Dashing Superstar - 41 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-41

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-41(કિઆરા અકીરાના વાળ કાપી નાખે છે.અકીરાની સચ્ચાઈ એલ્વિસ સામે આવે છે જેનાથી એલ્વિસ ખૂબજ આઘાતમાં હોય છે.કિઆરા હજીપણ એલ્વિસથી નારાજ હતી.વિન્સેન્ટની બર્થ ડે પાર્ટીમાં એલ્વિસ તેની સામે પ્રેમનો પ્રસ્તાવ મુકે છે જેને કિઆરા સ્વીકારી લે છે.)

કિઆરાને એલ્વિસે આંખો બંધ કરવા કહ્યું.કિઆરાએ તેની આંખો બંધ કરી.

"કિઆરા,આંખો ખોલ."એલ્વિસે કહ્યું.
આકાશમાં સ્પેશિયલ આતીશબાજી થઇ.જેમા આઇ લવ યુ કિઆરા લખેલું આવ્યું.

"કિઆરા,તું જ્યારે કાશ્મીરમાં હતી ટ્રેનિંગ માટે ત્યારે જોસેફ કેઇલ અહીં આવ્યાં હતાં.તે બેલે ડાન્સમાં એક્સપર્ટ છે.બેલે ડાન્સ વન ઓફ ધ ડિફિકલ્ટ ડાન્સ ફોર્મ છે.જે મને બહુ નથી ફાવતો બાકી બધાં જ ડાન્સ મને ખૂબજ સારી રીતે આવડે છે.મને ખબર છે કે તને ડાન્સમાં બહુ રસ નથી.

આ સ્પેશિયલ ડાન્સ ફોર્મ મે તને સરપ્રાઈઝ આપવા શીખ્યો હતો.મારા એક ફેવરિટ બોલીવુડ સોંગને મે મારા અવાજમા રેકોર્ડ કર્યું છે.

કિઆરા,ધીસ સ્પેશિયલ પરફોર્મન્સ ઈઝ ઓન્લી ફોર યુ."એલ્વિસે આટલું કહીને ત્યાં બધી જ કેન્ડલ્સ બુઝાવી દીધી.
મ્યુઝિક શરૂ થયું.

એલ્વિસનો અવાજ તેના ડાન્સની જેમ કર્ણપ્રિય હતો.

તડપાયે મુઝે તેરી સભી બાતે
એકબાર એ દિવાની જુઠાં હી સહીં પ્યાર તો કર
મે ભુલા નહીં હસીં મુલાકાતે બેચેન કરકે મુજકો મુજસે યું ના ફેર નજર.
રુઠેંગા ના મુજસે મેરે સાથિયા યે વાદા કર.
તેરે બીના મુશ્કીલ હૈ જીના મેરા મેરે દિલબર.

એલ્વિસ બેલે ડાન્સ કરી રહ્યો હતો.કિઆરા ખૂબજ ખુશ હતી.જીવનમાં આજસુધી તકલીફ,દર્દ અને આંસુ જ હતા.ફાઇટીંગ અને આઇ.પી.એસ સિવાય કોઇ બીજા સપના નહતા જોયા.આજે એલ્વિસના આ પ્રેમે તેનું હ્રદય ભાવનાઓથી ભરી નાખ્યું.

ઝરા ઝરા બહેકતા હૈ મહેકતા હૈ આજ તો મેરા તન બદન મે પ્યાસા હું મુજે ભરલે અપની બાંહોમે આ મેરી કસમ તુજકો સનમ દુર કહીં ના જા યે દુરી કહેતી હૈ પાસ મેરે આજા રે.

યુહી બરસ બરસ કાલી ઘટા બરસે હમ યાર ભિગ જાયે ઈસ ચાહત કી બારિશમે.
તેરી ખુલી ખુલી લટો કો સુલઝાઉં મે અપની ઉંગલીયો સે મે તો હું ઇશ ખ્વાઈશ મે.
સરદી કી રાતોમે હમ સોયે રહે એક ચાદર મે હમ દોનો તન્હા હો.ના કોઇ ભી રહે ઉસ ઘરમે.

કિઆરાની આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતાં.તે દોડીને એલ્વિસના ગળે લાગી ગઈ અને તે બંને એકબીજાના આલિંગનમાં ડાન્સ કરી રહ્યા હતા.

એલ્વિસે કિઆરાના કપાળ પર ચુંબન કર્યું.કિઆરા અને એલ્વિસના ચહેરા એકબીજાની એકદમ નજીક હતાં.એકબીજાના શ્વાસ અનુભવી શકે એટલા નજીક.કિઆરા તેના હોઠ એલ્વિસના હોઠ પાસે લઈ ગઈ પણ અચાનક એલ્વિસ પોતાના હાથ જે કિઆરાની કમર ફરતે હતા તે ત્યાંથી હટાવીને તેના અને કિઆરાના હોઠ વચ્ચે મુકી દીધો.

