Dashing Superstar - 57 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-57

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-57


(શાંતિપ્રિયાબેન બહાનું બનાવીને જાનકીવીલામાં રોકાઈ ગયાં.તે જાનકીદેવીનો પીછો કરીને જાણી ગયા કે તે આયાન સાથે મળીને કિઆરા અને એલ્વિસને અલગ પાડવા માંગે છે.તે પોતે પણ તે જ ઇચ્છે છે પણ આ કામ તે એવી રીતે કરવા માંગે છે કે અારોપ જાનકીદેવી પર આવે.અહીં કિઆરા એક મહિના માટે એલ્વિસથી દૂર એકઝામના કારણે રહેવાની છે.તે આયાન અને અહાના સાથે મળીને ગ્રુપ સ્ટડી કરવાની હતી.વિન્સેન્ટે કિઆરા અને એલ્વિસને ખૂબજ સુંદર અને અર્થપૂર્ણ ભેંટ આપી.)

જાનકીદેવીની વાત સાંભળીને આયાન આઘાત પામ્યો.

"દાદી,આ શું કહો છો તમે?"તેણે આઘાતમાં પૂછ્યું.

"જો,તું મારી આગળ નાટક ના કર.મને ખબર છે કે તું કિઆરાને પ્રેમ કરે છે.મને પણ તું અને તારો પરિવાર ખૂબજ ગમે છે.આપણે બંને હાથ મિલાવી લઇએ અને કિઆરા તથા એલ્વિસને હંમેશાં માટે અલગ કરી દઇએ પછી કિઆરા તારી.હું રાજીખુશીથી મારી પૌત્રીના લગ્ન માણીશ." દાદીની વાતો સાંભળીને આયાનના ચહેરાના હાવભાવ બદલાઇ રહ્યા હતાં.

"છી દ‍ાદી,આઇ એમ સોરી ટુ સે પણ તમારા વિચારો તમારી પર્સનાલિટી અને તમારા પરિવારના સંસ્કારો સાથે મેચ નથી કરતાં.દાદી,તમે અને દાદુએ લવમેરેજ કર્યા છે છતાં પણ તમે કિઆરાના પ્રેમની વિરુદ્ધ છો,કેમ?"આયાને આશ્ચર્યસાથે પૂછ્યું.

"તે કિઆરા કરતા મોટો છે.તે બોલીવુડમાંથી આવે છે અને તેમનો કોઇ ભરોસો ના કરાય.આજે કિઆરા તો કાલે કોઇ બીજી આવી જાય તેમના જીવનમાં.તેનું આગળપાછળ કોઇ નથી.તેના વિશે આપણે કશુંજ નથી જાણતાં."

"ઓહ દાદી,કિઆરા નાની છે,નાદાન છે,શોર્ટ ટેમ્પર છે,ઘણીવાર વિચાર્યા વગર કોઇની પણ સાથે પંગા લઇ લે છે.સામે એલ્વિસ સર મેચ્યોર છે,ખૂબજ સમજદાર છે અને દુનિયા જોયેલી છે તેમણે.તો ઊંમરનો આ તફાવત તો કિઆરા માટે જ ફાયદાકારક છે.રહી વાત બોલીવુડની તો હું પણ બોલીવુડમાંથી જ આવું છું.મારો પરિવાર વર્ષોથી બોલીવુડમાં ફાયનાન્સ કરે છે.આગળ જતા હું પણતેમા જોડાઇ જાઉ તો?"આયાનના વેધક પ્રશ્નોનો દાદી પાસે કોઇ જ જવાબ નહતો.

"જો મારો નિર્ણય ફાઇનલ છે અને તે એ છે કે કિઆરાના લગ્ન તારી સાથે જ થશે."જાનકીદેવીએ ફેંસલો સંભળાવતા કહ્યું.

"મારો પણ નિર્ણય સાંભળી લો.હું કરીશ કિઆરા સાથે લગ્ન પણ એક જ શરતે અને તે શરત એ છે કે કિઆરા મને કહેશે કે આયાન હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું તો જ નહીંતર નહીં.દાદી,આ એકવીસમી સદી છે અઢારમી કે ઓગણીસમી નહીં.જમાના અને સમય પ્રમાણે તમારે બદલાવવું જોઇએ શાંતિપ્રિયા નાનીની જેમ.બાકી તમે એકલા રહી જશો.જયશ્રી ક્રિષ્ના."આયાને બે હાથ જોડતા કહ્યું.જાનકીદેવી આમપણ ગુસ્સામાં ધુંધવાયેલા હતા અને આયાનની વાત સાંભળીને વધુ અકળાઇ ગયાં.તે ત્યાંથી જતા રહ્યા.તેમના જતાં જ આયાન છુપાઇને વીડિયો રેકોર્ડિંગ કરી રહેલા શાંતિપ્રિયા નાની પાસે ગયો.તેને જોતા જ શાંતિપ્રિયાનાની બઘવાઇ ગયાં.આયાને તેમની સામે બે હાથ જોડીને સ્માઇલ કરી.

