Rudrani ruhi - 128 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-128

રુદ્રની રુહી... - ભાગ-128

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -128

જબ્બારભાઇને પકડવો તે એક મોટી સિધ્ધી હતી.આશુને તેની ડ્યૂટી પર પરત બોલાવવામાં આવ્યો.કમિશનર સાહેબે તેને ડૉ.અભિષેક વાળો કેસ સોંપ્યો.પુરા ડિપાર્ટમેન્ટમાં આશુની વાહવાહ થઇ રહી હતી.

આજે રુદ્ર અને રુહી ખુબજ ખુશ હતાં.તેમને વિશ્વાસ હતો કે આદિત્ય અને હેત ગજરાલના સરનામા વિશે તેમને ખબર પડી જશે.આશુ જબ્બારભાઇની સાથે પુછપરછ કરવાનો હતો.એક હવાલદાર જબ્બારભાઇની સાથે પુછપરછ કરી રહ્યો હતો.

તેટલાંમાં આશુ આવ્યો કડક ઇસ્ત્રી કરેલો યુનિફોર્મ ,માથે હેટ અને કમરે લટકતી સર્વિસ રિવોલ્વર.આશુનું શરીર એકદમ કસાયેલુ અને ખડતલ હતું.તેના ચહેરા પર કડકાઇ હતી અને હાથમાં રીમાન્ડના ઓર્ડર્સ.

જબ્બારભાઇને દસ દિવસના રીમાન્ડ તાત્કાલિક મળી ગયાં હતા.પુરા દેશમાં ચર્ચાનો વિષય હતો કે જબ્બારભાઇ નામનો મોટો ડોન આજે રંગે હાથો ઝડપાઇ ગયો હતો.

આશુ તેજ સિંધમ જેવા અવતારમાં અંદર આવ્યો અને જબ્બારની સામે ખુરશી નાખીને બેસ્યો.તેણે ઇશારો કરીને બધાને ત્યાંથી જવા કહ્યું.

બીજો એક હવાલદાર બે કપ ચા અને સેન્ડવીચની બે પ્લેટ મુકીને ગયો.આશુએ તેમાંથી એક કપ ચા અને સેન્ડવીચની એક પ્લેટ જબ્બારસામે મુકી.લગભગ પુરી રાત ભાગવાના ચક્કરમાં અને સવારથી પકડાઇને હવાલદારનો માર ખાતા ખાતા જબ્બાર ભુખ્યો થયો હતો.પાંચ જ મીનીટમાં ચા અને સેન્ડવીચ પતી ગઇ.
આશુએ હસીને પોતાના માટે આવેલી ચા અને સેન્ડવીચ તેને આપી,જે પણ તે ખાઇ ગયો.

"થેંક યુ એ.સી.પી,એક વાર મને બહાર નિકળવામાં મદદ કર.તને માલામાલ કરી દઇશ."જબ્બારભાઇ બોલ્યા તેને લાગ્યું કે આ એ.સી.પી લાંચ લઇલેશે પણ તેના ધાર્યાથી ઊંધુ થયું તેના ગાલ પર સટ્ટાક કરીને એક જોરદાર થપ્પડ આવી જેના કારણે તેના જડબા હલી ગયાં.

તે આઘાત સાથે આશુની સામે જોવા લાગ્યો.

"શું એ.સી.પી,એક ક્ષણમાં આટલો પ્રેમ કે ચા નાસ્તો કરાવે અને બીજી ઘડીએ થપ્પડ મારે?"જબ્બાર બોલ્યો.

"જબ્બાર,તારા જેવા અપરાધી સાથે પ્રેમ ના હોય.આ ચા નાસ્તો માનવતા ખાતર અને બીજું તું મારા સવાલના સાચા જવાબ આપી શકે તેની માટે છે.માર ખાવાની શક્તિ મળે તને એના માટે છે.કેમ કે હવેથી તું જ્યાંસુધી સત્ય નહીં બોલે તારા એક એક હાડકાં હું તોડીશ."આશુએ આટલું કહેતા જ હવાલદારને બોલાવ્યો.પોતાની વર્દી અને સર્વિસ રિવોલ્વર તેને હવાલે કરીને તેને મારવાનું શરૂ કર્યું.