કિઆરા પોતાની સ્વપ્નસૃષ્ટિમાંથી બહાર આવી.તે આશ્ચર્ય સાથે એલ્વિસ સામે જોવા લાગી.
"એલ,આઇ વોન્ટ ટુ કિસ યુ."તેણે કહ્યું.

"આઈ કાન્ટ.હું નહીં કરી શકું."એલ્વિસે કહ્યું.

"પણ કેમ?મતલબ કિસ કરવી આજકાલ પ્રેમીઓ વચ્ચે સામાન્ય વાત છે.મે ભલે પ્રેમ નથી કર્યો પણ આટલું તો મને ખબર છે."કિઆરાએ એલ્વિસના હાથમાંથી પોતાના હાથ છોડાવતા પુછ્યું.

"સોરી કિઆરા,હશે કોમન પણ હું થોડો અલગ છું.આમપણ હજી આપણે એકબીજા વિશે ઘણુંબધું જાણવાનું છે.એકબીજાની આદત,શોખ,સ્વભાવ અને ભૂતકાળ વિશે જાણવાનું બાકી છે.લેટ્સ ગીવ અસ સમ ટાઇમ.હા પણ આઇ કેન નોટ કિસ યુ.કેમ?ફરી ક્યારેક જણાવીશ.તું એમ ના સમજતી કે મારો પ્રેમ ઓછો થઇ ગયો.હું તને ખૂબજ ચાહું છું પણ પ્લીઝ,ડોન્ટ ફોર્સ મી."એલ્વિસે સ્પષ્ટરીતે કહ્યું.
કિઆરા આશ્ચર્ય સાથે તેને જોઇ રહી હતી.

"લેટ્સ ગો ઇનસાઇડ.આઇ થીંક આપણે વિન્સેન્ટ સાથે રહેવું જોઈએ આજે તેનો બર્થ ડે છે."કિઆરા આટલું કહી કશુંજ સાંભળવા રોકાઇ નહીં.કિઆરા અને એલ્વિસને એકસાથે જોઇને વિન્સેન્ટને ખૂબજ ખુશી થઇ.

આયાન તેમને એકસાથે જોઇને થોડો દુખી થઇ ગયો અને તે બહાનું બનાવીને બહાર ગયો.અહાના તેની પાછળ ગઇ.

આયાનની આંખમાં આંસુ હતાં.તેણે કિઆરાની દોસ્તી સ્વીકારી લીધી હતી પણ તે દોસ્તી નિભાવવી તેના માટે ખૂબજ તકલીફભર્યું કામ હતું.

"તું કિઆરાને ખૂબજ પ્રેમ કરે છેને?"અહાનાના સવાલે ચોંકાવી દીધો.

"પૂરી કોલેજને ખબર છે આ વાત અહાના.તું નહીં સમજી શકે કે જ્યારે તમને ખબર પડે કે તમારો પ્રેમ એકતરફી છે ત્યારે કેવી તકલીફ થાય."આયાને ધુંધવાતા દરિયા સામે જોઇને કહ્યું.

"ખબર છે મને.રોજ અનુભવું છું અાયાન.તું નહીં સમજી શકે.પહેલા દિવસથી જ જેના પર હ્રદય આવ્યું તે મારી જ સહેલીને ચાહે છે.રોજ તે પીડા અનુભવું છું.હું તારી તકલીફ સમજી શકું છું.આયાન,પ્રેમ ત્યાગનું બીજું નામ છે.જેને તમે ચાહો છો તે ખુશ હોય તે લાગણી તમને શાંતિ આપે છે.સુકુન આપે છે.હું તો મારું સુકુન તેની ખુશીમાં શોધી લઉં છું પણ તેને દુખી નથી જોઇ શકતી.તો કોશિશ કરું કે તે ખુશ રહે.તું પણ આ કોશિશ જરૂર કરજે.કિઆરાની ખુશીમાં,તમારી દોસ્તીમાં તારી ખુશી શોધી લેજે."અહાના એકીટસે તેની સામે જોતા બોલી.આયાન આઘાત સાથે તેની સામે જોઇ રહ્યો હતો.અહાના ત્યાંથી જતી રહી.

"શું અહાના મને?"આયાન અહાનાની વાત સમજી ના શક્યો.

