Dashing Superstar - 9 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-9

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-9


(કિઆરા એલ્વિસ વિશે ગુગલ અને અહાના પાસેથી માહિતી મેળવે છે.આયાન તેના માતાપિતા સાથે જાનકીવીલામા આવ્યો હતો તેની બર્થ ડે પાર્ટીનું ઇન્વીટેશન આપવા.અકીરા એલ્વિસને મળવા આવે છે.તે એલ્વિસને એકલામાં મળવા આવે છે.તે અજયકુમાર વિશે તેને જણાવવાની જગ્યાએ તે રડવા લાગે છે)

અકીરા કઇપણ કહેવાની જગ્યાએ રડ્યા જ કરતી હતી.
"ફોર ગોડ સેક અકીરા,રડવાનું બંધ કરીને મને જણાવીશ કે શું વાત છે?જો મે દવા લીધી છે મારે આરામ કરવો છે."એલ્વિસે કંટાળીને કહ્યું.
અકીરાએ જોયું કે તેના આંસુની એલ્વિસ પર કોઇ અસર નથી થઇ રહી.તે તેના મોબાઇલમાં કઇંક જોયા કરતો હતો.

"એલ્વિસ સર,અાજે અજયકુમારે મને તેમની વેનીટીવેનમાં બોલાવી અને તેમણે મારી મજબુરીનો ફાયદો ઉઠાવ્યો.પછી તેમણે મને કહ્યું કે હું તમારી વેનમાં આવીને થોડો સમય પસાર કરું અને પછી તમારા પર રેપનો આરોપ મુકુ.

તેમણે મને ધમકી આપી કે અગર હું તેમની વાત નહીં માનું તો આ દિવસ મારો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લો દિવસ હશે.હું મનોમન ભગવાનને પ્રાથર્ના કરતી હતી કે મને બચાવી લે.હું તમારા પર ખોટો આરોપ નહતો મુકવા માંગતી."અકીરાએ સાચું કહ્યું.
એલ્વિસને આ બધી વાતો સાંભળીને સહેજ પણ આશ્ચર્ય ના થયું કે ના તેને આઘાત લાગ્યો.તે હસવા લાગ્યો અને બોલ્યો,"આ ક્યારેય નહીં સુધરે.તે મને આ ઇન્ડસ્ટ્રીમાં બદનામ કરવા માંગે છે.તે પેલા દિવસનો બદલો લેવા માંગે છે.હાઉ સીલી.મૂર્ખ છે તે એક નંબર નો."

અકીરાએ હવે એલ્વિસની નજીક જવાની કોશીશ કરી.એલ્વિસને પાણી પીવું હતું.અકીરાએ તેને પાણી આપ્યું.તેની પાસે જઇને બેસી.
"એલ્વિસ સર,તમે ખૂબ જ સારા છો.તે દિવસે તમે મને ચાન્સ આપીને મારા પર મોટો ઉપકાર કર્યો.હું તમારો ઉપકાર કેવીરીતે ઉતારીશ"આટલું કહીને અકીરાએ એલ્વિસની નજીક જવાની કોશીશ કરી.

"એલ ,તમે મને ખૂબ જ ગમો છો.તમે કેટલા સારા છો?કેટલા હેન્ડસમ છો?"અકીરાએ તેની આંગળીઓ
એલ્વિસના વાળમાં ફેરવી.એલ્વિસે તેને ધક્કો માર્યો અને વિન્સેન્ટને બોલાવ્યો.

"જો અકીરા તારા જેવી ઘણીબધી હિરોઇનો અને મોડેલ્સ આવી.તને શું લાગે છે મારા ગુડ લુક્સ પર મરવાવાળી તું પહેલી નથી.તું એક સારી એકટ્રેસ અને ડાન્સર છો.તું તારું ધ્યાન તારી એકટીંગ અને ડાન્સીંગ પર આપીશને તો મોટી સ્ટાર બની શકીશ.

અજયકુમાર જેવા વરુઓ તને દરેક પગલે મળશે.તારે તારું આત્મસન્માન કેવીરીતે જાળવવું તે તારે નક્કી કરવાનું.રહી વાત મારી પસંદની કે દુનિયા જાણે છે કે મારા જીવનનો પહેલો પ્રેમ જ મારો અંતિમ પ્રેમ હતો પણ હવે વાત બદલાઇ ગઇ છે.કોઇ છે જેણે મારા હ્રદયના સુના દરવાજા પર દસ્તક આપીને ગયું છે.તો થેંક યુ કે તે મને અજયકુમારના બદઇરાદા વિશે જણાવ્યુ.તું જઇ શકે છે."

