Rudrani ruhi - 118 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-118

રુદ્રની રુહી... - ભાગ-118

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -118

"ફેમસ સાઇકાઇટ્રિક ડોક્ટર અભિષેક દ્રિવેદીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે."


આ સમાચાર સતત તમામ ન્યુઝચેનલમાં ફ્લેશ થતાં હતાં.આઘાતની કેવી લાગણી રુદ્ર અને તેના પરિવારમાં ફરી વળી હતી તે તો વિચારી શકાય એમ જ નહતી.

બધાં એમ વિચારતા હતા કે આ એક ખુબજ ખરાબ સ્વપ્ન હતું.આંખો ખોલીને સ્વપનની બહાર આવવાની કોશીશ બધાં કરી રહ્યાં હતાં.પણ આ સ્વપ્ન નહતું.

"ના ના આ સમાચાર ખોટા છે.મારો અભિષેક જીવે છે તેને કશુંજ ના થાય."રુદ્ર હસતા હસતા બોલ્યો.

"હા,સાચી વાત છે રુદ્ર,મારો અભિષેક તે હમણાં બસ ઘરે આવતો જ હશે.તેને રોજ રાત્રે મારા પેટ પર હાથ મુકીને અમારા બાળક સાથે વાત કર્યા વગર ઉંઘ નથી આવતી.આવતો જ હશે હમણાં"રિતુ પણ સામે હસી.

રુહી જે પુરી સભાન અવસ્થામાં હતી.તે સમજી ગઇ હતી કે રુદ્ર અને રિતુની માનસિક સ્થિતિ કથળી શકે તેમ હતી.તેણે ન્યુઝચેનલના સમાચાર આગળ સાંભળ્યાં.

ન્યુઝ એન્કર બોલી રહી હતી,"સાંભળવામાં આવ્યું છે કે ડો.અભિષેકનું રિસર્ચ કમ્પલીટ થઇ ગયું હતું અને તે તેના પેપરવર્ક માટે હરિદ્વારથી અહીં આવ્યાં હતાં.આજે રાત્રે તેમની ગાડી હાઇવેથી આગળ ખીણમાં પડી ગઇ હતી.ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને લાશનો ચહેરો ઓળખવો અશક્ય હતો.

પોલીસે તેમના કપડાં અને આઇડી પ્રુફની મદદ વળે તેમની ઓળખ કરી.લાશને પી.એમ માટે મોકલી દેવામાં આવી છે.તેમના પરિવારજનોને સંપર્ક કરવાની પોલીસ પુરી કોશીશ કરી રહ્યા છે."


રુહીએ ટી.વી બંધ કર્યું.પોતાના મોંઢા પર બંને હાથ મુકીને તેણે પોક મુકીને રડવાનું ચાલું કર્યું.કાકાસાહેબ અને કાકીમાઁ,શોર્ય- રુચિ પણ રડી રહ્યા હતા.


રુદ્ર અને રિતુ ગુસ્સે થઇને તેમને વઢ્યાં.
"હેય,તે લાશ અભિષેકની નથી.ખબર નથી કેમ રડો છો.હું વકીલસાહેબને કહું છું કે તે બધી તપાસ કરે અને આ અભિષેકને શોધે."રુદ્ર બોલ્યો.

"રુહી,આ શક્ય નથી કે અભિષેકને કઇ થાય.મારા અને તેના હ્રદયના તાર જોડાયેલા છે.આ હ્રદય હજી ધબકે છે તેનો અર્થ છે કે તે હ્રદય પણ ધબકે છે."રુદ્રે કહ્યું.

રુદ્રએ વકીલસાહેબને ફોન કર્યો.
"રુદ્ર,હું તે હોસ્પિટલમાં જ છું.તને સાચું કહું કોઇ બહુ મોટી ગેમ રમાઇ ગઇ છે અથવા રમાઇ રહી છે.મને કોઇ અંદર નથી જવા દેતું પણ મારી કોશીશ ચાલું છે."આટલું કહીને વકીલસાહેબે ફોન મુકી દીધો.

