Dashing Superstar - 21 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-21

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-21(અકીરાનો એલ્વિસની નજીક જવાનો પ્લાન કિઆરા ફેઇલ કરે છે.વિન્સેન્ટ બધાને જણાવે છે કે એલ કોઇની સાથે સીરીયસ રીલેશનશીપમાં છે.કિઅારાના તીખા મરચાવાળા પકોડા,મીઠું અને મરી વાળી ચા અને છેલ્લે કિચડના કારણે અકીરાની હાલત ખૂબજ ખરાબ થઇ.)

અકીરા ખૂબજ ધુંધવાયેલી હતી.તેને અનહદ ગુસ્સો આવી રહ્યો હતો.તે છાણવાળા કિચડમાં પડ્યાં બાદ તેનામાંથી ગંધ મારી રહી હતી.ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ત્યાંથી નીકળી ચુકયા હતા.તેણે એલ્વિસના ગાર્ડનમાં છોડને પાણી આપવાના પાઇપ વળે પોતાની જાતને સાફ કરી.તેણે ગુસ્સામાં પાછળ જોયું ઉપર એલ્વિસના બેડરૂમની બાલ્કનીમાંથી તેને તે હસતી દેખાઇ.તેનો ચહેરો પુરો તે જોઇ ના શકી પણ તે સમજી ગઇ કે આ કામ તેનું જ છે.

"ઓહ તો આ બધું એલ્વિસની નવી ગર્લફ્રેન્ડનું કામ છે.હું તેને નહીં છોડું.આ અપમાનનો બદલો તેને એલ્વિસના જીવનમાંથી દુર કરીને લઇશ.તું કોણ છે ?અને ક્યાંથી આવી છો?તે મને ખબર નથી પણ જલ્દી જ તારા વિશે બધી માહિતી મેળવી લઇશ."અકીરા આટલું બોલી રીક્ષામાં બેસીને ઘરે ગઇ.

ઘરે આવતા જ તેની હાલત જોઇને મધુબાલાએ ચીસ પાડી."આ શું હાલત બનાવી તે બેબી?"

અકીરા કઇપણ જવાબ આપ્યા વગર બાથરૂમમાં ગઇ.લગભગ એક કલાક પછી તે બહાર આવી.તેણે પોતાની મમ્મીને બધી જ વાત જણાવી.મધુબાલા આ સાંભળીને આઘાત પામી.

"મારો પુરો પ્લાન ફેઇલ ગયો.તું સાવ ડફોળ છે.તું એલ્વિસની ગર્લફ્રેન્ડ બનવા ગઇ હતી અને લોકોની હાસ્યનું કારણ બનીને આવી."મધુબાલા ગુસ્સામાં બોલી

"હા તો હું શું કરું?આ ફેક ન્યુઝ ફેલાવવા કે એલ્વિસ ગે છે મે પણ ખૂબજ પૈસા વેડફ્યા પણ બધું નકામું થયું.ઉપરથી જો એલની સ્માર્ટ ગર્લફ્રેન્ડ મારા સુધી પહોંચી ગઇ તો શું થશે?"અકીરાની વાત સાંભળી મધુબાલા ચિંતામાં આવી ગઇ.

**************

એલ્વિસ અને વિન્સેન્ટ ઊપર એલ્વિસના બેડરૂમમાં દાખલ થયાં.બેડરૂમનું દ્રશ્ય જોઇને બે મિનિટ તે લોકો હેબતાઈ ગયાં.પલંગ પર ચારેય તરફ બુક્સ હતી.કિઆરા ટેબલ પર લેપટોપ પર કઇંક કામ કરી રહી હતી.

બેડ પરથી ઓશિકા અને બ્લેંકેટ નીચે પડેલા હતા.હંમેશાં નીટ અેન્ડ ક્લિન રહેતો બેડરૂમ આજે એકદમ અસ્તવ્યસ્ત હતો.

કિઆરા કામ કરવામાં ખોવાયેલી હતી.
"કિઆરા,વાઉ રૂમની હાલતતો જોરદાર કરી છે.જાણે કે એલ્વિસનો બેડરૂમ નહીં પણ બીજી લાઇબ્રેરી હોય.બાય ધ વે આ એલ્વિસનું લેપટોપ તો પાસવર્ડ પ્રોટેક્ટેડ હતું."વિન્સેન્ટે કટાક્ષમાં પુછ્યું.