જબ્બારભાઇ,જેવો તેવો ખેલાડી નહતો.તે સતત એક કલાક ટોર્ચર કર્યા બાદ આશુને સમજાઇ ગયું હતું.તેણે બીજી ચાલ અજમાવવાનું વિચાર્યું.

તેણે જબ્બારને ખુરશી પર બેસાડ્યો.
"મારી પાસે તારા માટે એક ડિલ છે.તું તારા બધાં કાળાકામ સ્વિકારી લે અને આદિત્ય શેઠ તથાં હેત ગજરાલનો પતો આપી દે.

તું જણાવ અમને તેમના પ્લાન વિશે.સરકારી ગવાહ બની જા.તને તારા ગુનાહોની સજા સજાએ મોત મળશે કેમકે તે એટલા ખરાબ કૃત્યો કર્યા છે પણ જો તું પોલીસની મદદ કરીશ અને તે બધાંને પકડાવીશ.તો તારી સજા સજાએ મોત માથી આજીવન કારાવાસમાં ફેરવવાની અરજી અમે કરીશું."આશુએ ડિલ મુક્તા કહ્યું.

જબ્બાર તુચ્છતાંપુર્વક હસ્યો.
"જબ્બાર,મારી વાતને હસવામાં ના ઉડાવીશ.આજે નહીં તો કાલે આદિત્ય અને હેત ગજરાલ પણ અહીં જ હશે પણ જો તું અમારી મદદ કરીશ તો બની શકે તને દયા મળે.

એક વાત સમજી લે હવે તારો હેત ગજરાલ એક્સપોઝ થઇ ગયો છે."એમ કહીને તે સવારવાળા સમાચાર આશુએ જબ્બારભાઇને બતાવ્યાં.જબ્બારભાઇ આઘાત પામ્યાં અને ડરી પણ ગયાં.
"હેત ગજરાલ કે આદિત્ય કોઇ તારી મદદ નહીં કરી શકે.જબ્બાર તારી પાસે હવે માત્ર દસ મીનીટ છે.હું કમિશનર સાહેબને મળીને આવું જે બહાર કેબિનમાં આવેલા છે.ત્યાંસુધી તારો નિર્ણય લઇ લેજે."આશુ બહાર ગયો.

જબ્બારના આખા શરીરમાં દુખાવો થઇ રહ્યો હતો.તે ખુરશી પર બેઠા બેઠા વિચારમાં પડી ગયો.

થોડીક વાર પછી જ્યારે આશુ આવ્યો ત્યારે જબ્બારના ચહેરા પર સ્માઇલ હતી.

"હું તૈયાર છું એ.સી.પી પણ જો આટલી મદદ કર્યા પછી તે મારી સજા સામે દયાની અરજી ના કરી તો કોઇની ખેર નથી."જબ્બાર આટલું કહીને મનોમન ખુશ થયો.તે કઇંક અલગ જ વિચાર કરી રહ્યો હતો.

અત્યારે તો તેણે આદિત્ય અને હેત ગજરાલના અડ્ડા વિશે અને તેણે ક્યાં રાખવામાં આવ્યો છે તે જણાવ્યું.તેણે તે તેમના અને પી.સીના હાથ મિલાવવા વિશે પણ જણાવ્યું.

તેની પાસેથી બધી વિગતો લઇને આશુ રુદ્ર અને રુહી પાસે ગયો.જબ્બાર નામનો ખતરનાક ડોન આટલી સરળતાથી માની જશે તે વાતનો તેને વિશ્વાસ નહતો આવતો.આ બધી વાત તેણે રુદ્ર અને રુહીને જણાવી.

તે લોકો જબ્બારભાઇએ આપેલા એડ્રેસ પર ગયાં.ત્યાં કોઇજ નહતું.પોલીસની સાથે રુદ્ર અને રુહી પણ ગયાં હતાં.તે જગ્યાએ કઇં જ મળ્યું નહીં.

