વસુધા - વસુમાં - પ્રકરણ-14 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories Free | વસુધા - વસુમાં - પ્રકરણ-14

વસુધા - વસુમાં - પ્રકરણ-14

વસુધા
પ્રકરણ-14 
ગુણવંતભાઇએ ચા પીધાં પછી પુરષોત્તમભાઇને કહ્યું ભાઇ પુરષોત્તમ હવે અમે રજા લઇએ અને હવે પછી આ બંન્ને છોકરાઓને હળવાભળવા દેજો કોઇ ચિંતા ના કરશો. હમણા સરલા અહીં છે એટલે લગ્નની પણ તૈયારી અને બધાં પ્રસંગો એટલે કે ગ્રહશાંતિ, મહેંદી, ગરબા, લગ્ન, વગેરે કેવી રીતે કરવા એ બધુ નક્કી કરીશું વળી વસુધા માટેનાં ઘરેણાં કપડાં બધુ અમે પણ તૈયારી કરીશું. પીતાંબરનું પણ સાથે સાથે થશે. 
ભાનુબહેને કહ્યું અમે છોકરાવાળા છીએ ભલે પણ અમારે પણ એકનો એક છોકરો છે એટલે પૈસા સામું જોયા વિના ખુબ ધામધૂમથી લગ્ન કરીશું. અને હાં ગ્રહશાંતિ લગ્ન પછીજ ગોઠવ્યુ જેથી પીતાંબર અને વસુધા બેસી શકે. બીજું કંઇ કામ હોય કે અંદર અંદર પૂછવું હોય તો વાત કરી લઇશું. તમે કોઇપણ રીતે મૂઝાંતા નહીં. હવે તો એક કુટુંબ થઇ ગયું. 
ગુણવંતભાઇએ કહ્યું આપણે વેવાઇ થયાં અને સાથે સાથે સારાં મિત્ર બનીને રહીશું આમ પણ મારે ખાસ કોઇ મિત્રો નથી એટલેજ આજે ભાઇ પુરષોત્તમ કહ્યું અને બંન્ને વેવાઇ હાથ મીલાવી હસી પડ્યાં. 
ભાનુબેન ભાવેશકુમાર - સરલા પીતાંબર બધા ઉભા થયાં. પીતાંબરની નજર વસુધા પર જ હતી અને બધાં બહાર નીકળ્યાં. ભાનુબેન અને પાર્વતીબેને હાથ મીલાવી ખુશી જાહેર કરી. પીતાંબર ફરીથી બધાને પગે લાગ્યો. વસુધા શરમાઇ રહી હતી બધાં ગાડીમાં બેઠાં અને પીતાંબરે બેઠેલો નીકળીને વસુધા વગેરેને ફરીથી આવજો કીધું. અને બોલ્યો હું ફોન કરીશ એવું કહી અંદર બેસી ગયો. દિવાળી ફોઇ હસી પડ્યાં બહુ હોંશિલ્લો છે. વસુધાને હસુ આવી ગયું એણે હાથ ઉંચો કરી આવજો કહ્યું ત્યાં દુષ્યંત આવજો જીજાજી કહી બૂમ પાડી અને ગાડી ઉપડી. 
ગાડી દેખાતી બંધ થઇ ત્યાં સુધી બધાં બહારજ ઉભા રહેલાં. પછી દિવાળી બેને કહ્યું સાચે બહુ સારાં માણસ મળ્યાં છે કેટલી ચોખવટથી બધી વાત કરી, મને હાંશ થઇ કે કંઇ ગેરસમજજ ના થાય. 
પાર્વતીબેને કહ્યું હવે તો મૂહૂર્ત તારીખ બધુ નક્કી થઇ ગયું છે હવે આપણે તૈયારીઓ ચાલુ કરી દઇશું સમય ઓછો છે. કામ ઝાઝા છે. અને વેવાઇએ કીધું એમ છોકરાઓને બહાર જવુ હોય જવા દેજો સાથે બધે દુષ્યંત જશે. પુરષોત્તમભાઇ હકારમાં ડોકુ ધુણાવ્યું... 
વેવાઇ મળીને ગયાં અને ઘણાં દિવસ થઇ ગયાં હતાં. ઘરમાં લગ્નની તૈયારીઓ પુરજોશમાં ચાલુ થઇ ગઇ હતી વસુધાને પહેરાવવા ચઢાવવામાં ઘરેણાં કપડાં સાથે એને આપવાની વસ્તુઓ લીસ્ટ પ્રમાણે ખરીદી થઇ ગઇ હતી હવે મંડફવાળા-રસોઇયા-શરણાઇવાળા અને કંકોત્રી વહેંચવાનીજ ચાલુ કરવાની હતી. વસુધાએ કંકોત્રી ખૂબ સરસ પસંદ કરી હતી. લગભગ બધીજ તૈયારી થઇ ગઇ હતી અને પુરષોત્તમભાઇએ બધાં બેઠાં હતાં ને કહ્યું મેં લગ્ન માટે મહારાજને કહી દીધું છે એમનાં લીસ્ટ પ્રમાણે પૂજાનો સામાન-ડ્રાયફ્રૂટ વગેરે સામાન આવી ગયો છે. બધું જ અંદરનાં ઓરડામાં મૂકીને તૈયાર છે અને હાં મેં આણંદનાં મિલન સ્ટુડીયો વાળા પીનાકીનને ફોટા પાડવા માટે આવવા બધુ કહી દીધું છે એને કંકોત્રીજ આપી છે એટલે ભૂલ ના કરે. 
