Rudrani ruhi - 122 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-122

રુદ્રની રુહી... - ભાગ-122

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -122

રિતુને એક સાદી ઓરડીમાં સુવાડવામાં આવી હતી.તેજપ્રકાશજીએ રિતુના માઁની સામે જોઇ એક સ્મિત અાપ્યું.તેમનું આ સ્મિત રિતુના માઁને એક અલગ જ શાંતિ અાપી ગયું.તેટલાંમાં એક વૃદ્ધ સ્ત્રી આવ્યાં.


"બહેન,આ માજી છે અહીં બધાં તેમને વૈધ માજી કહે છે.તમે નિશ્ચિત રહો તે રિતુને ઠીક કરી દેશે."તેજપ્રકાશજી રિતુને આશિર્વાદ આપીને જતા રહ્યા.


તે વૈધ માજીએ રિતુને તપાસીને તેને થોડી જડીબુટી આપી.થોડાક સમય પછી રિતુ ઠીક હતી તે સફાળી જાગી.
"મમ્મી,મારે રુદ્ર સાથે વાત કરવી છે.મને જાણવું છે કે તે બોડી અભિષેકની નથી."રિતુ બેબાકળી થઇને બોલતી હતી.
તેટલાંમાં એક સેવિકા આવી.


"બેટા,તારી અંદર એક જીવ છે.તું આટલી બધી વ્યગ્રના થા.ચ‍લ સ્વામીજી પાસે."


રિતુ અને તેની માઁને તે સેવિકા સ્વામીજી એટલે કે તેજપ્રકાશજી પાસે લઇ ગયા.ત્યાં સ્વામીજી ધ્યાનમાં બેસેલા હતા.તે ઓરડી એકદમ સાદી હતી.તેમા માત્ર એક સાદડી પાથરેલી હતી.રિતુ ખુબજ ચિંતામાં અને બેચેન હતી.


"મારે રિતુ સાથે વાત કરવી છે."તેજપ્રકાશજી ધ્યાનમાં જ બોલ્યા.તે સેવિકા અને રિતુની માઁ રૂમની બહાર જતા રહ્યા.

"પિતાજી,મારો અભિષેક,તે ક્યાં છે?તે મરી ના શકે.તેણે મને નવું જીવન આપ્યું,જીવન જીવવાની આશા આપી અને હવે તે મને આમ એકલી મુકીને જાય તે મારું મન નથી માનતું.તમે મને એક વાર રુદ્ર સાથે વાત કરાવી દો.મારે તેના મોઢેથી સાંભળવું છે કે તે બોડી અભિષેકની નથી."રિતુ સતત રડતા રડતા બોલી.

"રિતુ બેટા,જો ત્યાં ખુણામાં એક સાદડી પડી છે.તે પાથરીને નીચે ધ્યાન મુદ્રામાં બેસી જા."

રિતુ બેચેન મન સાથે ત્યાં બેસી.તેણે આંખો બંધ કરી.તેની બંધ આંખો સામે માત્ર અભિષેકનો ચહેરો જ દેખાતો હતો.તે વારંવાર આંખો ખોલી નાખતી.તેજપ્રકાશજી ઊભા થયા તેમણે તેના માથે હાથ મુક્યો અને થોડાક શ્લોક અને મંત્ર બોલ્યાં.

"રિતુ બેટા,ઓમ નમઃ શિવાયનો જાપ જપ."

"હું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતી.જ્યાંસુધી મને અભિષેક ઠીક છે તે સમાચાર નહી મળે મારું મન નહીં માને."રિતુ બોલી.

"તું આંખો બંધ કર ધ્યાન લગાવ અને શિવજીનું નામ લે."તેજપ્રકાશજી બોલ્યા.


