Rudrani ruhi - 125 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-૧૨૫

રુદ્રની રુહી... - ભાગ-૧૨૫

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -125

આદિત્ય અને હેત ગજરાલ જબ્બારભાઇની વાત સાંભળીને આઘાત પામ્યાં.
"એય જબ્બારીયા,આમ અડધા રસ્તામાં તું અમારો સાથ છોડીને કેવીરીતે ભાગી શકે?"હેત ગજરાલે ગુસ્સામાં કહ્યું.

"તારા આ ફાલતું આદિત્ય અને ફાલતું કામના કારણે મારી આ હાલત થઇ છે.હવે વધારે સમય નહીં.મારે ઘણા કામ હોય છે.હું આ શહેરનો મોટો ડોન છું પણ તારા કારણે મારી હાલત બે કોડીના ગુંડા જેવી થઇ છે.હું આ ચાલ્યો."આટલું કહીને જબ્બારભાઇ આ ગેમ છોડીને જતાં રહ્યા.હવે આદિત્ય અને હેત ગજરાલ સાવ એકલા હતા.જબ્બારભાઇની મદદ વગર આ લડાઇ નબળી પડી ગઇ હતી.તે બંને ચિંતામાં બેસેલા હતા ત્યાં એક શાનદાર ગાડી આવીને ઊભી રહી.તેમાંથી એક પ્રભાવશાળી પુરુષ ઉતર્યા.તેમણે બ્લેક શુટ પહેરેલો હતો.તે અંદર આવ્યાં.હેત ગજરાલ અને આદિત્ય તેમને જોતા જ રહી ગયાં.

"હેત ગજરાલ, ધ ડાયમંડ કિંગ."પી.સી બોલ્યાં.

"વેલકમ પી.સી, ફાર્મસી ઇન્ડસ્ટ્રીના કિંગ."હેત ગજરાલે આટલું કહી તેમને ગળે લગાવ્યાં.

"હેત, વાત શું છે? મને આમ અચાનક અહીં કેમ બોલાવ્યો?"પી.સીએ પુછ્યું.

હેત ગજરાલે તેમની અને આદિત્યની દુઃખભરી દાસ્તાન સંભળાવી.તેમણે જણાવ્યું કે તેમનો અને પી.સીનો દુશ્મન એક જ છે અને તે ખુબજ તાકાતવાર છે.

"પી.સી,આ રુદ્રાક્ષ સિંહ ખુબજ ચાલાક છે.તે ખુબજ બહાદુર પણ છે.અત્યાર સુધીની અમારી આ લડાઇમાં અમારી સાથે જબ્બારભાઈ પણ હતા પણ તે જબ્બારીયો ડરપોક બિલ્લીની જેમ ભાગી ગયો.જબ્બારભાઈની મદદ વગર રુદ્રાક્ષ સિંહની સામે લડવું અઘરું છે." હેત ગજરાલે કહ્યું.

"તો તું શું ઇચ્છે છે?"પી.સીએ પુછ્યું.

"પી.સી,હું ઇચ્છું છું કે તે રુદ્રાક્ષ સિંહને આપણે બન્ને સાથે મળીને લડત આપીએ.તારે તે દવાનો ફોર્મ્યુલા જોઈએ છે અને મને તે સીડી જોઇએ છે."હેત ગજરાલે કહ્યું.

અહીં પી.સીને યાદ આવ્યું કે કેવીરીતે તે રુદ્રાક્ષ સિંહે ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષને ભગાવ્યાં.તેને લાગ્યું કે તે અભિષેક સુધી પહોંચી ગયો તો પી.સીનો ખેલ ખતમ.
"સારું હેત,હું તૈયાર છું તારી સાથે હાથ મિલાવવા માટે .તે અભિષેક મારી કેદમાં છે."પી.સીએ કહ્યું.

અત્યાર સુધી શાંત બેસી રહેલો આદિત્ય હવે ઉભો થયો.
"મારી પાસે એક પ્લાન છે.એ પણ એવો પ્લાન કે આપણું કામ ચપટી વગાડતા થઈ જશે."આદિત્ય બોલ્યો.

