રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -127
હેત ગજરાલના ધર્મપત્ની આજે તેમના કાળાકામ દુનિયા સામે લાવી રહ્યા હતાં.પોતાના જ દિકરાને તેના સગા બાપે મારી નાખ્યો.પોતાના દિકરાની યાદે તેમને ઢીલા પાડી દીધાં હતા.વકીલસાહેબે તેમના તમામ કાળાકામને દુનિયા સામે લાવવાનું કામ કર્યું.
હેત ગજરાલના પત્નીએ દુનિયા સમક્ષ કહ્યું કે કેવરીતે તેના પતિના કાળાકામનાં પાર્ટનર જબ્બારે તેમની ઊપર બળાત્કાર કર્યો હતો.
"જબ્બારે મારી ઇજ્જત લુંટી લીધી અને જ્યારે મે આ વાતની ફરિયાદ મારા પતિને કરી ત્યારે તેમણે મને જ દોષી ઠેરવી.તમને ખબર છે કે મારા પતિએ આ સમગ્ર બાબત શાંત કરવા મને કેટલી મારી.
હું તો પોલીસમાં ફરિયાદ કરવાની હતી પણ તેમણે મને ધમકાવીને ચુપ રહેવા કહ્યું.તમને લાગશે કે કોઇ સ્ત્રી આટલું સહન કર્યા પછી પણ હસતા ચહેરે કેમ તે વ્યક્તિ સાથે રહી શકે.
તેનો જવાબ મારા બાળકો છે.હું તેમના માટે જ જીવી રહી હતી.મારો વ્હાલો અમિષ તેના અકસ્માતના સમાચારે મને હલાવી નાખી હતી.તેના પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં એવું આવ્યું કે તે દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો.તેની સ્પીડ ખુબજ વધારે હતી.
પહેલી વાત તેણે તેના જીવનમાં ક્યારેય દારૂને હાથ નહતો લગાવ્યો.તે એક સમાજસેવક બનવા માંગતો હતો.જે તેના પિતાને મંજૂર નહતું.આ બાબતે તેમની વચ્ચે ઘણીવાર ઝગડા પણ થયા હતાં.
સી.ડી પરથી સાબિત થાય છે કે તેમણે તેમના દિકરાને મરાવી નાખ્યો.હું મારા દિકરાના મૃત્યુ માટે કાયદા સામે હાથ જોડું છું.તે ક્રુર વ્યક્તિને પકડો અને સજા અપાવો.
તમને ખબર છે કે તેમણે ડો.અભિષેકને પણ મારવાની કોશીશ કરી હતી."રીટા હેત ગજરાલે બોલવાનું બંધ કર્યું.
અહીં તે સીડી પણ વારંવાર દરેક ન્યુઝ ચેનલ પર દેખાડવામાં આવી રહી હતી.ગજરાલ ડાયમંડ્સના શેયર નીચે પડી ગયા હતાં.આખા દેશમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ કમિશનરે તાત્કાલિક હેત ગજરાલના એરેસ્ટ વોરંટ ઇશ્યૂ કર્યા.
અહીં આ બધાં સમાચાર જોઇને હેત ગજરાલ,પી.સી અને આદિત્યને ઝટકો વાગ્યો હતો.
"હેત ગજરાલ,તું તો બહુ મોટો ગુનેગાર નિકળ્યો.પોતાના જ ઘર અને દિકરાને ના છોડ્યાં?તારો જીવ કેવીરીતે ચાલ્યો તેને મારતા?"પી.સીએ પુછ્યું.
"હું શું કરું?કયો બાપ પોતાના દિકરાને મારવા ઇચ્છે?આ તો તે મારા વિશે બધું જ જાણી ગયો હતો અને તે પોલીસમાં પુરાવા સાથે ફરિયાદ કરવા માંગતો હતો.તેનો એક્સિડંટ તો ભુલથી થઇ ગયો હતો.મે મારો માણસ તેની પાછળ લગાવ્યો હતો કે તે તેને રોકીને કિડનેપ કરીલે.સાબિતી નાશ પામતા તેને છોડી દે.તે મારી જ ભુલના કારણે મરી ગયો."હેત ગજરાલે કહ્યું.
"જે પણ હોય હવે તમે એક્સપોઝ થઇ ગયાં છો.હવે તે સી.ડી તો જગ જાહેર થઇ ગઇ છે.આગળ શું કરીશું?"આદિત્યે પુછ્યું.
"હું પણ આ જબ્બારની જેમ આ દેશ છોડીને ભાગી જઇશ.મારા આ દેશ છોડીને ભાગવાની વ્યવસ્થા એ રુદ્ર જ કરશે.હવે હું તેને નહીં છોડું.હું તો મરીશ તેને લઇને મરીશ.તેને મારીને જ મને શાંતિ મળશે."હેત ગજરાલ બોલ્યો.
