Dashing Superstar - 22 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-22

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-22( અકીરા પોતાનો બનાવેલો પ્લાન નિષ્ફળ જતા ગુસ્સે થઇ.તેણે એલની ગર્લફ્રેન્ડને શોધી તેની જોડે બદલો લેવાનો નક્કી કર્યું.અહીં એલ્વિસ કિઆરાના અકીરા સાથે થયેલા વર્તન પર ગુસ્સે થયો.તેણે કિઆરા સામે અકીરાની માફી માંગી.કિઆરા ત્યાંથી નારાજ થઇને જતી રહી.તે કોઇ છોકરા અર્ચિતને બોલાવે છે અને તેને ગળે લાગી.જે તેનો પીછો કરી રહેલો વિન્સેન્ટ જોઇને વિસ્મય પામ્યો)

કિઆરા અને અર્ચિત ટી સ્ટોલની એક પાટલી પર એકબીજાની બાજુમાં બેસેલા હતાં.વિન્સેન્ટ બરાબર તેમની પાછળ બેસેલો હતો.તેણે માથે ટોપી અને ગોગલ્સ પહેર્યા હોવાના કારણે તે ઓળખાતો નહતો.કિઆરાનું તે તરફ ધ્યાન પણ નહતું.

કિઆરાએ અર્ચિતને બધું જ જણાવ્યું.
"વાહ,કિઆરા મને નહતી ખબર કે તું આટલી તોફાની છે.પેલી હિરોઈનની તો હાલત ખરાબ થઇ ગઇ."અર્ચિતે હસતા હસતા કહ્યું.કિઆરા અકીરાનું નામ સાંભળતા ફરીથી અપસેટ થઇ ગઇ.

અર્ચિત અને કિઆરાની આ નજદીકી જોઇને વિન્સેન્ટે વિચાર્યું,"હં હં,તેનો બોયફ્રેન્ડ જ લાગે છે.છોકરી જેવી દેખાય છેને તેવી નથી.એલ્વિસ આગળ ગુડ ગર્લ બનવાના નાટક કરે છે.સારું થયું મને સમયસર ખબર પડી હવે હું એલ્વિસને ચેતવી શકીશ."

તેટલાંમાં જ અર્ચિત બોલ્યો,"ઓહો મારી નાની વ્હાલી બહેન,તું કેમ આટલી અપસેટ થાય છે?"
આ સાંભળીને વિન્સેન્ટના વિચારો પર બ્રેક લાગી.તે પોતાના વિચારો પર શરમ અનુભવવા લાગ્યો.સાથે સાથે ખુશ પણ થયો.ખુશીના માર્યા તે ભુલી ગયો કે તે કિઆરાનો પીછો કરતા આવ્યો હતો અને બોલી ઊઠ્યો,"થેંક ગોડ,તારો ભાઇ છે.હાશ મને તો લાગ્યું કે આ છોકરો તારો બોયફ્રેન્ડ છે."

"વિન્સેન્ટ,તમે અહીંયા શું કરો છો?તમે મારી જાસુસી કરો છો?હા હા,તમારા ડેશિંગ સુપરસ્ટારે જ કહ્યું હશે?"કિઆરા ગુસ્સામાં બોલી.

"અરે કિયુ..સોરી કિઆરા,હું તારો પીછો નહોતો કરતો.તું આ રીતે નારાજ થઇને નીકળી ગઇ એટલે મને ચિંતા થઇ.તો હું તારી પાછળ આવ્યો.બાય ધ વે આ કોણ છે?"વિન્સેન્ટે પુછ્યું.

કિઆરાના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.
"હાય,હું અર્ચિત છું.આમ તો કિઆરાનો સિનિયર છું.એકવાર એક પ્રોજેક્ટમાં મદદ લેવા માટે કિઅારાએ મને પુછ્યું હતું.બસ ત્યારથી જ અમે એકબીજાને ઓળખીએ છીએ.કિઆરાના રૂપમાં મને નાની બહેન મળી ગઇ છે."અર્ચિતે વિન્સેન્ટને પોતાની ઓળખ આપતા કહ્યું.