પાર્વતીબહેને કહ્યું કાલનો સમય દિવસ સારો છે કંકોત્રી વહેચવાનું ચાલુ કરીએ બાઇક પર બધેજ જઇ આવીએ. દિવાળીબેન છે એ ઘરને દીકરાને જોશે એને વસુધા ગાય ભેંસનું સંભાળે છે. દુષ્યંત ડેરીમાં દૂધ ભરી આવશે કાર્ડમાં લખાવી લેશે. 
દિવાળીબેને કહ્યું તમે નિશ્ચિંત થઇને કાલથી કંકોત્રી આપવા નીકળી જાઓ. પહેલી કંકોત્રી મહાદેવજીને આપજો અને સહકુટુંબ સાક્ષાત હાજર રહેવા પ્રાર્થના કરજો સાથે પ્રસાદ મૂકજો. 
પુરષોત્તમભાઇએ કહ્યું હાં બહેન યાદ છે પહેલાં મહાદેવજી અને માં પાસેજ જઇશું. પછી બીજે આપીશું. ત્યાં ફોનની રીંગ વાગી અને વસુધાએજ ઉપાડ્યો સામેથી પીતાંબરે કહ્યું કોણ બોલો ? વસુધાએ કહ્યું હું વસુધા... એ પીતાંબરનો અવાજ ઓળખી ગઇ હતી પીતાંબરે કહ્યું હાંશ તેંજ ફોન ઉપાડ્યો મેં તનેજ ફોન કરેલો આણંદમાં લક્ષ્મી ટોકીઝમાં રાજેશખન્ના કટીપતંગ પીક્ચર લાગ્યુ છે કહે ખૂબ સરસ છે ટીકીટ નથી મળતી હાઉસફુલ જાય પણ મેં 3 ટીકીટ લેવા માટે મારાં દોસ્તને કહી દીધું છે કાલે બપોરે 3 થી 6 નાં શોમાં જવાનું છે એટલે સાંજે જમીને પાછાં આવી જઇશું અને દુષ્યંતની પણ લીધી છે. તું તારી મંમીને પૂછી જો હું ફોન ચાલુ રાખુ છું. 
વસુધા શરમાઇ થોડી ખચકાઇ પછી બોલી એક મીનીટ ફોન ચાલુ રાખો એણે એનાં પાપાને કહ્યું પાપા ફોન લોને વાત કરો. પુરષોત્તમભાઇએ ઉભા થતાં કહ્યું કોણ છે દીકરા ? વસુધાએ શરમાંતા કહ્યું એ છે ફોન પર લો વાત કરો. પુરષોત્તમભાઇ સમજી ગાયં હસતાં હસતાં ફોન લીધો અને બોલ્યાં બોલો પીતાંબરકુમાર.. સામેથી પીતાંબર થોડીવાર ચૂપ રહ્યો પછી બોલ્યો હાં હાં પાપા આતો દુષ્યંત અને વસુધાને લઇને આણંદ આવતીકાલે પીક્ચર જોવા જવાનું નક્કી કરેલું તમે રજા આપો તો જઇએ. 
પુરષોત્તમભાઇ વિચારમાં પડ્યાં પછી કહ્યું ભલે ભલે જજો પણ એમને લેવા અહીં આવજો અને પાછા મૂકી જજો પીતાંબરે કહ્યું હાં હાં ચોક્કસ મૂકીજ જઇશને ભલે એમ કહીને ફોન મૂકી દીધો. 
પુરષોત્તમભાઇએ કહ્યું છોકરાઓએ કાલે બપોરે પીક્ચર જોવા જવાનું નક્કી કર્યું છે મેં હા પાડી છે. તો કાલનો કામ એ રીતે ગોઠવી દેજો આપણે કંકોત્રી આપવા જવાનું નક્કી કર્યું છે. દૂધ દોહવાનું અને ભરવા જવાનું કેવી રીતે કરીશું. 
દિવાળીબેને કહ્યું અરે એમાં શું મોટીવાત છે હું બધુય દૂધ દોહીને ડેરીએ ભરવા જઇશ મને બધુ ફાવશે તું છોકરાઓને જવા દે... પાર્વતીબેન વસુધા સામે જોઇ હસ્યાં અને બોલ્યા વસુધાનું કામ છે એટલે ફોઇ હંમેશા તૈયારજ. 
