Dashing Superstar - 18 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-18

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-18



(કિઆરા એલ્વિસની લાઇબ્રેરી જોઇને સમજી ગઇ કે આ લાઇબ્રેરી રાતોરાત બનાવવામાં આવી છે.તેણે અ બાબતનો ખુલાસો માંગતા એલ્વિસે તેની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો.કિઆરાએ તેની સામે દોસ્તીનો હાથ વધાર્યો.તેમની લવ કમ ફ્રેન્ડશીપનો અનોખો સંબંધ શરૂ થયો.અહીં અહાનાએ કિઆરા કોલેજ નથી આવતા જણાવતા જાનકીદેવી ચિંતામાં હતાં.આયાન અને અહાના પણ ત્યાં હાજર હતાં.)

એલ્વિસે કિઆરાને જાનકીવિલાની ગેટની બહાર ઉતારી.
"થેંક યુ સો મચ.માય ડેશિંગ ફ્રેન્ડ.તમે પણ અંદર આવોને."કિઆરા ગાડીમાંથી બહાર નીકળતા બોલી.
"નહીં ફરી ક્યારેક.ઘરે જવામાં પાછો એક કલાક થશે અને કાલે સવારે શુટ પણ છે."આટલું કહીને એલ્વિસે ગાડીને યુ ટર્ન માર્યો."

અહીં જાનકીવીલામાં જાનકીદેવી,શ્રીરામ શેખાવત,અહાના અને આયાન હાજર હતાં.

"કયા જઇ શકે?આયાન અને અહાના તેના લગભગ બધાં દોસ્તના ઘરે જઇ આવ્યાં.કહું છું તેને કઇ થઇ તો નહીં ગયું હોયને?જાનકીદેવીએ પુછ્યું.

"જાનકીદેવી,તમે બધાં વાતનું વતેસર બનાવી રહ્યા છો.હજી માત્ર સાડા આઠ થયા છે.ઘણીવાર તે આનાથી પણ મોડી આવે છે.બની શકે કે તેની દોસ્તના ઘરેથી માર્શલ આર્ટસમાં જતી રહી હોય.આવી જશે.આયાનબેટા અને અહાના દિકરી તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.મારી કિઆરા ખૂબજ નસીબદાર છે કે તેને તમારા જેવા મિત્રો મળ્યાં છે.તમે ઘરે જાઓ કિઆરા આવશે તો હું ફોન કરી દઇશ." શ્રીરામ શેખાવતે કહ્યું.

બરાબર તે જ સમયે દરવાજો ખુલ્યો અને કિઆરા અંદર આવી.તે આજે ખૂબજ ખુશ હતી.તેના ચહેરા પર આજે એલ્વિસ સાથે વિતાવેલા સુંદર સમયની વાતો અને યાદોં સ્માઇલ લાવી ગઇ.તેને આમજોઈને બધાં ખુશ થઇ ગયાં.જ્યારે જાનકીદેવી ગુસ્સે થયાં.તેમણે કિઆરાને કઇપણ પુછ્યાં કે કહ્યાં વગર એક થપ્પડ માર્યો.અચાનક થપ્પડ પડવાના કારણે કિઆરા ‍આઘાત પામી.

"ક્યાં હતી,આખો દિવસ?ફોન ઘરે ભુલી જાય છે તો જેની સાથે હતી તેની જોડેથી ફોન માંગીને ઇન્ફોર્મ નથી કરાતું."જાનકીદેવી ગુસ્સામાં તેને પકડીને હચમચાવી દીધી.
આયાન,અહાના અને શ્રીરામ શેખાવત જાનકીદેવીનો ગુસ્સો જોઇને આઘાત પામ્યાં.

"દાદી,હું રોજ આ જ સમયે ઘરે આવું છું.આજે ફરક એટલો હતો કે હું મારો ફોન ઘરે ભુલી ગઇ હતી.તમને આ બધું કોણે કહ્યું કે કોલેજ નથી આવી અને મારો કોઇ અતોપતો નથી?"કિઆરાએ કહ્યું.