"વિન્સેન્ટજી,આમ ટોન્ટ માર્યા કરતા સીધી રીતે કહોને કે રૂમ ખૂબજ ગંદો છે.રહી વાત લેપટોપની તો પાસવર્ડ ક્રેક કરવો મારા માટે મોટી વાત નથી.હું તો કોઇનું ઇમેઇલ આઇડી પણ હેક કરી શકું.આઇ એમ સો ટેલેન્ટેડ."કિઅારાએ તીખી નજરે વિન્સેન્ટ સામે જોતા કહ્યું.વિન્સેન્ટ ચુપ થઇ ગયો.એલ્વિસને હસવું આવ્યું.

"બાય ધ વે તને નથી લાગતું કે અકીરા સાથે થોડું વધારે પડતું થયું?"એલ્વિસે ડરતા ડરતા પુછ્યું.

અકીરાનું નામ સાંભળતા જ કિઆરાની અંદર રહેલો ગુસ્સો ફરીથી પ્રકટ થયો.તે એલ્વિસ પાસે ગઇ તેની એકદમ નજીક અને તેના ગળા પર પેનનો પોઇન્ટ રાખ્યો અને ગુસ્સામાં બોલી,"તમને બહુ ફિકર થઇ રહી છે તે મિસ હિરોઈનની,વાત શું છે એલ્વિસજી?

બાય ધ વે.મે જે કર્યું તેની સાથે તે બરાબર જ હતું ખબર છે કેમ?"કિઆરાએ એલ અને વિન્સેન્ટ સામે જોઇ ગુસ્સામાં પુછ્યું.

તે બંનેએ ડરીને માથું નકારમાં ધુણાવ્યું.
"કેમકે આ બધાંની પાછળ તેનો જ હાથ હોય તેવું લાગે છે મને."

"એક મિનિટ કિઆરા,તું માત્ર શંકાના આધારે તેવું કેવીરીતે કહી શકે?"વિન્સેન્ટે પુછ્યું.

"શંકા કરવું તે પોલીસનું કામ છે.એલ્વિસના ગે હોવાના સમાચાર બહાર આવતા જ તે આવી ગઇ તકનો લાભ ઉઠાવવા.તો સ્વાભાવિકપણે શંકા તેના પર જ જાય.મે જે કર્યું તેની સાથે તે યોગ્ય જ હતું."કિઆરા બોલી.

અત્યાર સુધી શાંત રહેલો અને હળવા મુડમાં રહેલો એલ્વિસ હવે થોડો ગંભીર થયો અને બોલ્યો,"કિઆરા,તે અકીરા સાથે જે કર્યું તે ઠીક નથી કર્યું.મારા ઘરમાં મહેમાનોનું આવીરીતે સ્વાગત નથી થતું.તું અકીરા પર ખાલી શંકાના આધારે આટલો મોટો આરોપ કેવીરીતે મુકી શકે?માત્ર શંકાના આધારે આવું વર્તન કેવીરીતે કરી શકે?

અકીરા,એક ન્યુ કમર એકટ્રેસ છે.તે પોતે પરિસ્થિતિનો માર ખાઇ રહી હતી.જેમાથી મે અને વિન્સેન્ટે તેને બચાવી.તે આવું કરી શકે તેવી તેની તાકાત પણ નથી કે પહોંચ પણ નથી.બીજી વાત બધાંની સામે જે નાટક તે કર્યા મને તેના પર ગુસ્સો આવ્યો હતો પણ હું બધાં વચ્ચે તારું અપમાન કરવા નહતો ઇચ્છતો.આજ પછી મારા ઘરમાં આ વસ્તુ ક્યારેય ના થવી જોઇએ.

મહેમાન ભગવાન સમાન હોય છે.આ વાત તું નથી જાણતી?તો આવું ફરીથી ના થાય તેનું ધ્યાન રાખજે.હું આજે અકીરાને જે થયું તેના માટે સોરી કહી દઇશ."એલ્વિસનો અવાજ આ કહેતા સમયે થોડો વધુ કડક અને મોટો થયો.જે તે ના સમજી શક્યો પણ વિન્સેન્ટ સમજી ગયો.કિઆરાના ચહેરા પર બદલાયેલા ભાવ આઘાતના હતા તે પણ વિન્સેન્ટ સમજી ગયો.