"અને હા અકીરા ખબરદાર કે તે એલ્વિસ વિશે ખરાબ બોલવાની કે તેના પર ખોટો આરોપ મુકવાની કોશીસ કરી.કેમ કે હું આ રૂમમાંથી બહાર ગયોને ત્યારે આ ડિવાઇસ તારા પર્સ પર આ ડિવાઇસ લગાવીને ગયો હતો.જેમા તે જે બોલ્યુ તે બધું જ રેકોર્ડ થયું છે.બરાબર બાય અકીરા."વિન્સેન્ટે કહ્યું.

અકીરા ગુસ્સામાં ધુંઆપુંઆ થતી જતી રહી.તેના જતા જ એલ્વિસ અને વિન્સેન્ટ હસવા લાગ્યાં.

એલ્વિસ છુપાઇને પાડેલા કિઆરાના ફોટા સામે જોઇ રહી હતી.
"શું નામ હશે તારું? કોને પુછુ પણ હવે તને મળવું જ પડશે.આઇ થીંક આઇ એમ ઇન લવ...લવ એટ ફર્સ્ટ સાઇટ."એલ્વિસે કહ્યું.

"હમ્મ,મળવું પડશે તને ફરીથી હું કાલે જ રનબીરને મળવાના બહાને જઇશ અને તેનું નામ જાણીશ."એલ્વિસે કહ્યું.

"એલ,તું પાગલ થયો છે.માની લે કે તે છોકરી તે ઘરમાં ના રહેતી હોય તો?અને બીજી વાત તારા હાથમાં એર ક્રેક છે.તે ઠીક ના થાય ત્યાંસુધી તો નહીં જ જાય.તારા શુટીંગ પણ બધાં તારા કોચીસ હેન્ડલ કરી લેશે.મારે ઓલમોસ્ટ બધાં ડાયરેક્ટર સાથે વાત થઇ ગઇ છે."વિન્સેન્ટે કહ્યું.

"તું બહુ જ ખરાબ છે.તું પ્રેમનો દુશ્મન છે.અમારિ લવસ્ટોરીમાં તું એક નંબરનો વિલન છે.વિલન વિન્સેન્ટ ડિસોઝા."એલ્વિસ મોઢું બગાડીને બોલ્યો.

વિન્સેન્ટને તેની વાત પર હસવું આવ્યું.
"એલ,એક અઠવાડિયાની વાત છે.તારા હાથમાં થયેલી એર ક્રેક જલ્દી ઠીક થઇ જશે.ત્યાંસુધી તું એનો ફોટો જોયા કર."વિન્સેન્ટ આટલું કહીને જતો રહ્યો.

અહીં કિઆરા રાત્રે ઉંઘી નહતી શકી.વારંવાર આયાનના વિચાર આવતા જે તેને ખૂબ જ ગુસ્સો અપાવતા.
"હે ભગવાન,ના ઇચ્છતા મારે તે આયાનની બર્થ ડે પાર્ટીમાં જવું પડશે તે પણ પુરા પરિવાર સાથે.મને તો ડર લાગે છે કે આ દાદી જબરદસ્તી મને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તે આયાન સાથે પરણાવી ના દે."..કિઆરાને આટલું વિચારતા જ એલ્વિસનો વિચાર આવ્યો.તે સોશિયલ મીડિયા પર તેની પ્રોફાઇલ જોઇ રહી હતી.તેના ફોટોગ્રાફ્સ ખૂબ જ આકર્ષક હતા.તેના મોટા ભાગના ફોટોગ્રાફ્સ જીમના અથવા તો ડાન્સના હતા.

અનાયાસે કિઆરાથી તેની પ્રોફાઇલ લાઇફ થઇ ગઇ.
"હે ભગવાન,શું કરું?અનફોલો કરી લઉં?"કિઆરા ઇચ્છવા છતા તેને અનફોલો નથી કરી શકતી.અહીં એલ્વિસને આરામ કરવાનો હતો.તે મોબાઇલમાં સમયપસાર કરી રહ્યો હતો.અચાનક તેને નોટીફીકેશન આવ્યું કે કિઆરા શેખાવત ફોલો યુ.જેને એલ્વિસ ઇગ્નોર કરી દીધું.

