Rudrani ruhi - 131 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ-૧૩૧

રુદ્રની રુહી... - ભાગ-૧૩૧

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -131

રુદ્ર અને અભિષેક એકબીજાને જોઇને ખુબજ ભાવુક થઇ ગયાં.રુદ્ર અભિષેકને ગળે વળગી ગયો.તે બંને ભાઇઓ ખુબજ રડ્યાં.

"આઇ મીસ યુ મારી જાન."રુદ્ર રડતાં રડતાં બોલ્યો.

રુદ્રનું ધ્યાન અચાનક જ અભિષેકના પગે બાંધેલા પાટા પર ગયું.
"પગે શું થયું અભિષેક ? રુદ્રએ પુછ્યું.

"આદિત્યે ગોળી મારી હતી.કઇ નહીં પણ હવે સારું છે તું ગુસ્સે ના થઇશ."અભિષેક જાણતો હતો કે રુદ્ર હવે આ લોકોના હાલ ખરાબ કરશે.

"આશુ,પ્લીઝ મને થોડોક સમય આ લોકો સાથે એકલામાં આપી દે.મારે થોડો હિસાબ ચુકતે કરવાનો છે."રુદ્રએ કહ્યું.

આશુ બહાર જતો રહ્યો.બરાબર તે જ સમયે રુહી ત્યાં આવી.આટલા મહિનાઓ પછી આદિત્ય અને રુહી એકબીજાની સામે હતા.આદિત્ય રુહીને જોઇને પોતાના ભુતકાળમાં પાછો જતો રહ્યો.તે રુહી તરફ આગળ વધ્યો.

"રુહી."આદિત્ય રુહીની પાસે જવાનો જ હતો.અચાનક તેના મોંઢા પર એક મુક્કો પડ્યો.જે તેને રુદ્રએ માર્યો.
"ખબરદાર,મારી રુહીનું નામ લીધું છે તો."રુદ્રએ કહ્યું.

"તારી રુહી ક્યાંથી?એ તો મારી રુહી હતી અને રહેશે.હું છિનવીશ તેને તારી પાસેથી.મને મારી પત્ની અને મારો દિકરો પાછો જોઈએ."આદિત્ય બોલ્યો તેના પર અભિષેકની વાતની ઊંધી અસર થઇ હતી.

રુહીએ આગળ આવીને તેના ગાલ પર એક થપ્પડ મારી.
"શરમ આવવી જોઇએ તને.તું આદિત્ય શેઠ એક અપરાધી બની ગયો છે.છેલ્લા અમુક મહિનામાં અગણિત અપરાધ કર્યા તે.હજી કહું છું સુધરી જા.મમ્મીજી ,પપ્પાજી અને અદિતિ માટે.

આદિત્ય,જીવન બધાને એક ચાન્સ આપે છે અને આ તારો ચાન્સ છે સુધરવા માટે.રહી વાત મારી આદિત્યની પત્ની રુહી તોજ વખતે ગંગામાં ડુબીને મરી ગઇ હતી.જે વખતે તે મને કહ્યું હતું કે તું મને લેવા નહીં આવે અને તે મારા જીવતા હોવા છતા મને મૃત દેખાડી ત્યારે જ તારી પત્ની મરી ગઇ હતી.

આ તારી સામે ઊભી છેને તે રુહી તો છે પણ રુદ્રની રુહી છે.આત્મવિશ્વાસથી ભરપુર તારી પત્નીની જેમ ડરપોક અને નબળી નહીં.આ રુહીને મારતા પણ આવડે છે અને બોલતા પણ આવડે છે.

આદિત્ય,આ તારા બધાં ગુના સ્વિકારી લે અને સજા ભોગવીને એક નવું જીવન શરૂ કર."રુહીએ આદિત્યને કહ્યું.આદિત્યના મગજમાં ધુન સવાર હતી.અહીં આ બધી વાતોની ચક્કરમાં પી.સીએ ભાગવાનું નક્કી કર્યું.તેણે ગન લીધી અભિષેકને બાનમાં લીધો અને પાછળના દરવાજેથી ભાગ્યો.

આદિત્ય પણ આ જ તકની રાહમાં હતો તે પણ તેની સાથે દોડ્યો.રુદ્ર અને રુહી પણ તેની પાછળ ભાગ્યાં.તેમણે આશુને બોલાવવાનું ટાળ્યું.પાછળના ગેટ પર પોલીસ નહતી.પી.સી ભાગ્યો.અભિષેકના ફાર્મહાઉસની નજીક જ એક ઉંચી ટેકરી હતી.તે અભિષેકને ત્યાં લઇ ગયાં.

