Rudrani ruhi - 126 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-૧૨૬

રુદ્રની રુહી... - ભાગ-૧૨૬

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -126

આદિત્ય ,હેત ગજરાલ અને પી.સી ત્યાં આવ્યાં,જ્ય‍ાં અભિષેકને કેદ રાખવામાં આવ્યો હતો.ત્યાં આવીને તેમણે જોયું કે તેમના માણસો બેભાન હતા અને અભિષેક ગાયબ હતો.આદિત્યે આખી રાત ત્યાં જ રહેવાનો સુઝાવ આપ્યો.

તે ત્રણેય જણા અંદર ગયા.તેમણે તે માણસોને જગાડવાની કોશીશ કરી પણ વ્યર્થ.

"પી.સી સર,તેમને જગાડવાનો કોઇ અર્થ નથી.તે લોકોને આ બેભાન થવાનું ઇંજેક્શન આપવામાં આવ્યું છે.તે અમુક કલાક પછી જ ઉઠશે."આદિત્યે કહ્યું.

"તો શું હાથ પર હાથ રાખીને બેસી રહેવાનું?"પી.સી ગુસ્સામાં બોલ્યા.

"ના,આ કોટેજ જંગલની અંદર છે.મને પુરો વિશ્વાસ છે કે અભિષેક અહીંથી આટલા અંધારામાં બહુ આગળ નહીં જઇ શક્યો હોય.એક વાત તો કહેવી પડે તમે તેને છુપાવવાની જગ્યાએ ખુબજ જોરદાર શોધી."આદિત્યએ પી.સીને કહ્યું.

"આદિત્ય,મારા વખાણ કરીને કશો જ ફાયદો નથી.અભિષેક છટકી જશેને તો આપણે કશુંજ નહીં મેળવી શકીએ."પી.સીએ કહ્યું.

"પી.સી સર,શાંતિથી સુઇ જાઓ અને સવાર પડતા જ અભિષેક આપણી કેદમાં હશે.ત્યાં સુધી આપણા માણસો પણ ભાનમાં આવી ગયાં હશે."‍આદિત્યે કહ્યું.

તેની વાત પર વિશ્વાસ કરીને પી.સી અને હેત ગજરાલ શાંતિથી બેસી ગયાં.વહેલી સવારે પી.સીના માણસો ભાનમાં આવ્યાં.પોતાના બોસ અને અન્ય બે વ્યક્તિઓને ત્યાં સુતેલા જોઇને તેમને આશ્ચર્ય થયું.તેમણે પોતાના બોસને ઉઠાડ્યાં.પી.સીને તેમની મુર્ખતા પર ગુસ્સો આવ્યો.તેણે તેમને બે લાફા મારી દીધાં.

આદિત્ય આંખો ચોળતો ઊભો થયો અને બોલ્યો,"પી.સી સર,તેમને ના મારશો.તેમનો કોઇ વાંક નથી.અભિષેક અને રુદ્ર ખુબજ સ્માર્ટ છે.આપણે બહાર જઇને શોધીએ તે મળી જશે."

તે ત્રણેય બહાર ગયા અને અભિષેકને શોધ્યો પણ તે મળ્યો નહીં.
આદિત્ય પી.સી અને હેત ગજરાલ પાસે આવીને બોલ્યો,"આ જગ્યાએથી કોઇ વાહન વગર બહાર નિકળવું શક્ય નથી.તે આટલામાં જ ક્યાંક છુપાયેલો છે.તેને શોધવા માટે મારી પાસે એક આઇડીયા છે."

અહીં અભિષેક જે વૃક્ષ પર છુપાયેલો હતો.તે તેમના અવાજથી જાગી ગયો અને તેમની વાતો સાંભળવા લાગ્યો.

આદિત્ય અને પી.સી નાટક કરવા લાગ્યા.
"આદિત્ય,મને લાગે છે કે તે અભિષેક ભાગી ગયો.હવે મને મારો ફોર્મ્યુલા નહીં મળે."પી.સીએ કહ્યું.

