Vasudha - Vasuma - 16 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-16

વસુધા - વસુમાં - પ્રકરણ-16

વસુધા
પ્રકરણ-16
મૂવી જોઇ પાછા ફરતાં પીતાંબર વસુધાની મશ્કરી કરી રહેલો વસુધાએ કહ્યું આવી વાતો કેમ કરો છો ? આપણને શોભતી નથી. તમે આવું ના બોલો મને નથી ગમતું એમ કહીની રીસાઇ ગઇ. પીતાંબર ખૂબ મસ્તીમાં હતો પણ વસુધાને ગમ્યું નહીં એટલે પછી ચૂપ થઇ ગયો. છેક ગામ આવ્યું ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પછી પીતાંબરે કહ્યું મસ્તીને આમ ગંભીર ના બનાવી દેવી ફરીથી જે તને નથી ગમતું એવી વાત નહીં કરું પણ હવે તો ઘર પણ આવી ગયું હવે તો ગુસ્સો થૂંકીને હસી નાંખ નહીંતર મને ઊંઘ પણ નહીં આવે.
વસુધાએ કહ્યું હું કંઇ મનમાં ભરી નથી રાખતી જે વાત પતી ગઇ એને યાદ નથી રાખતી. પણ મૂવી સરસ હતું તમે આમને લઇ ગયાં થેક્યું હવે તો લગ્નની તૈયારીઓ ચાલે છે હવે સમય પણ નહીં મળે. હવે સીધા માંડવેજ મળીશું. એમ કહી હસી પીતાંબરે કહ્યું હાંશ તું હસી એટલે સારું લાગ્યું હું પણ માંડવે આવવાનીજ રાહ જોઊં છું કારણ કે તને જોયા વિના હવે સમય પણ નહીં જાય. મારે પણ લગ્નની બધી તૈયારીઓ કરવાની છે. ત્યાં ઘર આવી ગયું.
જેવો ગાડીનો અવાજ આવ્યો પાર્વતીબેન પુરષોત્તમભાઇ દિવાળી ફોઇ બધાં બહાર આવી ગયાં. પુરષોત્તમભાઇએ કહ્યું આવી ગયાં ? કેવી હતી સિનેમા ? મજા આવી ?
વસુધા ગાડીમાંથી ઉતરી સીધી ઘરમાં જતી રહી અને દુષ્યંતે કહ્યું ખૂબ મજા આવી અમે ટોકીઝમાં સમોસા ખાધાં અને ઠંડુ પીણું પીધુ. પછી વિદ્યાનગર ફરવા ગયાં ત્યાં પીઝા ખાધા.
પુરષોત્તમભાઇએ કહ્યું ભલે ભલે આવો પીતાંબરકુમાર આવો. પીતાંબરે કહ્યું હવે લેટ થયું છે મંમી પપ્પા ચિંતા કરશે એટલે હું નીકળું છું પણ બધાને ખૂબ મજા આવી. હવે લગ્નની તૈયારીઓ ચાલે છે દીદી પણ રાહ જોતાં હશે.
પાર્વતીબહેન કહ્યું સરલાબેન અહીં રોકાયા હશે અને ભાવેશકુમાર ? પીતાંબરે કહ્યું જીજાજી ઘરે પાછાં ગયાં છે એ પાછાં આવશે પણ દીદી રોકાયા છે ખરીદી અને બીજા કામ માટે દિવાળી ફોઇએ કહ્યું કંઇ નહીં તમારે મોડું થાય છે. ઘરે જાઓ બધાને યાદ આપજો. કાલે પુરષોત્તમ ફોન કરશે. ચાલો તમને બધાને મજા આવી એટલે ઘણું.
પીતાંબરે જયશ્રીકૃષ્ણ કહીને વિદાય લીધી અને બધાં ઘરમાં આવ્યાં. પાર્વતીબહેને વસુધાને કપડાં બદલીને આવ્યાં પછી પૂછ્યું તમે ત્રણ જણાંજ હતાં કે બીજું કોઇ આવેલું ? વસુધાએ કહ્યું એમનાં ફ્રેન્ડ અને એમની પત્ની પણ સાથે હતાં. ખૂબ મજા આવી. મેં એમને કહ્યું છે હવે લગ્નની તૈયારીઓ ચાલે છે હવે બહાર જવાનો સમય નથી રહ્યો.
દિવાળી ફોઇએ કહ્યું મારી વસુધા કેટલી સમજદાર છે. સારું થયુ તે એવી ચોખવટ કરી લીધી. લગ્ન પહેલાં બધે બહુ ફરવું સારુ નહીં. હવે લગ્ન ઢુંકડાંજ છે પછી જેટલું ફરવું હોય ફરજો કોણ ના પાડવાનું છે ?
વસુધાએ હકારમાં ડોકું ધુણાવ્યું અને પાર્વતીબેને કહ્યું જમીને આવ્યા છો એટલે બોલી નહીં પણ રોટલા શાક રાખ્યાં છે તું અને દુષ્યંત ભૂખ હોય તો જમી લો.