દુષ્યંત સાંભળીને કૂદીજ પડ્યચો વાહ મજા આવશે. ગાડીમાં જવાનું પીક્ચર જોવાનું અને પછી હોટલમાં ખાઇને આવીશું વસુધા શરમાઇને હસી રહી હતી. 
*****************
બીજે દિવસે બપોરે 2.00 વાગે પીતાંબર ગાડી લઇને વસુધા અને દુષ્યંતને લેવા આવી ગયો અને વસુધા અને દુષ્યંત તૈયારજ બેઠાં હતાં પાપા ને મંમી કંકોત્રી આપવા નીકળી ગયાં હતાં. દિવાળી બેને કહ્યું આવો જમાઇ અને પીતાંબરે કહ્યું ફોઇ હું તમારો છોકરોજ છું. દુષ્યંત તૈયાર છે ને ? દુષ્યંત કહ્યું જીજાજી ક્યારનાં તૈયાર બેઠાં છીએ. વસુધા હસી પડી બોલી ક્યારનાં ક્યાં હમણાંતો તૈયાર થયા. દિવાળીબેન હસી પડ્યાં વસુધાને કહ્યું પીતાંબરને પાણી આપો ચા નાસ્તો કરીને પછી નીકળો. પીતાંબરે કહ્યું ના ના કંઇ નથી પીવું હું સીધો ઘરેથીજ નીકળ્યો છું હજી આણંદ પહોચવાનુ છે અમે નીકળીએ. દિવાળીબેને કહ્યું ભલે. પીતાંબરે કહ્યું કેમ મંમી પપ્પા નથી ? તમે એકલાંજ છો ?
દિવાળીબેને કહ્યું એ લોકો આજથી લગ્નની કંકોત્રી વહેચવા નીકળ્યા છે. તમે લોકો નીકળો મોડું થશે. પીતાંબરે કહ્યું ભલે એમ કહીને ગાડીનો દરવાજો ખોલ્યો. વસુધા આગળ પીતાંબરની બાજુમાં દુષ્યંત પાછળ બેસી ગયો. પીતાંબરે કહ્યું વસુધા થેંક્યુ તું આગળ બેઠી મને એમ કે... વસુધાએ કહ્યું એમાં શું હું જોઊને તમે કેવી ગાડી ચલાવો છો. બરાબર આવડે તો છે ને ? આણંદ સીટીમાં જવાનું છે. 
પીતાંબરે કહ્યું બરાબર આવડે છે હું તો અહીથી મુંબઇ જઇ શકું લાઇસન્સ પણ છે મારી પાસે જેવો 18નો થો લર્નીગ લાઇસન્સ લઇ લીધેલું પણ પાકું આવડે છે ચિંતા ના કરીશ. 
દુષ્યંતે કહ્યું હું મોટો થઇને હું પણ શીખીશ. જીજાજી મને શીખવશોને ? મારે પણ શીખવી છે. પીતાંબરે કહ્યું તું મોટો થઇ જા પછી શીખવીશ તને શું તારી બહેનને પણ શીખવી દઇશ એમ કહીને વસુધાની સામે જોયુ અને કાર સ્ટાર્ટ કરી ચલાવી. 
આણંદ ટોકીઝએ પહોચી ગયાં રસ્તામાં વસુધા પીતાંબર સામેજ જોઇ રહી હતી પહોચીને બોલી આવડે તો છે હાં..સરસ ચલાવી પીતાંબરે કહ્યું ભણવામાંજ રસ નથી બાકી બધુ શીખ્યો છું. ટ્રેક્ટર જીપ ગાડી બધુ હુંજ ચલાવુ છું. ગાડી પાર્ક કરી અને ત્યાં એનો મિત્ર એની રાહ જોતો હતો એની સાથે એક છોકરી હતી અને પીતાંબરે કહ્યું ટીકીટ મળી ગઇ ? મેં કીધું હતું એવી લીધી છે ને ?
એનાં મિત્ર નલીન એણે કહ્યું એવીજ લીધી સાથે નલીની પણ છે એટલે ભાભીને કંપની રહે પીતાંબરે કહ્યું સારુ થયુ ચાલ અંદર જઇએ. અંદર ગયા સીનેમાં હોલમાં ઉપરની રોમાં છેલ્લી પાંચ સીટ હતી છેલ્લે વસુધા પછી પીતાંબર પછી દુષ્યંત પછી નલીન અને છેલ્લે નલીની બેઠી વસુધા બોલી....
આગળ આવતા અંકે - પ્રકરણ-15

Rate & Review

Ashaben

Ashaben 2 weeks ago

Venisa Christian

Venisa Christian 1 month ago

Mital

Mital 2 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

bhavna

bhavna 3 months ago