Rudrani ruhi - 132 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | રુદ્રની રુહી... - ભાગ -132 (અંતિમ ભાગ)

રુદ્રની રુહી... - ભાગ -132 (અંતિમ ભાગ)


ગુલાબી રંગની સુંદર સાડીમાં રુહી ખુબજ જાજરમાન લાગી રહી હતી.તેના સાડીનો પલ્લુ હવામાં લહેરાઇ રહ્યો હતો.સુંદર લાંબાવાળને આજે સજા મળી હતી એટલે તે અંબોડામાં ગુંથાઇ ગયા હતા પણ એક રાહત હતી તેમના માટે કેમકે સુંગધીદાર ગુલાબી ગુલાબ તેમને સાથ આપી રહ્યા હતાં.

લાંબા કપાળ પર ગોળ લાલ ચાંદલો અને સેંથામાં રુદ્રના નામનું સિંદુર,તે રુદ્રની રુહી લાગી રહી હતી.તે સ્ટેજ પર આવી.તેના આવતા જ રુદ્ર,અભિષેક અને ડો.શ્યામ ત્રિવેદીએ ખુબજ જોરદાર તાલીઓથી તેને વધાવી.

રુહીએ બોલવાનું શરૂ કર્યું,
"અહીં આવેલા સૌનો હું આભાર માનું છું.અભિષેકની આ સફળતાની સેલિબ્રેશનમાં અહીં આવીને અમારો ઉત્સાહ વધારવા માટે આપનો આભાર.

કેટલા મહાન છે અભિષેકના વિચારો,તેની શોધ અને તે પોતે.આપણા સમાજમાં વર્ષોથી એક વસ્તુ જેને અવગણવામાં આવી છે તે છે માનસિક સ્થિતિ એટલે કે મેન્ટલ હેલ્થ.

તમને તાવ આવે,પેટમાં દુખે કે કોઇપણ શારીરિક તકલીફ થાય તુરંત જ તમે ડોક્ટર પાસે દોડીને જાઓ અને તેનો ઇલાજ કરાવો.ભલે તે ગરીબ હોય કે પૈસાદાર.શારીરિક તકલીફ તમે બિલકુલ સહન નથી કરતા તો માનસિક તકલીફ કેમ સહન કરો છો.

સામાન્ય થઇને ફરતો માણસ,હસતો માણસ,મજાક કરતો માણસ અંદરથી કેટલો સામાન્ય છે?કેટલે હસે છે? શું તે જાણવાની કોઇએ ક્યારેય કોશીશ કરી?

જવાબ છે ના.તમારી બાજુમાં બેસેલો માણસ મનથી કેટકો હારેલો છે તે તેના સિવાય કોઇ નથી જાણતું.પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યાં,મનગમતી ફિલ્ડમાં એડમીશન ના મળ્યું,બ્રેકઅપ થઇ ગયું.
જોબનું ટેન્શન,બોસની કચકચનું ટેન્શન,આર્થિક સંકડામણ આવા કેટલાય કારણો હશે જે અંદરને અંદર માણસને ખાઇ રહ્યું છે.

માનસિક રીતે બિમાર કરી રહ્યું છે.આપણી સોસાયટીમાં જ્યારે કોઇને કોઇપણ બિમારી થાયને ત્યારે તેનો ઇલાજ કરાવે,સગા સંબંધી તેની ખબર પુછવા જાય.

પણ જ્યારે કોઇ વ્યક્તિ માનસિક રીતે બિમાર થાય ત્યારે કેમ બધાંને શરમ આવે?તે વાત છુપાવીને રાખે.હાય હાય,કોઇને ખબર પડે તો?શું વિચારે કે એ તો ગાંડો કે ગાંડી છે?આપણા પરિવારનું કેટલું ખરાબ દેખાય.

પ્લીઝ,માનસિક તકલીફને ના અવગણો.આજે ડોક્ટર અભિષેક અને મારા પિતા ડો.શ્યામ ત્રિવેદી જેવા કેટલાય ડોક્ટર સતત કાર્યરત છે.તેઓ પોતાના પેશન્ટને ઠીક કરવા દિવસરાત એક કરે છે.