રિતુ સખત આઘાતમાં હતી અને ડરેલી.તેનું મન અને હ્રદય આ સમાચાર પર વિશ્વાસ કરવાની મનાઇ કરતા હતા.પણ આંખો સામે આવી રહેલા સમાચાર સાવ ખોટા પણ નહીં હોય તેવી તેને આશંકા હતી.તેને પોતાની કિસ્મત પર દુખ થયું.આટલા વર્ષો પછી તેને માઁ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને તેના જીવનમાં અચાનક આ દુર્ભાગ્યપુર્ણ ઘડી આવી.

રિતુના માતાપિતા અને રાધિકાબેન સતત તેને સાંત્વના આપી રહ્યા હતા.
ડો.શ્યામ ત્રિવેદીએ પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને વકીલસાહેબને હોસ્પિટલમાં એન્ટ્રી અપાવી દીધી.

થોડાક જ સમયમાં વકીલસાહેબનો વીડિયો કોલ આવ્યો.
"રુદ્ર,તે લોકોએ લાશ પાસેથી મળેલી નિશાનીઓ અને જે પ્રુફ બતાવ્યા તે પ્રમાણે તો આ અભિષેકની જ બોડી છે પણ રુદ્ર મન નથી માનતું કે આમ સાવ અચાનક જ તે જતો રહેશે.હું તમને બંનેને નાનપણથી ઓળખું છું.વિશ્વાસ નથી થતો.મે ખુબજ વગ વાપરીને તે બોડી જોઇ.તે બિલકુલ ઓળખાતી નથી.મને શંકા છે કે આ અભિષેક છે."વકીલસાહેબે કહ્યું.

રુદ્ર વકીલસાહેબની વાત સાંભળીને આઘાત પામ્યો.શોકનું મોજુ પુરા ઘરમાં ફરી વળ્યું.

"આ ના થઇ શકે.માર અભિષેક મને છોડીને ના જઇ શકે. શું કરવું શું નહીં કઇ જ ખબર નથી પડતી?મન મારું પણ નથી માનતું."રુદ્રએ કહ્યું.

રડીરડીને થાકેલી આંખો સુનમુન થઇને બેસેલી હતી.કોઇને કશુંજ સુજતુ જ નહતું.

અચાનક ઘરમાં એક દિવ્ય પ્રકાશ આવ્યો અને કોઇ મહાન પગલા ઘરમાં આવ્યાં.તે તેજપ્રકાશજી હતા.

તેમને જોઇને બધાંની આશા બંધાઇ.રિતુ દોડીને તેમના ચરણોમાં પડી ગઇ.


"પિતાજી,મારો અભિષેક મને છોડીને જતો રહ્યો.પિતાજી,કહી દો કે આ બધું ખોટું છે.મારું મન નથી માનતું કે તે આમ જઇ શકે.તેણે કોઇનું શું બગાડ્યું હતું કે તે આમ જતો રહ્યો."

તેજપ્રકાશજીએ તેને ઊભી કરી.તેના માથે હેતભર્યો હાથ મુક્યો અને બોલ્યા,
"રિતુબેટા,જીવનમાં કઠિન પરીક્ષા પ્રભુ તેમની જ લે છે.જે તેમના પ્રિય હોય છે.તેમા જ શાંત મનથી અને સમતાભાવ રાખીને પસાર થાય છે.તે જ પરમશાંતિ પ્રાપ્ત કરી શકે છે."
તેજપ્રકાશજી રિતુના માથે હાથ રાખીને આંખો બંધ કરીને કઇંક મંત્રો બોલ્યા.રિતુની અંદર જાણે એક નવી શક્તિનો સંચાર થયો.તેના મનને થોડી શાંતિ મળી.

"રિતુબેટા,તમે એક નવા જીવને જન્મ આપવા જઇ રહ્યા છો.તો તમે તેનું ધ્યાન રાખો.રુદ્ર ,હું રિતુ અને તેના માતાને થોડા સમય મારી સાથે મારા આશ્રમ લઇ જઉ છું.ત્યાં સાધના,યોગ અને પ્રભુભક્તિથી તેને અને તેના બાળકને એક નવી ઊર્જા મળશે.

રિતુબેટા,તમારો અને તમારી માતાનો ખપ પુરતો સામાન લઇલો."તેજપ્રકાશ બોલ્યા.

