Rudrani ruhi - 120 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-120

રુદ્રની રુહી... - ભાગ-120

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -120

રુદ્રના પગ ઢીલા પડી ગયા હતાં.માંડમાંડ મજબુત કરેલા પોતાના મનને તે કાબુ ના કરી શક્યો અને રડી પડ્યો.રુહી આશુની જીપમાંથી ઊતરીને ભાગીને રુદ્રના ગળે લાગી ગઇ.તેને જોરથી ગળે લગાવ્યો.
"રુદ્ર,ઢીલું નથી પડવાનું.ચલો અંદર."રુહીએ કહ્યું.

એ.સી.પી આશુ પોતાની જીપમાંથી ઉતરીને આવ્યો.તેણે રુદ્રના ખભે હાથ મુક્યો અને કહ્યું,"રુદ્રજી,મને રુહીએ ગાડીમાં બધી જ વાત જણાવી.શરૂથી લઇને અંત સુધી તમે નિશ્ચિત રહો.આ બધ‍ાંમાં હું તમારી મદદ કરીશ.નક્કી કોઇ મોટું ષડયંત્ર રચાઇ ગયું છે.ચલો અંદર જઇને બોડીની કસ્ટડી લઇ લો.તમે ચેક કરી લો."

રુદ્રએ હકારમાં માથું હલાવ્યું.તે બધાં અંદર જઇ રહ્યા હતાં.અચાનક આશુને કઇંક યાદ આવ્યું.તે ઊભો રહ્યો અને રુદ્રને પુછ્યું,"રુદ્રજી,અભિષેકજીના શરીર પર કોઇ એવો નિશાન કે બર્થ માર્ક?તમે બંને ભાઇ હતા.તો તમને આ વાત ખબર જ હશે."

આશુની વાત પર વકીલસાહેબના ચહેરા પર ચમક આવી અને તે બોલ્યા.
"યસ,રુદ્ર બની શકે કે આ અાપણો અભિ ના હોય.ચલ જલ્દી."

બધાંના મનમાં એક આશ જાગી.ફટાફટ રીસેપ્શન ડેસ્ક પર પહોંચ્યા.
આશુ આગળ આવીને બોલ્યો,"મેમ,અમે ડો.અભિષેક દ્રિવેદીની બોડીની કસ્ટડી લેવા આવ્યાં છીએ.આ તેમનો પરિવાર છે."

"સોરી સર,પણ લગભગ દસ મીનીટ પહેલા જ એક ડો.નિર્વાના તેમની બોડીની કસ્ટડી લઇને ગયા."રીસેપ્શનીસ્ટે કહ્યું.

"પણ આ કેવીરીતે શક્ય છે?તમે કોઇને પણ કસ્ટડી કેવીરીતે આપી શકો? તેમનો પરિવાર અમે છીએ."રુહીએ ગુસ્સામાં કહ્યું.

"સોરી મેમ,પણ તેમણે ડોક્યુમેન્ટ દેખાડ્ય‍ાં જેમા લખ્યું હતું કે તેમની ફેમિલીનો કોન્ટેક્ટ નથી થઇ રહ્યો અને ડો.અભિષેકના ડિપાર્ટમેન્ટના હેડ અને ખાસ મિત્રતાના સંબંધે તે આ બોડીની કસ્ટડી લઇ રહ્યા છે.મે બધું ચેક કરીને સરના ઓર્ડર પર જ કસ્ટડી આપ્યું છે."તે રીસેપ્શનીસ્ટે કહ્યું.

બધાં અત્યંત આઘાત પામ્યાં.
"રુદ્ર, આ સમય કોઇની પણ સાથે ચર્ચા કરવાનો નથી.તે બોડીની કસ્ટડી લઇને હમણાં જ નિકળ્યા.તે બહુ દુર નહીં પહોંચ્યા હોય.તેમને રોકી લઇએ. ચલો મારી જીપમા.રુહી,રુદ્રજી ચલો."આશુએ કહ્યું.

