Daityaadhipati - 23 in Gujarati Novel Episodes by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - 23

દૈત્યાધિપતિ - 23

‘હલ્લો?’

‘હલ્લો.’

‘સાગર! હું તને છેલ્લા સાત કલાકથી ફોન કરું છું! તું ક્યાં છે! અને તું મારો ફોન કેમ નથી ઉપાડતો?’

‘અમે એક પ્રોબ્લેમમાં છીએ, સ્મિતા, પ્લીઝ, સાંભળ.’

‘વોટ પ્રોબ્લેમ?’

‘ત્રિયતનુ.’

‘ત્રિયાતનુ? વોટ સૉર્ટ ઓફ એક્સપલીનેશન ઇસ ઇટ?’ (આ કયા જાતનું એક્સપલીનેશન છે?)

‘તને યાદ નથી?’

‘નો.’

‘એંગેજમેંટ પછી આપણે એક રેસ્ટોરન્ટમાં ગયા હતા -’

‘ધ દૌફિન.’

‘હાં. ત્યાં આપણને એક માણસ મળ્યો હતો. ગ્રે શર્ટ, બ્લેક સૂટ, તેના વાળ બ્રાઉન હતા અને -’

‘મનસ્કારાનો અસિસ્ટેંટ.’

આ સાંભળી અમેયના મનમાં એક ત્રાડ પડી. મનસ્કારા. બિલકુલ. તે સુસાઇડ કરવા વાળી છોકરી મનસ્કારા હતી. પણ તે નહીં હોય તો? એનેજ પૂછવું પડશે. એ જ્યારે ઉઠશે ત્યારે..

પણ સુધાને આ વાતની ખબર ન હતી. અમેય સ્મિતા સાથે બિલ્ડિંગ બહાર જઈને વાત કરી રહ્યો હતો. અને સુધા ત્રિયતનુ સાથે અંદર હતી.

હાલ, ત્રિયાતનુ ચાર સેકન્ડ દૂર હતો, જાણવા માટે કે તે સ્મિતા નહીં સુધા હતી.

‘યુ આર ટેલિંગ મી, સ્મિતા, ધેટ યુ ફરગોટ મી? ધેટ ઇસીલી?’

સુધાને ચાર શબ્દ સમજાયા હતા: ધેટ, સ્મિતા, મી, અને યુ.

આ પ્રશ્નનો જવાબ તે કઇ રીતે આપે? સમજાવો તો જોઈએ ને.

સુધા જ્યારે ચાર વર્ષની હતીને, ત્યારે સુધા એ રવિનાની એક નાની ઘડિયાળ લઈ લીધી હતી- ચોરી હતી. જ્યારે આ વાતની ખબર સુધાની બાને પડી, ત્યારે સુધાની બાએ સુધાંને સટાક દઈ ને એક ઝાપટ મારી.

એ વખતે તે જેવુ રડી હતી, તેવોજ અવાજ આજે ત્રીયતનુનો હતો.

‘આગે કુછભી બોલને સે પેહલે ઇસ થપ્પડકો યાદ રખના.’

ત્રિયાતનુના મોઢામાંથી લાળ સાથે લોહી પડ્યું. તેણે તેનું મોઢું સ્મિતા તરફ નહીં, પણ જમીન સામે કરી દીધું. અને તે જોરથી શ્વાસ લેવા લાગ્યો.

તેટલામાં દૈત્ય અંદર આવ્યો. અને તે તો જોતોજ રહ્યો. એક હાથ તેનો દરવાજા પાછળ હતો.

પછી સ્મિતાનો ફોન વાગ્યો.

‘સ્મિતા.. ક્યાં છે તું બેટા? અહીં અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છીએ.’

આજે સ્મિતાની બહેનના નવા ઘરની પૂજા હતી.

આટલું સાંભળતા સુધાંને બધુ યાદ આવ્યું. તે દૈત્ય સામે જોતી રહી.

અને અમેય તેની સામે જોતો રહ્યો. એની આંખો એ અમેયને બધુ જણાવી દીધું હતું.

પછી ત્રિયતનુ હસવા લાગ્યો. એણે કઈજ ખબર ન હતી.

અહીંથી સાત કી.મી. ના અંતર બાદ સ્મિતાની બહેનનો નવો બંગલો હતો. બે માળીયો, સફેદ રંગનો, અને આજુ બાજુ વિશાળ જગ્યા ધરાવતો. ગેટ ઉપર ઊભા - ઊભા સ્મિતાના મમ્મી સ્મિતાંને વારંવાર ફોન કરી રહ્યા હતા. પણ સ્મિતા ફોન ઉપડતી ન હતી. આ ખૂબજ ડરાવની હકીકત હતી. સ્મિતા આમતો તેનો ફોન નથીજ ઉપાડતી.. પણ આજે તેણી શાંતિમાં ગંભીરતા હતી. અંદરથી કોઈક તેમણે બોલાવે છે.

અને વળતા તે જે દિશામાં જોવે છે.. તેજ દિશામાં ત્રીયતનુ એક શબ્દ કહે છે.

સુધાને એ શબ્દ યાદ નથી. સુધાને આગળ શું થયું તે કઈજ બરાબર યાદ નથી. પણ પછી, મનસ્કારા બોલી. તેણે જોરથી ચીસ પાડી. સ્મિતાની ત્વચા પરના રુંવાડા ઉભા થઈ ગયા.

આ કોઈ સાંભળી ગયું હશે તો?

તેને વિચાર્યુ.

આ ત્રીયતનુની ઉપાધિ ઓછી હતી, કે કોઈ સાંભળી જાય અને અહીં આવી જાય.

ત્રીયતનુ એ પૂછ્યું, 'કિતને બાજે જાના હેં?'

એણે પણ ખબર પડી ગઈ હશે?

'આધે ઘંટેમે.' અમેય એ જવાબ આપ્યો.

'તબ તક તો સમય હેં.'

'વોટ ડુ યુ મીન?'

પેલી છોકરી અંદર ચીસ પાડે છે અને આ લોકો છે તો.. વિચારતા સુધા અંદર ગઈ. મનસ્કારાને કોઈ નર્સ ઇન્જેક્ષન આપતી હતી. તે ખૂબ જ વીચિત્ર રીતે વર્તી રહી હતી.

નાના બાળકની જેમ.

Rate & Review

Be the first to write a Review!