એક ગૃહિણી પોતાના જીવનના તમામ દિવસો રજા લીધાં વગર પોતાના ઘરને આપે છે.બદલામાં તે માત્ર પ્રેમ અને હુંફ માંગે છે.તેના બદલામાં તેને જો ઉપેક્ષા કે તિરસ્કાર આપવામાં આવે,તેને એમ કહીને ઉતારી પાડવામાં આવે કે તે કશુંજ નથી કરતી.શું તે યોગ્ય છે?

આજે હું મારા એટલે કે રુહી વિશે કહેવા માંગીશ.મારું નામ રુહી રુદ્રાક્ષ સિંહ છે.રુદ્રાક્ષ સિંહ મારા બીજા પતિ છે.પહેલા મને સતત અહેસાસ કરાવવામાં આવતો કે હું કશુંજ કામ સરખી રીતે નથી કરી શકતી.મને સતત અહેસાસ દેવડાવવામાં આવતો કે તું ગુડ ફોર નથીંગ છે.

મને સતત આ વાતો સાંભળીને માનસિક બિમારી થઇ ગઇ.જેના વિશે બહાર કહેવું પણ મને શરમમાં મુક્તું.મારા જીવનમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે મને રુદ્ર મળ્યાં.હું ગંગા નદીમાં ડુબી ગઇ હતી અને મારા પરિવાર અને પતિએ મને મરેલી સમજી,માન્યું કે મે આત્મહત્યા કરી લીધી.

હું પણ અભિષેકની પેશન્ટ છું અને હું આભારી છું તેની કે જે રીતે તેણે મને ઠીક કરી.આજે અમે એક નવું પગલું ઊઠાવવા જઇ રહ્યા છીએ.એક હેલ્પલાઇન જેનું નામ છે 'અમે છીએ તમારી સાથે' 'we are with you'.

આ હેલ્પલાઇન પુરા દેશમાં ટોલ ફ્રી રહેશે.અમે દરેક મોટા શહેરમાં અમારી મેન્ટલ હેલ્થ ટીમ રાખીશું.હવે આપ કોઇ એકલા નથી.આપની માનસિક બિમારી વિશે કે ડ્રિપેશન વિશે અમને જણાવો.અમે તમારી મદદ કરીશું તેમાંથી બહાર આવવા માટે.

હું મારા જીવનમાં આવેલા આ બદલાવ માટે ડો.અભિષેક અને મારા પતિ રુદ્રાક્ષ સિંહનો આભાર માનીશ.એક ગીતની બે પંક્તિ મારા પતિ માટે ગાવા માંગીશ.માફ કરજો મારો અવાજ એટલો મધુર નથી પણ મારો પ્રેમ તેમના માટે એકદમ પ્યોર છે.
"
તુમ જો આયે જિંદગી મેં બાત બન ગયી,
ઇશ્ક મઝહબ ઇશ્ક મેરી જાત બન ગઇ,

સપનેં તેરી ચાહતો કે સપનેં તેરી ચાહતો કે,
દેખતી હું અબ કઇ,
દિન હૈ સોના ઓર ચાંદી રાત બન ગઇ.
તુમ જો આયેં જિંદગી મેં બાત બન ગઇ.
"
રુહીનાં આ પ્રેમભર્યા અંદાજથી રુદ્રાક્ષ સિંહ આજે અભિભૂત થઇ ગયો.તેણે આસપાસ લોકોની ચિંતા કર્યા વગર પોતાની રુહીને પોતાના આલિંગનમાં સમાવીને ઊંચકી લીધી.