"થેક યુ વિન્સેન્ટજી,હું નીકળું.કાલથી મને બિલકુલ સમય નહીં મળે.પ્રોજેક્ટ અને આઇ.પી.એસની તૈયારી.બાય કિઆરા હવે હમણાં નહીં મળી શકાય."અર્ચિત તેમની વિદાય લઈને નીકળી ગયો.

"કોન્ગ્રેચ્યુલેશન્સ ગાયઝ પણ એલ્વિસ,હું તારો મેનેજર છું.તો તે મને પુછ્યાં વગર પ્રેમ કરવાની હિંમત કેવીરીતે કરી?"વિન્સેન્ટે કહ્યું.

"શું?"કિઆરા અને એલ્વિસ એકસાથે બોલ્યા.

"કિયુબેબી,તારો પ્રિયતમ એક સુપરસ્ટાર છે,ડેશિંગ સુપરસ્ટાર અને આવતા ત્રણ મહિના સુધી તે પેક છે."વિન્સેન્ટ પોતાની ડાયરી જોતા બોલ્યો.

"એટલે?"કિઆરાએ પુછ્યું.

"એટલે એમ કે આવતા ત્રણ મહિના સુધી એકાદ બે સિંગલ રજા છોડીને તે સવાર સાંજ ટોટલી તેની ડેટ્સ બુક છે.જેમા બે કે ત્રણ શુટીંગ અને ઇવેન્ટ વિદેશમાં છે.અહીં ડે નાઇટ શુટીંગ અને તેની એકેડેમીની ઇવેન્ટ."વિન્સેન્ટ બોલ્યો.એલ્વિસ તેની વાત સાંભળીને ગંભીર થઇ ગયો.કિઆરાનું મોઢું પડી ગયો.

"એટલે પ્રેક્ટિકલી તમે લોકોએ પ્રેમ તો કરી લીધો પણ એકબીજાને મળવા માટે કે એકબીજા સાથે ગાળવા માટે તમારી પાસે એટલે કે એલ્વિસ પાસે સમય નથી.હું મજાક નથી કરી રહ્યો.આઇ એમ સિરિયસ."વિન્સેન્ટ જે રીતે આ વાત કહી રહ્યો હતો તે રીતે કિઆરા આ વાતની ગંભીરતા સમજી ગઇ.બહારથી અહી આવી રહેલા આયાનના કાને આ વાત પડી.તેના ચહેરા પર નાનકડું સ્મિત આવ્યું.તે કિઅારાના જીવનમાં કે તેની પ્રેમકહાનીમાં વિલન બનવા નહતો માંગતો.

"કિઆરા,હું તારા અને એલની વચ્ચે નહીં આવું પણ હું તે ખાત્રી કરીશ કે તું એકલી ના પડે કે તું દુખી ના થાય.એક સાચા અને સારા દોસ્તની માફક હું હંમેશાં તારી સાથે હોઈશ."આયાને પોતાની જાતને કહ્યું.

"ઉદાસ ના થઈશ,કિઆરા.આમપણ આ સમય તારા કેરીયર માટે ખૂબજ ખાસ છે.તારી ફાઇનલ એકઝામ નજીક આવવાની છે તો તું તેમા ધ્યાન આપ.બાકી એલ તો હંમેશાં તારી સાથે જ રહેશે."વિન્સેન્ટે કહ્યું.

કિઆરાએ માથું હકારમાં હલાવ્યું.તે એલ્વિસના વિચિત્ર વર્તન અને વિન્સેન્ટની વાતથી ઉદાસ હતી.

"હું મુકી જાઉ તને."એલ્વિસે કહ્યું.

"ના,હું જતી રહીશ.ડ્રાઇવર બહાર વેઇટ કરે છે."કિઆરા આટલું કહીને ત્યાંથી જતી રહી.કિઆરાનો ઇગો અને સેલ્ફ રિસ્પેક્ટ ક્યાંક અજાણતા હર્ટ થયો હતો.તેમના પ્રેમ વચ્ચે ક્યાંય ફરક નહતો આવ્યો.

દિવસો એમ જ વિતતા ગયાં.એલ્વિસ ખૂબજ ખુશ હતો.નવા નવા પ્રેમમાં સતત પોતાના પ્રેમિ પાસે રહેવાની કે તેને રોજ મળવાની આકાંક્ષા કિઆરાને પણ હતી પણ તે એલ્વિસ સાથે મેસેજ,કોલ્સ અને વીડિયો કોલથી વાત કરતી હતી પણ તેને મળવાની ઈચ્છા તેના મનમાં હંમેશાં રહેતી.

