકલ્યો હતો.

"હે ભગવાન,રુદ્રભાઇ ખુબજ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે.પેલા નોકરાણી હતાને જેમણે સીડી આપી હતી.તેમનું ખૂન થઇ ગયું.ગળું કાપીને ખુબજ ક્રુરતાપુર્વક તેમને મારી નાખવામાં આવ્ય‍ા."સનીનો અવાજ ડરથી કાંપતો હતો.

તેની વાત સાંભળીને રુદ્ર આઘાત પામ્યો.
"કોણે કર્યું હશે તેમનું ખૂન?ક્યાંક આદિત્ય તો નહીં?"

"ખબર નથી પણ સાંભળ્યું છે કે પોલીસ જ્યારે જબ્બારભાઇને પકડવા ગઇ ત્યારે તે ત્યાંથી ભાગી ગયા હતાં?"સનીએ કહ્યું.

"નક્કી આ કામ જબ્બારભાઇ અને આદિત્યનું હોવું જોઇએ.સની,તું હમણા થોડા દિવસ ક્યાંક જતો રહે."રુદ્રએ કહ્યું.

"પણ આપણે પેલો કેસ રીઓપન કરાવવાના છીએ તેનું શું ?"સનીએ પુછ્યું.

"તેની જે પણ સાબિતી તે એકઠી કરી છે તે તું વકીલસાહેબને સોંપી દે.આગળ તે જોઇ લેશે."રુદ્રએ કહ્યું.

"ઓ.કે."સનીએ કહ્યું.
***
"જબ્બારભાઇ,એક સમાચાર છે.તમારા પર જે વકીલે કેસ કર્યો હતો.તે વકીલનો એક ક્લાયન્ટ રુદ્રાક્ષ સિંહ પણ છે."જબ્બારભાઇના માણસે કહ્યું.

"તો આ બધાંની પાછળ તે રુદ્રાક્ષ સિંહનો જ હાથ છે તે વાત પાક્કી થઇ ગઇ.હવે હું તે રુદ્રાક્ષ સિંહને નહીં છોડું."જબ્બારભાઇ ખુબજ ગુસ્સામાં બોલ્યા.
" એય મે તમનેતે રુદ્રાક્ષ સિંહનો નંબર લાવવા કહ્યું હતું."

"હા ભાઇ,આ લો."જબ્બારના ખાસ માણસે તેને ફોન લગાવીને આપ્યો.

રુદ્રાક્ષ સિંહ આગળ શું કરવું તેના વિચારોમાં હતો ત્યાં તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
"હેલો."રુદ્રએ ફોન ઉપાડતા કહ્યું.

"હેલો વેલો છોડ.કામની વાત સાંભળ રુદ્રાક્ષ સિંહ જબ્બાર બોલું છું.તે ખોટી વ્યક્તિ સાથે પંગો લીધો છે આ વખતે.હજી તને છોડી શકું છું મને તે સીડી આપી દે."જબ્બારભાઇ ખુન્નસમાં બોલ્યા.

"ઓહ જબ્બાર,અંતે તારો ફોન આવી ગયો.હા એ સીડી મારી પાસે છે અને લાગે છે કે તને આ કામ હેત ગજરાલે સોંપ્યું છે.એક વાત સાંભળી લે કે તારો ,તારા હેત ગજરાલ અને આદિત્યનો સમય પુરો થઇ ગયો છે.

જલ્દી જ તમે ત્રણેય જેલમાં હશો."રુદ્રએ કહ્યું.

"એય રુદ્રાક્ષ સિંહ,મારી ધમકીને હળવાશમાં ના લે.સીડી મારા માણસોને સોંપી દે તે ત્યાં જ હરિદ્વારમાં છે નહીંતર તારા પુરા પરિવારની તે જ હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જિત કરવાવાળું કોઇ નહીં બચે."જબ્બારે ધમકી આપી.

"હું તારી ધમકીથી ડરતો નથી જબ્બાર.હું રુદ્રાક્ષ સિંહ છું.સિંહ છું હું.મારા પરિવારની સામે જોવાની પણ હિંમત ના કરતો નહીંતર તું જીવતો નહીં બચે.દિવસો ગણ."રુદ્રએ ફોન મુકી દીધો.રુદ્રએ બધી જ વાત રુહીને કરી હતી.તે સામે જ બેસીને સ્પિકર પર આ વાત સાંભળી રહી હતી.
"રુદ્ર,મને ડર લાગે છે ગભરામણ થાય છે."રુહી રુદ્રના ગળે લાગતા બોલી.

"કશુંજ નહીં થાય હું છું ને.ચલ આ વાત આપણે પરિવારમાં બધાને જણાવીએ."રુદ્ર બહાર આવ્યો.પુરો પરિવાર એકત્રિત થયેલો હતો.

