Dashing Superstar - 16 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-16

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-16


(કિઆરા એલ્વિસના ઘરની અંદર સિક્યુરિટીને લાત મારીને ધુસી ગઇ.તેણે એલ્વિસના ઘરને યુદ્ધના મેદાનમાં પરિવર્તિત કરી દીધું.અંતે તે એલ્વિસના ખોળામાં જઇને સ્વિમિંગ પૂલમાં પડી.એલ્વિસને વિન્સેન્ટે કરેલી ગડબડ વિશે ખબર પડી.કિઆરાનો ગુસ્સો એલ્વિસની બાંહોમાં આવીને શાંત થઇ ગયો.તે એલ્વિસના બેડરૂમમાં એલ્વિસના કપડાં પહેરીને બાલ્કનીમાં એલ્વિસના બ્લેંકેટને ઓઢીને કોફી પી રહી હતી.તેટલાંમાં વિન્સેન્ટ એલ્વિસ સાથે ત્યાં આવે છે.માફી માંગવા માટે.)

વિન્સેન્ટ અને એલ્વિસ એલના બેડરૂમની બહાર આવીને ઊભા રહ્યા.તે લોકો દરવાજો ખખડાવીને અંદર જતાં જ હતાં.તેટલાંમાં હાઉસ મેનેજર અને સિક્યુરિટી ઇન્ચાર્જ ત્યાં આવ્યાં.

"સર,અમે સોરી કહેવા માટે આવ્યાં છીએ.અમારે મેમની વાત સાંભળીને એકવાર તમને ફોન કરીને પુછવું જોઇતું હતું."સિક્યુરિટી ઇન્ચાર્જે કહ્યું.

"સોરી સર,મારી મુર્ખતાના કારણે નીચે ડ્રોઇંગ રૂમની આ હાલત થઇ."હાઉસ મેનેજરે નીચું માથું કરીને કહ્યું.

એલ્વિસ આજે ખૂબજ ખુશ હતો.તે બોલ્યો,"આજે હું કોઇનાથી પણ ગુસ્સે નથી.વિન્સેન્ટ મેસેજ કરવામાં તારાથી જે ભુલ થઇ.તેના માટે થેંક યુ.મતલબ તે આ ભુલ ના કરી હોત તો મારી કિઆરા મારી આટલી નજીક ના હોત.
હાઉસ મેનેજર તમે નીચે જે મેસ થયું છે તે ઠીક કરો. સિક્યુરિટી ઇન્ચાર્જ તમે અહીં ઊભા રહો."એલ્વિસ બોલ્યો.હાઉસ મેનેજર ત્યાંથી જતો રહ્યો.

"જુવો,આજે આ જે પણ થયું તે આપણા માટે એક એલર્ટ જેવું છે.કિઆરા જેમ ધુસી ગઇ ઘરમાં તેમ કોઈપણ આવી શકે.વિન્સેન્ટ,હું ઇચ્છું છું કે સિક્યુરિટી સિસ્ટમ વધુ ટાઇટ કરવામાં આવે.જેથી આગળ કોઇ આવી રીતે ધુસી ના જાય.મેક શ્યોર કે નેક્સ્ટ ટાઇમ આવી ભુલ ના થાય."એલ્વિસે કડક શબ્દોમાં કહ્યું.

તેટલાંમાં એલ્વિસના ઘરના રસોઇ કરવાવાળા ગોળમટોળ પેટવાળા મહારાજ ત્યાં આવ્યાં.
તેમણે કહ્યું,"જોયુ સાહિબ,મી તે બુનને સાચો રસ્તો બતાયો.આ હાઉસ મેનેજરીયો મારો બેટો ખોટું બોલતો તો.તે બોલ્યો કે સાહિબ તો તેમના રૂમમાં છે.ઇ તો મે કીધું કે સાહિબ તો સ્વિમિંગ પૂલમાં છે.મે સારું કર્યુંને સાહિબ?"મહારાજે એકદમ ઉત્સાહિત ચહેરે નાના બાળકની જેમ પુછ્યું

એલ્વિસ અને વિન્સેન્ટને તેમના આ ભોળપણ પણ હસવું આવ્યું.એલ્વિસે તેમને ગળે લગાવ્યાં.
"બહુ જ સારું કર્યું.તમને ખબર છે તે આ ઘરની થવાવાલી માલકીન છે.જાઓ તો તમારી થવાવાળી માલકિન માટે ટેસ્ટી જમવાનું બનાવો."એલ્વિસે હસીને કહ્યું.

