Rudrani ruhi - 130 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-130

રુદ્રની રુહી... - ભાગ-130

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -130

અભિષેકે તે ફોન એમ જ મુકી દીધો અને પાછો પોતાના રૂમમાં જતો રહ્યો.તેણે ત્યાં દવાનાં ડબ્બામાંથી બે ઇંજેક્શન લીધાં અને તે બંનેને આપ્યાં જેના કારણે ભાનમાં આવ્યાં પછી પણ તે સખત નશામાં અને ઘેનમાં રહે

અચાનક તેને યાદ આવ્યું કે બહાર ચારેય બાજુ ખતરનાક કુતરાઓ હતા અને કુલ ચાર બંદૂકધારી માણસો હતાં.

તેણે રુદ્રને ફરીથી ફોન કર્યો અને તે કુતરાઓ અને માણસ વિશે જણાવ્યું.

અહીં રુદ્ર રુહીને સાથે લઇ જવા નહતોમાંગતો કેમ કે તે જગ્યા અને લોકો ખતરનાક હતા પણ રુહીએ તેને યાદ દેવડાવ્યું કે રુદ્રહી જ શક્તિ છે.તેમણે આ કામ સાથે મળીને કરવાનું છે.રુદ્ર અને રુહી ત્યાં જવા નિકળી ગયાં.તે ગુંડો જેને સોપારી મળી હતી તે પણ તેમની પાછળ નિકળ્યો.જેની જાણ રુદ્ર અને રુહીને હતી.

"રુદ્ર ,તે લોકોએ અભિષેકને ત્યાં કેદ કર્યો છે.તો સુરક્ષાની પણ વ્યવસ્થા તો કરી જ હશેને.મને લાગે છે કે આપણે આશુને કહેવું જોઇએ અને તેની ટીમ સાથે ત્યાં જવું જોઇએ.પેલો પાછળ આવે છે તેનું શું કરીશું?"રુહીએ કહ્યું.જવાબમાં રુદ્ર તેની સામે જોઇને હસ્યો.
"મેડમ ,પાછળ જુવો."

રુહીએ પાછળ ફરીને જોયું.તો આશુની જીપ હતી અને તેની પાછળ બીજી બેથી ત્રણ પોલીસજીપ પણ આવી રહી હતી.તે ગુંડાને પોલીસની અન્ય એક જીપે ધેરી લીધો હતો હવે તે પોલીસની પકડમાં હતો.આશુ ખરેખર એક બાહોશ પોલીસ ઓફિસર હતો.તે પોલીસ ડિપાર્ટમેન્ટની શાન સમાન હતો.

અહીં આદિત્ય અને પી.સીને ધીમેધીમે ભાન આવી રહ્યું હતું.અભિષેક ખુશ હતો તેણે આ ઘરમાંથી ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધાં હતા.
તે હસતા હસતા આદિત્ય પાસે આવ્યો અને તેમની સામે બેસ્યો.તે લોકોને અભિષેકે ઇંજેક્શન આપ્યું હોવાથી બંનેનું માથું ભારે હતું.

અભિષેકે તેમને કચકચાવીને થપ્પડ માર્યા.
તે બંને સ્તબ્ધ હતા.
"તમારા બંનેનો ખેલ ખતમ.યુ નો વોટ તમારા બંનેની મોટી ભુલ શું હતી ?મને અહીં મારા જ ઘરમાં કેદ કર્યો તે."અભિષેકે કહ્યું.

"તે શું કર્યું છે અમારી સાથે?"આદિત્યે પુછ્યું.

"કઇ નહીં એક ઇંજેક્શન આપ્યું છે.આદિત્ય,પી.સીનુ્ તો હું સમજી શકું છું કે તે માણસ લાલચું,કાળા બજારી અને સાવ નીચ છે પણ તું તો એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં સંસ્કારોની કિંમત છે.જ્યાં સારા ખરાબની ઓળખ છે.તારા માતાપિતા કેટલા સારા છે.તે એક વાર પણ વિચાર્યું કે તેમની શું હાલત થતી હશે.

જેમણે તારા જન્મ વખતે પેંડા વહેંચ્યાં હશે.તારી બર્થડે ધામધૂમથી ઉજવી હશે.બાપદાદાનો ધંધો તારા પર વિશ્વાસ કરીને સોંપી દીધો હશે.તારા લગ્ન તેમણે કેટલી યોગ્ય કન્યા સાથે કરાવ્યાં હતાં,રુહી..આહા તે ખરેખર અદભુત સ્ત્રી છે.