વસુધાએ કહ્યું ના કઈ ખાવુ નથી માં.. લાલીને ઘાસ અને ખાણ નીર્યું છે ને ? હું પૂળા ત્યાં મૂકીને ગઇ હતી.
પાર્વતીબેને કહ્યું હાં હાં તારી લાલીને બધુજ આપ્યું છે પાણી પણ આપ્યું હતું એ તો નિરાંતે ઊંઘે છે બેઠી બેઠી.. અને બધાની પથારી પણ તૈયાર છે ચાલો સૂઇ જઇએ.
************
લગ્નનાં આડે માંડ ત્રણ દિવસ રહ્યાં છે બધીજ તૈયારીઓ થઇ ગઇ છે. ખરીદી પતી ગઇ અને વસુધાને લગ્નમાં આપવાની પિત્તળનાં વાસણોનાં સેટ, નળી, થાળીઓ તપેલાં, ઘડા, વાડકી, વાડકા જેવી બધીજ વસ્તુઓ લેવાઇ ગઇ છે. ચાંદની બેથાળી સાથેનો સેટ પણ તૈયાર હતો. કંકોત્રી વહેચાઇ ગઇ હતી જમણવાર અંગે બધુ સીધુ સામાન તૈયાર હતુ. પૂજા સામગ્રી અલગ મૂકી દેવાઇ હતી અને મંડપ બાંધનારા કાલે સવારથી આવી જવાનાં બધાને ઉતારો આપવા મંદિરનાં રૂમો તૈયાર કરાવી દીધાં હતાં. ઘરમાં પણ બધી સવલતો તૈયાર કરી દીધી હતી ટાંકી ટાંકા ચોક્ખા પાણી ભરીને તૈયાર હતાં.
લગ્નની તૈયારીમાં કોઇ કચાશ નહોતી. મેંદી મૂકવા વાળી બહેનો પણ આવી જવાની હતી. મંડપ ડેકોરેશન વાળાનો સામાન ઉતરી ગયેલો. રસોઇયા પણ કાલથી આવી જવાનાં હતાં. લગ્નનાં આગલા દિવસે ગૃહશાંતિ કરવાના હતી એમાં પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ બેસવાનાં હતાં.
ગામનાં અગ્રણીઓને નોતરાં અપાઇ ગયાં હતાં. આખા ગામમાં વસુધાનાં લગ્નનો જાણે ઉલ્લાસ હતો બધાંને અને ગામની ડેરીમાં પણ કહેવાઇ ગયું હતું.
પુરષોત્તમભાઇ વહેચવાનાં રોકડા રૂપિયાની વ્યવસ્થા કરી દીધી હતી. વસુદાએ પહેરવાનું ઘરચોળું જરી કસબ વાળુ તૈયાર હતું આવતી કાલથી બધાં નજીકનાં સગાવ્હાલા આવી જવાનાં હતાં. પાર્વતીબેનની સગી બહેન નડીયાદથી આવી ગઇ હતી. વસુધાની ખાસ સહેલીઓ સવિતા અને રંજના એની સાથે ને સાથે રહેતી હતી.
વસુધા પણ લગ્નનો દિવસ નજીક આવતો હતો એમ એ ક્યારેક ખૂબ આનંદમાં આવતી ક્યારેક ઉદાસ થઇ જતી કે પારકે ઘરે જવાનું છે. દુષ્યંત - પાપા - મંમી અને ફોઇ વિના કેવું લાગશે ? ગમશે નહીં ક્યારેક પીતાંબર સાથેનો વિતાવેલો સમય યાદી આવી જતો. ક્યારેક હસી પડતી ક્યારેક વિચારમાં પડી જતી. લાલી પાસે આવીને કહેતી લાલી આપણો જવાનો સમય નજીક આવતો જાય છે. લાલીને કહે લાલી આપણે સ્ત્રીઓને કેવું છે ? ના બાપનું ઘર આપણું કહેવાય ના સાસરું ત્યાં પીતાંબરનું ઘર કહેવાય જે આપણે આપણું બનાવવુ પડશે લાલી તું સાથે હોઇશ એટલે મને ઓછું નહીં આવે. તારી સાથે વાતો કરીશ અને દીલ બહેલાવી લઇશ ત્યાં મારાં સાસુ સસરા કેવું વર્તશે ? કેવું રાખશે ?એવાં બધાં વિચાર આવે છે. ત્યાં હું બધુ કામ કરીને બધાનાં દીલ જીતી લઇશ. ત્યાં દૂધનો હિસાબ રાખીશ પીતાંબરને પણ ભાર નહીં પડવા દઊં એમ વિચારતી હસી પડતી.
વસુધા કપડાં વાળીને ગોઠવતી હતી એ વિચારોમાં પણ હતી અને માંની બૂમ પડી... "વસુધા તને મળવા આ છોકરી આવી છે બહાર આવ."
