Dashing Superstar - 34 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-34

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-34


( કિઆરા એલ્વિસના દિવાસ્વપ્નમાં ખોવાયેલી હતી.તેણે તે છોકરીને સારો પાઠ ભણાવ્યો.અહીં ટ્રેનિંગ ખતમ થઇ પણ ગુલમર્ગમાં ભારે બરફવર્ષાના કારણે મુસાફરો ફસાયેલા હતા જેમને રેસ્કયુ કરવા માટે આ ટ્રેઇનીઓ મદદ કરે છે.કિઆરા બરફમાં ધસી જાય છે અને જ્યા તેને આયાન બચાવે છે.અહીં મહિનો પૂરો થતાં એલ્વિસ,વિન્સેન્ટ અને દાદુ કિઆરાને લેવા આવે છે પણ સામેનું દ્રશ્ય જોઇને આઘાત પામે છે.)

આયાને પકડેલા કિઆરાના હાથની પકડ ખૂબજ મજબૂત હતી.તે પકડેલા હાથ દ્રારા તે જાણે કે જતાવતો હતો કે હવે આ હાથ અને તે વ્યક્તિ પર તેની માલિકી છે.આયાન અને એલ્વિસની નજર મળી.આયાને બીજા હાથથી પોતાનો કોલર ઊંચો કર્યો અને અકડથી એલ્વિસની આંખોમાં જોયું.

વિન્સેન્ટ અને દાદુ કઇ જ સમજી નહતા શકતા અને એલ્વિસ ખૂબજ ગુસ્સામાં હતો.તેનું મન થતું હતું કે તે અત્યારે જ જઈને અાયાનનું મોઢું અને હાથ તોડી નાખે.કિઆરાની અને એલ્વિસની નજર મળી.એલ્વિસે સ્માઇલ આપી જેનો કિઆરાએ કોઇ જવાબ ના આપ્યો.કિઆરા આયાનના હાથમાંથી હાથ છોડાવીને દાદુ પાસે દોડીને જતી રહી.તે દાદુને ગળે લાગીને રડી પડી.દાદુએ તેની પીઠ પસરાવીને તેને શાંત કરી.

"શું થયું મારી દિકરી કેમ રડે છે?તારે તો ખુશ થવું જોઇએ કે તને ગોલ્ડ મેડલ મળ્યો અને આર્મી ચીફે તમને સર્ટિફિકેટ અને પ્રોત્સાહન આપ્યું."દાદુએ કહ્યું.

"દાદુ,આઇ મિસ્ડ યુ સો મચ."કિઆરા માંડ બોલી.

એલ્વિસ કિઆરા પાસે આવ્યો તેને ફુલોનો ગુલદસ્તો આપ્યો અને તેને ગળે લાગી ગયો.તે તેના કાનમાં ધીમેથી બોલ્યો,
"મે પણ ક્ષણ ક્ષણ તને યાદ કરી.તારા વગર આ એક મહિનો મને એક વર્ષ જેવો લાગ્યો."

એલ્વિસ આગળ કઇ બોલે કે પુછે તે પહેલા કિઆરા તેને પોતાનાથી દુર કરીને બોલી,"થેંક યુ એલ્વિસજી,દાદુ હું બહુ થાકી ગઇ છું અને મને દાદીને મળવું છે.ચલોને ઘરે."

"કિઆરા,આ લે તારી બેગ અને યાદ છેને કાલે સાંજે આપણે મારા ઘરે ડિનર પર મળી રહ્યા છીએ."આયાને કિઆરાની બેગ આપતા કહ્યું.કિઆરાએ હકારમાં માથું હલાવ્યું અને જતી રહી.

"હેલો એલ્વિસ સર,કેમ છો?તમને અહીં જોઇને આનંદ થયો.હું જાઉં મારે કિયુને કાલે સાંજે ડિનર પર મળવાનું છે.બાય."આયાન થોડા ગર્વિત અવાજમાં બોલ્યો.

એલ્વિસને ફરીથી ગુસ્સો આવ્યો.તે કઇ બોલવા જાય તે પહેલા વિન્સેન્ટે તેનો ખભો દબાવીને તેને ચુપ રહેવા કહ્યું.આયાન ત્યાંથી જતો રહ્યો.થોડીક વારમાં અહાના પોતાની બેગ લઇને આવી રહી હતી.વિન્સેન્ટ અને એલ્વિસે એકબીજાની સામે જોયુ.તે અહાના પાસે ગયાં.

