Rudrani ruhi - 129 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-129

રુદ્રની રુહી... - ભાગ-129

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -129

હેત ગજરાલ અભિષેકના ફાર્મહાઉસ પરથી નિકળી ગયા.તેમણે પોતાના ખાસ માણસને ફોન કર્યો અને રુદ્રને મારવાની સોપારી આપી.તેમણે વેશ બદલ્યો અને નોકરનો વેશ ધરીને પોતાના ધરમાં એન્ટ્રી લીધી. ચહેરા પર મેકઅપ અને અલગ કપડાંના કારણે તે જલ્દી ઓળખાઇ રહ્યા નહતા.

પોલીસની નજર ચુકાવીને તે ઘરની અંદર ગયા અને અન્ય કામવાળા સાથે કામકરવા લાગ્યાં.રીટા ગજરાલ પુજા રૂમમાં હતા.તે બીજા કામવાળાનું ધ્યાન ભટકાવીને પોતાના બેડરૂમમાં ગયા અને તીજોરીની ચાવી લઇને સ્ટડીરૂમમાં ગયા.ત્યાં તેમણે બુક્સ શેલ્ફને સાઇડમાં ધક્કો મારીને ખસેડ્યો અને સામે એક મજબુત લોખંડની તિજોરી દેખાઇ.

તે તિજોરીમાં ચાવી નાખીને તેમણે તીજોરી ખોલી.તેમાથી એક બ્લેક ફાઇલમાં જરૂર કાગળીયા મુક્યાં.એક બ્લેક પાઉચમાં થોડી કેશ લીધી.તે લીધાં પછી તેમણે તે તિજોરી બંધ કરીને તે બુક સેલ્ફ પહેલા જેવું કરી નાખ્યું.

આ પાઉચ અને ફાઇલને તેમણે પોતાના કપડાંની અંદર બરાબર સંતાડ્યાં અને કોઇનું ધ્યાન ના હોય તે રીતે તે રૂમમાંથી બહાર નિકળી ગયાં.તે રસોડામાં ગયાં જ્યાં મહારાજ કામ કરી રહ્યા હતાં.તે મહારાજ વર્ષોથી તેમના ઘરે રસોઇ બનાવતા હતા.

"એ ભાઇ,તું કોણ છે?તને તો પહેલા ક્યારેય જોયો નથી.ભુપત ક્ય‍ાં છે?"મહારાજે પુછ્યું

"એ બાપા,હું ભુપતની જગ્યાએ આજે એક દિવસ માટે આવ્યો છું."હેત ગજરાલે કહ્યું.

તે મહારાજ કોઇ કામ માટે સ્ટોરરૂમમાં ગયાં.લાગ જોઇને તેમણે એક મોટું અને ધારદાર ચપ્પુ લીધું.તે છુપાવીને તે પુજારૂમ તરફ આગળ વધ્યાં.પુજારૂમમાં રીટા ગજરાલ પોતાના દિકરાની આત્માની શાંતિ માટે શાંતિપાઠ કરી રહ્યા હત‍ા.તે બે હાથ જોડીને અાંખો બંધ કરીને પ્રાર્થના કરી રહ્યા હતાં.

હેત ગજરાલે ધીમે પગલે અંદર જઇને બારણું બંધ કર્યું.તે ધારદાર ચપ્પુ કાઢ્યું અને રીટા ગજરાલ તરફ આગળ વધ્યાં.

હેત ગજરાલે તેમની પત્નીના ગળે ચપ્પુ રાખ્યું.રીટા ગજરાલની આંખ ખુલી.તેમને આશ્ચર્ય ના થયું.

"આવી ગયા મને મારવા માટે?"રીટા ગજરાલે પુછ્યું.

"તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તને ખબર હોય."

"હા તમારા પ્રિય સાથીદાર આદિત્યનો ફોન આવ્યો હતો.તેણે મને ચેતવી હતી.કહ્યું હતું કે તમે ઘરે આવશો જરૂરી કાગળ અને રૂપિયા લઇને મારું ખૂન કરીને આ દેશ છોડીને જતાં રહેશો.

હું ઇચ્છતી તો પોલીસને બોલાવી શકતી હતી પણ મે પોલીસને નથી બોલાવ્યાં.મારા દિકરાના ખૂનની સજા હું પોતે તમને આપવા માંગુ છું."આટલું કહીને રીટા ગજરાલે પોતાની લાઇસન્સ ગન કાઢીને અને હેત ગજરાલ સામે તાકી.

"તારી આટલી હિંમત ?"આટલું કહીને તેમણે રીટા ગજરાલને એક થપ્પડ મારીને તે ગન નીચે ફેંકી દીધી.
"ખૂન કરવા માટે જીગર જોઇએ જે તારી પાસે નથી."તે આટલું કહી પોતાની પત્નીના ગળે ચપ્પુ ફેરવવા જતા હતા.ત્યાં તેમને પાછળથી દરવાજો તોડીને અંદર આવેલી પોલીસનો અવાજ સંભળાયો.