"કિઆરા,એક વાત પૂછું?તું કહે છે કે તું એલ્વિસને પ્રેમ નથી કરતી તેને માત્ર દોસ્ત ગણે છે.કોઇબીજી છોકરી તેની નજીક જાય તો તને જલન થાય છે તે પણ એટલી કે તું તેની હાલત ખરાબ કરી નાખે.એક વાત મને સમજાવીશ યૈ રિશ્તા ક્યાં કહેલાતા હૈ કિઆરાજી?"વિન્સેન્ટે તોફાની સ્વરમાં પુછ્યું.કિઆરાના ચહેરા પર ગુસ્સાની જગ્યાએ કઇંક અલગ જ ભાવ આવી ગયા.

"એવું કશુંજ નથી.એ તો મને તે હિરોઈન પર શંકા ગઇ એટલે."કિઆરાએ બહાનું બનાવતા કહ્યું.

"ઓ.કે કિયું,માની તારી વાત પણ તને એલ્વિસજીની વાત પર આટલો ગુસ્સો કેમ આવ્યો?તને તેમની વાતનું ખોટું કેમ લાગ્યું?કિઆરા,આપણે જેને પ્રેમ કરીએને તેની જ વાતનું આપણને ખોટું લાગે."અર્ચિતે પણ વિન્સેન્ટની વાતમાં સાથ આપતા કહ્યું.

"હવે જે કામ માટે આવ્યા છીએ તે કરીએ?"કિઆરાએ વાત બદલતા કહ્યું.

"હા,કિઆરા આ બધાંમાં હું એ પુછવાનું તો ભુલી જ ગયો કે તે મને કેમ બોલાવ્યો?"અર્ચિતે કહ્યું.

"અર્ચુ,આપણે એલ્વિસ પર લાગેલા આરોપ ખોટા સાબિત કરવાના છે.આપણે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પ્રયાસ એલ્વિસ તરફથી નથી થયો નહીંતર લોકો એમ માનશે કે એલ્વિસ પર લાગેલા આરોપ સાચા છે અને તે પોતાના રૂપિયાના જોરે તે દબાવવા ઇચ્છે છે."કિઆરાએ કહ્યું.

"હા પણ કિઆરા,આપણે કરીશું શું?"વિન્સેન્ટે પુછ્યું.

"મે આજે વાંચ્યું કે આવું પહેલા પણ ઘણીવાર બની ચુક્યું છે કે સેલિબ્રીટીના અમુક અંગત મેડિકલ રીપોર્ટ્સ અને તેમના બાળકના બર્થ સર્ટિફિકેટ લીક થયા હોય.થોડા વર્ષો પહેલા એક હિરોઇન હતી જે કુંવારી માઁ બની.આશ્ચર્યનજક રીતે તે હોસ્પિટલના જ એક સ્ટાફે બર્થ સર્ટિફિકેટની કોપી એક મીડિયા હાઉસને ઇમેઇલ કરીને વેંચી દીધી.જે કોમ્પ્યુટર પરથી તેણે બધાં ડેટા ઇરેસ કરી દીધાં.છતાં પણ તે પકડાઇ ગયો.

આપણે આ હોસ્પિટલના સર્વર રૂમમાં જઇને તે કોમ્પ્યુટર શોધવાનું છે જેના પરથી તે રીપોર્ટરને ખોટા રીપોર્ટ્સ મેઇલ કરવામાં આવ્યા છે.એક વાત કહું વિન્સેન્ટ,આવો કોઇ ટેસ્ટ જ નથી હોતો જેના પરથી તે વાત સાબિત થાય કે આ પુરુષ ગે છે.જ્યાંસુધી તે પુરુષ પોતે ના કહે.હા સલાઇવા ટેસ્ટ હોય છે પણ તે એક્યુરેટ નથી હોતો."કિઆરાની વાત પર વિન્સેન્ટ આશ્ચર્ય પામ્યો.

"મને આ નહતી ખબર.તો તો આપણે કોઇપણ એક ડોક્ટરને પકડીએ અને તેમનું સ્ટેટમેન્ટ રીલીઝ કરીએ કે આવો કોઇ ટેસ્ટ જ નથી અને આ આરોપ ખોટા છે."વિન્સેન્ટે કહ્યું.

"ના,એવું જ કરવાનું હોત તો હું તમને ત્યાં જકહી દેત.આનાથી એ સાબિત થશે કે તે રીપોર્ટ નકલી હતા પણ લોકોના મનની શંકા તે દુર ના થાય.અંદરખાને તેમને એમ રહ્યા કરે કે શું તે ન્યુઝ સાચા હશે?