"અહાના."એલ્વિસે કહ્યું.એલ્વિસને પોતાની સામે જોઇને અહાનાનું મોઢું ખુલ્લું રહી ગયું.તે એલ્વિસની મોટી ફેન હતી.

"સર,તમે સાચે મારી સામે ઊભા છો?"અહાનાએ ઉત્સાહિત થઇને પુછ્યું.

"હા,અહાના એક વાત જણાવ.આ આયાન અને કિઆરા વચ્ચે શું થયું?આયાન કિઆરાની આટલી નજીક કેમ જતો હતો?અને કિઆરા કેમ તેને પોતાની આટલી નજીક આવવા દેતી હતી.તેણે કેમ પ્રતિકાર ના કર્યો?"એલ્વિસે ઉચાટ સાથે પુછ્યું.

"એલ્વિસ સર,હું સમજી શકું છું કે તમારા પર આ દ્રશ્ય જોઇને શું વીતતી હશે?સર,હું તમને અત્યારે કશુંજ નહીં જણાવી શકું.મારા પપ્પા બહાર રાહ જોવે છે પણ તમને ફાવે તો કાલે બપોરે એક વાગ્યે જ્યારે અમારે કોલજમાં લંચ બ્રેક હોય છે ત્યારે કોલેજની પાસેના ગાર્ડનમાં આવજો.તે સમયે ત્યાં ભીડ નહીં હોય.હું તમને ત્યાં મળીને બધું જ જણાવીશ.

એક વાત સમજી લો કિઆરા આયાનને નાપસંદ કરતી હતી.તે આયાનને પોતાની પાસે પણ ના આવવા દે તો હાથ પકડવાની વાત તો દુરની છે.એટલે વાત ખૂબજ મોટી હશેને.બાય સર." અહાના ગંભીરતાથી બોલી.

વિન્સેન્ટ અને એલ્વિસે એકબીજાની સામે જોયું.
"ત્યાં શું થયું હશે?"એલ્વિસે પુછ્યું.

"એલ્વિસ,કિઆરાને તે વાયરલ વીડિયો વિશે તો ખબર નહીં પડી ગઇ હોયને?"વિન્સેન્ટે પુછ્યું.

"ના ના,તને ખબર નથી કે કિઆરા ટ્રેનિંગમાં હતી તેને આવો બધો સમય ના મળે અને જો તેને આ વીડિયો વિશે ખબર હોત તો તે સખત ગુસ્સામાં હોત.આવી રીતે શાંત ના હોત બની શકે કે તેને તે વાયરલ વીડિયો વિશે કઇજ ખબર ના હોય અને જેવું તેને ખબર પડી તું તો ગયો દોસ્ત."વિન્સેન્ટે હસીને કહ્યું.

"કિઆરાએ મને ફોન કર્યો હતો.મને ખબર છે તે લોકોને માત્ર એક ફોન કરવાની પરવાનગી હતી અને તે ફોન તેણે મને કર્યો હતો.તું સમજે છે તેનો અર્થ શું થાય?જેટલું મે તેને યાદ કરી તેટલું તે પણ મને યાદ કરતી હતી."એલ્વિસે ખુશ થતાં કહ્યું.

"એલ,મને લાગે છે કે આ ફોન પણ અકીરાએ જ કટ કર્યા હશે કેમકે તે દિવસે તું તેને ડાન્સ શીખવતો હતો.જો આ જો આ રહ્યો કિઆરાનો ફોન અને પછી દાદુનો ફોન અને જે તારીખ છે તે એ જ દિવસની છે જ્યારે તું તેને ડાન્સ શીખવતો હતો."વિન્સેન્ટ એલ્વિસનો ફોન ચેક કરતા બોલ્યો.

"તે બધું પછી જોઇ લઈશું પણ હવે મારાથી કાલ સુધી રાહ નહી જોવાય.કેમ કિઆરા આયાનનો હાથ પકડીને આવી?આ જાણી નહીં લઉં અને મારી કિઆરા સાથે વાત નહીં કરું મને ચેન નહીં પડે."એલ્વિસે કહ્યું.