"અભિષેકને છોડી દે પી.સી.નહીંતર તારી હાલત ખુબજ ખરાબ થશે."રુદ્રએ કહ્યું.

રુદ્ર અને રુહી ખુબજ ગુસ્સામાં હતા.અભિષેકે પી.સીના હાથ પર માર્યું.જેથી ગન નીચે પડી ગઇ.અભિષેકને આજે ખુબજ ગુસ્સો આવ્યો.પોતાની વર્ષોની મહેનત તે વ્યક્તિએ બગાડવાની કોશીશ કરી,પોતાને કેદ કર્યો,પત્ની અને થવાવાળા બાળકથી દુર કર્યો.

અભિષેકને પગે ગોળી વાગી હોવા છતા તેણે પી.સીને ખુબજ માર્યો અહીં રુદ્ર પણ રુહી સાથે કરેલા દુરવ્યવહાર અને તેના દ્રારા અપાયેલા તમામ પાપનો હિસાબ ચુક્તે કરી રહ્યો હતો.

પી.સીએ અભિષેકને ધક્કોમાર્યો અને ભાગવાની કોશીશ કરી આશુએ બરાબર તે જ સમયે ત્યાં આવીને તેના પગે ગોળી મારી તેને એરેસ્ટ કર્યો.અહીં આદિત્ય જુનુનપુર્વક રુદ્ર સાથે લડી રહ્યો હતો.

બરાબર તે જ સમયે વકીલસાહેબ આદિત્યના માતાપિતા અને તેની બહેન અદિતિને લઇને આવ્યાં.

"બસ કર આદિત્ય."પિયુષભાઇએ કહ્યું.

"આદિત્ય બેટા,બહુ થયું હવે.આપણે ઝવેરી છીએ કોઈ ગુનેગાર નહીં."કેતકીબેને કહ્યું.

તે ત્રણેય જણા આદિત્ય પાસે ગયા.આદિત્યના મોંઢામાંથી લોહી નિકળતું હતું.કેતકીબેને પોતાના સાડીના છેડાથી તે સાફ કર્યું.તેના કપાળે આવેલો પરસેવો લુછ્યો.

તેના માથે પ્રેમભર્યો હાથ ફેરવ્યો.

"તું જન્મયોને ત્યારે મે છેને પુરી જ્ઞાતમાં પેંડા વંહેચ્યા હતા.તારા દાદાએ તારું નામ આદિત્ય પાડ્યું હતું.આદિત્ય સુર્યનું એક નામ છે.અમને બધાંને વિશ્વાસ હતો કે તું સૂરજની જેમ ચમકીશ અને અાપણા પરિવારનું નામ રોશન કરીશ.

તે આપણી દુકાન ખુબજ સરસ રીતે સંભાળી હતી.મને ખુબજ ગર્વ હતો તારા ઉપર.હું સંતુષ્ટ હતો સુખી સંપન્ન પરિવાર,આદિત્ય અને રુહી જેવા દિકરા વહુ અને આરુહ જેવો પૌત્ર.

બધું જ તો હતું બેટા પછી નાહક રૂપિયા પાછળ કેમ ભાગ્યો?"પિયુષભાઇએ કહ્યું.

"બેટા,આ બધા કામ આપણા કામ નથી.પોલીસને સરેન્ડર કરી લે.સજા ભોગવીને આવ આપણે નવેસરથી જીવન શરૂ કરીશું."કેતકીબેને આદિત્યનું માથું પોતાના ખોળામાં મુકતા કહ્યું.

"ભાઇ,મને માફ કરી દે.તારી આ હાલત માટે હું જવાબદાર છું.મે જ તને ચઢાવ્યો હતો.મારા ઉશ્કેરવા પર જ તું એક પછી એક ગુનો કરતો ગયો.ભાઇ,જ્યારે રુહીભાભી સાથે તારા લગ્ન થયા ત્યારે જ મારે તને રુચિ પાસે જતા રોકવો જોઇતો હતો.

ભાઇ,છોડી દે આ બધું.આ વેરઝેર છોડીને નવું જીવન શરૂ કર.મને માફ કરી દે.તને ખબર છે કે જબ્બારે મારી ઇજ્જત લુંટવાની કોશીશ કરી ત્યારે રુદ્રભાઇ અને રુહીભાભીએ જ મને મદદ કરી."અદિતિએ તે સમયે બનેલી બધી વાત કહી.

રુહી આગળ આવી અને આદિત્ય પાસે બેસીને તેનો હાથ પકડ્યો.
"બસ કર આદિત્ય,જે ગયું તે ભુલી જા નવેસરથી જીવન શરૂ કર."
આદિત્ય રુહીને ગળે લાગીને રડવા લાગ્યો.