આ બધું છુપાઇને સાંભળી રહેલો અભિષેક ખુબજ ડરી ગયો.તે ખુબજ મજબુર થઇ ગયો હતો.બહાર ચારેય તરફ ખતરનાક કુતરાઓ અને અંદર તેનાથી પણ ખતરનાક આ તિગડી.તે શું કરે તેણે શાંતિથી વિચારવાનું નક્કી કર્યું.
"હેત ગજરાલ,જબ્બારભાઇ તો અત્યાર સુધી ભાગી ગયો હશે અ દેશ છોડીને."આદિત્યે કહ્યું.
"હા,તે ખુબજ સમજદાર નિકળ્યો.સમયસર આ બધાંમાથી નિકળી ગયો.તમે કેવીરીતે ભાગશો?"પી.સીએ કહ્યું.
તે ત્રણેય એકવાતથી અજાણ હતા કે એક પછી એક તેમને બધાનો વારો આવવાનો હતો.
*******
હેત ગજરાલની અસલીયત બહાર આવતા જ રુદ્ર,રુહી અને વકીલસાહેબે રાહતનો શ્વાસ લીધો.અહીં આશુ સવારથી ગાયબ હતો.તે હાંફળો ફાંફળો થઇને આવ્યો.
"રુદ્રજી,એક બ્રેકિંગ ન્યુઝ છે.જબ્બાર આ દેશ છોડીને ભાગી રહ્યો છે.તમને લાગતું હશે કે હું પ્રેસ કોન્ફરન્સમાં પણ નહતો આવ્યો.હું પુરી રાત હું આદિત્ય ,હેત ગજરાલ અને જબ્બારભાઇની ભાળ મેળવવા ફરતો રહ્યો.
વહેલી સવારે મારા ખબરીએ મને સમાચાર આપ્યાં કે જબ્બારભાઇએ હેત ગજરાલ અને આદિત્યથી છેડો ફાડી નાખ્યો અને તે આ દેશ છોડીને ભાગી રહ્યો છે.જો તે આ દેશ છોડીને જતો રહ્યો તો તેને ક્યારેય નહીં પકડી શકીએ." આશુ હાંફતો હાંફતો બોલ્યો.
"આપણે તેને પકડવો જોઇએ.પોલીસને જાણ કરીએ તો?"રુહીએ કહ્યું.
"રુહી,આટલા ટુંકા ગાળામાં કોઇ આપણું નહીં સાંભળે.આપણી પાસે બહુ સમય નથી.જે કરવું હોય તે અત્યારે જ કરવું પડશે."આશુ.
"હા,આમપણ તે વેશ બદલીને જ ભાગશે.ચલો તેને પકડીએ."રુદ્રે કહ્યું.
"હા,મે મારા બે ત્રણ વિશ્વાસુ કોન્સ્ટેબલને બોલાવી લીધાં છે.તે આવતા જ હશે.આપણે એરપોર્ટ જઇએ."આશુએ કહ્યું.
આશુ,રુદ્ર ,સની અને રુહી એરપોર્ટ પર પહોંચ્યા.તે લોકો અંદર ગયાં.આશુ એક એ.સી.પી હતો અને તેને છેલ્લા કેટલાય સમયથી એરપોર્ટ પર ડ્યુટી મળવાના કારણે બધાં તેને ઓળખતા હતાં.તેણે ત્યાંના તમામ સ્ટાફને જબ્બારભાઇ વિશે જણાવ્યું.તેણે કહ્યું કે કોઇને શંકા ના જાય તે રીતે તેને પકડવાનો છે.
અહીં જબ્બારભાઇ લાંબી દાઢી અને માથે સાફો બાંધીને સરદારજીનો વેશ ધરીને ભાગવાની ફિરાકમાં એરપોર્ટ પર આવ્યો.તેણે નકલી પાસપોર્ટ અને વિઝાની ગોઠવણ કરી લીધી હતી.તેણે પોતાના ખાસ માણસોને પણ વેશ પલ્ટો કરાવીને પોતાની સાથે રાખ્યાં હતાં.
ફલાઈટ ઉપડવાને હવે અડધો કલાક જ બાકી હતો.રુદ્ર,રુહી એક તરફ જ્યારે સની બીજી તરફ શોધી રહ્યા હતા.આશુ અને તેના કોનસ્ટેબલ પણ ચારેય બાજુ બધાને ચેક કરીને તેમના પાસપોર્ટ વેરીફાઇ કરી રહ્યા હતાં.
એરપોર્ટ ખુબજ વિશાળ હોવાના કારણે તેમને ખુબજ અગવડતા પડી રહી હતી.અહીં જબ્બારભાઇની સાથે એરપોર્ટ ઓથોરિટીમાંથી એક સભ્ય મળેલો હતો.તેણે જબ્બારભાઇને મેસેજ કરીને કહ્યું કે પોલીસ અને કેટલાક લોકો તેમને શોધી રહ્યા છે.જબ્બારે જલ્દી પોતાનો સામાન ચેક કરાવીને સિક્યુરિટી તરફ આગળ વધવાનું નક્કિો કર્યું.એક વાર સિક્યુરિટી ચેકીંગ તે સરળતાથી પાર કરી દે તો તેને પકડી નહીં શકે કોઇ તેવું તે માનતો હતો.