"હેત,આ કોણ છે?"પી.સીએ પુછ્યું.

"પી.સી સર,મારા વિશે હું જ જણાવું તમને."આટલું કહી આદિત્યે પોતાના વિશે બધું જ સાચે સાચું જણાવી દીધું.
"અચ્છા,તો તારું દિમાગ શેતાની છે!ચલો તો સાંભળી જ લઈએ તારો શેતાની પ્લાન."પી.સીએ કહ્યું.

"સર,તે અભિષેક દ્રિવેદી રુદ્રાક્ષ સિંહની કમજોર કડી છે.આ એક જ દુખતી નસ છે તેની જે આપણા પાસે છે અત્યારે."આદિત્ય બોલતા બોલતા અટક્યો.
"સર,તે અભિષેકને અહીં લાવી દો.પછી આપણે રુદ્રાક્ષ સિંહ સાથે ડાયરેક્ટ ડિલ કરીશું કે અગર તે તેના જીવ સમાન ભાઇને જીવતો જોવા માંગે છે તો તે સીડી અને દવાનો ફોર્મ્યુલા આપણને સોંપી દે." આદિત્યએ કહ્યું.

"વાહ,પ્લાન તો સારો છે.અભિષેકને બચાવવા તે રુદ્ર કઇપણ કરી શકશે.અને એકવાર આપણને તે સી.ડી અને ફોર્મ્યુલા મળી જાય પછી તે અભિષેકને ખતમ કરી દઇશું."હેત ગજરાલે આટલું કહીને અટહાસ્ય કર્યું.

"સરસ,હું આદિત્યથી પ્રભાવિત થયો."પી.સી બોલ્યાં.

"સર,તો આપણે જાતે જઇને તે અભિષેકને અહીં લઇ આવીએ?"આદિત્યે કહ્યું.
"ચલો."પી.સીએ કહ્યું.

અહીં અભિષેક પોતાનું માથું પકડીને ઊભો હતો.અહીં તે ત્રણેય ગુંડાઓ બેભાન પડ્યાં હતાં.આ કોટેજને ફરતે કાંટાળી વાળ હતી.ત્યાં કોઇ જ વાહન નહતું.
"હે ભગવાન,અહીંથી જઇશ કેવીરીતે?એક કામ કરું તે માણસો પાસે મોબાઇલ હશે.હું તેમાંથી રુદ્રને ફોન લગાવું."

આટલું સ્વગત બોલીને તે અંદર ગયો.તે ત્રણેય ગુંડાઓના ખીસા તપાસ્યા.તેમા એક ગુંડાનો મોબાઇલ તેણે લીધો પણ તેમાં નેટવર્ક નહતું.અભિષેકે બહાર જઇને ઘણીબધી કોશીશ કરી.નેટવર્ક ના મળ્યું.
"મારે અહીંથી ગમે તેમ કરીને નિકળવું પડશે.નહીંતર આ લોકોને જો ભાન આવી જશે કે તેમનો બીજો કોઇ માણસ આવશે તો હું પાછો પકડાઇ જઈશ.બહાર ખુબજ અંધારું છે અને આ જંગલ છે.અહીં જંગલી પ્રાણીઓ પણ હોઇ શકે છે.હું શું કરું?"

અભિષેક તે ગુંડાનો મોબાઇલ સાથે લઇને તેમા ટોર્ચ ચાલું કરીને ચાલવા લાગ્યો.તે ખુબજ નબળાઇ અનુભવી રહ્યો હતો.અચાનક તેને એક ગાડીનો અવાજ આવ્યો.તેણે ફટાફટ એક વૃક્ષ પર ચઢી જઇને છુપાવવાનું નક્કી કર્યું.તે એક ઘટાદાર વૃક્ષ પર ચઢી ગયો.
અહીં પી.સી,આદિત્ય અને હેત ગજરાલ તે જગ્યાએ આવ્યાં.જ્યાં અભિષેકને રાખવામાં આવ્યો હતો.તે લોકો અંદર ગયા.ત્યાંનું દ્રશ્ય જોઇને તેમની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ.
"ક્ય‍ાં છે અભિષેક?"હેત ગજરાલે પુછ્યું.
પી.સીએ તેના માણસને જગાડવાની કોશીશ કરી.તે લોકોએ આસપાસ બધે ચેક કર્યું પણ અભિષેક ક્યાંય દેખાયો નહીં.