"આ જબ્બારની ખેર નથી.તેણે ખોટી માહિતી આપી." આશુએ કહ્યું.

તેટલાંમાં એક હવાલદાર આવ્યો તેણે દારૂની બોટલ અને ગ્લાસ બતાવ્યાં.
"આશુ,અહીં કોઇક તો હતું.જો આ દારૂના ગ્લાસ ,આ દોરી અને બાકી વ્યવસ્થા જોઇને લાગે છે કે આ જગ્યાએ કોઇક તો હતું."રુદ્રએ કહ્યું.

"લાગે છે કે તે લોકોએ પી.સી સાથે હાથ મિલાવી લીધો છે અને તે પી.સીની મદદ વળે કોઇ સુરક્ષિત જગ્યાએ છુપાઇ ગયાં હશે."આશુએ કહ્યું.

"આશુ,નક્કી આ જબ્બારભાઇની જેમ હેત ગજરાલ પણ વેશ બદલીને દેશ છોડવાની કોશીશ કરશે.તું હેત ગજરાલના ઘરની બહાર પોલીસ ના ગોઠવી શકે?" રુહીએ પુછ્યું.

"રુહી,મે પહેલેથી બે હવાલદાર આગળ અને બે હવાલદાર પાછળની બાજુએ સાદા ડ્રેસમાં ગોઠવી દીધાં છે.તે સિવાય રીટા ગજરાલ આપણી મદદમાં છે."આશુએ કહ્યું.

****
અહીં જબ્બારભાઇના પકડાઇ જવાની વાતથી હેત ગજરાલ અને આદિત્ય ચિંતામાં હતાં.પી.સીની ધીરજનો હવે અંત આવી ગયો હતો.તે દવાનો ફોર્મ્યુલા લઇને આ બધાંમાંથી બહાર નિકળવા માંગતા હતા..

"આદિત્ય,મે વિચારી લીધું છે કે હવે હું તમારો સાથ છોડું છું.આમપણ જે સીડીમાટે હું આ કરતો હતો તે તો જગજાહેર થઇ ગઇ છે.હું આ દેશ છોડીને ભાગવા માંગુ છું.હું વેશ બદલીને મારા ઘરે જઇને કેશ અને જરૂરિયાતના કાગળીયા લઇને આ દેશ છોડીને જતો રહીશ.મારો એક જાણકાર છે જે નકલી પાસપોર્ટ બનાવીને મને આ દેશની બહાર મોકલી દેશે."હેત ગજરાલે કહ્યું.

"એય હેત,તું આવીરીતે અમાર સાથ ના છોડી શકે."પી.સીએ કહ્યું.

"કેમ ના છોડી શકું?હવે તમારી સાથે અહીં રહીને મને કોઇ ફાયદો નથી.આ લડાઇમાં હવે તમે એકલા છો.હા જતાં પહેલા હું રુદ્રાક્ષ સિંહ અને રીટા ગજરાલને મારીને જ જઇશ."હેત ગજરાલ આટલું કહીને જતાં રહ્યા.

આદિત્ય અને પી.સી એકબીજાની સામે જોવા લાગ્યા.
"પી.સી સર, અગર રુદ્રાક્ષ સિંહ મરી ગયો તો તે ફોર્મ્યુલા આપણને ક્યારેય નહીં મળે.મને વિશ્વાસ છે કે અભિષેક પછી જો કોઇ ફોર્મ્યુલા વિશે જાણતું હોય તો તે રુદ્રાક્ષ સિંહ છે."આદિત્ય બોલ્યો.

"તો હવે શું કરીશું?"પી.સીએ પુછ્યું .

"જેમ જબ્બારભાઇને પકડાવી દીધો મે તેમ હેત ગજરાલને પકડાવી દઉં?" આદિત્યે લુચ્ચું હસીને પુછ્યું.પી.સી ચોકી ગયો.
"વોટ? જબ્બારને તે પકડાવ્યો?"