લગભગ દસ દિવસ પછી
એલ્વિસના હાથમાં સામાન્ય પાટો હતો.તેને ઘણું સારું હતું.તે તૈયાર થઇ રહ્યો હતો જાનકીવીલામાં જવા માટે.વિન્સેન્ટ તેના ચહેરા પર ચમક અને ઉત્તેજના જોઇને હસી રહ્યો હતો.

એલ્વિસે તેનું ફેવરિટ વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યું હતું.ગળામાં ક્રોસનું પેન્ડલ લટકતું હતું.તેના વ્હાઇટ શર્ટમાંથી તેનું કસરતી શરીર સ્પષ્ટ દેખાતું હતું.તેના બાવળા,સિક્સ પેક્સ વાળું મજબુત શરીર.

"લાગે છે મારો ભાઇ આજે તેને પોતાના પ્રેમમાં પાડીને જ આવશે.કિલર લાગી રહ્યો છે.હું છોકરી હોતને તો હું તને કિસ કરી લેત."વિન્સેન્ટે કહ્યું.એલ્વિસે તેની મોહક સ્માઇલ આપી અને ગાડી લઇને નિકળ્યો.

એલ્વિસ પ્રેયર કરીને નિકળ્યો.જાનકીવિલા સુધીનો પંદરથી વીસ મીનીટનો રસ્તો તેને આજે કલાકો જેવો લાગતો હતો.તે ખૂબ જ નર્વસ થઇ રહ્યો હતો.જેમજેમ જાનકીવિલા નજીક આવ્યું.તેણે ધ્રુજતા હાથે બેલ વગાડ્યો.અહીં કિઆરા દરવાજો ખોલવા ઊભી થઇ.તેણે દરવાજો ખોલ્યો.

સામે હાથમાં ફુલો લઇને એલ્વિસ ઊભો હતો.કિઆરાને જોઇને તે પોતાના હોશ ખોઇ બેસ્યો.તેનું હ્રદય એક ધબકારો ચુકી ગયું.એલ્વિસ તેને ધારીધારીને જોવા લાગ્યો.કિઆરા મરુન કુરતી અને સફેદ પાયજામામાં એકદમ સિમ્પલ પણ સુંદર લાગી રહી હતી.કિઆરા પણ એલ્વિસને જોતી જ રહી ગઇ.

કિઆરાએ નોટિસ કર્યું કે એલ્વિસ તેને તાકી રહ્યો હતો.એલ્વિસે વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમ પહેર્યુ હતું.તેનું કસરતી શરીર તે ચુસ્ત વ્હાઇટ શર્ટમાં દેખાતું હતું.ગળામાં ક્રોસનું પેન્ડલ લટકતું હતું.તે ખુબજ હેન્ડસમ લાગતો હતો.

"કિઆરા,કોણ છે,બેટા?" જાનકીદેવીએ પુછ્યું.

"કિઆરા."એલ્વિસ ખુશ થઇ ગયો.અંતે તેને પોતાની હ્રદયની રાણીનું નામ જાણવા મળી ગયું હતું.

"વાઉ બ્યુટીફુલ નેમ."એલ્વિસ બોલ્યો.

તે અંદર ગયો.તેને અંદર જોઇને બધાં આશ્ચર્ય પામ્યાં.
"સોરી,આંટી અંકલ હું આજે વગર બોલાવ્યે આવી ગયો પણ શું કરું? પહેલી વાર મે આટલો મોટો અને સુંદર પરિવાર જોયો છે.તમે બધાં કેટલા પ્રેમાળ છો.

હું મારી જાતને રોકી ના શક્યો.શું કરું અનાથ છું ને.સોરી."એલ્વિસે કહ્યું.

તેણે ત્રાંસી આંખે કિઆરા સામે જોયું.અનાયાસે કિઆરાએ પણ બરાબર તે જ સમયે તેની સામે જોયું.

"આજ પછી અનાથ છું એમ ના બોલતો.જ્યારે મન થાય ત્યારે તારું જ ઘર સમજીને આવી જજે.ચલ બેસ નાસ્તો કર.હું તને બધાની ઓળખાણ કરાવું."શ્રીરામ શેખાવતે કહ્યું.તેમણે બધાની ઓળખાણ કરાવી.જેના પરથી એલ્વિસને કિઆરાનું નામ ,તેના માતાપિતા વિશે અને તે કોલેજના કયા વર્ષમાં અભ્યાસ કરે છે તે જાણવા મળ્યું.

