Dashing Superstar - 29 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-29

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-29(આયાન અને અકીરાની હાલત એલ્વિસ અને કિઆરા દ્રારા ખરાબ કરવામાં આવી હતી.એલ્વિસ અને કિઆરા એકબીજા સાથે દલીલ કરતા એકબીજાની નજીક આવી રહ્યા હતાં.તેટલાંમાં કિઅારા અને આયાન શુટીંગ જોઇ રહ્યા હતાં જેમા એક સીન જોઇને કિઆરાની હાલત ખૂબજ ખરાબ થઇ ગઇ હતી.)

"એલ્વિસ,કિઆરાને કઇપણ કરીને શાંત કરવી પડશે."વિન્સેન્ટ ચિંતામાં બોલ્યો.

"હા,મને પણ એવું જ લાગે છે.હું કોશીશ કરું છું તેને શાંત કરવાની."આયાન બોલ્યો.

"આયાન,સ્ટોપ ઇટ.તું ત્ય‍ાં જઇશ તેની પાસે તો તે પોતાની જાતને નુકશાન પહોંચાડશે.એક મિનિટ હું કઇંક વિચારું છું."આટલું કહીને એલ્વિસ થોડીક ક્ષણો વિચારમાં પડી ગયો.

પોતાના પ્રેમને આટલી ખરાબ અવસ્થામાં જોઇને તેને અનહદ તકલીફ થઇ.તેણે કિઅારાના દાદા શ્રીરામ શેખાવતને ફોન કર્યો અને તેમને બધી જ વાત જણાવી.
"હે ભગવાન,મારી દિકરી.એલ્વિસ,હું ત્યાં આવી રહ્યો છું.ત્યાં સુધી તું તેને શાંત કરાવીને તેના હાથે દવા લગાવી દે.મારી દિકરી ખૂબજ સમજદાર છે તે સમજી જશે."શ્રીરામ શેખાવતે એલ્વિસને કહ્યું.

"વિન્સેન્ટ,ફર્સ્ટ એડ બોક્ષ લાવ તો."એલ્વિસે કહ્યું.

વિન્સેન્ટ તુરંત જ ફર્સ્ટ એડ બોક્ષ લઇને આવ્યો.
એલ્વિસ ધીમેધીમે કિઆરા તરફ આગળ વધ્યો.કિઆરા પોતાના બે હાથમાં માથું છુપાવીને રડી રહી હતી.એલ્વિસ તેની થોડીક દુર જઇને બેસ્યો.વિન્સેન્ટને તેણે ઇશારાથી આયાન સાથે બહાર જવા કહ્યું.

"હું સમજી શકું છું કે તને કેમ રડવું આવી રહ્યું છે.કદાચ તારો બોયફ્રેન્ડ તને બીજી કોઇ છોકરી માટે છોડીને જતો રહ્યો હોય."એલ્વિસે જાણી જોઇને ખોટું બોલ્યુ.

કિઆરા આ વાત સાંભળીને બે ક્ષણ માટે રડતા બંધ થઇ અને એલ્વિસની સામે જોઇ રહી.

"એવું જ છે ને?"એલ્વિસે તેની આંખોમાં આંખો નાખીને કહ્યું.
જવાબ આપવાની જગ્યાએ કિઆરા ફરીથી રડવા લાગી.
"મને પણ આવા પુરુષોથી નફરત છે કે જે પોતાના જીવનમાં કોઈ એક સ્ત્રીને વફાદાર થઇને ના રહી શકે.પણ શું તેવા લોકોના કારણે આપણે આપણી જાતને સજા આપવી યોગ્ય છે?તું તો આઇ.પી.એસ ઓફિસર બનવા માંગે છે.પોલીસ તો કેટલી સ્ટ્રોંગ હોય,તો આ સામાન્ય વાતને કારણે તું કેમ આટલી ઢીલી પડી ગઇ."એલ્વિસે કિઆરાને શાંત કરવા કઇંક અલગ રસ્તો અપનાવતા કહ્યું.

અત્યાર સુધી ગુસ્સામાં પોતાની જાતને નુકશાન પહોંચાડી રહેલી કિઆરાએ હાથમાંથી કાચનો ટુકડો ફેંક્યો અને ગુસ્સામાં એલ્વિસ સામે જોઇને બોલી,"હું સ્ટ્રોંગ જ છું પણ તમે મારું દર્દ નહીં અનુભવી શકો.પહેલી વાત મારો કોઇ બોયફ્રેન્ડ નથી કે નહોતો.બીજી વાત મે આ વાત ખૂબજ અંગત રીતે અનુભવેલી છે.પુરુષો માટે સ્ત્રી માત્ર એક રમકડું હોય છે."