એ.સી.પી આશુની જીપમાં રુદ્ર ,વકીલસાહેબ અને રુહી ફટાફટ બેસી ગયા.ડ્રાઇવરે જીપ ભગાવી.
"હવે મારી શંકા પાક્કી થઇ ગઇ છે કે આ એક ખુબજ મોટું ષડયંત્ર છે.રુદ્ર,બહુ મોટી મોટી હસ્તીઓ આમા સંડોવાયેલી છે.પહેલા તમારા બંનેનું કિડનેપીંગ અને પછી આ બોડીનું આમ ગાયબ થવું."વકીલસાહેબે કહ્યું .

"હા રુદ્ર,હવે તો મને પણ લાગે છે કે આ ડેડબોડી અભિષેકની નથી.બની શકે કે તેમને ડર લાગ્યો હોય કે તમે તુરંત જ ઓળખી જશો કે આ અભિષેક નથી એટલે આ બોડીનું અંતિમ સંસ્કાર ફટાફટ કરવા માંગે છે."રુહીએ કહ્યું.આ વખતે તેના અવાજમાં એક અદભુત આત્મવિશ્વાસ હતો.

"મને શરમ આવે છે કે હું ક્યારેય આદિત્યની પત્ની હતી.નક્કી આ બધું કામ તેનું જ છે.રુદ્ર,મને માફ કરજો કે મારા કારણે તમને આ બધી તકલીફો સહન કરવી પડે છે."રુહી બોલી.

એ.સી.પી આશુએ ટ્રાફિક પોલીસની મદદ વળે તે એમ્બ્યુલન્સને ટ્રેસ કરી દીધી.તે અંતિમ સંસ્કાર માટે તેને લઇ જઇ રહ્યા હતા.

"એક ખરાબ સમાચાર છે કે તે લોકો પહોંચી ગયા છે પણ ચિંતા ના કરો.પકડાઇ જશે." આશુએ કહ્યું.

એ.સી.પી આશુએ ડ્રાઇવિંગ સીટ પર સ્થાન લીધું અને ગાડી ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ તરફ ભગાવી.બઘાંનો જીવ પડીકે બંધાયેલો હતો

ગાડી અંતે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ પહોંચી.આશુ,રુદ્ર અને રુહી અંદર તરફ ભાગ્ય‍ાં.અંદર અમુક માણસો અભિષેકની બોડીને અંદર અંતિમ વીધીમાં મોકલવા માટે ખુબજ ઉતાવળ કરી રહ્યા હતા.તેમાંથી એક માણસ ત્યાંના એક કર્મચારી સાથે ઝગડી રહ્યો હતો.

"શું કરો છો? આટલા રૂપિયા આપ્યાં તો પણ અમારો વારો ના આવ્યો.જલ્દી કરો."તે માણસે કહ્યું.

"ત્રાસ મચાવ્યો છે ક્યારનો.રૂપિયા આપ્યો તો શું થયું.અહીંયા તો શાંતિ રાખો."તે કર્મચારીએ જવાબ આપ્યો.

અહીં આશુએ રુદ્ર અને રુહીને બે મીનીટ ત્યાં જતાં અટકાવ્યાં.
તેટલાંમાં એ.સી.પી આશુના આસિસ્ટન્ટનો ફોન આવ્યો.
"સર,એક શોકીંગ ન્યુઝ છે."
"શું "
"સર,ડો.નિર્વાના અહીં હાજર છે અને તેમનું એવું કહેવું છે કે તેમણે બોડી કલેઇમ નથી કર્યું."
"વોટ!?"
"હા અને તેમનું એ પણ કહેવું છે કે તેમણે પોતે અભિષેકની ડેડબોડી નથી જોઇ.સર,મને લાગે છે કે ડો.નિર્વાના ઘણુંબધું જાણતા હશે."

"સારું.તેમને ત્યાં જ રોકીને રાખ. હું થોડીક વારમાં જ ત્યાં આવું છું.ડો.નિર્વાના ત્યાં છે તો આ નકલી ડોક્ટરને પકડવા પડશે."આશુએ કહ્યું.