"કિઆરા ,બે લેકચર પતી ગયા પછી પણ તું ના આવી એટલે મે તારા નંબર પર ફોન કર્યો.તે ના લાગતા મે દાદીને પુછ્યું."અહાનાએ સમગ્ર વાત જણાવી.કિઆરાને અહાના પર ખૂબજ ગુસ્સો આવ્યો.

"અહાના,કાલે રાત્રે જ મે તને નોર્મલ મેસેજ કર્યો હતો કે હું કદાચ આવતીકાલે કોલેજ નહીં આવું.લાગે છે તે ચેક નથી કર્યો."કિઆરા ગુસ્સામાં બોલી.અહાનાએ મેસેજ ચેક કર્યો અને તેનું ધ્યાન જતાં.તેણે સોરી કહ્યું.

"કોની સાથે હતી આખો દિવસ?"જાનકીદેવીએ કડક શબ્દોમાં પુછ્યું.કિઆરા ચુપચાપ તેમની સામે જોઇ રહી હતી.તે આઘાતમાં હતી.
"બોલ,નહીંતર ..."આમ કહીને જાનકીદેવીએ હાથ ઉગામ્યો બરાબર તે જ સમયે એલ્વિસ હાથમાં એક કોલેજ બેગ અને એક મોટી હેન્ડબેગ લઇને અંદર આવ્યો.તે દોડીને ત્યાં ગયો અને કિઆરાને બચાવી લીધી.તેણે જાનકીદેવીનો હાથ પકડી લીધો.

"દાદીજી,સોરી તમારો હાથ પકડવા માટે.કિઆરા,આખો દિવસ મારી સાથે મારા ઘરમાં મારી લાઇબ્રેરીમાં હતી.મે નવી લાઇબ્રેરી બનાવડાવી હતી.તો કિઆરા તે જોવા આવી હતી અને તે બુક્સ વાંચવામાં એટલી મશગુલ થઇ ગઇ કે તેને સમયનું ધ્યાન ના રહ્યું.પ્લીઝ,તેનો કોઇ વાંક નથી.તે તેનો ફોન ઘરે ભુલી ગઇ હતી.મારે તેને કહેવું જોઇતું હતું કે મારા ફોનથી ઘરે જણાવી દે.સોરી દાદીજી.સોરી દાદાજી."એલ્વિસે બે હાથ જોડીને માફી માંગતા કહ્યું.

જાનકીદેવી હજીપણ ગુસ્સામાં હતાં.શ્રીરામ શેખાવત આવ્યાં.
"આયાન અને અહાના,તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર કે તમે કિઆરા માટે આટલી ચિંતા કરી.આખો દિવસ તેને શોધવા ભટક્યાં.તમે ઘરે જાઓ તમારા ઘરે તમારી રાહ દેખતા હશે?અહાના,હું ડ્રાઇવરને કહું છું કે તને મુકી જાય."શ્રીરામ શેખાવતે કહ્યું.આયાન અને અહાના તેમને નમસ્તે કહીને નીકળી ગયા.અહાના ખૂબજ ચિંતામાં હતી.તેની ભુલના કારણે આજે આટલી મોટી ગડબડ થઇ ગઇ.

કિઆરા રડતા રડતા તેના રૂમમાં જતી રહી.કિઆરાને આમ રડતા જોઇ એલ્વિસના ચહેરા પર પણ દુખ સાફ દેખાતું હતું.જે શ્રીરામ શેખાવતની ધ્યાન બહાર નહતું.એલ્વિસ કિઆરા પાસે જવા માંગતો હતો પણ દાદાદાદીની પરવાનગી વગર તે શક્ય નહતું.
"એલ્વિસ,થેંક યુ.કિઆરાને મુકવા આવવા અને હવે આવ્યો છે તો જમીને જ જજે.જાનકીદેવી ડિનર રેડી કરો."શ્રીરામ શેખાવતે સત્તાવાહી અવાજમાં કહ્યું.

"વીસેક મિનિટ લાગશે."આટલું કહીને જાનકીદેવી રસોડામાં જતા રહ્યા.