"એવું તું બધાં પુરુષ માટે કેવી રીતે નક્કી કરી શકે?જો મારી આંખોમાં તેમા તારા દર્દની પીડા અનુભવાશે.તું એક વાર મારી આંખોમાં જો તો ખરી."આટલું કહીને એલ્વિસે કિઆરાનો હાથ પોતાના હાથમાં લીધો.કિઆરાને એલ્વિસની આંખોમાં પોતાની પીડાની અનુભૂતિ દેખાઇ રહી હતી.એલ્વિસે એન્ટિસેપ્ટિક લિક્વિડ વાળું રૂ લઇને તેના ઘાવ સાફ કરવાનું શરૂ કર્યું.એન્ટિસેપ્ટિક લિક્વિડના કારણે તેની આંખમાં તકલીફ દેખાઇ રહી હતી.એલ્વિસ તેનું ખૂબજ ધ્યાન રાખીને તે સાફ કરી રહ્યો હતો.

એલ્વિસે કિઆરાના ઘાવને સાફ કરીને તેની પર પાટો બાંધી દીધો.કિઆરાની આંખોમાં પીડા અને હ્રદયમાં છેક અંદર સુધી વાગેલા ઘાવ સાફ દેખાતા હતાં.નાનકડી ઊંમરમાં પોતાની માઁને સતત આ પરિસ્થિતિમાં જોઈને જાણે તેનું બાળપણ એકાએક તેનાથી રિસાઇને ચાલ્યું ગયું હતું.રોજ રોજના ઝગડા અને માતાપિતાની વાતો અવારનવાર તેના કાનમાં પ્રવેશીને હ્રદય અને મનોમસ્તિષ્કમાં સ્થાન જમાવી લેતી.

તેણે એલ્વિસના સ્પર્શમાં શું અનુભવ્યું તે તેને ના સમજાયું પણ તે સ્પર્શે તેને અંતરની વર્ષો જુની પીડા પર જાણે મલમ લગાવી આપ્યું.પોતાનો હાથ એલ્વિસના હાથમાં હતો,તે હળવે હળવેથી પોતાની આંગળીઓથી કિઆરાના હાથને પસરાવતો હતો.

આંખોના પોપચા અનાયાસે બંધ થઇ ગયા અને લાંબો ઉચ્છવાસ એક હિબકા સાથે બહાર આવ્યો.તેમના મૌન હૈયાઓ સતત સ્પર્શનો સંવાદ માણી રહ્યા હતાં.ધીમેધીમે કિઆરાની પીડા એલ્વિસના સ્પર્શમાં ઓગળી રહી હતી.

"કિઆરા,તું ઠીક તો છેને?"એલ્વિસે હળવા સાદે તેને પુછ્યુ.
"હં."માત્ર એટલું જ બોલી.હજીપણ કિઆરાએ પોતાનો હાથ તેના હાથમાં જ આપી રાખ્યો હતો.
લગભગ એક કલાક પછી દાદુ,વિન્સેન્ટ અને આયાન આવ્યાં.
"કિઆરા."દાદુનો અવાજ સાંભળીને કિઆરા નાની બાળકીની જેમ તેમને બાઝીને રડવા લાગી.
"મારી દિકરી તો કેટલી સ્ટ્રોંગ છે.આમ પોતાની જાતને તકલીફ આપશે તો તારા દાદા અને દાદી પર શું વિતશે?તારી માઁની આશા છે તું,તેનું જીવન જીવવાનો સહારો.તેના વિશે ના વિચાર્યું?

પોતાના બાળકને પીડાંમાં જોઇને એક માતાના હ્રદય પર શું વિતે કિઆરા?સમય અને ભગવાન પર ભરોસો રાખ,બધું જ સરસ થઇ જશે.જા તારા મિત્રો વિન્સેન્ટ અને આયાન સાથે બહાર અાંટો મારતી આવ અને જો અહીંનો સુર્યાસ્ત ખૂબજ સુંદર હોય છે.તેનો નજારો તારી આંખોમાં કેદ કરતી આવ."શ્રીરામ શેખાવતે કહ્યું.