વસુધા આષ્ચર્ય સાથે બહાર આવી એણે જોયુ તો નલીની ઉભી હતી. એણે ઓળખીને તરતજ કહ્યું આવ નલીની અંદર આવ એણે માં ને કહ્યું પેલાં નલીનભાઇ અમારી સાથે સિનેમાં જોવા આવેલાં એમની પત્ની નલીની.
માં એ કહ્યું આવો આવો વસુધાએ તમારી વાત કરી હતી પછી નલીની સામે જોયાં કર્યું. અને રહેવાયું નહીં એટલે બોલ્યા પણ બહેન તે પાંથીમાં સિંદુર નથી કે નથી પહેર્યું મંગળસૂત્ર કેમ ?
નલીની અને વસુધા બંન્ને ગભરાયા. પણ નલીનીએ કહ્યું કાકી અમારાં વિવાહ નક્કી થયાં છે વસુદાનાં લગ્નનો 10 દિવસ પછી અમારાં લગ્ન છે.
પાર્વતીબેને કહ્યું ઓહો ભલે ભલે અમને એમ કે તમારાં લગ્ન થઇ ગયાં હશે કંઇ નહીં આવો તમે વસુધાનાં રૂમમાં જાવ બંન્ને બહેનપણી વાતો કરો હું ચા નાસ્તો લાવું છું. વસુધા નલીનીને એનાં રૂમમાં લઇ ગઇ અને બોલી નલીની સાચેજ તમારાં લગ્ન લેવાનાં છે ? બધું નક્કી થઇ ગયું ? ઘરમાં બધાં માની ગયાં ?
નલીનીએ કહ્યું હાં નક્કી થઇ ગયુ છે પણ અમારાં લગ્ન ધામધૂમથી નહીં કોર્ટમાં કરીને આર્ય મંદિરમાં સાદાઈથી કરી લેવાનાં છે. મારાં ઘરે રાજી છે નલીનનાં ઘરે પણ રાજી છે પણ એની ભાભી આડી પડી છે એને એની બહેનનું નલીન સાથે ગોઠવવું હતું પણ નલીન મક્કમ રહ્યાં એટલે આવું નક્કી થયું છે જોઇએ પછી જો એ માની જાય તો થોડી ધામધૂમ થશે. મારાં પાપા કહે કંઇ નહીં જે ધામધૂમનો ખર્ચ બચશે એ પૈસા તારાં નામે મૂકી દઇશ.
નલીન પણ સંમત છે મને કહે મોટાભાઇ સમજતા નથી ભાભી કાન ભંભેરે એટલે ચઢી જાય છે પણ એ માની જશે ત્યાં સુધીમાં ઠીક છે તારુ લગ્ન આવે છે એટલે ખાસ મળવા આવી ઓળખાણ થઇ તો આપણે સંબંધ પાકો કરીએ આગળ જતાં એકમેકનાં સાથમાં રહીશું.
વસુધાએ કહ્યું સાચી વાત કીધી મને ગમ્યું તું આવી લગ્નમાં આગળથી તમે અને નલીનભાઇ આવી જજો મને ખબર છે નલીનભાઇ એમનાં ખાસ મિત્ર છે.
ત્યાં માં ચા નાસ્તો લઇને આવ્યા અને કહ્યું પછી બધું ગોઠવજો હમણાં ગરમા ગરમ ચા નાસ્તો કરો. લગ્નનું ઘર છે ઘણું કામ પહોંચે છે તમે બેસો હું કોઇ આવ્યું છે એમને મળી લઊં એમ કહી રૂમમાંથી નીકળ્યા નલીની બધી તૈયારી જોઇને ખુશ થઇ ગઇ એણે કહ્યું ખૂબ ભાગ્યશાળી છું બધાં કેવાં ઉત્સાહમાં છે. મારાં લાયક કામકાજ હોય જણાવજો. વસુધાએ કહ્યું આ મારી સવિતા અને રંજના ખાસ બહેનપણી છે બહારમાં જોડે છે એ લોકો ત્રીજી તું એમ કહી નલીનીનાં હાથ પકડી લીધાં. ઘરમાં લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો.
********
લગ્નનો આગલો દિવસ છે. ઘરમાં ગ્રહશાંતિની પૂજા ચાલી રહી છે. વસુધા મંમી પપ્પા પાસે બેઠી છે બધુ જોઇ રહી દુષ્યંત એને ફાવે એ કામ જોઇ રહ્યો છે અને એ અંદર દોડીને આવ્યો અને બોલ્યો દીદી... દીદી.. જુઓ...
આગળ આવતા અંકે - પ્રકરણ-17

Rate & Review

Vaishali

Vaishali 2 months ago

Usha Patel

Usha Patel 2 months ago

Sheetal

Sheetal 3 months ago

Anish Padhiyar

Anish Padhiyar 5 months ago

Parash Dhulia

Parash Dhulia 7 months ago