રિતુ બે હાથ જોડીને તેમને પ્રણામ કરીને પોતાના રૂમમાં જરૂરી સામાન લેવા પોતાની માઁ સાથે જતી રહી.
"રુદ્રહી,મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે."આટલું કહીને તેઓ મંદિરમાં જઇને શિવજી સામે હાથ જોડીને સાધનામાં બેસી ગયા.

રુદ્રહી તેમની પાછળ ગયા અને હાથ જોડીને બેસી ગયા.
રુદ્ર સાવ તુટી ગયો હતો.તેની અંદરની શક્તિ હણાઇ ગઇ હતી.રુહી પણ ખુબજ દુખી હતી.તે સમજી ગઇ હતી કે આ બધું આદિત્ય અને જબ્બારભાઇનું કામ હોઇ શકે.તે પોતાની જાતને આ બધાં માટે જવાબદાર ઠેરવતી હતી.

રુદ્ર એટલી હદે તુટેલો હતો કે તે સરખી રીતે રડી પણ નહતી શકતો.તેટલાંમાં તેના ફોનમાં રીંગ વાગી,સ્ક્રીન પર વકીલસાહેબ લખ્યું હતું.રુદ્રનું તે તરફ ધ્યાન નહતું.રુહી તેજપ્રકાશજીની સાધનામાં ખલેલ ના પહોંચે તે માટે થઇને તે ફોન લઇને બહાર જતી રહી.

"રુદ્ર ."

"વકીલસાહેબ,રુહી બોલું છું.રુદ્ર ખુબજ આઘાતમાં છે.તે વાત કરી શકે એમ નથી."રુહીએ કહ્યું.

"રુહી, ન્યુઝ જોયા?"

"ના.કેમ શું થયું ?"

"રુહી,અહીં પોલીસનું અને ન્યુઝચેનલવાળાનું એમ કહેવું છે કે અભિષેકે આત્મહત્યા કરી છે." વકીલસાહેબે કહ્યું.

"શું ? આ શક્ય નથી."

"હા મને ખબર છે.હું તને ન્યુઝનો વીડિયો મોકલું છું તે એકલામાં જોજે."આટલું કહીને વકીલસાહેબે એક લીંક મોકલી.જે રુહીએ ઓપન કરી અને વીડીયો ચાલું થયો.

" બ્રેકિંગ ન્યુઝ
તાજા જાણકારી મળી છે તે પ્રમાણે જાણવા મળ્યું છે કે ફેમસ ડો.અભિષેક દ્રિવેદીનું મૃત્યુ અકસ્માતમાં નથી થયું પરંતુ તેમણા આત્મહત્યા કરી છે.

હા આ ચોંકાવનારો રીપોર્ટ હમણાં જ અમારા સંવાદદાતા લાવ્યા છે.ડો.અભિષેક એક રીસર્ચ પર કામ કરી રહ્યા હતા.જે લગભગ સફળ થઇ ગયો હતો પણ તેમા ગઇકાલે સવારે જ એક નવો ટ્વિસ્ટ આવ્યો તે એ હતો કે ડો.અભિષેક જે દવાની મંજૂરી અને પેપરવર્ક માટે આવ્યાં હતા.તે દવાનું પેટન્ટ તેમણે ચોર્યું હતું.જે તેમની સાથે રીસર્ચમાં કામ કરતા ડો.પારિતોષ અને ડો.સમૃદ્ધિએ કહ્યું હતું.

ડો.સમૃદ્ધિને તેમણે બે મહિના પહેલા જ ખોટા આરોપમાં ફસાવી દીધાં હતા.કેમ કે તેમણે ડો.અભિષેકને આ ખોટા કામમાં સહકાર આપવાની ના કહી હતી.

ગઇકાલે તેમનું રીસર્ચનું એપ્રુવલ કેન્સલ થયું હતું અને તેમની ધરપકડના ભણકારા વાગતા હતા.કહેવાય છે કે તે પાછા હરિદ્વાર જવાના હતા.તેમની દહેરાદૂનની ફ્લાઇટ હતી.ત્યાંથી તે હરિદ્વાર જવાના હતા.

