Dashing Superstar - 54 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-54

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-54


(પાર્ટી સ્પેશિયલ પાર્ટ)

કિઆરાને જોઇને બધાં આશ્ચર્ય થયું.તેણે ચુસ્ત ડાર્ક બ્લુ જીન્સ અને તેની પર સ્ટાઇલીશ સ્લિવલેસ બ્લેક ટોપ પહેર્યું હતું.કાનમાં લાંબા બ્લેક કલરના ઇયરરીંગ્સ હતા અને વાળ એકદમ કર્લી કરેલા હતાં.તેની સામે એક છોકરો ઊભો હતો.જેનો ચહેરો કિઆરા સામે અને પીઠ લોકો તરફ હતી.

પાર્ટીમાં બધાને ખૂબજ આશ્ચર્ય અને કુતૂહલ હતું કે કિઆરા સાથે એલ્વિસ નથી તો કોણ છે?કિઆરા તેની સામે હસી.તે છોકરાએ ડાર્ક બ્રાઉન કલરનું જીન્સ પહેર્યું હતું તેની ઉપર બ્લુ કલરનું ટીશર્ટ અને લેધરનું વ્હાઇટ જેકેટ હતું.

તેના હાથમાં માઇક હતું.તે બોલ્યો ,
"એલ્વિસના ખાસ દિવસ માટે ખાસ સરપ્રાઇઝ પરફોર્મન્સ."

તે છોકરાનો અવાજ સાંભળીને એલ્વિસની આંખો પહોળી થઇ ગઇ.કાયના એલ્વિસની બાજુમાં આવીને ઊભી રહી.તે બંનેએ એકબીજાની સામે જોયું અને બોલ્યા," રનબીર.

અહીં સ્ટેજ પર કિઆરા સાથે ઊભેલો છોકરો બીજું કોઇ નહીં પણ રનબીર હતો.

થોડીક વાર પહેલા......

એલ્વિસ જાણ્યા વગર આવું બધાની વચ્ચે બોલશે તે વાત કિઆરા માટે અસહનીય હતી.કિયા તેની પાસે આવી.
"કિઆરા,તે એલ્વિસ જીજુને કીધું કેમ નહીં કે તને બહુ જ સરસ ડાન્સ આવડે છે.તે શિનામોમ પાસેથી નાનપણમાં ક્લાસિકલ ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે."કિયાએ પૂછ્યું.

"નથી કહેવું મારે.તેમણે ક્યારેય પૂછ્યું નથી અને મારે કહેવું પણ નથી."કિઆરા ગુસ્સામાં આવી.

"જો તું હા પાડે તો મારી પાસે એક આઇડિયા છે.જેનાથી આપણે એલ્વિસ જીજુને બતાવી દઈશું કે તું કેટલો સરસ ડાન્સ કરે છે."કિયા બોલી.

"અચ્છા,શું પ્લાન છે?કિઆરાએ પૂછ્યું.

"રનબીર...તું પાર્ટીમાં રનબીર સાથે ડાન્સ કરીને બધાને બતાવી દે કે તું કેટલો સરસ ડાન્સ કરે છે.સાથે સાથે તેમને અને કાયના દીદીને થોડા જલાવી પણ દે."કિયાએ કિઆરાને આંખ મારી.

કિઆરાના ચહેરા પર સ્માઇલ આવી.તેણે રનબીરને ફોન કર્યો જે રસ્તામાં હતો.તેની પાસે તેણે વેસ્ટર્ન આઉટફિટ મંગાવ્યો અને પ્લાન કહ્યો.રનબીર અને કાયના અલગ અલગ પાર્ટીમાં આવવા નીકળ્યા હતા.રનબીર કિઆરાનો સાથ આપવા તૈયાર થઇ ગયો.

અત્યારે....

રનબીરે ડિ.જેને ઈશારો કર્યો.

અહીં કિયા જ્યાં એલ્વિસ અને કાયના ઊભા હતા ત્યાં આવી અને તેણે એલ્વિસને કહ્યું,"બાય ધ વે ,એલ્વિસ જીજ્સ તમને ખબર છે કે કિઆરાનો ફર્સ્ટ ક્રશ કોણ હતો?"

એલ્વિસે કિયાની સામે પ્રશ્નાર્થભરી નજરો સાથે જોયું.

"રનબીર અફકોર્ષ."કિયાની આ વાત પર કાયના,એલ્વિસ સાથે પાછળ ઊભેલો આયાન પણ જેલસ થઇ ગયો.