"હા સર,ચલો જઇએ અહીંથી."આદિત્ય બોલ્યો.

આદિત્ય અને પી.સીના એક માણસને છોડીને બાકીના બધાં ગાડીમાં બેસી ગયા.આદિત્ય અને એક તાકાતવર માણસ છુપાઇ ગયાં.તે ગાડી ત્યાંથી જતી રહી.અભિષેકને રાહત થઇ પણ પોતાની સુરક્ષા ખાતર તે થોડીવાર ત્યાં વૃક્ષ પર જ છુપાયેલો રહ્યો.

અંતે અડધા કલાક પછી તેને કોઇના દેખાતા તે ધીમેથી નીચે ઉતર્યો.તેણે રાહતનો શ્વાસ લીધો.તેણે નક્કી કર્યું કે તે ધીમેધીમે ચાલીને બહાર નિકળી જશે.તે ચાલીને જતો હતો ત્યાં જ તેની સામે આદિત્ય આવીને ઊભો રહ્યો.

"ડૉ.અભિષેક,બહુ મહેનત કરાવી તમે તો પણ હવે બચીને નહીં જઇ શકો."આદિત્ય બોલ્યો.

"મને પકડવું એટલું સરળ નથી."આટલું કહીને તેણે અભિષેકે આદિત્યનવ ધક્કો મારીને ભાગવાની કોશીશ કરી.આદિત્યને ગુસ્સો આવતા તેણે અભિષેકના પગે ગોળી મારી.અભિષેક નીચે પડી ગયો.

અહીં ગોળીના અવાજને સાંભળીને પી.સીએ ગાડી ફરીથી ત્યાં લેવડાવી.અભિષેક પકડાઇ ગયો હતો.તેને પગે ગોળી વાગેલી જોઇને પી.સીને ગુસ્સો આવ્યો.તેણે આદિત્યને બે થપ્પડ માર્યાં.
"આ શું કર્યું ?આ મરી જશે તો લેવાના દેવા પડી જશે"પી.સીએ કહ્યું.

"મે કશુંજ ખોટું નથી કર્યું.તમે આટલા મોટા માણસ છોને એકાદ ડોક્ટરને બોલાવીને તેના પગની ગોળી કઢાવડાવી દો."આદિત્યે કહ્યું.

"લઇ લો તેને આપણા અડ્ડે."હેત ગજરાલે કહ્યું.

"ના,આપણે હવે અભિષેકને એવી જગ્યાએ રાખીશું ,જ્ય‍ાં તેને શોધવાનો કોઇને વિચારના આવે.એટલે કે અભિષેકના લોનાવાલા નજીકના ફાર્મહાઉસમાં."આદિત્યે કહ્યું.

તે લોકો અભિષેકને તેના જ લોનાવાલા નજીકના ફાર્મહાઉસમાં લઇ ગયાં.આદિત્યે અભિષેક અને રુદ્ર વિશે ઘણીબધી જાણકારી મેળવી હતી.તેનો આજે તેણે ઉપયોગ કર્યો.

અભિષેકના ફાર્મહાઉસ લઇ જઇને પી.સીએ તેના જાણીતા ડોક્ટરને બોલાવીને તેના પગની ગોળી કઢાવી.
આદિત્ય ,પી.સી અને હેત ગજરાલ તેની પાસે આવ્યાં.ત્યાં હવે તે ત્રણ માણસો અને તેમના ત્રણ સિવાય કોઇ અન્ય ગુંડો નહતો.

"પી.સી,દસ ટ્રેઇન્ડ જર્મન શેફર્ડ ડોગ્સ મંગાવો.તેના ટ્રેઇનરને કહો કે તે ડોગ્સને અભિષેકની સુગંધ ઓળખાવી દે.જેથી તે ભાગવાની કોશીસ કરે તો તે કુતરાઓ તેને ફાડી ખાય.

