THE DEPLOMACY elemant gone enimy - 5 in Gujarati Novel Episodes by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 5

THE DEPLOMACY elemant gone enimy - 5

અમેરિકન ડોમેસ્ટિક એમ્બેસી ના લેન્ડલાઈન ફોનની રીંગ સાથે રીસીવર ઊઠે છે અને અહીં વ્હાઈટ હાઉસના પ્રેસિડેન્ટ મિસ્ટર ક્રિસ્ટોફર જોબ્સ તેમનું રીસીવર મૂકે છે.

આ ઘટનાની પૂર્ણાહુતિ ની બેજ સેકન્ડ પછી ભારતના પંજાબ પ્રાંતના ચંડીગઢ વિસ્તાર માં એક બોમ્બ વિસ્ફોટ થાય છે જેમાં ચાર લોકોના મૃત્યુ થાય છે.

એ સંભાવના ને નકારી નથી શકાતી કે પહેલા જનરલ ઝિયા ઉલ હકની ન્યુકતી હશે અને પછી કદાચ અમેરિકા ને સંડોવવામાં આવ્યું હોય.

આની પાછળ એક જ કારણ હોઈ શકે છે કે કદાચ ભલે જીયા ul haq બેટલ બીલીવીંગ કે પછી હિંસાચાર માં માનતા હોય પરંતુ તેઓ કોઈપણ સંજોગોમાં પોલિટિકલ એસેસીનેશન થી ખુશ તો નહોતા જ.અને એટલે પણ ક્યાંક ને ક્યાંક ઈંદીરા ગાંધી ની હત્યા બાદ સૌથી પહેલી બૂમરાણ પણ હક જ કરવાના હતા,અને હક નો સફાયો કરવા માટે અમેરિકા ને પહેલેથી જ stand by
રાખવામાં આવ્યું હતું.

હકની નિયુક્તિ પછી ISI તેજીમાં આવી ગયું.અને વાયા અમેરિકા પાકિસ્તાનના રેગ્યુલર ફંડિંગસ શરૂ થયા.
ચંદીગઢની એ કરુણાંતિકા પછી અમેરિકન constitution ના મીડલ ડિપાર્ટમેન્ટ માંથી શોક સંદેશ જારી થયો અને આતંકવાદ સામે અમે ભારતની સાથે જ છીએ તેઓ ઉલ્લેખ દેખાડ્યો.

જેવી રીતે ખાલિસ્તાની એ ભારતનો ડોમેસ્ટિક ટેરેરિઝમ હતો તેવી જ રીતે મુજાહિદ્દીન & ઑલ એ અમેરિકાનો ઈનીશીયલ ટેરેરિઝમ હતો, ફર્ક માત્ર એટલો હતો કે અમેરિકાએ પોતાના ટેરેરિઝમને ઇન્ટરનેશનલ ટેરેરિઝમ સમજાવીને આખી દુનિયાને તેના પક્ષમાં કરી લીધી જ્યારે ભારત આવી કોઇ જ પહેલ ના કરી શક્યું.

મિત્રો,તમે એમ વિચારતા હો કે વાયા અમેરિકા બ્રિટન જે પણ ફંડિંગ પાસ કરતું હતું તે પોતાના ખિસ્સામાંથી આપતું હતું તો તે વાત ખોટી છે. બ્રિટન માત્ર દલાલી જ કરતું હતું. બાકી ફંડીગ બધુ જ વેસ્ટન subcontinent અને યુરોપિયન આર્મ્સ એન્ડ વેપન્સ મલ્ટિનેશનલ ના જ આપેલા ડોલર્સ અને પાઉન્ડ હતા. કેમકે હથિયારોના આ સોદાગરો એ તેમની દુકાનો પણ ગમે તે ભોગે ચાલુ રાખવાની હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાંથી વોર લગભગ આઉટ ડેટેડ થઈ ગયા થઇ ગયા હતા અને સર્જીકલ સ્ટ્રાઈક અસ્તિત્વમાં આવવા લાગી, અને આ સર્જીકલ સ્ટ્રાઈક માં મોટા ભાગે હવાઈ હમલાઓ જ વધારે થવા લાગ્યા.અને આવી આ સ્થિતિમાં હથિયારોનો વેપાર કેવી રીતે ચાલુ રાખવો તો , આનો એક માત્ર અને સીધો ઉપાય હતો, ડોમેસ્ટિક ઓર ઇન્ટરનેશનલ ટેરેરિઝમ!!
arms and weapons multinational ની નજર ભારત ઉપર પણ પડવા લાગી હતી અને ભારત પણ ધીમે ધીમે તેની ચપેટ માં આવવા લાગ્યું હતું.

દુનિયાના પત્રકારો થી લઇ ને ગમે તેવા કહેવાતા મોટા સત્યવાદી ઓ એમ કહેતા હોય કે દુનિયાનો સૌથી પહેલો ટેરેરિસ્ટ બ્લાસ્ટ ફ્રાન્સ જર્મની કે ઇટાલીમાં થયો હોય પરંતુ તે બધી જ વાતો ખોટી છે.એ બધા જ બ્લાસ્ટ માત્ર experimental blast જ હતા. દુનિયાનો સૌથી પહેલો genuine terrorist blast ભારતના પંજાબ પ્રાંતના ખાલિસ્તાની સંગઠનોએ જ જ કર્યો હતો.

ઈસવીસન 1971 અને 1965 ના subcontinent વૉર ની પછી ભારતીય સેનાનો આત્મવિશ્વાસ અધિકસ્ય અધિક થઈ ગયો હતો. જેની અસર તેની રોજમર્રા ની અને ગણતંત્ર દિવસ પર થનારી પરેડ પર જોવા મળતી હતી.

દુનિયા ના ગણ્યા ચુન્યા દેશો મા સ્કોટલેન્ડ પછી જો કોઈ શિસ્તબદ્ધ પરેડ કહેવાતી હોય તો તે ભારતીય સેનાની હતી.
પરંતુ ભારતીય રાજદ્વારીઓ ની નિદ્રાની અસ્ખલિતાએ આઇપીએસ people નો આત્મવિશ્વાસ શૂન્યની નિકટ લાવીને મૂકી દીધો હતો.

1971 ના યુધ્ધની પૂર્ણાહુતિ પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ભારત ને સીમા ઉપર ચડાવીને ક્યારેય પરાસ્ત નહીં કરી શકાય અને એ ડિવાઈડ એન્ડ રુલ બહુ લાંબુ પણ નહીં ચાલે.

અને એટલે જ 71 ના યુધ્ધ પછી ભારતનો ડીપ્લોમસી ડિપાર્ટમેન્ટ ત્રણ ભાગમાં આંશિક અને પ્રાથમિક ધોરણે વહેચાવા લાગ્યો હતો.
ઈકોતેર ના યુધ્ધ પછી ખાલિસ્તાન મેટર નું હોમવર્ક શરૂ થઈ ગયું હતું અને ભારત નો આખેઆખી diplomacy ને જ હાયર કરી લેવાનું ષડયંત્ર આરંભાઈ ગયું હતું.Rate & Review

Milan

Milan 10 months ago

Vipul Shah

Vipul Shah 10 months ago

some thing new

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 10 months ago