"એન્જોય ધ પરફોર્મન્સ."આટલું કહીને કિયા ત્રણ જણાને બળતા છોડીને જતી રહી.

મ્યુઝિક શરૂ થયું.કિઆરા રનબીરને ગળે લાગી ગઈ.એલ્વિસને ના ગમતો સમય શરૂ થયો.તેનું મોઢું બગડી ગયું.

પરદેશી..પરદેશી જાના નહીં
પરદેશી..પરદેશી જાના નહીં
કોમલસી ત્વચા હૈ...હર એટાયર જચા હૈ....ના કોઇ બચા હૈ મેરે હુશ્ન કે ફાયર સે.
કટરીના કઝીન હૈ...મેરા હી ટશન હૈ...દિવાને કિતને ડઝન હૈ...સારે સંસારમે

કિઆરા અને રનબીરે એકદમ હેપનીંગ અને જોરદાર ડાન્સ શરૂ કર્યો.તે પણ એકબીજાની એકદમ નજીક જઇને.રનબીરના હાથ કિઆરાની સુંદર અને પાતળી કમર પર હતાં.તે બંને ડાન્સ કરતા કરતા કાયના અને એલ્વિસ પાસે પહોંચી ગયાં.

તું નિંદો કો ઉડાયે જાયે...હર આશિક કો ગિરાયે જાયે...જીમ શીમ કરકે તું લીન હુઇ...કાહે ફાયરસી લગાઇ જાયે.
તેરે લિયે હર લડકી કો ના કરું...તેરે લિયે લડકો સે લડા કરું...બસ તેરી હી તેરી પરવાહ કરું.

મે ઈતની સુંદર હું મે ક્યાં કરું??
ક્યાં કરું..
મૈં ઈતની સુંદર હૂં મેં ક્યા કરું

(રનબીર)
તું કાલા ટિક્કા લાયા કર...તું કલ્લી બહાર ના જાયા કર...તું સિંગલ પિસ હૈ મહોતરમા...મેરી નજરોમે ના આયા કર...
તેરી બાતે ઘર પે કરા કરું....સપનોમે ભી પીછા કરું ..બસ તેરી હી તેરી પરવાહ કરું

(કિઆરા)
મે ઇતની સુંદર હું મે ક્યાં કરું...

પાર્ટીમાં હાજર તમામ ગેસ્ટ આ પરફોર્મન્સ ખૂબજ એન્જોય કરી રહ્યા હતા.અજયકુમાર કિઆરાની સુંદરતા અને ડાન્સ મુવ્સથી આકર્ષિત થઇને રનબીરની જગ્યાએ કિઆરા સાથે ડાન્સ કરવા લાગ્યાં.

(અજયકુમાર)
તુ જો કમર લચકાયેગી....પેપર મેં ખબર છપ જાયેગી
ઇતના બોલા ના કર તુઝકો...ખુદ કી નજર લગ જાયેગી

(કિઆરા)

હાયે..ઇતને આશિક મે ક્યાં કરું ...કિસે હા કરું કિસે ના કરું ...કિસ કિસકી મે પરવાહ કરું.

(અજયકુમાર)

તું ઈતની સુંદર હૈ મે ક્યા કરું.

કિઆરા રનબીર અને અજયકુમાર સાથે ખૂબજ સુંદર રીતે ડાન્સ કરી રહી હતી.કાયના ગુસ્સામાં લાલપીળી થઇ રહી હતી.તેણે કિઆરાને પહેલા પણ રનબીરથી દૂર રહેવા વોર્ન કરેલી હતી અને આજે બંનેને આ રીતે એકબીજાની એકદમ નજીક ડાન્સ કરતા જોઇને તેને ખૂબજ ગુસ્સો આવ્યો.

એલ્વિસ જેલેસ તો હતો પણ રનબીર અને કિઆરાનો ડાન્સ એકદમ અદ્ભૂત હતો પણ અજયકુમારને કિઆરા પાછળ પાગલ થતાં જોઇને તેને પણ ગુસ્સો આવ્યો.ડાન્સ પૂરો થતાં જ બધાએ તાળી પાડી.પાર્ટીમાં લોકોએ ચિચિયારી પાડી.એલ્વિસ,કાયના અને આયાન ખૂબજ જેલેસ થયા હતાં.

ડાન્સ ખતમ થતાં કિઆરા રનબીરના ગળે લાગી અને તેના ગાલે કિસ કરી.
"એલ્વિસ,ક્યારેય કોઇને નજરઅંદાજ ના કરવું જોઇએ."વિન્સેન્ટે જલીને ખાખ થઇ ચુકેલા એલ્વિસને કહ્યું.