"મિ.ગજરાલ,યુ આર અન્ડર એરેસ્ટ.તે ચપ્પુ ફેંકી દો નહીંતર અમે ગોળી ચલાવી દઇશું."

હેત ગજરાલે રીટા ગજરાલને બાનમાં લઇને ભાગવાની કોશીશ કરી પણ તે નિષ્ફળ રહી.પોલીસે તેના હાથમાં ગોળી મારીને તેને એરેસ્ટ કર્યો.

"તમને કેવીરીતે ખબર પડી ?" હેત ગજરાલે પુછ્યું.

"મિ.ગજરાલ,તમને શું લાગે છે કે તમે જ એકલા સ્માર્ટ છો અને અમારામાં બુદ્ધિ નથી.મિ.ગજરાલ પોલીસ ખુબજ સ્માર્ટ છે.અમારા હવાલદાર અને ઓફિસર્સ સાદા કપડાંમાં ઘરની બહાર પહેરો દઇ રહ્યા હતા.તે સિવાય અમને તમારા મહારાજે ફોન કરીને કહ્યું."પોલીસ ઓફિસરે કહ્યું.

તેટલાંમાં મહારાજ અંદર આવ્યા.તેમણે હેત ગજરાલને લાફો માર્યો અને બોલ્યા,"સાહેબ,આટલા વર્ષો તમારા ઘરમાં કામ કર્યું અને હું તમને ના ઓળખી શકું ?કેટલું નીચ કામ કર્યું તમે?પોલીસ સાહેબ લઇ જાઓ તેમને અને એવી કડક સજા અપાવજો કે બધાં ગુનેગારો કાંપી જાય."

હેત ગજરાલ પકડાઇ ગયાના સમાચાર પુરા દેશમાં આગની માફક ફેલાઇ ગયાં.અહીં રુચિએ આ સમાચાર સાંભળીને મંદિરમાં દીવો કર્યો.પોતાના ભાઇના ફોટા આગળ પણ દીવો કરીને તેને શ્રધ્ધાંજલી આપી.

"ભાઇ,મને માફ કરી દેજે.તને આટલી મોડી સજા અપાવી."
શોર્ય અને ઘરના અન્ય સદસ્યો ત્યાં આવ્યાં.તેને હિંમત આપી.
"શોર્ય,મે નિર્ણય લીધો છે કે મારે તે ગુનાની સંપત્તિમાંથી એક રૂપિયો નથી લેવો."રુચિએ કહ્યું.

"હા રુચિ,તે રૂપિયામાંથી આપણે બાળકોના કલ્યાણ માટે શાળા અને અનાથઆશ્રમ બંધાવીશું."શોર્યે આટલું કહી તેને ગળે લગાવી દીધી.
****

અહીં રુદ્ર ,રુહી અને અન્ય બધાં ખુશ હતા કેમ કે હેત ગજરાલ પકડાઇ ગયો હતો.હવે તે અભિષેકને ક્યાં રાખ્યો છે તે જાણી શકશે.

અહીં રુદ્રને મારવાની સોપારી જેને આપવામાં અાવી હતી.તે રુદ્ર ધરની બહાર નિકળે તેની રાહ જોઇ રહ્યો હતો.

આશુએ તમામ શક્ય અડ્ડાઓ પર છાપામારી કરી પણ અભિષેકનો કોઇ પતો નહતો.તેમની આશા હવે એક જ હતી કે બસ હેત ગજરાલ મોંઢુ ખોલી દે.

અહીં આદિત્યે ખુબજ હોશિયારી વાપરી પણ તે એટલુંના વિચારી શક્યો કે હેત ગજરાલ પકડાઇ જશે તો તે ખુન્નસમાં તેમનો પતો આપી શકે છે.

અહીં અભિષેકને પગમાં ગોળી વાગી હતી જેના કારણે તે બહુ હરીફરી નહતો શક્તો.તેણે એક ઉપાય શોધ્યો.

તેને તેના જ ફાર્મહાઉસમાં તેના જ બેડરૂમમાં રાખવામાં આવ્યો હતો.તેણે ધીમેથી ઉભો થઇને કબાટ ખોલ્યું ‍અહી બહુ સામાન નહતો.તેણે એક દવાનો ડબ્બો ખોલ્યો અને તેમાંથી બે ગોળીઓ કાઢી.ઘરની અંદર માત્ર પી.સી અને આદિત્ય જ હતા.

તે બંને ડ્રિંક કરી રહ્યા હતા.
અભિષેકે કહ્યું,"તમે લોકોએ મને અહીં રાખીને મોટી ભુલ કરી છે.રુદ્ર અહીં આવી જ જશે.તમારો અંત નજીક છે.પી.સી,દવાના નામ પર જે તું કાળા બજારી કરે છે તે જલ્દી જ બધાની સામે આવશે."
અભિષેકે તેના પગની મદદથી સાઇડ ટેબલ પાડી દીધું.આદિત્ય અને પી.સીનું ધ્યાન તેમા હતું.