બીજા દિવસે બપોરના એક વાગ્યા સુધીનો સમય એલ્વિસ માટે ખૂબજ કઠિન રહ્યો.બપોરે એક વાગ્યાની આસપાસ વિન્સેન્ટ અને એલ્વિસ તે ગાર્ડનમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતાં.ગાર્ડનમાં લગભગ એકલદોકલ વ્યક્તિ સિવાય કોઇ જ નહતું.

થોડીક જ વારમ‍ાં અહાના અને અર્ચિત ત્યાં આવ્યાં.

"હેય અર્ચિત,કેમ છે દોસ્ત?"વિન્સેન્ટ આટલું કહીને તેના ગળે લાગ્યો.

"સોરી વિન્સેન્ટભાઇ,હું વગર બોલાવ્યે આવ્યો પણ આજે તો અજીબ થયું.કિઆરાએ મને અને અહાનાને અવગણ્યા અને તે સતત આયાન સાથે રહી.લંચ કરવા પણ તેની જ સાથે બેસી કેન્ટિનમાં.મને પણ જાણવું છે કે ગુલમર્ગમાં એવું તો શું થયું હતું?કે જે આયાનનો ચહેરો જોવા નહતી માંગતી તેની સાથે સાથે ફરે છે.એક મહિના પછી આવી અને મને ગળે પણ ના મળી."અર્ચિતે કહ્યું.

"કેમ તું તેનો બોયફ્રેન્ડ છે તો તને ગળે મલે?તું કોણ છે?"એલ્વિસ બગડ્યો.

વિન્સેન્ટને હસવું આવ્યું.
"વિનભાઇ,તમે એલસરને કીધું નહીં કે હું કોણ છું અને કિઆરા માટે કેટલો ખાસ છું?"અર્ચિતે કહ્યું.

"એક આયાન ઓછો હતો કે હવે આ બીજો કિઆરાનો દિવાનો આવી ગયો પણ તમે બધાં એક વાત સમજી લો કિઆરા ફક્ત મારી જ છે."એલ્વિસનો ગઇકાલનો ગુસ્સો અર્ચિત પર નીકળ્યો.તેણે તેનો કોલર પકડ્યો.

"અહં,મારી પણ છે અને તે જેવી મારી છેને તેવી તમારી ક્યારેય નહીં બને."અર્ચિત હવે એલ્વિસને હેરાન કરી રહ્યો હતો.વિન્સેન્ટને મજા આવી રહી હતી.
એલ્વિસનું નાક ગુસ્સામાં લાલ થયું તે તેને મારવા જતો હતો તેટલાંમાં વિન્સેન્ટ,અહાના અને અર્ચિત હસવા લાગ્યાં.

"તમે લોકો કેમ હસો છો?" બઘવાઇ ગયેલા અડધો પાગલ થયેલો એલ્વિસ બોલ્યો."જુવો એક તો ગઇકાલથી મે કશુંજ ખાધુ નથી અને મારું માથું ફરેલું છે."

"એલ,રિલેક્ષ તે કિઆરાનો ભાઈ છે.બ્રધર નોટ લવર."વિન્સેન્ટે કહ્યું.

"ઓહ,અહાના,પ્લીઝ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ અને કહે કે શું બન્યું હતું?"એલ્વિસે અહાનાનો હાથ પકડીને વિનંતી કરી.

અહાનાએ ગુલમર્ગમાં કિઆરા કેવી રીતે બરફમાં અંદર ઘસી ગઇ હતી અને તેના શ્વાસ અટકી ગયા હતા તે જણાવ્યું.તેણે તે પણ જણાવ્યું કે અાયાને તેને પોતાના મોઢા વળે શ્વાસ આપીને તેનોજીવ બચાવ્યો."તેના શ્વાસ તો પાછા આવી ગયા પણ તે હજી પણ ઠીક નહતી.આયાને તેને પોતાના બે હાથમાં ઊંચકી લીધી અને તેને તે વૃદ્ધના ઘરે લઇ ગયો.હવે ત્રણ ત્રણ
પુરુષોની સામે મને આગળની વાત કહેતા સંકોચ થાય એટલે હું નહીં કહું."અહાના આટલું કહીને ચુપ થઇ ગઇ.