તેના માટે જ આપણે તે રીપોર્ટરના મોઢે ,અહીંયા જે કર્મચારીએ ખોટો રીપોર્ટ બનાવીને આપ્યો તેના મોઢે સત્ય બોલાવીને રેકોર્ડ કરવાનું છે.આપણે તે રીપોર્ટરના બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ચેક કરવાનું છે કે કોણે તેના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા છે?"કિઆરાએ પોતાનો પ્લાન જાણવ્યો.

"સૌથી પહેલા આપણે અંદર જઇશું.વિન્સેન્ટજી તમે અને કિઆરા સર્વર રૂમ આગળ ઝગડવાની એકટીંગ કરજો.જેથી ત્યાં ભીડ એકઠી થાય.હું મેઇન સિસ્ટમ પરથી તે ડિટેઇલ ચેક કરી લઇશ કે કોના આઇડી પરથી તે ઇમેઇલ મોકલવામાં આવ્યો છે."અર્ચિતે કહ્યું.

"આટલી મોટી હોસ્પિટલ છે.આટલા બધાં લોકોના ઇમેઇલ આઇ.ડી હેક કરવામાં કેટલો સમય જશે."વિન્સેન્ટે ચિંતા વ્યક્ત કરી

"બધાંના નહીં રીપોર્ટ બનાવનાર ૩ લોકો છે બસ તેમાંથી જ કોઇ એક હશે.અર્ચુ,આ તે ત્રણ લોકોના ઇમેઇલ આઇ.ડી છે.ચલો વિન્સેન્ટ,નાટક શરૂ કરીએ."આટલું કહીને કિઆરાએ પોતાની બેગમાંથી એક દુપટ્ટો કાઢ્યો અને તેને મોઢે બાંધી લીધો.
તે ત્રણેય સર્વર રૂમની બહાર ગયા.અર્ચિત થોડે દુર ઊભો રહ્યો.

"કિઆરા,પણ કરીશુ શું?કયા ટોપીક પર ઝગડીશું?હું શાંતિપ્રિય માણસ છું."વિન્સેન્ટે કહ્યું.

"મારા પર છોડી દો.હું અશાંતિપ્રિય માણસ છું."આટલું કહીને કિઆરા બે મિનિટ વિચારમાં પડી.તેટલાંમાં તેનું ધ્યાન ગાયનેકોલોજીસ્ટના બોર્ડની તરફ ગયું.

તેણે જોરથી ચિસ પાડી,"યુ ચીટર,તું મને આવી હાલતમાં લાવીને છોડીના શકે.હું કેસ કરીશ તારા પર.આ બાળક તારું છે અને તારે તેને સ્વીકારવું જ પડશે.નહીંતર મને માર્શલ આર્ટ્સ આવડે છે."કિઆરાએ નાટક વિન્સેન્ટને કહ્યા વગર શરૂ કર્યું.બિચારો બનીને ફાંફા મારી રહેલો વિન્સેન્ટ કઇ સમજ્યો નહીં અને ડઘાઇ ગયો.
"આ શું બોલે છે તું?"તેણે બઘવાયેલી હાલતમાં વિન્સેન્ટ બોલ્યો.

કિઅારાએ તેને આંખ મારી.વિન્સેન્ટે દયામણું મોઢું કરીને કિઆરાને ધીમેથી કહ્યું,"તને બીજું કઇ ના મળ્યું ઝગડવા માટે?"

કિઆરાએ આંખો કાઢી.

"આ બાળક મારું નથી.તું ચીટર છે.તારું પેલાની સાથે ચક્કર ચાલે છે."વિન્સેન્ટે મોટા અવાજમાં કહ્યું.તે સાથે તે બંનએ ઝગડવાનું શરૂ કર્યું.
ધીમેધીમે લોકો ભેગા થવાના શરૂ થયા.સર્વર રૂમમાંથી પણ આ તમાશો જોવા બધાં બહાર આવ્યાં.અર્ચિતે લાગ જોઇને ધીમેથી અંદર જતો રહ્યો અને તેણે તેનું કામ શરૂ કર્યું.
બહાર કિઆરાના ધાર્યા પ્રમાણે લોકો ભેગા થઇ ગયા.સર્વર રૂમના જે બે માણસો હતા.તે કિઆરા અને વિન્સેન્ટને શાંત કરવા કોશીશ કરી રહ્યા હતા.કિઆરા અને વિન્સેન્ટે તે બંને માણસોને હાથ પકડીને પોતાના ઝગડામાં સામેલ કર્યાં.

