Krupa - 25 in Gujarati Social Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 25

કૃપા - 25

(ગનીભાઈ કૃપા ના આમંત્રણ થી ત્યાં આવે છે,અને કૃપા નું તેમના પ્રત્યે નું વર્તન ગનીભાઈ નું મન મોહી લે છે.રામુ અને પેલો માણસ હજી ભોંયરા મા જ છે.હવે ....)

ગનીભાઈ અને શંભુ ત્યાંથી ચાલ્યા ગયા.બધા માણસો પણ પોતપોતાના કામ માં લાગી ગયા.હવે કાનો કૃપા ના રૂમ માં આવ્યો.કૃપા તેના રૂમ ની બારી પાસે ઉભી ઉભી બહાર નો નજારો જોતી હતી.કાના ને આવતો જોઈ એ તેની સામે હસી.

" કેમ તારો ચેહરો ઉતરેલો લાગે છે?"કૃપા એ કાના ને પૂછ્યું

"તું શું કરવા જઈ રહી છે?મને સમજાતું નથી કે તું આવું શુ કામ કરે છે?તને ખબર છે ને એ ગની કેવો માણસ છે!તો પણ."કાના ના અવાજ માં કૃપા માટે.ચિંતા હતી.

કૃપા એ તેની સામે જોયું ના જોયું કરી ફરી બારી બહાર નજર કરી.અને બોલી.તને મારા માં વિશ્વાસ છે ને કાના?કૃપા ના અવાઝ માં મક્કમતા હતી.

"કૃપા આ રિસ્કી છે.ગનીભાઈ સારો માણસ નથી,અને તારી આગળ ની ઝીંદગી...એનો તો વિચાર કર!તારી ઝીંદગી દોઝખ બની જાશે"કાના એ કહ્યું.

"તું બસ મારી સાથે રહેજે,તારી હિંમત થી મને પણ બળ મળે છે.અને હું દરેક જંગ જીતી જઈશ".કૃપા એ કાના ને વિશ્વાસ દેવડવાની કોશિશ કરી.

અંતે કાનો પોતાના રૂમ માં ચાલ્યો ગયો.જમી ને બધા માણસો પોત પોતાના કામ કરતા હતા.બધા ની નજર ચૂકવી કાનો ભોંયરા માં ગયો,અને પેલા બંને ને ફરી એક એક ઈન્જેકશન આપી આવ્યો.આ તરફ કૃપા ચિંતા કરતી હતી કે જો રામુ જાગી ગયો તો?ત્યાં જ કાના નો મેસેજ આવ્યો એટલે તેને રાહત ના શ્વાસ લીધા.

ગનીભાઈ એ હવે કાલે કૃપા ને હીરાજડિત વીંટી આપી સગાઈ કરવાનું નક્કી કરી નાખ્યું.શંભુ પણ તેના મન ની વાત સમજી ગયો,અને તેને પણ ગનીભાઈ ને હવે આ સંબંધ ને નામ આપવાનું સૂચવ્યું.ગનીભાઈ એ ફાર્મહાઉસ પર રહેલા માણસો ને કાલ ની તૈયારી કરવાની સૂચના આપી દીધી.અને અત્યારે આ બાબતે કૃપા કે કાના ને કોઈ વાત ન કહેવી એ પણ કહી દીધું.ઉમિ ને એક દિવસ વધુ રાખી પછી મોકલવાની સૂચના પણ અપાઈ ગઈ.

બીજા દિવસે સવારે શંભુ અને એક બીજો માણસ ત્યાં વહેલો જઇ કૃપા ને ખૂબ જ સુંદર સાડી અને ઘરેણાં આપી
આવશે.અને ગનીભાઈ થોડી વાર પછી કોઈ પંડિત ને લઈ ને આવશે.સગાઈ પછી બધા માટે ત્યાં જમવાનું,અને પછી કાલ નો દિવસ બધા ને કામ ની રજા.ફક્ત ગનીભાઈ અને કૃપા જ ત્યાં રહેશે.એવું નક્કી કરવામાં આવ્યું.

આ તરફ ડેકોરેશન અને પાર્ટી ની તડામાર તૈયારીઓ જોઈ કૃપા અને કાના ને શંકા ગઈ.તેમને એક માણસ ને પૂછ્યું પણ તે ફક્ત હસ્યો.અને જવાબ આપ્યા વિના ચાલ્યો ગયો.એટલે કાના એ પેલી વાત ગનીભાઈ ને કહી દઈશ.એમ કહી બધી વાત પેલા પાસે થી કઢાવી.પેલા એ બીક ના માર્યા સગાઈ,પાર્ટી અને તેમની એક દિવસ ની રજા ની બધી વાત કહી દીધી.

"કૃપા ઓ કૃપા આ તારી અને ગનીભાઈ ની સગાઈ ની તૈયારીઓ ચાલે છે.હવે શું કરવું છે.આને તો બહુ ઉતાવળ છે."કાના એ ગુસ્સા માં કહ્યું.

"ઓહહ એવું!"કૃપા એ આશ્ચર્ય થી પૂછ્યું.

પછી કાના એ બધી વાત કહી.હવે કૃપા વિચાર કરવા લાગી કે કાલે ગનીભાઈ ને શુ કહેવું.

બીજા દિવસે સવારે હજી તો કૃપા ની આંખ ખુલી હતી ત્યાં જ તેના રૂમ નો દરવાજો કોઈ એ ખટખટાવ્યો.કૃપા એ આંખો ચોળી અને દરવાજો ખોલી ને જોયું તો શંભુ સાથે એક બીજો માણસ હતો.કૃપા એ તને નમસ્તે કરી બહાર બેસવા નું કહ્યું.અને પોતે પણ ત્યાં પહોંચી.

શંભુ એ કૃપા ને એક સરસ મજાની બેગ આપી.અને કહ્યું
"ગનીભાઈ એ કહ્યું છે,તેઓ બપોરે આવી જશે.અને સગાઈ બપોરે ચાર વાગે રાખવામાં આવી છે.તો તમે આ સાડી પેહરજો.તેમાં ગનીભાઈ એ મોકલેલા ઘરેણાં પણ છે.તો તમે તૈયાર થઈ જજો.તમારી મદદ માટે એક બેન ને લાવ્યા છીએ .એમ કહી દૂર એક ગાડી માં બેસેલી એક યુવતી બતાવી.તેમની રહેવાની વ્યવસ્થા આજનો દિવસ અહીં જ કરી છે.તમને આ સંબંધ મંજુર તો છે ને?"શંભુ એ છેલ્લે એ સવાલ કર્યો.

(શુ કૃપા ગનીભાઈ નો આ પ્રસ્તાવ સ્વીકારશે?કાનો આ સંબંધ ને મંજૂરી આપશે?અને શું રામુ અને પેલો માણસ હોશ મા આવી ને કૃપા ની હકીકત ગનીભાઈ ને કહી દેશે?
જોઈશું આવતા અંક માં..)

આરતી ગેરીયા...

Rate & Review

Balramgar Gusai

Balramgar Gusai 6 months ago

Vijay

Vijay 6 months ago

Smita Shah

Smita Shah 6 months ago

Heena Patel

Heena Patel 6 months ago