અભિષેક,આ ઘરમાં તું મુક્ત છે પણ બહાર ખુલ્લિો હવામાં શ્વાસ ત્યારે જ લઇ શકીશ જ્યારે તારો રુદ્ર અમને તે સીડી અને ફોર્મ્યુલા આપશે." આદિત્યે કહ્યું.

તેટલાંમાં એક માણસ આવ્યો અને તે લોકોને ટીવી ઓન કરવા કહ્યું.

અહીં ટીવીમાં બ્રેકિંગ ન્યુઝ આવી ગયા.હેત ગજરાલના પત્નીએ વકીલસાહેબની મદદ વળે એફ.આઇ.આર નોંધાવી.આ વાત મીડીયામાં વાયુવેગે ફેલાઇ ગઇ.તેમની ઉત્સુકતાનો અંત આણવા રુદ્રએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી.

અહીં પ્રેસ કોન્ફરન્સ શરૂ થવાની જ હતી.રુદ્ર,રુહી,સની અને વકીલસાહેબ ત્યાં હાજર હતા.સમૃદ્ધિ અને પારિતોષ હજી આશુના ઘરે જ હતા.પહેલા હેત ગજરાલનો ભાંડો ફોડવાનો પ્લાન હતો.

"નમસ્તે ,મારું નામ રીટા હેત ગજરાલ.આજે હું દુનિયા સામે મારા પતિનો અસલી ચહેરો લાવવા જઇ રહી છું.હા,મારા પતિએ જ મારા દિકરાની હત્યાં કરાવી હતી."

આટલું કહેતા જ તેઓ રડવા લાગ્યાં.રુહી તેમને સંભાળી રહી હતી.આગળની વાત વકીલસાહેબે આગળ વધારી.
"હેત ગજરાલ,ડાયમંડ કિંગ અહીં સુદી પહોંચવા તેમણે ઘણા કાળા કામ કર્યા છે.મોટી ડાયમંડની જ્વેલરી બનાવતી કંપનીને પોતાના જ ડાયમંડ ખરીદવા માટે મજબુર કરવામાં અાવતા હતા.

અગર કોઇ તેમનું કહ્યું ના કરે તો તેમને પોતાના રસ્તામાંથી હટાવવાથી પણ તે ખચકાતા નહતા.તે સિવાય શેરમાર્કેટમાં ઘણાબધા કાંડ કર્યા.

આટલું ઓછું હતું.તેમની અમુક પાર્ટનરશીપ વાળી કેમીકલ ફેક્ટરી ખુબજ પ્રદુષણ ફેલાવતી હતી.જેનો વિરોધ અમુક પર્યાવરણ પ્રેમી કરતા હતા.જેમનું તેમણે ઠંડે કલેજે કતલ કરાવી દીધું.

આ બધું થયા પછી તેમની વધુ ધનવાન બનવાની લાલચ ઓછી ના થઇ.તેમણે જબ્બારભાઇ નામના ડોન સાથે હાથ મિલાવ્યો.તેમણે તેમના રૂપિયા જબ્બારના કાળા અને ગુનાહના કામમાં લગાવ્યાં.જબ્બાર તે રૂપિયાનો વપરાશ કરીને ગેરકાયદેસર હથિયાર ખરીદતો,મુંબઇ શહેરમાં દંગા ફસાદ કરાવીને અશાંતી ફેલાવતો,ડ્રગ્સ ,અપહરણ અને ખંડણી જેવા અનેક કાળા કામમાં તેમના રૂપિયા ફરતા હતાં.

તેમનો દિકરો અમિષ તેમનાથી સાવ અલગ હતો.તે પોતાના નાનાજી કે જે સ્વાતંત્ર્ય સેનાની હતા.તેમના જેવો હતો.તે પણ દેશની સેવા કરવા માગંતો હતો.પોતાના પિતાના એક પણ દુર્ગુણ તેની અંદર નહતા.