એલ્વિસના બેક ટુ બેક શેડ્યુલ ના કારણે તેમની મુલાકાત શક્ય નહતી બનતી.એલ્વિસ સોંગના શુટીંગ માટે મલેશિયા જવા નીકળી ગયો હતો.ફ્લાઇટ અડધી રાત્રની હતી તેથી કિઆરા તેને બાય કહેવા નહતી જઇ શકી.કિઆરા ખૂબજ ઉદાસ રહેતી.ભણવાના અને માર્શલ આર્ટ્સના સમયને છોડીને તે ગુમસુમ રહેતી.

કિઆરાએ વાયરલ વીડિયો પાછળ કોણ છે તે જાણવાનું નક્કી કર્યું.કિઆરાએ આ વિશે અર્ચિત સાથે વાત કરી રહી હતી.
" કિઆરા,સોરી પણ હું તને સાથ આપવા આવી નહીં શકું.તું આયાનને પુછ તારી મદદ માટે."

"ના,હું મેનેજ કરી લઇશ."કિઆરાએ કહ્યું.
કિઆરાએ તે વીડિયો કયા આઇ.ડી પરથી વાયરલ થયો હતો તે આઇ.ડી અને તે આઇ.પી એડ્રેસ શોધી કાઢ્યું.તે વ્યક્તિનું એડ્રેસ પણ તેને ખૂબજ સરળતાથી મળી ગયું.જે વાતનું તેને આશ્ચર્ય થયું.કિઆરા તે વ્યક્તિને મળવા એકલી ગઇ.તે વ્યક્તિ જાણે કે તેની રાહ જોઇને જ ત્યાં બેસ્યો હોય તેવું કિઆરાને લાગ્યું.

કિઆરાને જોઇને તે વ્યક્તિએ ભાગવાની નાકામ કોશિશ કરી પણ કિઆરાએ તેને ભાગીને પકડી લીધો.તેને બે થપ્પડ અને બે મુક્કાનો પ્રસાદ મળતા જ તે પોપટની જેમ બોલવા લાગ્યો.

"મને આ વીડિયો અકીરામેડમે જ ઉતારવા કહ્યું હતું.તેમણે જ મને રૂપિયા આપ્યા હતા તેને વાયરલ કરવા."તે વ્યક્તિએ કહ્યું.

કિઅારા કઇંક વિચારમાં પડી ગઈ.તે વ્યક્તિ આ તકનો ફાયદો ઉઠાવીને ત્યાંથી ભાગી.કિઆરાએ આ બધું રેકોર્ડિંગ થાય તે માટે પોતાના શર્ટના ખિસ્સામાં એક કેમેરાવાળી પેન રાખી હતી.તે માણસનો તેણે પીછો કર્યો તે એક બારમાં ગયો જે ખૂબજ થર્ડ ક્લાસ ક્વોલિટીની હતી.કિઆરા ત્યાં ગઇ.તેણે જોયું.તે બારનું વાતાવરણ ખૂબજ અસભ્ય હતું.ગુંડા મવાલી જેવા લોકો દારૂના નશામાં ધૂત હતાં.

કિઆરાએ તે માણસને પકડ્યો તે કોઇકની સાથે વાત કરતો હતો.

"હા,તમે કહ્યું હતું તેમ મે તે છોકરીને કહી દીધું છે.તેને અને અકીરાને એટલો પ્રોબ્લેમ ચાલે છે કે તે મારી વાત પર વિશ્વાસ કરી લેશે."

કિઆરાએ આવીને તેને બે થપ્પડ માર્યા અને તે ફોન ઝુંટવી લીધો.

"કોણ છે તું?"કિઆરાએ પુછ્યું.

"તું કોણ છે?"સામેથી પુછ્યું.
"કિઆરા."

"ઓહ,એલની કિયુ ડાર્લિંગ.તું આવી ગઈ તો સાંભળ."તેણે કિઆરાને કઇંક કહ્યું.કિઆરાને તેની વાત સાંભળીને આંચકો લાગ્યો.

ફોન મુકીને કિઆરાએ આસપાસ જોયું.તેના કપાળ પર પરસેવો થવા લાગ્યો.

શું એલ્વિસ અને કિઆરા ને દૂર કરશે એલ્વિસનું વ્યસ્ત શેડ્યુલ?
શું કિઆરાને ભારે પડશે આ વખતે તેની બહાદુરી?
આયાન એલ્વિસ અને કિઆરા વચ્ચે કામના કારણે આવેલા આ અંતરનો ફાયદો ઉઠાવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 1 year ago

ATULCHADANIYA

ATULCHADANIYA 1 year ago

Sonal Satani

Sonal Satani 1 year ago

Pannaben Shah

Pannaben Shah 1 year ago

yogesh

yogesh 1 year ago

Share