અભિષેકે તેમના ડ્રિંકમાં તે ગોળી નાખી દીધી અને તેણે આદિત્યનો ફોન લઇ લીધો.
"બકવાસ ના કર.હમણાં તારા રુદ્રને ફોન કરીશું અને દવાનો ફોર્મ્યુલા માંગીશું.તારો રુદ્ર તને બચાવવા તે ફોર્મ્યુલા અમને આપી દેશે." પી.સીએ કહ્યું.
"પી.સી સર,પહેલા આ ડ્રિંક જે ત્યાં બનેલા પડ્યાં છે તે પતાવી દઇએ."આદિત્ય

તે બંને જણાએ ડ્રિંક કર્યું અને દસ મીનીટમાં જ તે ત્યાં જ સુઇ ગયાં.અભિષેકે જલ્દી રુદ્રને ફોન લગાવ્યો.

અહીં હેત ગજરાલને હાથમાં ગોળી વાગી હોવાના કારણે તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.જ્યાંસુધી તે ઠીક ના થાય ત્યાં સુધી તેની સાથે પુછપરછ ના કરી શકાય.

રુદ્ર અને રુહી જાણતા હતા કે અભિષેકની દવાનો ફોર્મ્યુલા ક્યાં છે.તેમણે પારિતોષ અને સમૃદ્ધિને સાથે લીધા અને તે વીડિયો લઇને પોલીસ સ્ટેશન જવા નિકળ્યા.અહીં તે માણસ જેને રુદ્રને મારવાની સોપારી આપવામાં આવી હતી તે તેની પાછળ નિકળ્યો.

રુદ્ર,રુહીએ ડો.નિર્વાનાને પણ પોલીસ સ્ટેશન બોલાવ્યા.અહીં સનીએ પી.સીના મેડિકલ માફિયા હોવાની સાબિતી એકઠી કરી હતી.તે લોકો પી.સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને તે દવાનું પેટન્ટ અભિષેકના નામ પર કરવાના હતા.

તે લોકો એ પણ ફરિયાદ નોંધાવવાના હતા કે અભિષેક જીવે છે જેને પી.સીએ કેદ કરીને રાખ્યો છે અને તેના જીવને જોખમ છે.

તે લોકો જેવા આગળ વધ્યાં થોડીક જ વારમાં રુદ્રના મોબાઇલમાં એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો.

રુદ્રએ તે ફોન ઉપાડ્યો.
"રુદ્ર."

રુદ્રની આંખો પહોળી થઇ ગઇ.
"અભિષેક,મારી જાન."

બધાં સુખદ આંચકો પામ્યાં.
"અભિષેક,તું ક્યાં છે? તું ઠીક તો છેને? ચિંતા ના કરતો હેત ગજરાલ અને જબ્બારભાઇ પકડાઇ ગયા છે.પી.સી વિરુદ્ધ પુરાવા અમારી પાસે આવી ગયા છે.અમે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જ જઇ રહ્યા છીએ."

"રુદ્ર,તું પી.સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દેજે અને તે દવાનું પેટન્ટ મારા નામ પર રજીસ્ટર કરાવી દેજે.તે દવા મે લોકોના કલ્યાણ માટે શોધી છે.આવા મેડિકલ માફિયાના લાભ માટે નહીં.હું અહીં લોનાવલામાં મારા જ ફાર્મહાઉસમાં કેદ છું.મે તે બંનેને ચાલાકીથી ઘેનની દવા આપીને સુવડાવી દીધાં છે.
તું પોલીસને લઇને આવ."અભિષેકે કહ્યું.

"હા,તું તે લોકોને શંકા ના જવા દેતો કે તે મને ફોન કર્યો છે.જલ્દી જ મળીશું તારા વગર મારું જીવન સાવ સુનુ થઇ ગયું છે."રુદ્ર ભાવુક થઇ ગયો.

"રુદ્ર,તે હેત ગજરાલે તારી સોપારી આપી છે.સંભાળજે."અભિષેકે કહ્યું.

"હા,તું ચિંતા ના કર.મને કશુંજ નહીં થાય પણ તે આદિત્યને તો હું નહીં છોડું.તેના પાપનો અંત હું કરીશ હવે."રુદ્રએ આટલું કહીને ફોન મુકી દીધો.

"સની,તું રુહી અને બાકી બધાં સાથે પોલીસ સ્ટેશન જા.આશુને અભિષેકના લોનાવાલાવાળા ફાર્મ પર મોકલ પોલીસની ટીમ સાથે અને આપણે જે કામ માટે જઇ રહ્યા છીએ તે પતાવીને આવજો."

રુદ્ર અને રુહી એકબીજાની સામે જોવા લાગ્યાં.

"હું પણ આવીશ તમારી સાથે."રુહીએ કહ્યું.

કેવી રીતે થશે અસત્ય પર સત્યની વિજય?જાણો અંતિમ બે ભાગમાં.

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Chetna Jack Kathiriya
Neepa

Neepa 12 months ago

Kirit Jani

Kirit Jani 12 months ago

Nimisha Patel

Nimisha Patel 12 months ago