"દાદુ,હું કોલેજ જવા નિકળું."કિઆરાએ કહ્યું.

"કિઆરા,બેટા તારે કોલેજ ટેક્સીમાં જવું પડશે.આજે ડ્રાઇવર રજા પર છે."શ્રીરામ શેખાવતે કહ્યું.

"ઓહ,હું નિકળું બહુ લેટ છું અને ડ્રાઇવર રજા પર છે.હું શું કરું?"કિઅારા નિરાશ થઇને બોલી

"અમ્મ,તમારી કોલેજ કઇ છે?"એલ્વિસે પુછ્યું.
કિઅારાએ તેની કોલેજનું નામ કહ્યું.

"ઓહ,શ્રીરામ અંકલ મારે પણ અનાયાસે તે બાજુએ જ રીહર્સલ માટે જવાનું છે.તમને વાંધો ના હોય તો કિઆરાને હું કોલેજ ઊતારી દઉં?"એલ્વિસે પુછ્યું.
શ્રીરામ શેખાવતે હા પાડી.
એલ્વિસના મનમાં જંગ જીત્યા જેવી ખુશી હતી.આજે તે કોઇપણ ભોગે કિઆરા સાથે દોસ્તી કરવા માંગતો હતો તેનો નંબર લેવા માંગતો હતો.અેલ્વિસ અને કિઅારા નિકળી ગયા.

"જઇશું?"એલ્વિસે ઊભા થતાં કહ્યું.કિઆરાને એક અજીબ નર્વસનેસ થઇ.તેણે હકારમાં માથું હલાવ્યું.
એલ્વિસ અને કિઆરા બહાર આવ્યાં.એલ્વિસની શાનદાર કાર જોઇને કિઆરા આશ્ચર્ય પામી.

"વાઉ,તમારી કાર તો બ્યુટીફુલ છે.એલ્વિસ બેન્જામિન,રાઇટ?"કિઆરાએ એલને પુછ્યું.

એલ્વિસ જે મોટા મોટા સ્ટેજ પર કોઇપણ ડર વગર ડાન્સ કરતો,સ્પિચ આપતો કે હોસ્ટ કરતો.તે અાજે એક છોકરી સાથે વાત કરતા સાવ નર્વસ થઇ ગયો હતો.કિઆરાનો અહેસાસ અને તેની સુંગધ તેને મદહોશ કરી રહી હતી.

"તમે ખૂબ જ સુંદર છો અને તમારું નામ કિઆરા.સુર્યનું પહેલું કિરણ."એલ્વિસ બોલ્યો.જવાબમાં કિઆરા હસીને ગાડીમાં બેસી ગઇ.

"જઇશું મિ.ડેશિંગ સુપરસ્ટાર?મને લેટ થાય છે."કિઆરા હસીને બોલી.એલ્વિસે એજ ક્યુટ સ્માઇલ આપ્યું અને ગાડીમાં બેસ્યો.તેના જીવનની આજે નવી શરૂઆત હતી.

શું અકીરા એલ્વિસને પામવા કઇ નવી ચાલ ચાલશે?
કેવી રહેશે આ કાર રાઇડ?
આયાનની બર્થડે પાર્ટીમાં શું થશે?
જાણવા વાંચતા રહો.


નમસ્કાર વાચકમિત્રો,


આપને આ ધારાવાહિક કેવી લાગી રહી છે.તે આપના અમુલ્ય પ્રતિભાવ આપીને અવશ્ય જણાવશો.આપના પ્રતિભાવ મને વધુ લખવા પ્રેરે છે.આ સિવાય મારી અન્ય ધારાવાહિક વોન્ટેડ લવ સાચા લવની શોધ કેવી લાગી રહી છે તે પણ પ્રતિભાવમાં જણાવજો.

બંને ધારાવાહિકમાં આપને કયું પાત્ર વધુ ગમે છે અને કેમ તે જરૂર જણાવજો.વાંચીને રેટિંગ્સ પણ જરૂર આપજો.


ધન્યવાદ

રીન્કુ શાહ

Rate & Review

Sheetal

Sheetal 11 months ago

Vaishali

Vaishali 11 months ago

Nalini

Nalini 1 year ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Share