આશુએ રુદ્ર અને રુહીને બધું જ જણાવ્યું.
રુદ્ર રુહી અને આશુએ તેમને બે બાજુથી ઘેરી લીધા અને તેમને પકડ્યો.તે માણસો ડરીને એકબીજાની સામે જોવા લાગ્યો.આશુએ તેમની સામે બંદૂક તાકેલી હતી.તે માણસોએ એકબીજા સામે જોયું અને ઈશારો કર્યો.તેમણે ત્યાં તે કર્મચારી જે હાજર હતો તેને ખેંચીને તેના લમણે બંદૂક મુકી.

"જો તમે લોકો નકલી ડો.નિર્વાના બનીને આવ્યાં છો અમને ખબર છે.તમે બચી નહી શકો."આશુએ ગન તેમની તરફ રાખીને કહ્યું.

"એ ઇન્સપેક્ટર,એક પગલું પણ આગળ ભર્યું ને તો આ માણસ જીવતો નહીં બચે."તે માણસોએ કહ્યું .

તે માણસોએ તે કર્મચારીને બાનમાં રાખ્યો અને ભાગી ગયા.આશુ તેમની પાછળ ઘણી દુર સુધી ભાગ્યો પણ તે પકડાઇ ના શક્યો.આશુ રુદ્ર અને રુહી પાસે આવ્યો.
"સોરી,તે લોકો ભાગી ગયા.હું તેમને પકડી ના શક્યો."આશુએ કહ્યું.

"આશુ,આપણે તે બોડી જોઇ શકીશું ?"રુદ્રએ પુછ્યું.

"હા રુદ્રજી,એક વાર તે બોડીને આપણે હોસ્પિટલ લઇ જઈએ અને તમે કસ્ટડી ક્લેઇમ કરી લો પછી જોઈ શકશો."

******

છેલ્લા થોડાક કલાકોમાં જે થઇ ગયું તે ખુબજ આઘાતજનક હતું.રુચિ અત્યંત આઘાતમાં હતી.પોતાના પિતા એક ગુનો છુપાવવા બીજો ગુનો કરી રહ્યા હતા.તેનું મન વારંવાર એક જ વિચારમાં હતું કે એવો કયો ગુનો હતો.જે છુપાવવો આટલો જરૂરી છે કે તેના માટે તેમણે સગી દિકરીનું સાસરું પણ ના છોડ્યું.

તેણે પોતાના પિતાને ફોન લગાવ્યો.
"પપ્પા,આ બધું શું માંડ્યું છે તમે?એક સીડી મેળવવા આટલા બધાં નીચે પડી ગયા કે તમે તમારી દિકરીનું ઘર પણ ના છોડ્યું?"રુચિએ કહ્યું

"મે શું કર્યું?"

"પપ્પા,તમે જ અભિષેકભાઇનો એક્સીડંટ કરાવ્યો.તમારા કારણે રિતુની હાલત ખરાબ થઈ.ખોટું ના બોલો મને બધી જ ખબર છે."રુચિએ ગુસ્સામાં કહ્યું.

"કોણ અભિષેક ? હું ઓળખું છું તેને? તે કોણ છે?જો રુચિ,એક વાત સાંભળી લે.આ આટલું મોટું સામ્રાજ્ય એમ જ ના બને.ઘણું કાળું ધોળું કરવું પડે.અંડરવર્લ્ડનો સાથ લેવો પડે.તું તો એવી વાતો કરે છે કે તે કશુંજ ખોટું કામ નથી કર્યું.

અાપણા ઘણા કોમ્પીટીટરને જે રસ્તામાં આવતા હતા.તેમને તું આ જબ્બારના માણસોની મદદ વળે જ ધમકાવતી હતી.તે પોતે રુહી અને આદિત્ય સાથે ખરાબ કર્યું હતું.આજે મને સલાહ આપે છે.

જો રુચિ,જે પણ છે તે આ જ છે.હું તારો બાપ છું.તારે અને શોર્યે આ મિલકતમાં વારસ બનવું હોય તો મને સપોર્ટ કરવો પડશે નહીં કે રુદ્રને."હેત ગજરાલે ધમકી આપી.