વિન્સેન્ટ કઇ કરે તે પહેલા એલ્વિસે અકીરાને ફોન લગાવ્યો.કિઆરા બાથરૂમમાં કપડાં બદલવા જતી રહી.

"હાય અકીરા,એલ્વિસ બોલું.મે તને સોરી કહેવા ફોન કર્યો હતો.મે મહારાજને ખૂબ વઢ્યા અને નેક્સ્ટ ટાઇમ ધ્યાન રાખવા કહ્યું.સોરી મારે તને બીજા કપડાં આપવા જોઇતા હતા અને ડ્રાઇવરને કહી તને ઘરે ઉતારવાની વ્યવસ્થા કરવી જોઇતી હતી.આઇ એમ સોરી તને જે અગવડ પડી તેના માટે."એલ્વિસની વાત કપડાં બદલીને આવેલી કિઆરાએ સાંભળી ફોન સ્પિકર પર હતો.

"એલ્વિસ સર,પ્લીઝ તમે માફી ના માંગો.હું તો તમારી મદદ કરવા માંગતી હતી.લાગે છે કે તમારી ગર્લફ્રેન્ડને તે પસંદ ના આવી.એક વાત કહુ તેણે આમ તમારા બંને વચ્ચેના પર્સનલ સંબંધને બધાની વચ્ચે લાવીને તમારી ખૂબજ હાસી ઉડાવી છે.સોરી તમને ખરાબ લાગ્યું હોય તો પણ હું આ કહેતા મારી જાતને ના રોકી શકી."અકીરા સારા બનવાનું નાટક કરતા બોલી

"સોરી."એલ્વિસે આટલું કહી ફોન મુક્યો.

આ સાંભળ્યા બાદ કિઆરા ત્યાં વધુ કશુંજ કહેવા કે સાંભળવા ના રોકાઇ.પોતાની આંખમાં અા આંસુ કેમ આવી રહ્યા હતા?કેમ એલ્વિસની વાતોનું તેને ખરાબ લાગ્યું?તે સાવ ખોટો પણ નહતો?શિવાની કાકી આનાથી વધુ ખરાબ બોલે છે પોતાના વિશે ત્યારે કેમ પોતાને ખરાબ ના લાગ્યું?

આ બધાં વિચારો કરતા કરતા તે એલ્વિસના ઘરેથી બહાર નીકળી.

એલ્વિસનો ફોન પતતા તેણે વિન્સેન્ટને પુછ્યું,"કિઆરા ક્યાં છે?"

"તને શું લાગે છે?આટલું બધું સાંભળ્યા પછી કોઇ અહીંયા તારી વાતો સાંભળવા રોકાય.રડતા રડતા ગઇ છે.એલ્વિસ,યુ વર ટૂ રુડ.તે તારા ભલા માટે વિચારતી હતી અને તે ક્રીમીનોલોજી ભણે છે.તેને ગુનેગારો વિશે આપણા કરતા વધુ સમજ છે.મને પણ લાગે છે હવે તો કે આ બધાં પાછળ અકીરા હોઇ શકે અને જો તે વાત સાચી નીકળી તો તું કિઆરાને કેવીરીતે મનાવીશ તે તું જ જાણે.આ વખતે હું તારી મદદ નહીં કરું.ફ્રેન્કલી સ્પિકીંગ મને તારું આ વર્તન ના ગમ્યું."વિન્સેન્ટ પણ આટલું કહીને જતો રહ્યો.એલ્વિસ પોતાનું માથું પકડીને બેસી ગયો.તેણે કીઅારાને ફોન લગાવ્યો જે સતત વ્યસ્ત આવતો હતો.

કિઆરા બહાર નીકળીને રીક્ષામાં બેસી ગઇ.વિન્સેન્ટને તેની ચિંતા થતાં તે પણ ફટાફટ ભાગ્યો તેની પાછળ અને તેણે જોયું કે કિઆરા રીક્ષામાં બેસીને કોઇની સાથે ફોન પર વાત કરી રહી હતી.તેણે પોતાની ગાડીમા તેનો પીછો કરવાનું નક્કી કર્યું.વિન્સેન્ટ પોતાની કારમાં બેસીને તેની પાછળ ગયો.