તું શું કરતો હતો તેની સાથે? દગો દીધો,છેતરી તેને.તેને તું કશા જ કામની નથી તેવું કહી કહીને નિર્બળ બનાવી.છતાપણ તે સ્ત્રીએ તને પ્રેમ કર્યો,આટલું સહન કરીને પણ તેણે તારા માતાપિતાને સાચવ્યાં.તને ખબર છે કે આજે તારા માતાપિતા અને બહેન સુરક્ષિત તેના કારણે છે.

ભગવાને તને આટલો વ્હાલો લાગે તેવો દિકરો આપ્યો.તેને પણ તું બોર્ડીંગ સ્કુલમાં મુકી આવ્યો.જબ્બાર જેવા માણસો સાથે હાથ મિલાવીને તું પોતે એક ગુંડો બની ગયો.આદિત્ય શેઠ એક નામચીન ઝવેરી આજે એક ભાગેડુ ગુંડો બની ગયો.

હિરો સાચો છે કે ખોટો તે ક્ષણભરમાં પારખવા વાળો તું તારા જીવનના સાચા હિરાને પારખી ના શક્યો.સોના ચાંદીને તરાશવા વાળો તું તારા જીવનને તરાશી ના શક્યો.આદિત્ય,બસ કર હવે.સરેન્ડર કરી દે અને હજી મોકો છે સુધરી જા.કઇ નહીં તો તારા માતાપિતા માટે સુધરી જા."અભિષેક ખુબજ ભાવુક થઇ ગયો આટલું કહેતા.

નશા હેઠળ રહેલો આદિત્ય પણ ભાવુક થયો.તેના જીવનની ચઢતી પડતી તેની આંખો સામેથી પસાર થઇ.પી.સીએ તેને કહ્યું,"આદિત્ય,તેની વાતમાં ના આવીશ.તે તને ભાવનામા વહાવીને અહીંથી નિકળવા માંગે છે.તું રુદ્રને ફોન કર અને આપણી માંગણી મુક."

તેટલાંમાં તેમને એક ફોન આવ્યો જેમ તેમને ટી.વી ઓન કરવામાં કહેવામાં આવ્યું.ટી.વી ઓન કરતા જ પી.સીના પગ નીચેથી જમીન ખસી ગઇ.

ન્યુઝ ચેનલની એન્કર બોલી રહી હતી.
"બ્રેકિંગ ન્યુઝ,આજકાલ મુંબઇ શહેર સતત ચર્ચામાં છે.લાગે છે કે ભગવાન તમામ પાપીઓના પાપનો અંત કરવા બેસ્યા છે પહેલા કુખ્યાત ડોન જબ્બારભાઇ,ડાયમંડ કિંગ હેત ગજરાલ અને હવે પી.સી ફાર્મસી ઇન્ડસ્ટ્રીના રાજા.તેમનો ભાંડો ફુટી ગયો છે.

આજે ડો.સમૃદ્ધિ અને ડો.પારિતોષ કે જે ડો.અભિષેકના રીસર્ચ પાર્ટનર હતાં.તેમણે અમુક મહત્વના ખુલાસા કર્યા છે.તેમના પ્રમાણે પી.સી ડો.અભિષેકના રીસર્ચને ખરીદવા માંગતા હતા.ડો.અભિષેકે ના કહેતા તેમણે તેમને ધમકાવ્યા.

ડો.અભિષેકના રીસર્ચ કે જેમા તેઓ દરેક વર્ગને પોસાય તેવી માનસિક બિમારીની દવા બજારમાં મુકવાના હતા.તે ખરીદીને મોંઘા ભાવે વેંચવા માંગતા હતા.

એક બીજા બ્રેકિંગ ન્યુઝ આવે છે કે ડો.અભિષેક જીવતા છે અને તે પી.સીના કેદમાં છે.આ સિવાય પી.સી ડો.અભિષેકને ધમકાવતા હોય તેવો વીડિયો પણ બહાર આવ્યો છે.

પી.સીના મેડિકલ માફિયા હોવાના સચોટ પુરાવા પણ પોલીસ પાસે છે.અને સાંભળવામાં આવ્યું છે કે તેમના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ નિકળી ગયું છે."