વિન્સેન્ટની ઝગડવાની અણઆવડતને કારણે ઝગડો શાંત પડવાની પરિસ્થિતિ પર આવી ગયો.કિઆરાને કઇંક સુઝંયુ.તે ડંડો લઇને આવી.

"તું આ બાળકને નહીં અપનાવે તો હું તારા હાડકા તોડી નાખીશ."આટલું કહીને તે વિન્સેન્ટ અને વિન્સેન્ટે પકડી રાખેલા સર્વર રૂમના માણસની પાછળ દોડી.હોસ્પિટલના ત્રીજા માળ પર અફરાતફરીનો માહોલ જામ્યો હતો.સિક્યુરિટીને કોઇકે જાણ કરી દીધી હતી.
કિઅારાનું ધ્યાન તે સર્વરરૂમના દરવાજા તરફ હતું.બસ અર્ચિત બહાર આવે અને તે આ નાટક બંધ કરે.લગભગ પુરી દસ મિનિટ બધાને દોડાવ્યા. અર્ચિત બહાર આવ્યો તેણે થમ્સ અપની સાઇન કરી.કિઆરા અને વિન્સેન્ટ અચાનક ઝગડો ખતમ કરી નાખ્યો અને ત્યાંથી જતાં રહ્યા.
ત્યાં હાજર બધાં વિચારમાં પડી ગયા કે આ શું થઇ ગયું.એક નાનકડું વાવાઝોડુ આવીને અચાનક જતું રહ્યું.

"કિઆરા,તું આવી કેમ છે?તને પહેલી વાર જોઇને કોઇને લાગે કે કેટલી શાંત,શરમાળ અને ડાહી છે.પણ હકીકત અલગ છે.મહારાજ સાચું કહે છે તું જોગમાયા છે.તને બીજું કઇ કારણ ના મળ્યું?"વિન્સેન્ટ હજી પણ હાંફી રહ્યો હતો.
"મને જે સુઝયું તે કહ્યું.અર્ચિત,શું ખબર પડી?"કિઆરાએ પુછ્યું.

"રોનક દેશમુખ,નવો જ જોઇન થયેલો છે.તેણે આ નકલી રીપોર્ટ અહીં જ બનાવીને તે રીપોર્ટ હીરેનને મોકલ્યા.તે આપણેને નીચે મળશે.ચલ તેને પકડીએ અને તેને લઇને જઈએ તે રીપોર્ટર હીરેન પાસે."અર્ચિત બોલ્યો.

"હવે તું જો તે હિરેનની અને આ રોનકની એવી ટ્રીટમેન્ટ કરીશને કે બંને જણા પોપટની જેમ બોલવા લાગશે."તે ત્રણેય વાતો કરતા કરતા કેન્ટીનમાં પહોંચ્યા.તેમને પુછતા જાણવા મળ્યું કે રોનક કેન્ટીનમાં નાસ્તો કરવા ગયો છે.કેન્ટીનમાં રોનક એકલો બેસીને નાસ્તો કરી રહ્યો હતો.કિઆરા અને અર્ચિત તેની આજુબાજુમાં જઇને બેસ્યા જ્યારે વિન્સેન્ટ તેની સામે બેસ્યો.રોનક તેમને જોઇને વિચારમાં પડી ગયો.
"હેલો કોણ છો તમે?આટલી બધી જગ્યા છે."રોનક ગુસ્સામાં બોલ્યો.તેણે સેન્ડવીચનો ટુકડો મોઢામાં મુક્યો.
કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિત એકબીજાની સામે જોઈને હસ્યા.જે રોનક સમજી શક્યો નહીં.
કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિત કેવીરીતે એલ્વિસને ખોટા ન્યુઝના ખોટા આરોપમાંથી બહાર લાવશે.તે જાણવા વાંચતા રહેજો.

Rate & Review

Sheetal

Sheetal 10 months ago

Vishwa

Vishwa 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Rinku shah

Rinku shah Matrubharti Verified 2 years ago

Dipti Koya

Dipti Koya 2 years ago

Share