"થઇ ગયું વીડિયો રેકોર્ડિંગ?બતાવો તો કેવો આવ્યો છે વીડિયો?"આયાનની વાત સાંભળીને નાની ડરી ગયાં.

"તને કેવીરીતે ખબર?"તેમણે પરસેવો લુછતા પૂછ્યું.

"બેસીને વાત કરીએ.તમને બહુ પરસેવો થયો છે ચલો કોલ્ડ કોફી પીતા પીતા વાત કરીએ."આયાને કહ્યું.નાની આયાન પાછળ દોરવાયા.તે લોકો એક કોફીશોપમાં જઈને બેસ્યાં.આયાને બે કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો.

"હવે તમે મને જણાવવાની કૃપા કરશો નાનીજી કે આ બધું શું હતું?"અાયાને કોફી પીતા કહ્યું.

"હું જાનકીદેવીની હકીકત બધા સામે લાવવા માંગુ છું.હું તેના અને રામ વચ્ચે એક દિવાલ રચવા માંગુ છું.મારી શીના આખી જિંદગી પેલા લફડાબાજ લવના ત્રાસ સહન કરતી આવી,તેનો બદલો હું તેમની પાસેથી લઇશ.આ વીડિયો હું બધાને બતાવીશ અને બધાં તેને નફરત કરશે.
તું સ્માર્ટ છે.તને કેવીરીતે ખબર પડી કે હું અહીં જ છું અને વીડિયો ઊતારી રહી છું?"નાનીએ પૂછ્યું.

"નાની,હું પોલીસ ઓફિસર બનવા માંગુ છું.બાય ધ વે,છુપાઈને બગીચામાં આવતા મે તમને દેખ્યાં હતાં."આયાને કહ્યું.

"વાહ,કહેવું પડશે ખૂબજ સ્માર્ટ છે તું.આજે આ બોલતા ખુશી તો નથી થતી પણ જાનકીની ચોઇસ ખરેખર ઉમદા છે.જો કિઆરા અને તારા લગ્ન થયા તો કિઆરા ખૂબજ ખુશ રહેશે.હેપીલી એવર આફટર."નાનીએ કહ્યું.

આયાને સામે સ્માઇલ આપી.

"મારી સાથે હાથ મિલાવીશ?આપણે કોઇના પણ જીવનમાં વિલન બન્યા વગર ઉથલપાથલ મચાવી દઈએ.હું જાનકી અને રામન અલગ કરીશ અને તું કિઆરાને ઇમ્પ્રેસ કરી તેના હ્રદયમા સ્થાન મજબૂત બનાવ.

હું તને જણાવીશ,કિઆરાની પસંદ,તેની નાપસંદ,તેની આદત,શોખ,તેણે નાનપણથી શું તકલીફ વેઠી છે.તે બધું જ હું તને કહીશ."નાનીએ હસીને કહ્યું અને આયાન સામે હાથ લંબાવ્યો.

આયાન નાની સાથે હાથ મીલાવ્યો.

"હું તમને પણ એ જ કહીશ કે હું કિઆરાને પામવા માંગુ છું પણ જબરદસ્તી નહીં.તે મને સામેથી આવીને કહેશે કે આયાન હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું.હા પણ હું કોશિશ તો કરી શકું ને.કિઆરાની નજરમાં એલ્વિસ કરતા શ્રેષ્ઠ સાબિત થવાનો,મારા સારા ગુણો,મારી સ્માર્ટનેસ તેની આગળ જતાવવાનો.એક ફેયર ચાન્સ તો મને પણ મળવો જોઇએ.હું કિઆરાની લાઇફમાં વિલન નથી બનવા માંગતો હું તો તેની લાઇફમાં હિરો બનવા માંગુ છું."આયાને કહ્યું.

"એકઝેટલી,એક ફેયર ચાન્સ તો તને મળવો જ જોઈએ.ઓલ ધ બેસ્ટ પાર્ટનર.આજથી એક મહિનો તું કિઆરાને ગ્રુપ સ્ટડીના બહાને ઇમ્પ્રેસ કરજે."