કાયના તેમની પાસે ગઇ અને તેણે કિઆરા અને રનબીરને અલગ કર્યા.તે કિઆરાને ઉપર એલના બેડરૂમમાં લઇ ગઇ.રનબીર,કિયા,એલ્વિસ અને વિન્સેન્ટ તેમની પાછળ ગયાં.

કાયના ખૂબજ ગુસ્સામાં હતી.(કાયના અને રનબીરે પ્રેમનો એકરાર નહતો કર્યો)
"તને કેટલી વાર સમજાવ્યું છે કે મારા રનબીરથી દૂર રહે.જો આ લાસ્ટ વોર્નિંગ છે.હવે રનબીરની આસપાસ ફરકીને તો મારાથી ખરાબ કોઇ નહીં થાય.હું ભુલી જઈશ કે તું મારી બહેન છે.તને એલ્વિસ મળી ગયોને તો મારા રનબીર પર નજર કેમ બગાડે છે?"

કાયનાની વાત સાંભળીને બધાને ખૂબજ હસવું આવ્યું.
"કાયના દી,આ બધું નાટક હતું પણ તને કેમ આટલી જેલસી થાય છે.અમે એલ્વિસજીજુને બતાવવા માંગતા હતા કે કિઆરા પણ ખૂબજ સરસ ડાન્સ કરે છે.એલ્વિસ જીજુ શિનામોમે કિઆરાને ક્લાસિકલ ડાન્સમાં ટ્રેઇન કરી છે.ડોન્ટ અંડર એસ્ટીમેટ માય સિસ્ટર."કિયા બોલી. કાયના શાંત થઇ પણ તેની વાત સાંભળીને રનબીરની આંખોમાં ચમક હતી.તે કાયના સામે જોવા લાગ્યો.કાયના શરમાઈને જતી રહી.

એલ્વિસે કાન પક્ડયા.
"સોરી સ્વિટી,તે ખૂબજ સુંદર ડાન્સ કર્યો પણ તારા આ આશિકને જલાવીને ઠીક નથી કર્યું.એનીવે તું તે ડ્રેસમાં ખૂબજ સુંદર લાગતી હતી જે આયાન તારા માટે લાવ્યો હતો.તે બદલીને નીચે આવ."એલ્વિસ આટલું કહીને નીચે જતો રહ્યો.

એલ્વિસ જેવો નીચે ગયો અજયકુમાર નશામાં ડોલતો તેને સામે મળ્યો.એલ્વિસનું મગજ તેને જોઇને ચકરાવે ચઢ્યું.ગુસ્સો તો ખૂબજ આવી રહ્યો હતો પણ પાર્ટીમાં તમાશો ના થાય એટલે શાંત રહ્યો.

"એલ્વિસ,તારી ગર્લફ્રેન્ડ તો જોરદાર ડાન્સ કરે છે.તે કમાલ છે સુંદર અને ટેલેન્ટેડ.મારી નેક્સ્ટ મુવીમાં તેને હિરોઈન તરીકે કામ કરવું હોય તો હું વાત કરું."અજયકુમારે કહ્યું.

"અજયકુમાર,કિઆરા પોલીસ ઓફિસર બનવા માંગે છે.બની શકે તો તેનાથી દૂર રહેજે."એલ્વિસે કડક અવાજમાં કહ્યું.અજયકુમાર ડોલતો ડોલતો જતો રહ્યો.

પછી તે રનબીર પાસે આવ્યો.

"સાલા તારા જેવા દોસ્ત હોયને તો દુશ્મનની જરૂર ના પડે."એલ્વિસે રનબીરને કહ્યું.

"કોન્ગ્રેચ્યુલેશન્સ મારા ભાઈ.તારા અને કિઆરા માટે ખૂબજ ખુશ છું."રનબીર આટલું કહીને એલને ગળે લાગ્યો.તેનો બધો ગુસ્સો ઓગળી ગયો.

અહીં કિઆરા ફરીથી આયાને આપેલો ડ્રેસ પહેરીને નીચે આવી.અચાનક તેનું ધ્યાન ખૂણામાં મોઢું ચઢાવીને ઊભેલા નમિતા અને અકીરા દેખાયા.અહાના તેની પાસે આવી.તેણે પણ તે જોયું.