"એ સાહિબ,એટલું મસ્ત જમવાનું બનાવે ને કે જોગમાયા તેના આંગળા ચાટી જશે.ઇશ...સોરી બુન.હું જઉં."મહારાજ જતાં રહ્યા.
એલ્વિસ અને વિન્સેન્ટ હસ્યાં.
"જોગમાયા,ચલો તો આ જોગમાયાને મળીએ."એલ્વિસે કહ્યું.તે લોકો દરવાજો ખખડાવીને અંદર ગયાં.કિઆરા બાલ્કનીમાં એલનું ફેવરિટ બ્લેંકેટ ઓઢીને બેસી હતી.સાઇડમાં ટેબલ પર કોફીનો કપ પડ્યો હતો.કિઆરાના ભીના ખુલ્લાવાળ હવે થોડા થોડા સુકાઇ ગયા હતાં.

"કિઆરા..."વિન્સેન્ટે કહ્યું.પણ સામેથી કોઇ પ્રતિક્રિયા ના આવી.
"લાગે છે ખૂબજ ગુસ્સે છે."વિન્સેન્ટે ધીમેથી એલ્વિસને કહ્યું.

"હાય કિઆરા,વિન્સેન્ટ આવ્યો છે.તે તને સોરી કહેવા માંગે છે."એલ્વિસે કહ્યું.હજીપણ સામેથી કઇંજ જવાબ ના આવ્યો.
વિન્સેન્ટ અને એલ્વિસ એકબીજાની સામે જોવા લાગ્યાં.અચાનક તે બંનેને કઇંક સંભળાયું અને તે હતા કિઆરાના નસ્કોરા.કિઆરા એલ્વિસના કોઝી બ્લેંકેટને એકદમ જોરથી પકડીને સુઇ ગઇ હતી.એલ્વિસ અને વિન્સેન્ટે તેને બાલ્કનીમાં જઇને જોઇ.તે એકદમ નાના બાળકની જેમ સુઇ રહી હતી.

એલ્વિસ અને વિન્સેન્ટ તેની આ માસુમીયત જોઇને બે ક્ષણ માટે તેને જોતા રહી ગયાં.પછી એકબીજાને જોઇને હસ્યાં.

"વાહ,આ તો એવું થયું કે નાનું બાળક ખૂબજ તોફાન અને ધમાલ કરીને થાકીને સુઇ ગયું."વિન્સેન્ટ બોલ્યો.

અહીં એલ્વિસ તેને જ જોઇ રહ્યો હતો.તે કિઆરા પાસે ગયો.તેને ધીમેથી પોતાના બે હાથોમાં ઉંચકીને સરખી રીતે બેડ પર સુવાડી દીધી.આ બધાંમા કિઆરાએ એલ્વિસના સોફ્ટ બ્લેંકેટને એકદમ જોરથી પકડી રાખ્યું હતું.

"એલ,આવતાવેંત જ મેડમે તારા બેડરૂમ પર,તારા ફેવરિટ બ્લેંકેટ પર કબ્જો જમાવી લીધો.બાય ધ વે હું જઉં.આ બધું સરખું કરાવું અને થોડુંક કામ પતાવું.તું તેને મારા તરફથી સોરી કહી દેજે."આટલું કહીને વિન્સેન્ટ જતો રહ્યો.એલ પણ ત્યાંથી જવા માંગતો હતો પણ કિઆરાના માસુમ ચહેરાને જોવાથી તે પોતાની જાતને ના રોકી શક્યો.તે ત્યાં જ સામે સોફા ચેયર પર બેસી ગયો અને તેના ઉઠવાની રાહ જોવા લાગ્યો.

કિઆરાને આમ જોઇને તેને વિશ્વાસ નહતો આવતો.

થોડા કલાકો પછી......

કિઆરાની આંખો ખુલી પોતાની જાતને નવી જગ્યાએ જોઈને તે આશ્ચર્ય પામી.અચાનક તેને સવાર સવારમાં થયેલી બધી જ ધમાલ યાદ આવી.પોતે અત્યારે એલ્વિસના બેડ પર,તેના જ કપડાંમાં અને તેના જ ફેવરિટ બ્લેંકેટને ઓઢીને સુતેલી હતી.તે ઊભી થઇ સામે સોફાચેયર પર સુતેલો એલ્વિસ દેખાયો.તે ખૂબજ હેન્ડસમ લાગતો હતો.