વિન્સેન્ટ અને આયાન કિઆરાને લઇને બહાર ગયા.તેમના ગયા પછી શ્રીરામ શેખાવત એલ્વિસ પાસે આવ્યાં અને તેના ખભે હાથ મુક્યો.

"દોસ્ત,મને અહીંનો સુંદર નજારો નહી દેખાડે.ચલ,સુંદર નજારો દેખતા દેખતા વાતો કરીએ."શ્રીરામ શેખવાતે કહ્યું.એલ્વિસ શ્રીરામ શેખાવતને પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી રેન્જમાં આવેલા સનસેટ પોઇન્ટ પર લઇ ગયો. આયાન,કિઆરા અને વિન્સેન્ટ અહીં જ આવેલા હતાં.

સુર્યાસ્તનો નજારો ખૂબજ અદભુત હતું.આકાશ આખું કેસરી રંગનું થઇ ગયું હતું.સુર્ય ધીમેધીમે વાદળોની વચ્ચે અસ્ત થઇ રહ્યો હતો.શ્રીરામ શેખાવત એલ્વિસના ખભે હાથ મુકીને ચાલી રહ્યા હતાં.

"એલ્વિસ,કહેવાય છે કે સુર્યાસ્ત એક સુંદર શરૂઆત છે.સુર્યાસ્ત પછી ઘોર અંધકાર અાવે છે અને એ ઘોર અંધકાર સુંદર સુર્યોદય લાવે છે.મારા અને જાનકીદેવીના પ્રેમલગ્ન છે.મારા ત્રણેય દિકરાઓના પણ પ્રેમલગ્ન છે.

કિઆરના પિતા એટલે કે મારો દિકરો લવ શેખાવત નાનો હતોને ત્યારે એક આતંકવાદી રોમિયોએ અમને કિડનેપ કર્યા હતા.લગભત ઘણા વર્ષો સુધી તેના કેદમાં રહ્યા બાદ જ્યારે અમે મુક્ત થયા ત્યારે તેના લગ્ન શિના સાથે થયાં.તેમનું લગ્નજીવન ખૂબજ સુંદર રીતે ચાલતું હતું પણ તેમના જીવનમાં તેમના પ્રેમનો સુર્યાસ્ત થયો.તેમા અદા નામના અંધકારનો બીજી સ્ત્રી સ્વરૂપે પ્રવેશ થયો.તેમની વચ્ચે અનૈતિક સંબંધ બંધાયો.

નાનપણથી આ જ બધું જોતા જોતા,પોતાની માઁની પીડા અનુભવતા તેનો પ્રેમ અને લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો.જ્યારે મે તારા ઘરે કિઆરાએ કરેલા તોફાન વિશે સાંભળ્યુંને ત્યારે મને આશ્ચર્ય થયું કેમકે તેણે તેના સ્વભાવ વિરુદ્ધ વર્તન કર્યું હતું.

તને પહેલી વાર જ્યારે જોયોને ત્યારે જ સમજી ગયો હતો કે તારા મનમાં કિઆરા માટે પ્રેમ છે.કિઆરાનો પ્રેમ પામવો તારા માટે સરળ નહીં રહે.તારે તેને વિશ્વાસ દેવડાવવો પડશે તારા પર,તારા પ્રેમ પર અને એક વાર તેણે વિશ્વાસ કરી લીધોને તો તે હંમેશાં માટે તારી."દાદુએ કહ્યું.તે વખતે તેમનું ધ્યાન વિન્સેન્ટ સાથે સેલ્ફી ખેંચી રહેલી કિઆરા પર હતું.

"દાદુ,મને લાગતું હતું કે તમે અને દાદી મને ક્યારેય પસંદ નહીં કરો કિઆરા માટે.તેના બે કારણ હતા એક તો હું કિઆરા કરતા બાર વર્ષ મોટો છું અને મારો ધર્મ.."આટલું કહેતા તે અટકી ગયો.

"મારા પરદાદી મારા પરદાદા કરતા પંદર વર્ષ નાના હતા.તે જમાનામાં તો આવું થતું જ તો પણ તેમની વચ્ચે અદભુત પ્રેમ અને સમર્પણની ભાવના હતી.તમારા પ્રેમથી મોટું બીજું કશુંજ નથી.