અહીં ડો.નિર્વાના,ડો.પારિતોષ અને ડો.સમૃદ્ધિ અભિષેકને ફાઇનલ ગુડ બાય કહેવા આવ્યાં હતાં.હવે અભિષેક હરિદ્વાર અને રુદ્રથી દુર રહેવા નહતો માંગતો.તેણે રુદ્રને વચન આપ્યું હતું કે તે આ રીસર્ચ પછી મુંબઇ છોડી દેશે. ડો.નિર્વાના,ડો.પારિતોષ અને ડો.સમૃદ્ધિએ ડો.અભિષેકને ખુબજ સરસ ફેરવેલ આપ્યું.

ચારેતરફ ડો.અભિષેકની વાહ વાહ હતી.તેમના કામને સ્વયં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ દ્રારા સરાહવામાં આવ્યું હતું.સાથે સાથે રુદ્ર અને રુહીના પ્રેમ અને વિશ્વાસની પ્રશંસા હતી.

તે લોકોએ ખુશીના આંસુ સાથે હંમેશાં માટે મુંબઇ છોડ્યું.પ્લેન અને રોડની લાંબી મુસાફરી કર્યા બાદ અંતે તે લોકો હરિદ્વારમાં આવ્યાં.સૌથી પહેલા તે ગંગામૈયા અને શિવજીના દર્શન કરવા ગયાં.

અહીં મંદિરમાં જ પુરો પરિવાર અભિષેક અને રુદ્રહીના સ્વાગત માટે તૈયાર હતો.હરિદ્વારમાં પણ અભિષેક અને રુદ્રહીની જ પ્રશંસા હતી.
તે ત્રણેયે કાકાસાહેબ અને કાકીમાઁના આશિર્વાદ લીધાં.
"અભિષેક ,કોઇ છે જેને હજી તારા આગમનની પ્રતિક્ષા છે.ચલ તેની પ્રતિક્ષાનો અંત આણીએ."કાકાસાહેબે કહ્યું.

અભિષેકે ભીની આંખોએ હકારમાં માથું હલાવ્યું.પુરો પરિવાર તેજપ્રકાશજીના આશ્રમ તરફ રવાના થયો.અંતે તે બધાં તેજપ્રકાશજીના આશ્રમ પહોંચ્યા.અભિષેક હવે બેબાકળો થયો હતો રિતુને મળવા.

આશ્રમના એક સેવકે તેમના જુતા અને મોબાઇલ બહાર મુકાવ્યાં.
"સ્વામીજી અને બેન અન્ય સાધકો સાથે સાધનાખંડમાં છે."તે સેવકે કહ્યું.તે બધાં તે સેવકની પાછળ ગયાં.માત્ર અભિષેક નહીં પણ બધાં જ રિતુને મળવા આતુર હતાં.

તે લોકો સાધનાખંડમાં દાખલ થયા.બધાંની નજર માત્ર રિતુને શોધતી હતી.વિશાળ સાધનાખંડમાં તેજપ્રકાશજીની બરાબર સામે ધ્યાનમાં ખોવાયેલી રિતુ અંતે બધાને દેખાઇ ગઇ.તેમનું ધ્યાન ખતમ થાય ત્યાંસુધી તેમને ત્યાં જ બેસવાનું તે સેવકે કહ્યું.

રિતુના ચહેરા પર તેજપ્રકાશજીના ચહેરા જેવું જ તેજ હતું.તેના ચહેરા પર સમતાભાવ હતા.આછા આસમાની રંગના ડ્રેસમાં તે ખુબજ સાદગીપૂર્ણ લાગી રહી હતી.અંતે એક કલાકની પ્રતિક્ષા પછી તેનું ધ્યાન ખતમ થયું.ધીમેધીમે બધાં સાધકો ત્યાંથી જતા રહ્યા.તેજપ્રકાશજી અને રિતુએ આંખ ખોલી.અભિષેક અને રિતુની આંખો મળી.અભિષેકની આંખો ભીની થઇ ગઇ.