"હા,તે આમપણ કઇ કામનો નહતો.ઉપરથી તેણે મારી બહેનની ઇજ્જત લુંટવાની કોશીશ કરી હતી.એમ થોડી છોડી દઉં તેને.મે જ તે એ.સી.પીના ખબરી સુધી તે માહિતી પહોંચાવડાવી હતી અને હવે હેત ગજરાકનો વારો."
આટલું કહી તેણે રીટા ગજરાલને ફોન લગાવ્યો.
"નમસ્કાર,રીટા ગજરાલ.તમારા વિશે સાંભળીને ખુબજ ખરાબ થયું તમારી સાથે.એક ખાનગી વાત કહેવા માટે તમને ફોન કર્યો હતો.તમારા પતિ આ દેશ છોડીને ભાગવાની કોશીશ કરી રહ્યા છે."

"તું આદિત્ય બોલે છેને?એક વાત સાંભળી લે તમારા બધાંનો અંત ખુબજ ખરાબ થવાનો છે.તું પણ મારા દિકરાનો ગુનેગાર છે.તે આ વાત છુપાવવાની જગ્યાએ પોલીસને જણાવ્યું હોત તો હેત ગજરાલને તેના કર્યાની સજા મળી જાત."રીટા ગજરાલે કહ્યું.

"મને તમારું ભાષણ નથી સાંભળવું.એક વાત સાંભળી લો હેત ગજરાલ ત્યાં આવે તો છે પણ તે તમને મારી નાખવાના ઇરાદા સાથે આવે છે.માનવું ના માનવું તમારી મરજી."આટલું કહીને આદિત્યે ફોન મુકી દીધો.

"પણ તે પહેલા રુદ્રાક્ષ સિંહને મારવા ગયો તો?"પી.સીએ પુછ્યું.

"હું તે માણસને જેટલું ઓળખું છું તે પહેલા પોતાનસ ઘરે જશે પોતાના રૂપિયા અને જરૂરી કાગળ લેવા.તેને એમ હશે કે તે વેશ બદલીને પહોંચી જશે ઘરે અને તેને કોઇ ઓળખી નહીં શકે.
બસ તમે થોડીક વાર રાહ જોવો.હમણાં તેના પકડાવવાના સમાચાર આવશે.પછી આપણે પેલા રુદ્રાક્ષ સિંહને ફોન કરીને ડિલ કરીશું તમારા ફોર્મ્યુલા માટે અને મારી અાઝાદી માટે."

"આદિત્ય ,આ બધું પત્યાં પછી શું કરીશ?પાછો ઝવેરીનો શોરૂમ ખોલીશ?હવે તો તું બદનામ થઇ ગયો કોણ આવશે તારી દુકાનમાં?મારી પાસે એક ડિલ છે.તું મારી સાથે જોડાઇ જા.તારું ચાલાક દિમાગ અને મારો પાવર, આપણે ખુબજ આગળ જઇશું."પી.સીએ કહ્યું.

આદિત્ય તેની વાત પર વિચારવા લાગ્યો.

આ બધું છુપાઇને સાંભળી રહેલો અભિષેક આદિત્યના શેતાની દિમાગથી આશ્ચર્ય પામ્યો.
"કેટલો ચાલાક છે આ આદિત્ય!હવે અહીંથી નિકળવાનો કોઇ રસ્તો શોધવો જ પડશે.અથવા એકવાર રુદ્રને ફોન કરવા મળી જાય તો તેને જણાવું કે હું અહીં મારા જ ઘરમાં કેદ છું."અભિષેકે વિચાર્યું.

શું હેત ગજરાલ પકડાઇ શકશે? કે તે આદિત્યની ચાલાકીથી બચી જશે?
અભિષેક રુદ્રનો સંપર્ક કરી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Hetal

Hetal 11 months ago

Chetna Jack Kathiriya
Saroj Bhagat

Saroj Bhagat 11 months ago

Neepa

Neepa 12 months ago