આ બધું જોઇને આદિત્યને કઇંક વિચાર આવ્યો.તેણે કહ્યું,"પી.સી સર,આ એક ગાઢ જંગલ છે.અહીં જંગલી પ્રાણીઓ હોઇ શકે છે.મને નથી લાગતું કે અભિષેક બહુ દુર ગયો હોય.નક્કી તે અહીં આસપાસ જ ક્યાંક છુપાયેલો છે."

"તો શું કરીશું હવે?"પી.સીએ પુછ્યું.

"આજે પુરી રાત આપણે અહીં જ વિતાવવી પડશે અને આસપાસ નજર રાખવી પડશે.પછી કઇંક વિચારીએ."આદિત્યે કહ્યું.
******

રુદ્ર,આશુ અને બાકી બધાં રિતુ અને પારિતોષ વાળા સમાચાર જોઇને આઘાત પામ્યાં.
પારિતોષ અકળાઇને બોલ્યો,"આ શું બકવાસ છે?રિતુદીદી મારા બહેન જેવા છે."

"પારિતોષ,અમને બધાંને સચ્ચાઈ ખબર છે.તું ચિંતા ના કર.આ બધું જ પી.સીનું કામ છે.કાલે સવારે તેની અને હેત ગજરાલની ખેર નથી.રુદ્રએ કહ્યું.

"સની,તું વહેલી સવારે જ પ્રેસ કોન્ફરન્સ રાખ.તેમા આપણે હેત ગજરાલ અને પી.સી વિરુદ્ધ પુરાવા રજુ કરીશું.વકીલસાહેબ,તમે અત્યારે જ જઇને હેત ગજરાલ વિરુદ્ધ એફ.આઇ.આર નોંધાવો."રુદ્રએ કહ્યું.

"રુદ્ર,પ્રેસ કોન્ફરન્સ તો થઈ જશે પણ એફઆઇઆર નોંધાવવા માટે રુચિ અથવા તેમના માતાએ આવવું પડશે.આ હાલતમાં રુચીને અહીં બોલાવવી તે યોગ્ય નહીં રહે."વકીલસાહેબે કહ્યું.

રુદ્ર વિચારમાં પડી ગયો.
"એક કામ થઇ શકે.સની,રુચિના માતાજીને અહીં લઇને આવ.મને વિશ્વાસ છે કે તે આપણી મદદ જરૂર કરશે."રુદ્રએ સનીને કહ્યું.

થોડીવાર પછી...

રુચિના માતાજી ચોંધાર આંસુએ રડી રહ્યા હતા.સામે વીડિયોકોલમાં બીજી બાજુએ રુચિ પણ સ્તબ્ધ હતી.આ હાલતમાં આ ખુલાસો તેના માટે ખુબજ આઘાતજનક હતો.શોર્ય પણ જે તેણે સાંભળ્યું તેના પર વિશ્વાસ કરવો ખુબજ અઘરું હતું.

"આંટી,તમારે હિંમત કરવી જ પડશે.ક્યાં સુધી સહન કરશો.તમારા પતિનો પાપનો ઘડો ભરાઇ ગયો છે."રુદ્રે કહ્યું.

"હા મમ્મી,રુદ્રભાઇ સાચું કહે છે."અત્યાર સુધી આઘાતમાં રહેલી રુચિ અચાનક બોલી.

હેત ગજરાલના પત્નીએ પોતાના અાંખમાંના આંસુ લુછ્યાં.મક્કમમને ઊભા થયા અને બોલ્યા,"હું તૈયાર છું.આજસુધી તેમણે જે પણ કાળા કામ કર્યા.તે મે અવગણ્યાં પણ હવે નહીં.આ તો તેમણે મહાપાપ કર્યું છે.તે મારા ગુનેગાર છે.તેમને સજા હું અપાવડાવીશ."