આટલા દિવસના ધર્મ અને ધ્યાનથી રિતુમાં ખુબજ સમતાભાવ આવી ગયો હતો.તે અભિષેક પાસે ગઇ ચહેરા પર એક મંદ અને આત્મવિશ્વાસ વાળું સ્મિત ફરકાવ્યું.તેણે વાંકી વળીને તેના પતિના ચરણસ્પર્શ કર્યાં.

તેજપ્રકાશજીના ચહેરા પર વિજયી સ્મિત હતું.તેમણે જઇને રુદ્રહીના માથે હાથ મુક્યો.
"મે કહ્યું હતું ને કે રુદ્રહી જ શક્તિ છે.અભિષેક,તું પરીક્ષામાંથી ઉતીર્ણ થયો હવે જા તારી પત્ની અને આવનારા બાળકનું ધ્યાન રાખ.સારા અને સાચા લોકોનો સાથ શિવજી હંમેશાં આપે છે."તેજપ્રકાશજીએ બધાને આશિર્વાદ સાથે વિદાય આપી.

અહીં ઘરે કાકીમાઁએ રુદ્રહી અને અભિરિનું ખુબજ શાનદાર સ્વાગત કર્યું.તેમની નજર ઉતારી.નાનકડો આરુહ પોતાના માતાપિતાને ગળે મળીને રડી રહ્યો હતો.
"મમ્મી પપ્પા,પ્રોમિસ મી કે આજ પછી આટલા બધાં દિવસ મને મુકીને ક્યાંય નહીં જાઓ."આરુહે ફરિયાદ વાળા સ્વરમાં કહ્યું.
"પ્રોમિસ"રુદ્રહી એકસાથે બોલ્યા.
આરુહે તેમને નીચે પોતાની પાસે ખેંચ્યા અને તેમના કાનમાં કહ્યું,"મમ્મી પપ્પા,મારી બેબી સિસ્ટર ક્યારે આવશે?"

આરુહના પ્રશ્નથી રુદ્રના ચહેરા પર શરારતી હાસ્ય હતું જ્યારે રુહી શરમાઇને નકલી ગુસ્સે થઇ.

રિતુ અને અભિષેક પોતાના બેડરૂમમાં હતા.રિતુ અભિષેકની છાતી પર માથું મુકીને આંખો બંધ કરીને તેના સ્પર્શનો અહેસાસ માણી રહી હતી.તેણે રિતુને બધી વાત જણાવી.રિતુ સ્વસ્થ હતી બધું જાણ્યાં પછી પણ.

"મને ગર્વ છે તારા પર રિતુ જે રીતે તે તારી જાતને સંભાળી તેના જેટલા વખાણ કરું તેટલા ઓછા છે."અભિષેકે કહ્યું.

રિતુ અભિષેકના મોંઢા પર હાથ રાખે છે અને તેની આશ્લેષમાં ખોવાઇ ગઇ.

થોડાક મહિનાઓ પછી....
હરિદ્વારની મોટી ગાયનેક હોસ્પિટલમાં....

રિતુ અને રુચિ અલગ અલગ ઓપરેશન થીયેટરમાં હતા.રુચિનું ઓપરેશન કરવું પડે એમ હતું જ્યારે રિતુને ચિંતામાં દુખાવો ઉપડ્યો હતો.

શોર્ય અને અભિષેક સખત ચિંતામાં હતા.તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા.જ્યારે રુદ્ર તેમને હિંમત આપવાની કોશીશ કરી રહ્યો હતો.

"આટલી બધી વાર હોય?કેટલી ચિસો પડાવશે ?મને ખુબજ ચિંતા થાય છે."અભિષેક સખત ચિંતામાં હતો.

"અભિષેક ,તું ડોક્ટર છે."છેલ્લા અડધા કલાકથી તે ત્રણેયના નાટકથી કંટાળેલી રુહી બોલી.

" રુહીભાભી,આ રુચિને લઇ ગયે આટલો ટાઇમ થયો.કેટલી વાર લાગશે હજી?કહેવાનો મતલબ છે કે અંદર જ રાખશે શું?"શોર્યે પુછ્યું.