કિઆરા એલ્વિસની વાતોથી દુખી હતી.તેણે નક્કી કર્યું કે તે સાબિત કરીને બતાવશે કે તેની શંકા સાચી છે.
તેણે કોઇકને ફોન લગાવ્યો.બે ત્રણ રીંગ વાગ્યા પછી ફોન ઉપડી ગયો.
"હા મારી બકુડી.શું થયું?"સામેથી કોઇ યુવાનનો અવાજ આવ્યો.
જવાબમાં કિઆરાએ રોતલ અવાજમાં કહ્યું,"અર્ચુ,આઇ એમ સેડ."

"શું થયું મારી બકુડીને?"અર્ચુ બોલ્યો.

"અર્ચિત,મને તારી મદદ જોઇએ છે.અત્યારેને અત્યારે મને મળવા આવ."કિઆરાએ હકથી કહ્યું.

"પણ ડિયર,મારા મહત્વના લેક્ચર્સ છે."અર્ચિતે કહ્યું.

"હું કશુંજ નથી જાણતી.અડધો કલાકમાં મને મેરી હોસ્પિટલની બહાર મળ.નહીંતર હું તારી સાથે ક્યારેય વાત નહીં કરું."કિઆરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"હોસ્પિટલની બહાર?કેમ ?શું થયું ?તું ઠીક તો છેને?"અર્ચિતે ચિંતામા પુછ્યું.

"હા હા,હું ઠીક છું.મને તારી હેલ્પ જોઇએ છે.મારે મારી જાતને સાચી સાબિત કરવાની છે.તારી મદદ વગર તે શક્ય નહીં બને."કિઆરાએ કહ્યું.

"કિયુ,પેલા આયાને ફરીથી નાટક તો નથી કર્યાને?"અર્ચિતે પુછ્યું.

વિન્સેન્ટ પણ સતત કિઆરાની પાછળ હતો.તેનું ધ્યાન હતું કે કિઆરા સતત કોઇની સાથે ફોન પર વાત કરી રહી છે.અંતે કિઆરા મેરી હોસ્પિટલ બહાર આવીને ઊભી રહી.વિન્સેન્ટે ગાડી પાર્ક કરી અને તે કિઅારા પાસે જતો હતો ત્યાં બાઇક પર એક સોહામણો યુવક આવ્યો.તેણે બાઇક પાર્ક કરી હેલ્મેટ ઉતારી અને કિઆરા પાસે ગયો.કિઆરા તેને જોતા જ ભાવુક થઇ ગઇ અને રડવા લાગી.તે છોકરાએ કિઆરાને પોતાના ગળે લગાવી દીધી અને તેની પીઠ પર હાથ ફેરવીને તેને શાંત કરી.

વિન્સેન્ટ ખૂબજ આશ્ચર્ય પામ્યો.
"કોણ છે આ?કિઆરાનો બોયફ્રેન્ડ?પણ તે તો કહેતી હતી કે તે પ્રેમમાં વિશ્વાસ નથી કરતી.તેણે આજ પહેલા કોઇ છોકરા સાથે અા રીતે વાત નથી કરી.તો આ બધું શું છે?તેની પર નજર રાખવી પડશે."

"કિયુ,શું થયું?ચલ એક કામ કર.ચા પીતા પીતા વાત કરીએ."અર્ચિત કિઆરાને ચાની કિટલી પર લઇ ગયો.કિઆરા હવે શાંત હતી.તેણે તેનું માથું અર્ચિતના ખભે ઢાળી દીધું.વિન્સેન્ટ આ દ્રશ્ય જોઈને હેરાણ થયો.તે કિઆરાના ધ્યાનમાં ના આવે તેમ તેમની નજીક આવીને બેસ્યો.

કિઆરાએ બધી જ વાત કહી એલ્વિસની મુલાકાતથી લઇને આજે બન્યું ત્યાંસુધી.
"તો હવે તું શું ઇચ્છે છે?હું તારી કેવીરીતે મદદ કરી શકું?"અર્ચિતે પુછ્યું.

કિઅારા તેની સામે જોયું તે કઇંક વિચારમાં પડી ગઇ.
શું એલ્વિસ અને કિઆરા વચ્ચે એલ્વિસની કહેલી વાત અંતર લાવી દેશે?
લાગણીશીલ કિઆરા એલ્વિસને માફ કરશે?
કિઆરા આગળ શું કરશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Sheetal

Sheetal 11 months ago

Vishwa

Vishwa 1 year ago

Manisha Thakkar
ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Balkrishna patel

Balkrishna patel 2 years ago

Share