તે ન્યુઝ એન્કરે તમામ વાતો કહી કે જે એફ.આઇ.આરમાં સમૃદ્ધિ અને પારિતોષે લખાવી.તેમણે પોતાના પર અને ડો.અભિષેક પર શું વિત્યું તે પણ બધું જણાવ્યું.

પી.સીએ ગુસ્સામાં ટીવી પછાડ્યુ.
"બધું જ ખતમ થઇ ગયું.હું કોઇને નહીં છોડું.આ બધું તારા અને તારા ભાઇના કારણે થયું."

"મે તો તને કહ્યું જ હતું કે મારા રુદ્રને તું ના છંછેડીસ.હું તેની અને તે મારી જાન છીએ.બે માથી એકને પણ તકલીફ થઇને તો તકલીફ આપવાવાળાની ખેર નથી."અભિષેકે કહ્યું.
"આ રુદ્રાક્ષ સિંહ છે શું?"પી.સીએ ગુસ્સામાં ફોન ફેંકતા કહ્યું.

" આગ છે આગ..સિંહ છે સિંહ જંગલનો રાજા.તારો અને તે તેની જાન પર હાથ નાખ્યો છે.હવે તો તને સ્વયં ભગવાન પણ નહીં બચાવી શકે.કારણે કે તેમણે જ તારા પાપોનો અંત કરવા રુદ્રને મોકલ્યો છે.રુદ્ર એટલે શિવજીનું બીજું નામ.મારો સિંહ શિવજીનો પરમભક્ત છે.શિવજીના વિશેષ આશિર્વાદ છે તેમની સાથે.હવે પાપીઓની ખેર નથી." અભિષેકે કહ્યું.
પી.સી અને આદિત્ય ડરેલી હાલતમાં અભિષેકની સામે જોતા હતા.તેના ચહેરા પરનો તેજ અને આત્મવિશ્વાસ તેમને વધુ ડરાવી રહ્યો હતો.

******

અહીં સની અને વકીલસાહેબ પી.સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને કેતકીબેન અને પિયુષભાઇને મળવા ગયાં.તેમણે તેમને આદિત્યના તમામ કારસ્તાન કહ્યા.પોતાના દિકરાના આવા કામ માટે તેમને અત્યંત દુખ હતું.

અદિતિ પોતાના ભાઇની આ દશા માટે પોતાને જવાબદાર ઠેરવી રહી હતી.
"અંકલ,પ્લીઝ મને અને મમ્મી પપ્પાને ભાઇ પાસે લઇ જાઓેને.તેમને વિનંતી કરવી છે કે હવે બસ કરે."અદિતિએ બે હાથ જોડીને કહ્યું.

સની અને વકીલસાહેબ એકબીજાની સામે જોયું અને હકારમાં માથું હલાવ્યું.

"હવે આદિત્યને કદાચ તમે જ એટલે કે તેનો પરિવાર જ રોકી શકશે.ચલો અભિષેકના ફાર્મહાઉસ."

તે લોકો વકીલસાહેબની ગાડીમાં ત્યાં જવા નિકળી ગયાં.
*****

અહીં પી.સી ખુબજ ગુસ્સામાં હતો.તે પોતાનું ભાન ભુલી ગયો.
"હું ખેલ જ ખતમ કરું છું.અભિષેક,તે મને દવાનો ફોર્મ્યુલા ના આપ્યો કોઇ વાંધો નહીં.તે મને ફસાવ્યો.હવે તું મર."આટલું કહીને પી.સીએ પોતાના ખીસ્સામાંથી નાનકડી ગન કાઢી.

તે ગન તેણે અભિષેક તરફ તાકી.તેટલાંમાં દરવાજો તોડીને આશુ અને રુદ્ર અંદે દાખલ થયા.આદિત્ય અને પી.સી આઘાત પામ્યાં.

"પી.સી અને આદિત્ય,તમારો ખેલ ખતમ."આશુએ કહ્યું
અહીં રુદ્ર અને અભિષેક એકબીજાને જોઇને ભાવુક થઇ ગયાં.

ક્રમશ:

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 months ago

Hetal

Hetal 11 months ago

Kamini

Kamini 11 months ago

Neepa

Neepa 12 months ago