રિતુએ તેમનું માન રાખવા આંખો બંધ કરી.શરૂઆતમાં તેને તે જ વિચારો આવતા હતા પણ જેવું તેણે ઓમ નમઃ શિવાયનો જાપ જપવાનું શરૂ કર્યું.તેના મનને શાંતિ મળવા લાગી.તેજપ્રકાશજીની દિવ્યતા તેને પરમશાંતિ આપી રહી હતી.તે ક્યાંય સુધી એમ જ ધ્યાનમાં રહી.થોડીક વાર પછી તેણે આંખો ખોલી હવે તે ઘણી સ્વસ્થ હતી.


"પિતાજી,મને ઘણું સારું લાગી રહ્યું છે." રિતુ બોલી.સામે જવાબમાં તેજપ્રકાશજીએ દિવ્ય પ્રકાશ રેલાવતું સ્મિત આપ્યું.


રિતુ ત્યાંથી પોતાની ઓરડીમાં જતી રહી.કોઇપણ પ્રકારની સગવડ વગરની તે સાદી ઓરડીમાં તેને હવે સારું લાગી રહ્યું હતું.અહીં તેની દિનચર્યા નક્કી થઇ ગઇ હતી.તે સવાર અને સંધ્યા સમયે તેજપ્રકાશજી સાથે ધ્યાનમાં બેસતી.બાકીના સમયમાં તેમના દ્રારા આપવામાં આવેલા આપણા મહાન ધાર્મિક ગ્રંથો વાંચવા,બગીચામાં છોડની સારસંભાળ લેવી.ગંગાકિનારે થતી આરતીમાં ભાગ લેવો.હજી બે દિવસ થયા હતા તેને અહીં આવે પણ તેને ઘણું સારું લાગી રહ્યું હતું.તેજપ્રકાશજીની દિવ્યતાનો પ્રકાશ તેના જીવનમાં પરમશાંતિ અને તેજ લઇને આવ્યો હતો.

તેણે હવે બધું જ સમય પર છોડી દીધું હતું.
******

અહીં બે દિવસ વીતી ગયા હતા.રુહીના ઘરે સમાચાર આપ્યાં પછી ઘરમાં બધાને શાંતિ મળી હતી.આ સમાચાર તે રિતુને આપવા માંગતા હતા પણ તેજપ્રકાશજીની મનાઇ ફરમાવવાના કારણે કોઇ ત્યાં ગયું નહીં.અહીં કાકાસાહેબે ઘરની ફરતે કિલ્લાબંધ સજ્જડ સુરક્ષા ગોઠવી દીધી હતી.આરુહ ખુબજ ડરેલો હતો.પોતાના માતાપિતા વગર તેને સુનું ના લાગે કે ડરે નહીં તેની સંપૂર્ણ જવાબદારી રુચિ અને શોર્યે લીધી હતી.તેના ભણવાની વ્યવસ્થા ઘરે જ કરી દેવામાં આવી હતી.

અહીં રુદ્ર,રુહી અને શ્યામ ત્રિવેદી આશુના આગ્રહ અને સુરક્ષાને અનુલક્ષીને તેના જ ઘરે રહેવા ગયા હતા.બે દિવસ થયા છતાપણ ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષનો સંપર્ક ના થયો.

"રુદ્રજી,મારી પાસે એક ન્યુઝ છે.મારા એક ખબરીને મે તે બંનેની તપાસ કરવાનું કામ સોંપ્યું હતું.તે ખબર લાવ્યો છે કે મુંબઇથી દુર એક ફાર્મ હાઉસ પર તે બંને રજાઓ માણી રહ્યા છે.

તે ખબરીને આ સમાચાર ત્યાં આગળ કામકરતા એક સિક્યુરિટી ગાર્ડે આપ્યા.તમને ખબર છે કે ત્યાં કેટલી બધી કડક સિક્યુરિટી છે."આશુએ કહ્યું.

"આટલી બધી સિક્યુરિટી,પણ કેમ?"રુહીએ પુછ્યું.