આજ પહેલા છોકરાઓ સાથે વાત કરવાથી પણ ગભરાતી એવી કિઆરા આજે પહેલી વાર કોઇ છોકરાની આટલી નજીક આવી હતી કે તેના શ્વાસ પણ અનુભવી શકે.

પોતે આ બધી બાબતો પર વિશ્વાસ નહતી કરતી.છતાપણ આજે તેને શું થઇ રહ્યું હતું.તેને જ ખબર નહતી.તેણે એલ્વિસને ક્યાંય સુધી જોયા કર્યું.તે પાણી પીવા ગ્લાસ લેતી હતી અને તેના અવાજથી એલ્વિસ જાગી ગયો.

"હાય,સોરી હું સુઈ ગયો હતો."એલ્વિસે કહ્યું.

"તો તો સોરી મારે કહેવું પડે."કિઆરા હસી.તેની ક્યુટ સ્માઇલ પર એલ્વિસ જાણે કે સાવ ખોવાઇ ગયો.

"મને બહુજ શરમ આવે છે.મે ખૂબજ પાગલો જેવું વર્તન કર્યું.મારે રાહ જોવી જોઇતી હતી તમારા બહાર આવવાની કે પછી ઘરે જઇને ફોન કરવો જોઇતો હતો.હકીકતમાં હું ખૂબજ કંટાળેલી હતી.ગઇકાલે માર્શલ આર્ટસની ટ્રેનીંગ ખૂબજ લાંબી અને થકાવનારી રહી અને પછી જીમ.

રાત્રે વાંચતા વાંચતા સુતા બે વાગી ગયા અને સવારમાં વહેલા ઉઠીને અહીં આવવાનું થયું.તેમા આ બધું ભેગું થયું એક તો તમે લેવા ના આવ્યા અને બીજું સિક્યુરિટીએ અંદર ના જવા દીધી.તમે કેટલા સારા છો.મારા પર ગુસ્સો કરવાની જગ્યાએ તમારા કપડાં આપ્યાં બદલવા માટે અને તમારું ફેવરિટ બ્લેંકેટ આપ્યું અને અહીં સુવાડી તમારા બેડ પર.થેંક યુ એલ એન્ડ સોરી."કિઆરાએ ભાવુક થઇને કહ્યું.

જવાબમાં એલ્વિસ માત્ર હસ્યો.તેને જોઇ કિઆરા પણ હસી પડી.

"બાય ધ વે મિ.ડેશિંગ,તમારું આ બ્લેંકેટ ખૂબજ કોઝી છે.મને બહુ જ ગમ્યું.ચલો,જેના માટે આ બધી બબાલ થઇ તે જગ્યા તો બતાવો. "કિઆરાએ કહ્યું.

"યા શ્યોર ચલ."એલ્વિસે કિઆરાની પાસે આવીને કહ્યું.

તેણે કિઆરાની આંખો પર પટ્ટી બાંધી અને તેનો હાથ પકડ્યો.તે તેનો હાથ પકડીને તેને લાઇબ્રેરી તરફ લઇ ગયો.કિઆરાની એલ્વિસ સાથે આ ચોથી મુલાકાત જ હતી પણ તેને એલ્વિસની સાથે સમય વિતાવવો ખૂબજ ગમી રહ્યો હતો.

તેને મળી રહેલી આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ તેને ખૂબજ ગમી રહી હતી.એલ્વિસની સ્ટાઇલ એકદમ અલગ જ હતી.અંતે તે લોકો લાઇબ્રેરી પહોંચ્યા.એલ્વિસે તેની આંખો પરથી પટ્ટી હટાવી લીધી.

સામે એલ્વિસનો તમામ સ્ટાફ ઊભો હતો.તેમના હાથમાં ફુલોનો બુકે હતો અને એક સોરી કાર્ડ.
"મેમ,વિ આર એક્સ્ટ્રીમલી સોરી.અમને ખબર નહતી કે તમે આવવાના છો."હાઉસ મેનેજરે બુકે આપ્યું અને સિક્યુરિટી ઇન્ચાર્જે સોરી કાર્ડ આપ્યું.

"ઓહ,તમે બધાં કેટલા સારા છો.સોરી તો મારે કહેવું જોઇએ.મે તમને બધાને ખૂબજ દોડાવ્યા અને માર્યા.મને માફ કરી દો.તમને બહુ વાગ્યું તો નથીને?"કિઆરાએ પુછ્યું.