તે સિક્યુરિટી તરફ આગળ વધ્યો.તેને આજ પહેલા આવી ગભરામણ ક્યારેય નહતી થઈ.અચાનક જ એ.સી.પી આશુ અને તેના કોન્સ્ટેબલ સિક્યુરિટી ચેકીંગના કાઉન્ટર પાસે જઇને ગોઠવાઇ ગયા.જબ્બાર ત્યાંથી પાછો વળીને વોશરૂમ તરફ ગયો તેણે તેના ખરીદેલા માણસને ફોન કરીને પોતાની બંદૂક મંગાવી.એરપોર્ટ પર આવા હથિયારો પ્રતિબંધિત હોવા છતા તેને હથિયાર મળી ગયાં.
જબ્બારે તેના માણસને કહ્યું,"જો આપણે સિક્યુરિટી ચેકીંગમાં ગયા તો પકડાઇ જઇશું.હવે આપણે આપણી સ્ટાઇલમાં જ ભાગવું પડશે.એક વાત નથી સમજાતી કે કોણે ગદ્દારી કરી?ભાગવાવાળી વાત તો અમુક જ લોકો જાણતા હતા."
જબ્બારભાઇ ખિસામાં ગન છુપાવીને આવ્યાં.કોને બાનમાં લેવું તે વિચારી રહ્યો હતો.તેટલામાં તેનું ધ્યાન રુદ્ર સાથે ફરી રહેલી રુહી પર ગયું.તે ફટાફટ રુહી તરફ આગળ વધ્યો.તેણે ગન ખીસામાંથી કાઢી અને રુહીને પોતાના બાનમાં લઇ લીધી.એક ગોળી હવામાં ચલાવી.એરપોર્ટ પોલીસ અને બાકી બધાં ત્યાં આવી ગયાં.
પોલીસ અને અન્ય સિક્યુરિટી ગાર્ડ્સ છક થઇ ગયા.આશુ પણ ત્યાં જ આવી ગયો.તે સમજી ગયો હતો કે એરપોર્ટ ઓથોરિટીનો કોઇ માણસ તેની સાથે મળેલો હતો જેથી તેને હથિયાર મળ્યાં.
"એય એ.સી.પી,મને જવા દે નહીંતર આ હિરોઇનને ઉડાવી દઇશ."જબ્બારભાઇ બોલ્યો.
"રુહીને છોડી દે જબ્બાર."રુદ્ર દાંત ભીસીને બોલ્યો.
"તમારા બંનેના કારણે જ મારી આ ભાગેડુ જેવી જિંદગી થઇ ગઇ છે તમને બંનેને તો હું નહીં છોડું."જબ્બારે કહ્યું.
રુદ્ર ખુબજ ગુસ્સે થયો.તેણે રુહી સામે જોયું તે ડરેલી હતી.અચાનક રુહીને યાદ આવ્યું કે આ પણ તે રાક્ષસ માંથી એક છે જેના કારણે અભિષેક તેમનાથી દુર થયો.રુદ્ર અને રુહીએ એકબીજાને ઇશારો કર્યો.
જબ્બારભાઇ પોલીસ સાથે વાત કરવામાં વ્યસ્ત હતો.ત્યાંજ રુહીએ જોરથી એક લાત તેના પેટમાં મારી.રુહી હવે ઘણી મજબુત હતી.તેની લાતના કારણે જબ્બારનું ધ્યાન ભટક્યું.તે રુહીના વાળ ખેંચીમે તેને થપ્પડ મારવા ગયો ત્યાં જ રુદ્ર અને આશુ આવી ગયા.તેમણે તે જબ્બારને ખુબજ માર્યો.પોલીસે જબ્બારના માણસોને પકડી લીધો.એરપોર્ટ ઓથોરિટીનો તે માણસ ડરીને ભાગવા જતો હતો ત્યાં ઝડપાઇ ગયો.
અહીં રુદ્ર અને આશુ પુરા ખુન્નસ સાથે તેને મારી રહ્યો હતો.
થોડીક વાર પછી દરેક ન્યુઝચેનલમાં એક જ બ્રેકિંગ ન્યુઝ હતાં.
"ખુંખાર ડોન જબ્બારભાઇ એરપોર્ટ પર ભાગતા ઝડપાઇ ગયા છે."
આ સમાચાર સાંભળીને તે ત્રણેયની હાલત ખરાબ થઇ.આદિત્ય ,હેત ગજરાલ અને પી.સી.
નેક્સ્ટ કોનો વારો છે?
જબ્બાર પાસેથી શું બધી સત્ય વાત જાણી શકશે?
અભિષેક શું કરશે?શું હેત ગજરાલ ખરેખર રુદ્રને મારવાનો પ્લાન બનાવશે?
જાણવા વાંચતા રહો.