તે પોતાના પિતાના આ કાળા કામ અને તેમના આ ગુનાહિત ચહેરાથી અજાણ હતો.અનાયાસે એક દિવસ કે દુર્ભાગ્યથી આ બધું જ તે જાણી ગયો.તેણે પોતાના પિતાને આ કામ બંધ કરીને પોલીસને સરેન્ડર કરવા કહ્યું પણ નહીંતર તે બધી સાબિતી એકત્રિત કરીને તેમને સજા અપાવશે.

આવી ધમકી આપીને તે ત્યાંથી નિકળી ગયો.આ બધાં કામમાં હેત ગજરાલ ખુબજ આગળ નિકળી ગયા હતા.તેમણે તેને સમજાવવાની કોશીશ કરી પણ વ્યર્થ થઇ ગઇ..

આ બધાં કામમાં હેત ગજરાલની સાથે બહુ બધાં મોટા રાજકારણી અને બિઝનેસમેન જોડાયેલા હતા.તે બધાંએ તેમને ધમકી આપી કે તે ગમે તે ભોગે પોતાના દિકરાને ચુપ કરાવે નહીંતર તેમને આ બધાં કામમાથી બહાર કરવામાં આવશે.

હેત ગજરાલે ગુસ્સામાં આવીને પોતના જ દિકરાની ગાડીનો અકસ્માત કરાવી દીધો.આ બધી વાત માત્ર વાતો નથી.અમારી પાસે તેમણે પોતે પોતાના ગુના કબુલ કર્યા છે તે સાબિતી છે એક સીડી."આટલું કહીને તે સીડી વકીલસાહેબે પ્લે કરી.જેમા હેત ગજરાલ આદિત્ય સામે બધું જ સ્વિકારી રહ્યા હતા.તેમણે પોતાના એક એક ગુના કબુલ્યા અને પોતાના દિકરાની હત્યાનો આરોપ પણ સ્વિકાર્યો.

તે સિવાય સનીએ એકત્રિત કરેલી અનેક સાબિતીઓ પણ પોલીસને સોંપવામાં આવી.હેત ગજરાલના એરેસ્ટ વોરંટ ઇશ્યુ થઇ ગયા.
આ બધું સાંભળીને હેત ગજરાલના પત્ની ખુબજ ગુસ્સે થયા અને તે કઇંક બોલવા માટે આગળ આવ્યાં.તે હવે ઘણા સ્વસ્થ હતા.

"મારે કઇંક કહેવું છે.આ બધાં ગુનાની તો મને અાજે જ ખબર પડી.મને વિશ્વાસ નથી આવતો કે એક સગો બાપ પોતાના દિકરા સાથે આવું કરી શકે.

તે સિવાય તેમણે મારી ઉપર ઘણાબધા અત્યાચાર કર્યા છે.હું મારા પિતાજીની જેમ ઉચ્ચ વિચારો ધરાવતી હતી.ગરીબોને મદદ કરવી,કાયદાનું પાલન કરવું.મને થોડો ઘણો અંદાજ હતો કે તે કઇંક ખોટું કામ કરી રહ્યા હતા.

મે તેમને રોકવાની કોશીશ કરી તો તેમણે કેટલાય વર્ષો મને ઢોરની જેમ મારી.તેમણે મારા પર અત્યંત અત્યાચાર કર્યા.

આ બધું તો પણ હું સહન કરી લેતી હતી પણ એક દિવસ તેમના કાળાકામના સાથીદાર જબ્બારભાઇએ મારી પર બળાત્કાર કર્યો."આટલું બોલતા જ તે પાછા રડવા જેવા થઇ ગયાં.

શું હશે નેક્સ્ટ સ્ટેપ આદિત્યનું?
રુદ્ર અને રુહી પી.સીને કેવી રીતે ઝડપાવશે?
જાણવા માટે વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Hetal

Hetal 11 months ago

Chetna Jack Kathiriya
Saroj Bhagat

Saroj Bhagat 11 months ago

Neepa

Neepa 12 months ago