"શોર્ય,આ પ્રશ્ન તે મને ત્રીજી વાર પુછ્યો.એક વધારે વાર પુછ્યોને તો માર ખાઇશ"રુહી ગુસ્સે થઇ.

"રુહી,તું આવી હાલતમાં સ્ટ્રેસ ના લે.તને ચોથો મહિનો ચાલે છે.આ લોકોનું આમ જ ચાલશે.મને તો ચિંતા એક જ વાતની છે કે તારી ડિલિવરી વખતે રુદ્રને કોણ સંભાળશે?"કાકીમાઁ બોલ્યા

રુહી નવેસરથી ચિંતામાં આવી ગઇ.થોડીક વારમાં રિતુની ચિસો બંધ થઇ.નર્સ બહાર આવી
"કાકી,કુંવર જન્મયો છે."તે નર્સ ખુશી સાથે બોલી.તેને ઈનામની આશા હતી.
"જા.."કાકીમાઁ થોડાક અપસેટ થયા.
"મને તો આશા હતી કે દિકરી આવશે.છેલ્લી કેટલીય પેઢીઓથી લક્ષ્મીદેવી નથી અવતર્યા."

બધાં ખુબજ ખુશ હતા.અભિષેક રિતુ અને પોતાના બાળકને જોવા ભાગ્યો.થોડીક વાર પછી સમાચાર આવ્યાં કે રુચિએ પણ દિકરાને જન્મ આપ્યો છે.

રઘુવીર સિંહના પરિવારમાં આજે ચારેય તરફ ખુશીઓ જ હતી.

બિજા થોડાક મહિના પછી બિલકુલ તે જ સિચ્યુએશન પણ અહીં પુરી હોસ્પિટલમાં ભુકંપ આવેલો હતો.ઓપરેશન થિયેટરમાં જેટલી વાર રુહી ચિસ પાડે તેટલી વાર રુદ્ર ચિસ પાડીને ગુસ્સો કરે.તેણે પુરી હોસ્પિટલ માથે લીધી હતી.કાકાસાહેબ,કાકીમાઁ,અભિષેક,શોર્ય,સની બધાં ત્યાં જ હાજર હતા પણ તે બધાં તેને શાંત કરવામાં નિષ્ફળ હતાં.

અંતે રુહીની ચિસો અને રુદ્રનો ગુસ્સો એકસાથે શાંત થયા.જેની બધાને આશા હતી તે જ થયું.રુદ્રહીને એક સુંદર દિકરી અવતરી.કાકીમાઁની બાધા પુરી થઇ.
"મારી રુદ્રાક્ષીકા આવી ગઇ.ત્રણ ભાઇઓની એક લાડકી બેન."

રુદ્ર અને આરુહ રુહીને જોવા ગયા.આરુહ રુહીને ગળે લાગીને પોતાની બહેનને જોવામાં લાગી ગયો.જ્યારે રુદ્ર રુહીનું કપાળ ચુમ્યું.

રુદ્રહીનો પરિવાર આજે સંપૂર્ણ થયો..

ત્રણ વર્ષ પછી....
હરિદ્વાર સેન્ટ્રલ જેલની બહારનું દ્રશ્ય.

આદિત્યને તેના તમામ ગુના માટે કુલ પાંચ વર્ષની સજા થઇ હતી પણ જેલમાં તેના સારા વ્યવહાર માટે અને રુહી અને રુચિના દ્રારા કેસ પાછા લેવાના કારણે તે આજે વહેલો મુક્ત થવાનો હતો.જેલમાં રહી સારા સારા પુસ્તકો વાંચીને તે સુધરી ગયો હતો.તેના મનમાસ લાલચની જગ્યાએ સારા વિચારોએ લીધી હતી.

જેલનીબહાર આજે તેનો પુરો પરિવાર હાજર હતો.પિયુષભાઇ અને કેતકીબેનના ચહેરા પર આજે વર્ષો બાદ ખુશી આવી હતી.મનોજ અને અદિતિ પણ તેમની બે વર્ષની દિકરી સાથે ઊભા હતા.બધાં ના આશ્ચર્ય વચ્ચે કોઇ હાજર હતું તો તે રુદ્ર,રુહી,આરુહ અને રુદ્રાક્ષીકા હતા.