હવે તને સમજાયું કે મે કેમ તમને બંનેને અેકબીજાથી દુર રહેવા કહ્યું હતું?અકીરાએ તે દિવસે જે કહ્યું તે સાવ ખોટું પણ નહતું.તારા અને કિઅારાના વિશ્વ,તમારા વર્તન અને પ્રોફેશનમાં આસમાન જમીનનું અંતર છે.એવું ના બને કે નવા નવા પ્રેમનો રંગ ઉતરી જાય અને કિઆરાની જે હરકતો તને વ્હાલી લાગે છે તે તને અકળામણ અપાવે."શ્રીરામ શેખાવત આટલું કહીને કિઆરા પાસે ગયાં.

"અરે દાદુ,તમે અહીંયા?"કિઆરાએ પુછ્યું.

"કેમ દાદુને સનસેટ ના જોવો હોય?આયાન ક્યાં છે?"દાદુએ પુછ્યું.

"દાદુ,તે છેલ્લી પંદર મિનિટથી ફોન પર છે."કિઆરાએ કહ્યું.

બરાબર તે જ સમયે આયાન ફોન મુકીને દોડીને આવ્યો અને કિઆરાને ગળે લગાવી દીધી.કિઆરા સહિત બધાં જ આયાનના આ વર્તનથી સ્તબ્ધ હતાં.

કિઆરાએ આયાનને પોતાનાથી દુર કરતા કહ્યું,"આયાન,આ શું કરે છે?"

"કિઆરા,આઇ એમ સોરી.દાદુ સોરી પણ વાત જ એવી છે કે હું મારી ભાવના પર કાબુ ના રાખી શક્યો.કિઆરા,તને યાદ છે કે ટ્રેનિંગ કેમ્પ વિશે?"આયાને પુછ્યું.

કિઆરા જાણે કે કઇંક સમજી રહી હોય તેમ તેણે હકારમાં માથું હલાવ્યું.તેના ચહેરા પરની ચમક પાછી આવી ગઇ.
"હા તો?તેનું શું આયાન?"કિઆરાએ પુછ્યું.

"પુરી કોલેજમાંથી માત્ર દસ જણા તેના માટે સિલેક્ટેડ થયા છે.તેમાથી આપણા ક્લાસના ત્રણ નામ કિઆરા,અહાના અને આયાન છે.કેન યુ બિલિવ ધીસ?"આયાને કહ્યું.

કિઆરા જોરથી ચિસો પાડતી પાડતી આયાનના ગળે લાગી ગઇ.આયાને તેને તેડી લીધી અને ગોળ ફેરવી.કિઅારા નીચે ઉતરીને દાદુ પાસે આવી અને તેમના આશિર્વાદ લીધાં.

"કિઆરા,પુરી વાત શું છે તે અમને જણાવ."દાદુએ કહ્યું.
"દાદુ,એક ટ્રેનિંગ કેમ્પ થવાનો છે.જેમા સમગ્ર ભારતમાંથી માત્ર ત્રીસ જણા પસંદ થવાના હતા.તેમા અમારી કોલેજે એપ્લાય કર્યું હતું.આર્મીમાંથી અમુક સૈનિકો આવીને અમારી કોલેજમાંથી ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ અને અન્ય ટેસ્ટ લીધાં હતાં.જેમાંથી મારું અને આયાનનું નામ પસંદ થયું છે.અમે બંને કાશ્મીર જઇશું.રિયલ લાઇફ હિરો પાસેથી ટ્રેનિંગ લેવા.પુરો એક મહિના અમને વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે."કિઆરા ઉત્સાહિત થઇને બોલી.

અહીં આ વાત સાંભળીને કે એક મહિના સુધી કિઆરા પોતાનાથી દુર રહેશે અને આયાનની એકદમ નજીક એલ્વિસ ખૂબજ ઉદાસ થઇ ગયો.અહીં તો તે કઇપણ બહાનું બનાવીને તેને દેખી લેતો કે મળી લેતો પણ હવે એક મહિનો તે કિઆરાને જોઇપણ નહીં શકે કે તેની સાથે વાત પણ નહીં કરી શકે.

તેમા પણ ધરતી પરના સ્વર્ગ કાશ્મીરમાં કિઆરા આયાનની સતત સાથે હશે.તે વિચાર જ તેને ડરાવી ગયો.

કેવી રહેશે કિઆરાની ટ્રેનિંગ કેમ્પની ધમાલ?
શું આયાન કિઆરાનું મન જીતવાની કોશીશ કરશે?
કિઆરા વગર એલ્વિસની શું હાલત થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Chetna Bhatt

Chetna Bhatt 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Manisha Thakkar
Parul

Parul 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Share