"રુદ્રભૈયા,આ પી.સીને લપેટામાં કેવીરીતે લઇશું?"સનીએ પુછ્યું.

તેટલાં રુહી બહારથી આવી.
"મળી ગઇ તે રેકોર્ડિંગ."અંદર આવતા જ તે બોલી.

"કઇ રેકોર્ડિંગ? કેવી રેકોર્ડિંગ?"વકીલસાહેબે પુછ્યું.

"આ તે રેકોર્ડિંગ છે.જેમા પી.સીએ અભિષેકને ધમકી આપેલી છે."રુહીએ કહ્યું.

"તે તમને ક્યાંથી મળી?પી.સીએ લગભગ ડો.અભિષેકના ઘરે અને ક્લિનિકે બધે જ તપાસ કરી હતી."ડો.પારિતોષે પુછ્યું.

"આ પેનડ્રાઇવ મારા ક્લિનિક પર હતી.વચ્ચે એક દિવસ અભિષેકે તેના એક માણસ જોડે મારી ક્લિનિક પર એક નાનકડું બોક્ષ મુકાવ્યું હતું.મારા મગજમાંથી નિકળી ગયું હતું.પણ આ બધી વાત થઇ તેમા મને ઝબકારો થયો."ડો.શ્યામ ત્રિવેદી બોલ્યા.

"અરે વાહ,હવે તો તે બંને રાક્ષસોને કોઇ નહીં બચાવી શકે."વકીલસાહેબ બોલ્યા.

તેટલાંમાં આશુને એક ફોન આવ્યો.તે બહાર જતો રહ્યો.થોડીક વાર પછી તે અંદર આવ્યો તેનો ચહેરો ગંભીર હતો.

"અાશુ,શું વાત છે? તું કેમ આટલી ચિંતામાં છે?"રુહીએ પુછ્યું.

"રુહી,મારા ખબરીઓને મે જબ્બાર અને આદિત્યના અડ્ડા વિશે જાણવા કામ પર લગાવેલા હતા.તેમણે એક મહત્વની વાત જણાવી."આશુ બોલ્યો.

"તે શું છે?" રુદ્રે પુછ્યું.

"જબ્બારભાઇ આ દેશ છોડીને ભાગી રહ્યો છે.તેને ભગાવવા માટે તેના માણસો ખુબજ મહેનત કરી રહ્યા છે..સાંભળવામાં આવ્યું છે કે કાલે વહેલી સવારની ફ્લાઇટથી તે ગલ્ફ કંટ્રીમાં ભાગી રહ્યો છે.રુદ્ર આપણે જબ્બારને પકડવા જઇશું તો આ બે રાક્ષસોનો ખેલખતમ નહીં કરી શકીએ."આશુએ પુછ્યું.

"જબ્બારને પછી પકડીશું.પહેલા આ બંનેને પકડીએ."રુદ્રએ કહીએ.
***
બીજા દિવસે સવારે દરેક ન્યુઝ ચેનલમાં એક જ બ્રેકિંગ ન્યુઝ હતા.
"ડાયમંડ કિંગ હેત ગજરાલ વિરુદ્ધ તેમના જ પત્નીએ નોંધાવીએફ.આઇ.આર.તેમના પર તેમના જ દિકરાની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે."

શું રુદ્ર અને રુહી હેત ગજરાલ અને પી.સીને તેમના કર્યાની સજા અપાવી શકશે?
શું અભિષેક પકડાઇ જશે કે બચીને ભાગી જશે?
કેમ હેત ગજરાલે પોતાના સગા દિકરાનું ખૂન કરાવ્યું હતું ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Hetal

Hetal 11 months ago

Chetna Jack Kathiriya
Neepa

Neepa 12 months ago

Saroj Bhagat

Saroj Bhagat 12 months ago

Bhimji

Bhimji 12 months ago