"શું થયું કિઆરા?"અહાનાએ પૂછ્યું.કિઆરાએ તેને ડ્રેસવાળી વાત કહી.
"કિઆરા,તે બંને ચાપલી ચિબાવલીઓ મળેલી લાગે છે.તેમને તારી સ્ટાઇલમાં સબક શિખવાડવો પડશે.મારા દિમાગમાં તારો એક આઈડિયા આવ્યો છે."અહાનાએ કહ્યું.તેણે તેનો પ્લાન જણાવ્યો.

"વાહ અહાના વાહ.ચલ લાગી જઇએ કામ પર.આપણને જેની જરૂર છે તે સ્ટોરરૂમાં મળશે."કિઆરાએ કહ્યું.

કિઆરા અને અહાનાએ લગભગ પંદર મિનિટ સ્ટોરરૂમમાં મહેનત કરી અંતે તેમને જે જોઇતું હતું તે મળી ગયું.તેમણે બંનેએ મળીને નાની નાની બે ગરોળી જીવતી પકડી.તે બંને અલગ અલગ નાના ડબ્બામાં મુકીને નીચે ગયાં.અહીં નમિતા અને અકીરા ડી.જેના તાલ પર ઝુમી રહ્યા હતાં.

"વાહ,આ સોનેરી તક છે.ચલ તેમના ડ્રેસમાં આ નાનકડી ગરોળીઓ નાખી દઈએ.મારા કપડાં બધાની સામે ઉતારવા હતાને તેને હવે તેની હાલત જોવાજેવી થશે."કિઆરાએ કહ્યું.

અહીં લાઇટ થોડી ડિમ હતી.કિઆરાએ નમિતાના અને અહાનાએ અકીરાના ડ્રેસમાં ગરોળી ધીમેથી નાખી દીધી અને ભાગી ગયાં.

તે બંને હાથમાં જ્યુસનો ગ્લાસ લઇને એલ્વિસ અને વિન્સેન્ટની બાજુમાં ગોઠવાઈ ગયા.તેમના ચહેરા પર આ રહસ્યમય સ્મિત વિન્સેન્ટને ગડબડ વાળું લાગ્યું.થોડીક જ વારમાં નમિતા અને અકીરાએ ચીસાચીસ કરીને પાર્ટી ગજવી.મ્યુઝિક બંધ થઇ ગયું અને લાઇટો ચાલું થઇ ગઇ.નમિતા અને અકીરા બંદરની જેમ કુદી રહ્યા હતાં.અહાના અને કિઆરાના હસવાથી એલ અને વિન્સેન્ટ સમજી ગયા કે તેમની જોગમાયાઓ બબાલ કરીને આવી છે.

અંતે નમિતા અને અકીરાના ડ્રેસમાંથી નાની નાની ગરોળી નીકળી.જે જોઇને એલ ડઘાઇ ગયો.
"કિઆરા,તને ડર ના લાગ્યો ગરોળી પકડતા?"એલ્વિસે પૂછ્યું.

"મને શેનાયથી ડર નથી લાગતો."કિઆરા બોલી.એલ્વિસે તેની સામે આંખો કાઢી પણ નમિતા અને અકીરાના નાટકો જોઇને તેને પણ હસવું આવ્યું.નમિતા અને અકીરાનો ડ્રેસ ખરાબ થઇ ગયો હતો.નમિતા કિઆરાની પાસે આવી વાતાવરણ ગંભીર થઇ ગયું.તેણે કિઆરાને મારવા હાથ લંબાવ્યો પણ કિઆરાએ પકડી લીધો.

"તે જ નાખી હતી મારા ડ્રેસમાં ગરોળી."નમિતા બોલી.

"હું કેમ નાખું?"કિઆરાએ નિર્દોષ થઇને પૂછ્યું.

"બદલો લેવા."

"શેનો બદલો?"કિઆરા તેના મોઢેથી બોલાવવા માંગતી હતી.
"મે જાણીજોઇને તને ખરાબ ડ્રેસ આપ્યો તેનો."નમિતા બોલ્યા પછી સમજી કે તે શું બોલી.એલ્વિસને આઘાત લાગ્યો.