પણ જે હાઇવે વાળા રસ્તા પર તેમનો અકસ્માત થયો હતો.તે એરપોર્ટથી વિરુદ્ધ દિશામાં હતું.ગાડીને તપાસતા જાણવા મળ્યું છે કે તેમા બ્રેક અને બધું એકદમ બરાબર છે.એટલે ડો.અભિષેક ગાડીનો કાબુ ગુમાવે તેવી કોઇ શક્યતા નહતી.તેમણે જાણીજોઇને ગાડી ખીણમાં જવા દઇને આત્મહત્યા કરી છે."
રુહીએ વીડિયો બંધ કર્યો અને વકીલસાહેબને ફોન લગાવ્યો.

"આ બધું સાવ બકવાસ છે.આ અફવા કોણ ફેલાવી રહ્યું છે?"રુહીએ પુછ્યું.

"રુહી,તારી વાત સાચી છે પણ ખુબજ મોટું ષડયંત્ર છે.રુહી મને તારી અને રુદ્રની મદદ જોઇશે.આ વખતે હું આ બધું એકલા હાથે નહીં કરી શકું."વકીલસાહેબે કહ્યું

"હા પણ રુદ્ર આ વખતે એ હાલતમાં નથી કે તે કઇ જ મદદ કરી શકે."રુહીએ અહીંની પરિસ્થિતિ કહી.તેણે જણાવ્યું રિતુ વિશે.

"રુહી,એ સારું કર્યું કે તે રિતુને ત્યા મોકલી દે અને તેને આ બધાં સમાચારથી થઇ શકેને તો ઘરના અન્ય લોકોને દુર રાખજે.તું ચિંતા ના કર.બધું ઠીક થઇ જશે."વકીલસાહેબે કહ્યું.

"હા વકીલસાહેબે,બધું ઠીક થઇ જશે.મારા પરિવાર પર આવેલી આ તકલીફ હું મારા રુદ્ર સાથે મળીને દુર કરીશ.જો આ કામ હેત ગજરાલ,જબ્બારભાઇ અને આદિત્યનું હશે તો હું તેમને સજા અપાવીશ.આ હું પ્રણ લઉ છું."રુહી મક્કમ સ્વરે બોલી.

તેણે મક્કમમને મજબુત પગલાં તેણે રુદ્ર તરફ માંડ્યાં.
અહીં તેજપ્રકાશજી રુહીના પગલાં પડતા જ પોતાની આંખો ખોલીને તેની સામે જોયું.રુદ્ર દિવાલના ટેકે માથું ટેકાવીને બેસેલો હતો.

*******

"ચિર્યસ." હેત ગજરાલે ગ્લાસ આદિત્ય અને જબ્બારની સામે ગ્લ‍ાસ ઊંચો કરીને કહ્યું.

"ચિયર્સ."આદિત્ય અને જબ્બાર બોલ્યા.

"ચેક એન્ડ મેટ.આને કહેવાય પરફેક્ટ પ્લાન.હવે રુદ્ર મુંબઇ આવશે બસ તેને પકડીને આપણે તે સીડી પડાવી લઇશું.પછી આપણે બધાં ફ્રી."આદિત્યે અટહાસ્ય કર્યું.

"આદિત્ય,તારું દિમાગ જોરદાર છે.તું શેતાન છે.એય આદિત્ય મારી સાથે જોડાઇ જા.તારું દિમાગ અને મારું કામ.દુનિયા પર રાજ કરીશું."જબ્બારભાઇએ કહ્યું.

"ના ભાઇ,આ બધું મારું કામ નહીં.બનાવ્યોને જોરદાર પ્લાન.મારો પ્લાન રુદ્ર સમજે,વિચારે કે કઇ કરે તે પહેલા આપણે તે સીડી લઇને ફ્રી થઇ જશું." આદિત્યે કહ્યું.

"બસ આ રુદ્રાક્ષ સિંહ જલ્દી અહીં આવે."હેત ગજરાલે કહ્યું.

શું રુહી અભિષેકને નિર્દોષ સાબીત કરાવી શકશે?
શું રુદ્ર આ અંતિમ લડાઇમાં નબળો પડી જશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Geeta Nilesh

Geeta Nilesh 11 months ago

Chetna Jack Kathiriya
Bhimji

Bhimji 12 months ago

rasilapatel

rasilapatel 12 months ago