એલ્વિસનું ધ્યાન કિઆરા તરફ હતું.જે શ્રીરામ શેખાવત જાણી ગયાં.
"એલ્વિસ,આ કિઆરાની કોલેજ બેગ લાગે છે.જા તેને આપી આવ.તેનો રૂમ ઉપરના માળે સૌથી છેલ્લો છે."શ્રીરામ શેખાવતની વાતે એલ્વિસના ચહેરા પર સ્માઇલ લાવી દીધું.શ્રીરામ શેખાવત બધું જ સમજી રહ્યા હતાં.એલ્વિસનું આ ઘરમાં અવારનવાર આગમન નું કારણ કિઆરા હતી.તે વાત હવે તે ધીમેધીમે સમજી રહ્યા હતાં.

એલ્વિસ દોડીને ઉપરના માળે ગયો.સૌથી છેલ્લો રૂમ કિઆરાનો હતો.તેણે દરવાજા પર નોક કર્યું.

અંદરથી એક રડમસ અવાજ આવ્યો,"અંદર આવો."

એલ્વિસ અંદર ગયો.કિઆરા પલંગ પર ઊંધી સુઇને રડી રહી હતી.તેને લાગ્યું કે દાદી હશે.તેણે પાછળ ફર્યા વગર જ કહ્યું,"હું તમારાથી ખૂબજ નારાજ છું અને તમારી સાથે વાત પણ નથી કરવાની.હું જમવાની પણ નથી.એક દિવસ ભુખી સુઇ જઇશને તો તમને ખબર પડશે."કિઆરા રડતા રડતા બોલી.

"ઓહ જીસસ,આવું ના કરતી.તું મારી સાથે વાત નહીં કરે,મારાથી નારાજ થઇશ અને જમીશ નહીં તો હું તો મરી જ જઇશ."એલ્વિસ બોલ્યો.

કિઆરા ચમકીને ઊભી થઇ.
"તમે અહીંયા?"
"આ કોલેજ બેગ ભુલી ગઇ હતી.તે આપવા આવ્યો હતો અને એક સ્પેશિયલ ગિફ્ટ.થેંક યુ મારા જીવનમાં આવવા માટે."આટલું કહી એલ્વિસે તે બીજી બેગમાંથી પોતાનું ફેવરિટ બ્લેંકેટ તેને ઓઢ‍ડ્યું.

"કિઆરા,આની વગર હું ઊંધી નથી શક્તો પણ હવે જ્યારે આજે સવારે તું મારા બેડ પર સુઇ ગઇ હતી.તે અહેસાસ સાથે જ હવે મને ઉંઘ આવી જશે.આ બ્લેંકેટ તને મારો અહેસાસ કરાવશે.મારા પ્રેમની અનુભુતી કરાવશે."આટલું કહીને એલ્વિસ કિઆરાની નજીક ગયો.કિઆરા કશુંજ બોલી ના શકી.

"કેવું છે નહીં?આપણો સંબંધ લવ કમ ફ્રેન્ડશીપ.હેય પ્લીઝ,આજ પછી ક્યારેય રડતી નહીં.તારી આંખમાં હું આંસુ નહીં જોઇ શકું.બાય ધ વે કિઆરા,શ્રીરામ અંકલે મને જમવાનું આમંત્રણ આપ્યું હતું.તો તે મે સ્વીકારી લીધું છે.તું તો નથી જમવાનીને?હું જાઉં લાગે છે આજે દાદી કઇંક સ્પેશિયલ જમવાનું બનાવી રહ્યા છે."આટલું કહીને એલ્વિસ બહાર નિકળ્યો.

"ઊભા રહો.હું પણ આવું છું."કિઆરાએ કહ્યું.એલ્વિસની સાથે હસતા હસતા આવતી કિઆરાને જોઇને જાનકીદેવી અને શ્રીરામ શેખાવતને આશ્ચર્ય થયું.આજનો આ દિવસ એલ્વિસ અને કિઆરાના જીવન માટે ખૂબજ અમુલ્ય હતો.
****
એલ્વિસ કિઆરાના ઘરેથી ડિનર કરીને અાવ્યો.તે ખૂબજ ખુશ હતો પણ પોતાના ઘરમાં ડ્રોઇંગરૂમની પરિસ્થિતિ જોઇને તેને થોડું આશ્ચર્ય થયું.
ડ્રોઇંગરૂમમાં વિન્સેન્ટ ગંભીર વદને બેસેલો હતો અને સામે અજયકુમાર અને તેનો મેનેજર બેસેલો હતો.અજયકુમારે ફુલોનો બુકે અને એક કાર્ડ ટેબલ પર મુક્યું હતું.