"નમિતાજી,તમે આ ઇન્ડસ્ટ્રીના,આ દેશના એક ટોપ ડિઝાઇનર છો.હું માફી ચાહું છું કે આ ગરોળી મે નાખી તેના માટે પણ જે તમે કર્યું તે ઠીક હતું?તમે તમારા પ્રોફેશન સાથે તમારા દોસ્ત સાથે ખોટું કર્યું.જે દોસ્તે અને જે પ્રોફેશને તમને આ બધું આપ્યું તેમની સાથે આ કરીને ઠીક કર્યું તમે?હું તમારી નાની બહેન જેવી છું પ્લીઝ મને માફ કરી દો.મારા દોસ્ત બનશો?મને વધુ એક અકીરા નથી જોઇતી મારી લાઈફમાં?"કિઆરાએ હાથ લંબાવતા કહ્યું.નમિતાની આંખો કિઆરાનો સારો સ્વભાવ જોઇને ભીની થઇ.તે કિઆરાને ગળે લાગી અને તેના કપાળે ચુમતા બોલી,"સોરી મારી લિટલ સિસ્ટર."જતી રહી.એલને પોતાની કિઆરા પર ગર્વ થયો.

પછી પાર્ટીમાં ડિનર અને ડ્રિન્કસનો દોર ચાલ્યો.એલ્વિસે થોડુંક વધારે ડ્રિન્ક કરી લીધું હતું.ધીમેધીમે બધાં પાર્ટીમાંથી જતા રહ્યા.જાનકીદેવી પરિવાર સમેત નીકળી ગયા પણ કિઆરા રોકાઇ હતી.એલ્વિસના શર્ટ પર કઇંક ઢોળાઇ ગયું હતું તે તેને ઊપર બેડરૂમમાં લઇ ગઇ.વિન્સેન્ટ અહાનાને મુકીને કિઆરા અને એલ્વિસને લેવા આવવાનો હતો.

એલ્વિસ નશામાં હતો.કિઆરા તેને ઊપર બેડરૂમમાં લાવી.તેણે એલ્વિસનું બ્લેઝર કાઢ્યું અને પછી તેના શર્ટના બટન ખોલવા લાગી.તેણે એલનું શર્ટ કાઢ્યું.તે ટીશર્ટ લેવા જતી હતી.
"આઇ લવ યુ. સોરી મે તને અંડર એસ્ટીમેટ કરી.તું તો ફેબ ડાન્સર છો.મારી સાથે ડાન્સ કરીશ?તું ઇતની સુંદર હો મે ક્યાં કરું."એલ નશમાં હતો.તે કિઆરાના કમરે ફરતે હાથ વિટાળીને ડાન્સ કરવા લાગ્યો.તે કિઆરાને લઇને ગોળ ફરતો હતો અચાનક તેનું બેલેન્સ જતાં તે કિઆરાને લઇને બેડ પર પડ્યો.કિઆરા હસી રહી હતી.તે ખૂબજ સુંદર અને ક્યુટ લાગતી હતી.

એલ્વિસ પર દારૂનો અને કિઆરાની સુંદરતાનો નશો ચઢેલો હતો અને કિઆરા પર એલ્વિસના પ્રેમનો.એલ્વિસે કિઆરાના ગાલે કિસ કરી.કિઆરાએ પણ એલને ગાલે કિસ કરી પણ આજે નશામાં એલ પોતાના જ નિયમો ભુલી ગયો.તે કિઆરાની ગરદન પર અને થોડા ખુલ્લા ખભા પર જનુનથી કિસ કરવા લાગ્યો.કિઅારાના હ્રદયના ધબકારા વધી ગયાં.

"એલ શું કરો છો?" કિઆરા કઇ બોલે કે તેને રોકે તે પહેલા તેણે કિઆરાના મોંઢે હાથ મુકી દીધો.કિઆરાના ડ્રેસની ચેઈન ખોલી નાખી અને ધીમેથી તેના ખભાને વધુ ખુલ્લા કરી રહ્યો હતો.તે તેને વધુ પ્રેમ અને જનુનથી ચુમવા લાગ્યો.કિઆરા પરસેવે રબઝેબ હતી.તેની આંખો બંધ હતી.એલ્વિસ તેની વધુ નજીક સરક્યો અને બીજો હાથ લાંબો કરીને લાઇટ બંધ કરી દીધી.

એલ્વિસ અને કિઆરાનું આ પગલું તેમને કેટલું ભારે પડશે?
શું નમિતા ખરેખર સુધરી ગઇ કે તે બીજી અકીરા બની જશે?
જાનકીદેવી તેમના સંબંધને તોડવા શું કરશે?

જાણવા વાંચતા રહો

.

Rate & Review

Saddam Munshi

Saddam Munshi 1 month ago

Heena Suchak

Heena Suchak 10 months ago

MONALI

MONALI 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Ketna Bhatti

Ketna Bhatti 1 year ago

Share