"રુહી,આ ફાર્મહાઉસ કોનું છે ખબર છે તને?પેલા ફાર્મસી કંપનીના માલિકના બિઝનેસ પાર્ટનરનું."આશુએ કહ્યું.

"આપણે ત્યાં જઇને તેમને મળીએ એક વખત.તેમને પુછવું છે મારે કે કેમ તેમણે તેમના મિત્ર જેવા ડો.અભિષેકની સાથે દગો કર્યો."શ્યામ ત્રિવેદીએ કહ્યું.

"અંકલ,ત્યાં જવું એટલું સહેલું નથી.તે ફાર્મહાઉસ પ્રાઇવેટ પ્રોપર્ટી છે આપણે કોઇની મંજૂરી વગર તેમા ના જઇ શકીએ.કોઇ બીજો રસ્તો શોધવો પડશે."આશુએ કહ્યું.

"પહેલા આપણે ત્યાં જઇએ તો ખરા પછી ખબર પડશે.પપ્પા,તમે અહીં જ રહો.બની શકે કે ત્યાં ખતરો હોય."રુદ્રએ કહ્યું.

રુદ્ર,રુહી અને આશુ તે ફાર્મહાઉસ પર પહોંચ્યા.ત્યાં ચારેતરફ ખુબજ કડક સિક્યુરિટી હતી.પાછળના રસ્તાથી કે ક્યાંયથી પણ અંદર જવું શક્ય નહતું.

"અંદર કેવી રીતે જઇશું?આશુ તને પાક્કી ખાતરી છે કે સમૃદ્ધિ અને પારિતોષ અંદર જ છે?" રુહીએ પુછ્યું.

"હા,તે બંને અંદર જ છે."આશુએ કહ્યું.

તેટલાંમાં થોડાક માણસો કડિયાકામ કરવા અંદર જઇ રહ્યા હતા.તેમા એક સ્ત્રી પણ હતી.તેમને જોઇને રુદ્રને એક આઇડિયા આવ્યો.


તેમણે તે માણસોને ત્યાં બોલાવ્યાં.તેમને થોડાક રૂપિયા આપ્યા.નજીકમાં જ એક હોટલ હતી ત્યાં જઇને તેમની સાથે કપડાં અદલાબદલી કરીને તે ફાર્મહાઉસ પર પહોંચ્યા.

તેમને સરળતાથી અંદર જવા મળી ગયું.
ત્યાં આ બધાં ગુંડા જેવા સિક્યુરિટીના માણસોનો હેડ બેસેલો હતો.તે બોલ્યો ,"કેટલી વાર લાગે? ક્યારનો ફોન કર્યો છે.ઉપરના માળે પાણી લીક થાય છે."

આશુ,રુદ્ર અને રુહી સાથે બે બીજા પણ માણસો હતા.રુહીએ ઘુંઘટ કાઢેલો હતો.તે માણસ વળી વળીને રુહીને જોવાની કોશીશ કરતો હતો.આ વાત રુદ્ર જાણી ગયો હતો.તે બધાં ફટાફટ ઉપર ગયા.તે બે માણસો કામ પર લાગી ગયાં.

ઊપર કોઇ માણસ પહેરેદારી નહતું કરી રહ્યું.તે લોકોએ ફટાફટ બધાં રૂમ તપાસ્યા.એક અંદરની બાજુએ નાનકડો ખુણો હતો.જેમા એક દરવાજો હતો.તે ખોલીને રુદ્ર,રુહી અને આશુ અંદર ગયા.સામે ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ બેસેલા હતા.તે બંને ઉદાસ હતા.તેમના ચહેરા પર માર ખાધાના નિશાન હતા.

તે બંને આ અજાણ્યા લોકોને જોઇને આશ્ચર્ય પામ્યાં.
ડો.સમૃદ્ધિ ઊભી થઇને બોલી,"કોણ છો તમે લોકો?"

"રુદ્રાક્ષ સિંહ,અભિષેકનો ભાઇ."રુદ્ર ગુસ્સામાં બોલ્યો.