"ના મેમ,અમે ઠીક છીએ પણ એક વાત કહેવી પડશે.તમે બહુ સ્ટ્રોંગ છો.લાઇક.."સિક્યુરિટી બોલતા બોલતા અટકી ગયો.

"યસ,કેમ કે મારે આઇ.પી.એસ ઓફિસર બનવાનું છે.મારા કિનુમોમની જેમ મારે દબંગ પોલીસ ઓફિસર બનવાનું છે."કિઅારા ઉત્સાહિત થઇને બોલી.

તે બધાં ત્યાંથી જતાં રહ્યા.હવે લાઇબ્રેરીમાં માત્ર કિઆરા અને એલ્વિસ જ હતાં.
"વાઉ મિ.ડેશિંગ,જોરદાર છે તમારી લાઇબ્રેરી."કિઆરાએ કહ્યું.

"તને ગમીને એટલે બસ.અમારી મહેનત સફળ."એલ્વિસ ભુલથી બોલી ગયો.

"મિ.ડેશિંગ,તમને વાંધો ના હોય તો મને લાઇબ્રેરીમાં એકલામાં થોડો સમય વિતાવવા દેશો?"કિઆરાએ પુછ્યું.

એલ્વિસ હસીને બહાર જતો રહ્યો.કિઆરા હવે લાઇબ્રેરીને ફરીને જોઇ રહી હતી.અહીં અંદર દાખલ થતાં જ તેના નાકમાં એક અજીબ તીવ્ર ગંધ પસરી ગઇ.તેણે ફર્નિચર પાસે જઇને તેને સુંઘવાનું શરૂ કર્યું.

ત્યારબાદ તેણે તે ફર્નિચરને અડેલી દિવાલ ધ્યાનથી જોઇ.જેમા અમુક જગ્યાએ પોલિશના ડાધા જગ્યાએ હતાં.પોલિશ તાજી કરાવેલી હતી તે વાત તે સમજી ગઇ.અચાનક તેને ટેબલની પાછળ પડેલા લાકડાને છિણવાથી નીકળતી નાની કતરી મળી જે સાવ થોડીક હતી.

તે ટેબલ પર મુકી.હવે તે બુક્સ જોવા કબાટ ખોલવા લાગી.તેના આશ્ચર્યસહ એક પુરા કબાટમાં માત્ર ક્રીમીનોલોજી અને ફોરેન્સિક સાયન્સની બુક્સ હતી.મોસ્ટ ઓફ બુક્સ ઓથર્સ સાઇન્ડ કોપી હતી અને અમુક ફર્સ્ટ એડિશન વાળી હતી.

"ઓહ માય ગોડ!લાગે છે કે આ લાઇબ્રેરી બસ હમણાં જ બની છે.સ્પેશિયલી મારા માટે?પણ કેમ?આ ક્રીમીનોલોજીની બુક્સનું એક કોરીયોગ્રાફરને શું કામ?

એકપણ બુક ડાન્સ પર કે કોરીયોગ્રાફી પર આધારિત નથી.કેમ?મિ.ડેશિંગ સુપરસ્ટાર,આનો જવાબ તો તમારે જ આપવો પડશે."કિઆરા સ્વગત બોલી.તેણે બહાર જઇને સર્વન્ટને કહ્યું એલ્વિસને બોલાવવા.
*****

અહીં કોલેજમાં કિઆરાની રાહ જોઇને થાકેલી અહાનાએ એક લેકચર પછી તેના મોબાઇલ પર ફોન કર્યો કે જે સ્વિચઓફ બતાવતો હતો.તેને ચિંતા થઇ કેમકે આજ પહેલા ક્યારેય કિઆરા આમ લેકચર તેને કહ્યા વગર બંક નહતી કરતી.

તેણે ચિંતામાં જાનકીદેવીના મોબાઇલમાં ફોન લગાવ્યો.

શું જવાબ આપશે એલ્વિસ કિઆરાના સવાલના?
એલ્વિસની મિત્રતાનો પ્રસ્તાવ કિઆરા સ્વિકારશે?
જાનકીદેવી જાણી શકશે કે કિઅારા ક્યાં છે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Sheetal

Sheetal 11 months ago

Vaishali

Vaishali 11 months ago

Seema Shah

Seema Shah 11 months ago

Vishwa

Vishwa 1 year ago

Manisha Thakkar
Share