Krupa - 26 in Gujarati Social Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 26

કૃપા - 26

(કૃપા ની મહેમાનગતિ થી અને પોતાના પ્રત્યે ની સંભાળ જોઈ ને ગનીભાઈ એ તેની સાથે સગાઈ કરવાનું નક્કી જ કરી નાખ્યું.અને પોતાના ખાસ એવા શંભુ ને કૃપા ને ત્યાં શુભ પ્રસંગે પહેરવાની સાડી અને ઘરેણાં સાથે મોકલ્યો. હવે આગળ....)

કૃપા એ ફક્ત માથું હકાર મા ધુણાવ્યું.પછી શંભુ અને પેલો માણસ ત્યાંથી નીકળી ગયા.કાનો રૂમ માં છુપાઈ ને આ બધું જોતો હતો.તે બહાર આવ્યો અને આંખ ના ઈશારા થી કૃપા ને આ બધું શુ છે એવું પૂછ્યું.કૃપા એ પણ અત્યારે ચૂપ રહેવાનો ઈશારો કરી તેને પોતાના રૂમ તરફ આવવાનું કહ્યું.

કૃપા તેના રૂમ તરફ આગળ વધી કાનો પણ તેને અનુસર્યો.બંને એ રૂમ માં જઇ ને પેલી બેગ ખોલી,તે બેગ માં એક સુંદર મજાની બ્લુ અને પિંક કલર ની બનારસી સાડી હતી.જેના પલ્લું માં ગોલ્ડન દોરાથી વર્ક કરેલું હતું.અને સાથે જ તેને મેચિંગ કુંદન નો સેટ અને કાન ના ઝૂમકા હતા.બંને આ બધું જોઈ ને એકબીજા સામે જોવા લાગ્યા.સાથે જ તેને મેચિંગ ની બંગડી અને ચપ્પલ પણ હતી.કૃપા આ બધું જોઈ ને અસમંજસ માં પડી ગઈ.

" જો વિચારી લે હજી,આ તારી જિંદગી નો સવાલ છે."કાના એ કહ્યું.કૃપા કાઈ બોલી નહિ,અને ફરી બારી મા ઉભી રહી બહાર જોવા લાગી.કાનો ત્યાંથી ચાલ્યો ગયો.તેને કૃપા ને થોડો સમય આપવાનું વિચાર્યું.થોડીવાર પછી પેલી યુવતી આવી અને કૃપા ને તૈયાર થવા નો સમય કહી ને જતી રહી.બહાર સાંજ ની તૈયારી પુરજોશ મા ચાલી રહી હતી.

કૃપા ઘડીક બારી ની બહાર તો ઘડીક પેલા બેગ સામે જોતી હતી.અચાનક તેની નજર બારી બહાર એક ચકલી પર પડી.તેને જોયું તેનો એક પગ કોઈ દોરા કે તાર માં ફસાઈ ગયો છે,તેને નીકળવાની ઘણી કોશિશ કરી પણ તે સફળ ના થઇ.થોડીવાર પછી બીજી એક ચકલી આવી અને બંને એ થોડી મહેનત કરી ને પેલી ચકલી છૂટી ગઈ, બંને ત્યાંથી આકાશ માં ઉડી ગઈ.કૃપા આ બધું જોઈને મંદ મંદ મુસ્કાતી હતી.ત્યાં જ જમવાનો સમય થઈ ગયો.અને તેને જમવા બોલાવવામાં આવી.આજે કૃપા જમવા સમયે પણ કંઈક વિચાર માં હતી.કાના ની ઘણી કોશિશ છતાં તે કાઈ પણ બોલી નહિ.

સાંજ પડતા જ ગનીભાઈ તેના અમુક અંગત મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યા.પેલી યુવતી કૃપા ને તૈયાર કરવા પહોંચી ગઈ હતી.કાનો પરેશાન તેના રૂમ માં ચક્કર લગાવતો હતો.વચ્ચે તે ભોંયરા માં પેલા બંને ને દવા નો ડોસ દઈ આવ્યો હતો.ગનીભાઈ એ કાના માટે પણ નવા કપડાં મોકલ્યા હતા.કમને કાના એ તે પહેરી લીધા,અને બાજુ ના રૂમ માં ગયો.

કૃપા આજ તો ખૂબ જ સુંદર લાગતી હતી.બનારસી સાડી સાથે મેચિંગ ના ઘરેણાં,અને બંગડી અને તેમાં પણ કપાળ માં બ્લુ બિંદી કૃપા ને ખૂબ સુંદર બનાવી રહી હતી.
કાનો તો તેને જોઈ ને આભો જ રહી ગયો.કૃપા એ કાના સામે જોયું પણ તેની આંખ અને હોઠો નું સ્મિત બંને વચ્ચે કોઈ મેળ કાના એ અનુભવ્યો નહિ.પેલી યુવતી ની હાજરી હોવાથી બંને કોઈ વાત કરી શક્યા નહી.અને કાના ની સાંકેતિક ભાષા નો આજ કૃપા એ કોઈ જવાબ આપ્યો નહિ.

કાનો અને પેલી યુવતી કૃપા ને લઇ ને બહાર આવ્યા. ગનીભાઈ એ બ્લુ કલર ની શેરવાની પહેરી હતી.તે પણ આજે કૃપા ના રૂપ નું રસપાન કરતા ધરાતા નહતા.કૃપા અને ગનીભાઈ એ એકમેક ને વીંટી પહેરાવી બધા ના આગ્રહ થી ગનીભાઈ એ કૃપા ને પ્રપોઝ પણ કર્યું.અને સગાઈ ની વિધિ પૂર્ણ કરી ત્યારબાદ ત્યાં આવેલા દરેકે તેમને શુભેચ્છા પાઠવી.અને અંતે જમી ને બધા એ વિદાય લીધી.આમ તો ગનીભાઈ ના માણસો અને અમુક મિત્રો સિવાય કોઈ પણ ને આજે આમંત્રણ નહતું.જેથી કોઈ ઉપાધિ ના થાય.લગભગ વિસ પચીસ લોકો જ આ સગાઈ માં હાજર હતા.

હવે આખા ફાર્મહાઉસ માં ગનીભાઈ ,કૃપા અને ભોંયરા માં ઉમિ જ હતા.ગનીભાઈ ના હિસાબે.પણ કૃપા ના હિસાબે....

(કાના ની ઘણી સમજાવટ છતાંપણ કૃપા એ ગનીભાઈ સાથે સગાઈ તો કરી લીધી.પણ શું એનાથી ગનીભાઈ એને માફ કરી દેશે?કે પછી કૃપા નો કોઈ બીજો જ પ્લાન છે?
કોણ કોણ હશે ફાર્મહાઉસ માં...જોઈશુ આવતા અંક માં)

આરતી ગેરીયા...

Rate & Review

Vijay

Vijay 6 months ago

Preeti G

Preeti G 6 months ago

Kiran

Kiran 6 months ago

Vipul

Vipul 6 months ago

viral joshi

viral joshi 6 months ago