"એલ,અજયકુમારજી તને મળવા માંગતા હતાં."

"હેલો એલ્વિસ,આઇ એમ સોરી.હું આજે તારી માફી માંગવા આવ્યો છું.આ સોરી કાર્ડ મે મારી જાતે બનાવ્યું છે.પ્લીઝ મારી માફી સ્વીકારી લે."અજયકુમારે એલ્વિસને બુકે અને કાર્ડ આપતા કહ્યું.

"અચાનક આ બદલાવનું કારણ?"એલ્વિસે તે બુકે અને કાર્ડ સાઇડમાં મુકતા પુછ્યું.

"મારી પત્નીએ મને તલાકની નોટિસ આપી.ત્યારે મને સમજાયું કે મે શું ભુલ કરી.તેના વગર હું નહીં જીવી શકું.તે મારી સાથે રહેવા તૈયાર જ નથી.મારા ખાસ દોસ્ત પંકજે મારી સાથે દોસ્તી તોડી નાખી.આનાથી ખરાબ શું થઇ શકે?એલ્વિસ,હું બદલાવવા માંગુ છું.મને એક ચાન્સ આપ."અજયકુમારે કહ્યું.

"જુવો અજયકુમાર,મારા મનમાં તમારા માટે કોઇ ખરાબ ફિલીંગ્સ નથી.ખરેખર તમારે માફી માંગવી જ હોય તો અકીરા અને તમારા પત્નીની માંગો.મળીએ કાલે શુટ પર."એલ્વિસે કહ્યું.

"થેંક યુ એલ્વિસ,એક વાત પૂછું આ ઘરની આવી હાલત?"અજયકુમારે આસપાસ જોતા પુછ્યું.

"એ તો એક તોફાની બિલ્લી ઘરમાં ધુસી ગઇ હતી."વિન્સેન્ટે હસીને કહ્યું.એલ્વિસે ગુસ્સામાં આંખો કાઢી.

તેટલાંમાં જ વિન્સેન્ટને કોઇનો ફોન આવ્યો.સામેથી કઇંક સમાચાર મળ્યાં.જે સાંભળીને તેના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો.
"વોટ?શું બકવાસ છે આ?"વિન્સેન્ટે ફોન મુક્યો.

"શું થયું વિન્સેન્ટ?"એલ્વિસે પુછ્યું.

વિન્સેન્ટે પોતાના ફોનમાં કઇંક ઓપન કરીને એલ્વિસને બતાવ્યું.તે જોઇને એલ્વિસની આંખો પહોળી થઈ ગઇ.
"આ સમાચાર સાવ બકવાસ છે."એલ્વિસે કહ્યું.

"મને ખબર છે એલ.સવાલ એ છે કે તે આપ્યા કોણે?આ સમાચાર ફેલાઇ જશે તો તારી ડેશિંગ સુપરસ્ટારની જે ઇમેજ છે તે સાવ તુટી જશે."આટલું કહીને વિન્સેન્ટ અને એલ્વિસ અજયકુમાર સામે જોવા લાગ્યાં.
અજયકુમાર પણ આશ્ચર્ય સાથે તેની સામે જોવા લાગ્યાં.

શું કિઆરા અને એલ્વિસનો લવફ્રેન્ડશીપનો સંબંધ આગળ કેવો રંગ લાવશે?
કયા સમાચાર છે જેણે એલ્વિસ અને વિન્સેન્ટને હલાવી નાખ્યાં?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Sheetal

Sheetal 11 months ago

Vishwa

Vishwa 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Bhakti Bhargav Thanki
Poonam Dobariya

Poonam Dobariya 2 years ago

Share