નટખટ,નાનકડી રુદ્રાક્ષીકાની પાછળ મોટો થયેલો આરુહ દોડી દોડીને થાક્યો હતો છતાપણ ચહેરા પર ખુશી હતી.આદિત્ય બહાર આવ્યો.તે બધાને ગળે મળ્યો.અંતે તે રુહી પાસે ગયો.તેની સામે બે હાથ જોડીને ઊભેલા આદિત્ય પોતાની લાગણી પર કાબુ ના રાખી શક્યો.તે રડી પડ્યો.

"રુહી,તું અને તારા પતિ રુદ્ર ખરેખર મહાન છે.મારા પરનો કેસ પાછો લેવા તમારો આભાર."આદિત્યે કહ્યું.

"બસ આદિત્ય ,જે થયું તે ભુલી જા.હજી તું યુવાન છે.મનોજની મિત્ર માયા ખુબજ સારી છોકરી છે.તેના પતિ હવે આ દુનિયામાં નથી.તેની સાથે લગ્ન કરી તેને નવું જીવન આપીને તું પણ નવા જીવનની ખુશીઓ માણ.સુખેથી જીવ.મનમાં રાગદ્રેષ રાખ્યા વગર જીવ.ઓલ ધ બેસ્ટ."રુહીએ કહ્યું.રુદ્રએ આદિત્યનો ખભો થપથપાવ્યો.

રુદ્રની આત્મવિશ્વાસથી ભરપુર રુહીને જોઈ આદિત્ય આશ્ચર્ય પામ્યો.તેનો આભાર માન્યો.પોતાના દિકરાને જોઇને થોડા ભાવુક બનેલા આદિત્યે પોતાને સંભાળીને પોતાના માતાપિતા સાથે નવા જીવન તરફ પગ વધાર્યા.માયા સાથે લગ્ન કરીને તેણે નવું જીવન શરૂ કર્યું.

હરિદ્વારમાં ફરીથી મહાપુજાનું આયોજન થયું હતું.પુજા સમાપ્ત થતાં ગંગા નદીમાં ડુબકી લગાવવાની હતી.અાજે ફરીથી રુહી ડુબકી લગાવવાની હતી પણ અાજે તે ડરેલી નહતી.તેણે પોતાના પતિ રુદ્ર અને દિકરા આરુહનો હાથ પકડીને ડુબકી લગાવી.

"હર હર મહાદેવ..હર હર ગંગે."ના નારા સાથે તેણે આત્મવિશ્વાસ સાથે ડુબકી લગાવી.

સમાપ્ત.

નમસ્કાર વાચકમિત્રો,

શું કહું ?વિચાર્યું હતું છેલ્લાભાગમાં આ લખીશ તે લખીશ.આજે શબ્દો જ નથી મારી પાસે.રુદ્રની રુહીનો આ સફર અવિસ્મરણીય રહ્યો.એક સાવ સામાન્ય શરૂઆત ધરાવતી નવલકથા મે જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સપનામાં પણ નહતું વિચાર્યું કે તમારા બધાનો આટલો પ્રેમ અને સાથ મળશે.

રુદ્રાક્ષ સિંહ,યુવતીઓનો સપનાનો રાજકુમાર બની ગયો જાણે.સોહામણો,ખડતલ,મજબુત અને પ્રેમાળ રુદ્રાક્ષ સિંહ જ દરેક પરિસ્થિતિને પહોંચી વળે.તેમા પણ જ્યારે રુહી જેવી જીવનસાથી હોય તો શું કહેવું.

રુદ્રના સાથ ,સહકાર અને પ્રેમે જ રુહીને નવો આત્મવિશ્વાસ અને હિંમત આપી તેને એક નવું જ રૂપ આપ્યું.આજે મારું હ્રદય થોડુંક ઉદાસ છે અને આંખો ભીની.