"પપ્પા, અા બધું કશુંજ સાથે નહીં અાવે.મૃત્યુ ક્યારે આવે છે કોઇને ખબર નથી પડતી.મારા બે ભાઇ તેણે મારાથી છિનવી લીધાં છે.એક અભિષેકભાઇ અને બીજો મારો વીરો અમિષ.આજે તે હોતને તો તમને આવું કશુંજ ના કરવા દેત.

મને આશ્ચર્ય થાય છે કે મમ્મી તમને કેમ કશુંજ નથી કહેતી."રુચિએ કહ્યું.
"રુચિ,તારી માઁને મારી સાથે રહેવું હોય તો આ બધું ચલાવવું જ પડે.તે સ્ત્રી મારા રૂપિયા વગર નહીં જીવી શકે.તે બધું ચલાવી લેશે.તારે પણ મારો સાથ આપવો પડશે નહીંતર."

"નહીંતર શું પપ્પા?તમે શું કરશો.હું જ કહી દઉં તમને.આજથી તમારો અને મારો સંબંધ પુરો.મને તમારી આ મિલકતમાંથી એક રૂપિયો નથી જોઇતો."રુચિએ આટલું કહીને ફોન મુકી દીધો.સામે જોયું તો શોર્ય ઊભો હતો.

"સોરી શોર્ય.મે પપ્પા સાથે સંબંધ તોડી નાખ્યો પણ હું શું કરું? તેમને તેમના કર્યા પર પસ્તાવો નથી.મને વિશ્વાસ છે કે અભિષેકભાઇ સાથે જે પણ થયું તેના માટે પપ્પા જ જવાબદાર છે."રુચિ બોલી.
"તે બરાબર કર્યું રુચિ.આ અમિષ કોણ છે?"શોર્યે પુછ્યું.

"શોર્ય, અમિષ મારો મોટોભાઇ.હું તને તેમનો ફોટો બતાવું."આટલું કહીને રુચિએ તેમનો ફોટો બતાવ્યો.
"તેઓ ક્ય‍ાં છે? શોર્યે પુછ્યું.

"તે આ દુનિયામાં નથી.તેમનું પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું હતું."આટલું કહીને તે દુખી થઇ ગઇ.

"મૃત્યુ ?કેવીરીતે?"

"મારા ભાઇ અમિષ એક અલગ જ માટીના હતા.તેમને પપ્પાની મિલકત કે બિઝનેસમાં કોઇ રસ નહતો.તે દુનિયાથી નિરાળા હતા.ખુબજ સારા અને ભલા.મને બહુ જ પ્રેમ કરતા.ભગવાન સારા માણસોને તેમની પાસે જલ્દી બોલાવી દે છે."

"પણ તેમનું મૃત્યુ કેવીરીતે થયું ?"

"આવી જ રીતે એક રાત્રે તેમની ગાડી ખીણમાં પડી ગઇ અને તે મૃત્યુ પામ્યાં.રીપોર્ટ કહેતી હતીકે તેમણે ખુબજ દારૂ પીધો હતો પણ તે એવા નહતા.તેમની બોડીની હાલત પણ એકદમ ખરાબ થઇ હતી."આટલું કહીને રુચિ રડવા લાગી.

"રુચિ,એવું તો નથી ને કે તેમની પણ હત્યા તારા પિતાએ કરાવી હોય."શોર્યે આશંકા વ્યકત કરી.
"શું બકવાસ કરે છે? શોર્ય,માનું છું કે મારા પિતા અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા છે પણ તે સાવ આવા નથી."રુચિએ કહ્યું.

શોર્ય હજી વિચારમાં હતો.

શું તે ડેડબોડી ખરેખર અભિષેકનું હશે?
હેત ગજરાલના કાળા ભુતકાળમાં શું છુપાયેલું છે,શોર્યની શંકા કે રુચિનો વિશ્વાસ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Bhimji

Bhimji 12 months ago

Nimisha Patel

Nimisha Patel 12 months ago

rasilapatel

rasilapatel 12 months ago