અહીં રુદ્રને ત્યાં ઊભેલો જોઇને તે બંને ડરી ગયાં.

******

આદિત્ય,જબ્બારભાઇ અને હેત ગજરાલ ખુબજ ગુસ્સામાં હતાં.એક પછી એક તેમના પ્લાન ફ્લોપ જઇ રહ્યા હતાં.
"આદિત્ય,આ કેવો પ્લાન બનાવ્યો તે?"હેત ગજરાલે કહ્યું.

"હા તો મે તો બરાબર જ પ્લાન બનાવ્યો હતો કે અભિષેકને કિડનેપ કરી લઇએ અને સીડી માંગી લઇએ.તમે તેને મરાવી કેમ દીધો?"આદિત્યે જબ્બારભાઇને પુછ્યું.

"હા તો જે પ્રમાણે આપણને ખબર મળી હતી તે રુદ્રની એકમાત્ર કમજોરી તેનો ભાઇ અભિષેક છે.તેને તોડવો હોય તો તે અભિષેકને મરવું પડે.તે અભિષેક તો મરી ગયો તે એક્સિડેન્ટમાં પણ આ રુદ્ર ખુબજ સ્માર્ટ નિકળ્યો બચી ગયો."જબ્બારભાઇએ કહ્યું.

"અભિષેક મર્યો નથી.તે જીવે છે.તે દિવસે આપણે જે ગાડીનો અકસ્માત કરાવ્યો હતો તે ગાડી તો અભિષેકની હતી પણ તેમા બેસેલો વ્યક્તિ અભિષેક નહતો.તે તેના જેવો દેખાત વ્યક્તિ હતો.

અભિષેકના રીસર્ચ માટે બહુ જ કોન્ટ્રોવર્સી થઇ છે.આપણા સિવાય પણ કોઇ છે જે મોટી ગેમ રમી રહ્યું છે."હેત ગજરાલે કહ્યું.

"પણ આપણે શું કરીશું તે સીડી મેળવવા માટે?" જબ્બારભાઈએ પુછ્યું.

"અભિષેકને રુદ્ર કે કોઇ બીજું શોધે તે પહેલા આપણે શોધી લઇએ અને આ વખતે તેને મારવાની જગ્યાએ તેને જીવતો તડપાવીએ અને તે સીડી મેળવી લઇએ.તે રીસર્ચની જે બબાલ ચાલી રહી છે તેની વિગતો કઢાવો."આદિત્યએ હેત ગજરાલને કહ્યું.
****

શહેરથી દુર એક ગાઢ જંગલમાં જુના મંદિરના ભોંયરાંમાં એક વ્યક્તિ બાંધેલી હાલતમાં પડેલી હતી.લગભગ બે દિવસથી વધારે સમયથી તે આમજ બંધાયેલો પડ્યો હતો.બે દિવસથી તેને સતત ઇંજેક્શન આપીને બેભાન રાખવામાં આવ્યો હતો.

આજે તે પાછો ભાનમાં આવ્યો.તેને સમજાઇ ગયું હતું કે તેને વારંવાર ઇંજેક્શન આપવામાં આવી રહ્યું હતું.
"પ્લીઝ,મને ઇંજેક્શન ના આપો હું નહીં ભાગુ આમપણ હવે મારા શરીરમાં શક્તિ નથી બચી."તે અભિષેક હતો.

તે માણસને તેના પર દયા આવી ગઇ.તેણે માથું હકારમાં હલાવ્યું.

શું સમૃદ્ધિ અને પારિતોષ રુદ્રને સત્ય વાત જણાવી શકશે?
રુદ્ર અને રુહી અભિષેકને શોધી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Jinu Kapuriya

Jinu Kapuriya 11 months ago

Neepa

Neepa 12 months ago

Bhimji

Bhimji 12 months ago

Parash Dhulia

Parash Dhulia 1 year ago