રુદ્ર અને રુહીનો આ અદભુત સફર અાજે અહીં પુરો થયો.તેનો અર્થ એ બિલકુલ નથી કે આપણો સાથ પુરો થયો.તમે મારો સાથ આગળ પણ આમ જ આપતા રહેશો તેની મને ખાત્રી છે.

મારા તમામ વાંચકોનો ખુબ ખુબ આભાર🙏.

મારી નવલકથા લખવાની શરૂઆત કે જે એક અવાજથી થઇ હતી તે આજે રુદ્રની રુહી એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસનીકહાની પર આવી છે.

કલમ નથી અટકી અને તમારો સાથ રહેશે તો આગળ પણ નહીં અટકે.
મારી અત્યાર સુધીની નવલકથા નીચે મુજબ છે.આપે તે ના વાંચી હોય તો જરૂર વાંચીને પ્રતિભાવ આપજો.

-- એક અવાજ
--યે પ્યાર કી કહાની
-- ડ્રિમ સ્ટોરી..વન લાઇફ વન ડ્રિમ
--વોન્ટેડ લવ..લવની શોધમાં.
-- રુદ્રની રુહી..એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની
--વોન્ટેડ લવ...સાચા લવની શોધ 2.0 ( લાઇવ ધારાવાહિક )
-- જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ.(લઘુનવલ )

હવે આવી રહી છે મારી નવી નવલકથા વોન્ટેડ લવ સ્પિન ઓફ..સ્પિન ઓફ એટલે વોન્ટેડ લવના બે પાત્રોના જીવન પર આધારિત એક નવી નવલકથા.

વોન્ટેડ લવના બે પાત્રો એલ્વિસ અને કિઆરાની એક અનોખી અને અનકહી ટ્વિસ્ટેડ લવસ્ટોરી.

ડેશિંગ સુપરસ્ટાર...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી.


આવતા સોમવાર અને ગુરુવારથી.
વોન્ટેડ લવ સાચા લવની શોધ પાર્ટ ૨ રવિવાર અને બુધવારે.

રુદ્રની રુહીની સિઝન ૨ પણ જરૂર લખીશ.મે થોડું ઘણું વિચાર્યું છે.પણ તેમા થોડો સમય લાગશે.ત્યાં સુધી મારી નવી શરૂ થઇ રહેલી નવલકથા જરૂર વાંચજો.

આજનો આ અંતિમ ભાગ આપને કેવો લાગ્યો તે જરૂર જણાવશો.આપને આ નવલકથામાં શું ગમ્યું?રુદ્ર અને રુહીના પ્રેમ વિશે.મારી સાથે આપના આ નવલકથા વાંચવાના અનુભવ જરૂર શેયર કરજો.રુદ્રની રુહીનો આપનો સફર કેવો રહ્યો વિસ્તારપૂર્વક જણાવશો.

આપ સૌના પ્રતિભાવ વાંચવા હું ખુબજ આતુર છું.જેને કદાચ આજ સુધી ક્યારેય પ્રતિભાવ ના આપ્યાં હોય તેમને પણ વિનંતી કે આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો.

હા વોન્ટેડ લવ...સાચા લવની શોધ ૨.૦ વાંચવાનું ચાલું રાખજો.તેને પણ રુદ્રની રુહીની જેમ વધાવશો.કાયના અને રનબીરની પ્રેમકહાની હવે રોમાંચક મોડ પર છે.

આપના અભૂતપૂર્વ રેટિંગ્સ ,પ્રતિભાવની રાહમાં.

ધન્યવાદ,
રીન્કુ શાહ.

Rate & Review

sandip dudani

sandip dudani 11 months ago

Nipa Shah

Nipa Shah 3 weeks ago

sonal

sonal 1 month ago

Riddhi Shah

Riddhi Shah 1 month ago

maya shelat

maya shelat 1 month ago