"એ અહાના અમે આમ ઊંધા ફરી જઇએ.તું બોલી દે."અર્ચિતે કહ્યું.
"નો પણ મને સંકોચ થાય."અહાના બોલી.
"જો અહાના મારું માથું પહેલેથી ફરેલું છે તેને વધારે ના ફેરવીશ."એલ્વિસ દાંત ભીસીને બોલ્યો.

અહાના રડવા જેવી થઈ ગઇ.વિન્સેન્ટના દિમાગમાં કઇંક વિચાર આવ્યો.
"અહાના,મારી પાસે એક મસ્ત આઇડિયા છે."આમ કહીને વિન્સેન્ટ તેને એક ઝાડ પાસે લઇ ગયો.તેને ઝાડ પાછળ ઊભી રાખી.
"તું આ ઝાડને કહી દે.અમને ઝાડ કહી દેશે."વિન્સેન્ટ બોલ્યો.

"ઝાડ કઇ રીતે બોલે?"અહાનાએ આશ્ચર્યસહ પુછ્યું.

"બધું બોલશે બસ થોડું મોટેથી બોલજે આ ઝાડને ઓછું સંભળાય છે."આટલું કહીને વિન્સેન્ટે તેને ઝાડ પાછળ ઊભી રાખી અને બીજી તરફ પોતાના મોબાઇલામાં રેકોર્ડિંગ ચાલુ કરીને ત્યાં મુકી દીધું.

થોડીક વાર પછી અહાના કઇંક બોલીને દોડીને કોલેજ જતી રહી.તેના ગયા પછી વિન્સેન્ટે તે રેકોર્ડિંગ વગાડ્યું.જે આ પ્રમાણે હતું.

"તે ઘરે અયાન તેને લઇ તો ગયો પણ કિઅારાનું જેકેટ,તેના ગમબુટ,કપડા અને થર્મલવેર સુધી બરફ જતો રહ્યો હતો.તેના કપડાં બદલાવવા પડે તેમ હતા.તે ઘરમાં કોઇ સ્ત્રી નહતી.કિઆરાની હાલત ઠંડીમાં ધ્રુજવાના કારણે ખરાબ હતી.તો તમે સમજી શકો છો કે કપડા...

તે કાકાએ તેને કાશ્મીરનો પ્રખ્યાત કેસર કાવા આપ્યો.તે તાપણા પાસે હતી છતાં પણ તે ઠંડીમાં ધ્રુજી રહી હતી અને આયાને ..

થોડીક વાર રેકોર્ડિંગમાં શાંતિ હતી.પછી તે થયું જે ના થવું જોઇએ.પોતાના શરીરની ગરમી આયાને...

બસ હવે હું આગળ નહીં બોલી શકું સમજી જજો અને એલ્વિસ સર સોરી પણ હવે તમે કિઆરાને ભુલી જજો.હવે આયાન કોઇપણ કાળે કિઆરાની આસપાસ પણ તમને ,મને ,અર્ચિતભાઇ કે વિન્સેન્ટભાઇને ફરકવા નહીં દે.

આયાનને તો એવું લાગે છે કે હવે કિઆરા પર તેની માલિકી છે.આ બધું કિઆરાએ પણ મને છુપાઇને કહ્યું.પ્લેનમાં પણ તે કિઆરાને એક મિનિટ માટે એકલી નહતો છોડતો.બાય."

વિન્સેન્ટ અને અર્ચિત સખત આઘાતમાં હતા.તેમને આ વાત પર વિશ્વાસ નહતો થતો.વિન્સેન્ટના પગ થોડા ડગમગી ગયા.તેના પ્રાણસમા દોસ્તની દુનિયા બરબાદ થઇ ગઇ હતી.
અર્ચિત અને વિન્સેન્ટે એલ્વિસની સામે જોયું અને આઘાત પામ્યાં.તે દોડીને તેની પાસે ગયાં.

વાયરલ વીડિયોનું રહસ્ય શું હશે?
શું કિઆરા અને એલ્વિસ મળી શકશે?
આયાન શું કરશે આગળ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Balkrishna patel

Balkrishna patel 2 years ago

Ketna Bhatti

Ketna Bhatti 2 years ago

Sonal Satani

Sonal Satani 2 years ago

Share