"મને માફ કરી દે રુહી.પ્લીઝ.મારા જેવો કોઇ કમનસીબ નહીં હોય તારા જેવી પત્ની જે ભાગ્યે જ મળે તેની કિંમત ના સમજી.રુદ્ર,યુ આર વેરી લકી.ઝવેરી છું એ હિસાબે કહું તો રુહી જેવો હિરો પુરા વિશ્વમાં નથી."આદિત્યે કહ્યું.

"મે તને માફ કર્યો.જા તારી સજા પુરી કર."રુહીએ કહ્યું.પોલીસ પી.સી અને આદિત્યને લઇ ગઇ.

રુદ્ર અને રુહી દોડીને અભિષેકને ગળે લાગી ગયાં.

"મારા રુદ્રહી તમે બંને ગ્રેટ છો.મને બચાવી લીધો."આટલું કહીને અભિષેકે બંનેના કપાળને ચુમ્યાં.

અભિષેક મળી ગયાના સમાચાર હરિદ્વાર કાકાસાહેબ અને બધાં પાસે પહોંચી ગઇ હતી.રિતુ આ બધાંથી અજાણ તેજપ્રકાશજીના આશ્રમમાં ધર્મધ્યાનમાં પોતાનું જીવન સરળ બનાવીને વિતાવી રહી હતી.

લગભગ એક અઠવાડિયા પછી...

મેડિકલ કાઉન્સિલના તમામ ડોક્ટર્સ અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં હાજર હતા.

આજે અભિષેકની દવા અને તેના રીસર્ચને સામાન્ય જનતા અને સાઇકાઇટ્રીક વિભાગ માટે મુકવામાં આવ્યું હતું.

આજથી તે દવા અને ટ્રીટમેન્ટ થેરાપી તમામ મનોચિકિત્સક અભ્યાસ કરીને પોતાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાના હતા.

મનોચિકિત્સક વિભાગના ડિન ડો.નિર્વાનાએ અભિષેકને મેડલ અને સર્ટિફિકેટ આપીને તેનું સન્માન કર્યું.

કાકાસાહેબ,કાકીમાઁ,શોર્ય,રુચિ ,વકીલસાહેબ,પારિતોષ ,સમૃદ્ધિ,સની અને અભિષેકના રુદ્રહી બધાં જ તાલીઓથી તેને વધાવીને ઉત્સાહિત કરી રહ્યા હતાં.

અભિષેક સ્ટેજ પર બોલવા માટે આવ્યો
" મારી આ ઉપલબ્ધિ માટે મારા સાથી ડોક્ટર સમૃદ્ધિ અને પારિતોષનો ખાસ આભાર માનીશ.આ રીસર્ચે મને જીવનનો એકદમ મીઠો અને કડવો અનુભવ કરાવ્યો.

આ રીસર્ચે મને પી.સી જેવા માફિયાની કેદ અપાવી તો સામે વિશ્વાસ અપાવ્યો કે મારા રુદ્રહી મારી સાથે છે ત્યાંસુધી મને કશુંજ નહીં થાય.
આ રીસર્ચે જ મને મારી જીવનસાથી અપાવી.મારી રિતુ જે ગંગા નદીની જેમ પવિત્ર છે.

આ દવાનું નામ મે મારા રુદ્ર અને રુહી પર રાખ્યું છે.રુદ્રહી..આ દવાના ફાયદા અને ટ્રીટમેન્ટ વિશે વધુ કહેવા.

તે સિવાય મેન્ટલ હેલ્થ વિશે વધુ કહેવા માટે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ મીસીસ રુહી રુદ્રાક્ષ સિંહને."

આટલું કહી અભિષેક સ્ટેજ પરથી નીચે ઉતર્યો અને રુહી પાસે ગયો.રુહી ખુશી સાથે ઊભી થઇ.

સાંભળો રુહીની મેન્ટલ હેલ્થ પર સ્પિચ.રિતુ અને અભિષેકનુ મિલન અને મળો રુદ્રાક્ષીકાને આવતા અંતિમ ભાગમાં

સમય ના અભાવે ભાગ વધુ પડતો લાંબો થવાના કારણે અંતિમ ભાગ બે પાર્ટમાં વહેંચ્યો છે.આવતો ભાગ ૧૩૨મો અંતિમ ભાગ હશે.

આભાર

Rate & Review

maya shelat

maya shelat 1 month ago

Parash Dhulia

Parash Dhulia 3 months ago

Hetal

Hetal 11 months ago

Jinu Kapuriya

Jinu Kapuriya 11 months ago

Mili Joshi

Mili Joshi 12 months ago