"રુચિ,આદિત્ય તારા પિતાને બ્લેકમેઇલ કરતો હતો.એક સીડીની મદદથી જેમા તેમના ખુબજ ભયંકર ગુનાની કબુલાત છે.તે ગુનો શું છે તે હું તને નહીં જણાવી શકું."રુદ્રએ આદિત્ય,જબ્બાર અને હેત ગજરાલના હાથ મિલાવવા અને તે સીડી માટે પોતાને મળેલી ધમકી વિશે કહ્યું

"રુદ્રભાઇ,તમે ચિંતા ના કરો હું તમારી સાથે છું.પપ્પાજી આવું ના કરી શકે હું તેમને કહીશ."શોર્ય બોલ્યો.

"શોર્ય રુચિ,માફ કરજે પણ હેત ગજરાલ હવે મરણીયો થઇ ગયો છે.તે કોઇના રોકાવ્યાં નહીં રોકાય.તેને તેના ગુનાની સજા હું અપાવીને જ રહીશ.તેમણે જે કર્યું છે તે સાંભળ્યા પછી તમે પણ તેમની સાથે તમારો સંબંધ પુરો કરી દેશો."રુદ્રએ કહ્યું.
પોતાના પિતાની આવી શરમભરી હરકતથી રુચિ તુટી ગઇ.તેણે પોતાના પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું.

"હું વાત કરીશ પપ્પાને કે તેમનો ગુનો સ્વિકારી લે અને આ બધું બંધ કરે."રુચિ રડમસ અવાજમાં બોલી.

"ના રુચિ,તું માઁ બનવાની છો.તું બસ તારું અને આપણા બાળકનું ધ્યાન રાખ.એ બધું હું અને રુદ્રભાઇ જોઇ લઇશું."શોર્યે કહ્યું.

"સાંભળો.રુહી અને રિતુ તમે બંને મુંબઇ તમારા ઘરે ફોન કરીને તેમને અહીં બોલાવી લો.જ્યાંસુધી આ ત્રણેય જણાને સજા ના મળે."રુદ્રએ કહ્યું.

રુહી અને રિતુનો પરિવાર તાત્કાલિક મુંબઇથી હરિદ્વાર આવવા નિકળી ગયા હતા.સની પણ પોતાના વતન જવા નિકળી ગયો હતો.જબ્બાર અને આદિત્યે તેમના પ્લાન પર કામ શરૂ કરી દીધું હતું.

બીજા દિવસે બધાં ફરીથી રુદ્રની હવેલી પર શિફ્ટ થઇ ગયા હતા.સનીએ જતા પહેલા તે સાબિતીઓ વકીલસાહેબને આપી દીધી હતી.
"રિતુ,અભિષેકનો ફોન નથી લાગતો બપોરથી."રુદ્રએ કહ્યું.

"હા હું પણ તેને જ ફોન લગાવું છું."રિતુએ કહ્યું.

"રિતુ,ડો.પારિતોષને ફોન લગાવ્યો?"રુદ્રએ પુછ્યું.

"હા તેનો પણ ફોન નથી લાગતો.મને બહુ ચિંતા થાય છે.તે સવારથી ટેન્શનમાં હતો કઇંક પ્રોબ્લેમ થયો હતો.એક દિવસની જગ્યાએ બે દિવસ થઇ ગયા પણ તેનું કામ નહતું થયું."રિતુ ચિંતામાં બોલી.રુદ્ર તેની પાસે ગયો તેના હાથ પર પોતાનો હાથ મુકીને કહ્યું,"એય રિતુ,ચિંતા ના કર.હું છું ને.તું મારા અભિષેકની નિશાનીનું ધ્યાન રાખ."રુદ્રએ કહ્યું.

મોડી રાત થવા આવી હતી.હવે તો રુહી અને રિતુનો પરિવાર પણ આવી ગયો હતો.અભિષેકનો કોઇ સંપર્ક નહતો.
અચાનક વકીલસાહેબનો ફોન આવ્યો.તેમણે કહ્યું,"રુદ્ર,ટીવીમાં ન્યુઝચેનલ ઓન કર."

રુદ્રએ તેમ કર્યું.ન્યુઝચેનલમાં બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા હતા.

"ફેમસ સાઇકાઇટ્રિક ડોક્ટર અભિષેક દ્રિવેદીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે."

ક્રમશ:

નમસ્કાર વાચકમિત્રો,
રુદ્રની રુહી હવે અંત તરફ આગળ વધી રહી છે.વાર્તામાં મે પહેલેથી નક્કી કર્યા મુજબના જ ટ્વિસ્ટ અને ટર્ન આવી રહ્યા છે.આશા રાખુ છું તેને આવકારી વાર્તાનો વાર્તાની જેમ આનંદ લેશો.

ધન્યવાદ
રીન્કુ શાહ.

Rate & Review

Sharda

Sharda 1 month ago

maya shelat

maya shelat 1 month ago

Mosin Ajmeri

Mosin Ajmeri 5 months ago

sandip dudani

sandip dudani 11 months ago

Bhimji

Bhimji 12 months ago