આયાન શાંતિપ્રિયાનાની સામે સ્માઇલ આપીને નીકળી ગયો.
અહીં અહાના વિન્સેન્ટ સાથે ગાડીમાં હતી.
"તમે મને લેવા કેમ આવ્યાં?હું જતી રહેતને?"અહાનાએ પૂછ્યું.

"બસ એમ જ,હવે તો તું પણ મારી ફ્રેન્ડ છેને.તો તને મળવાનું મન થયું તો આવી ગયો.બાકી કાલથી તું પણ વ્યસ્ત થઇ જઈશ,વાંચવામા."વિન્સેન્ટે કહ્યું.

"ઓહ હાઉ સ્વિટ ઓફ યુ.આજે હું ખૂબજ એક્સાઇટેડ છું.તમને ખબર છે આયાને મને સામેથી તેની અને કિઆરા સાથે ગ્રુપ સ્ટડી માટે કહ્યું."આયાનની વાત કરતી વખતે અહાનાના ચહેરા પર ચમક હતી.

"એક વાત પૂછું?તું આયાનને પસંદ કરે છે?"વિન્સેન્ટે તેના મનની શંકાનું સમાધાન કરવા પૂછ્યું.આ વાત સાંભળીને અહાના ગંભીર થઇ ગઈ.

"હા,હું આયાનને પ્રેમ કરું છું પણ શું ફાયદો?તે તો કિઆરાને પ્રેમ કરે છે.મારો પ્રેમ એકતરફી અને નાકામ છે."અહાનાની વાત સાંભળીને વિન્સેન્ટને અાયાન પર ગુસ્સો આવ્યો.અહાનાનું ઘર આવતા તેને ઉતારીને તે એલ્વિસ પાસે ગયો.જે કિઆરા સાથે ડોક્ટરને મળીને આવ્યો હતો.તે ખૂબજ ખુશ જણાતો હતો.

"શું થયું ?આટલો બધો ખુશ કેમ છે?"વિન્સેન્ટે પોતાની નારાજગી છુપાવયા પૂછ્યું.

"હું ડોક્ટર પાસે જઇ આવ્યો.તારા અને મારા બધાં રિપોર્ટ્સ નોર્મલ છે.હા,થોડુંક કોલેસ્ટ્રોલ હાઇ છે તેના માટે ડોક્ટરે હેલ્થી ડાયેટ અને દવા અાપી છે.હું ખૂબજ ખુશ છું કે મારા જીવનમાં કિઆરા આવી.બસ,હવે ગોડને પ્રે કરું કે જલ્દી આ એક મહિનો નીકળી જાય અને તે આયાન કિઆરાથી દૂર થાય.મને તે બિલકુલ નથી ગમતો."એલ્વિસે કહ્યું.

"મને પણ બિલકુલ નથી ગમતો."વિન્સેન્ટે કહ્યું.

"મને તો એટલે નથી ગમતો કેમકે તે કિઆરાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે.મારા પ્રેમનો દુશ્મન પણ તને કેમ નથી ગમતો?"એલ્વિસે ભમરો ઊંચીનીચી કરતા પૂછ્યું.
"તે માત્ર તારા નહીં પણ મારા પ્રેમનો પણ દુશ્મન છે."વિન્સેન્ટે કહ્યું.

"શું?તું પણ કિઆરાને પ્રેમ કરે છે?"એલ્વિસે પૂછ્યું.

"તું પાગલ છે.હું કિઆરાને પ્રેમ કરું છું પણ તારા અને મારા પ્રેમમાં ફરક છે.હું મારા જીવનના એકમાત્રની પ્રેમની વાત કરું છું.હું જેને પ્રેમ કરું છું તે આયાનને પ્રેમ કરે છે."વિન્સેન્ટે ગંભીરતાથી કહ્યું.

"આ આયાન કેટલો ચાલુ છે.એકસાથે બે બે છોકરીઓ પર ટ્રાય મારે છે.મારી સાથે મારા ભાઈના પ્રેમનો પણ દુશ્મન છે."એલ્વિસે મોઢું બગાડીને કહ્યું.વિન્સેન્ટ તેની સામે ધારીધારીને જોઇ રહ્યો હતો કે પોતે પ્રેમમાં છે તે વાત હજી એલ્વિસે ધ્યાનથી નથી સાંભળી.

અચાનક એલ્વિસને ધ્યાન ગયું કે વિન્સેન્ટ શું બોલ્યો.
"વોટ?તું પ્રેમમાં છે?આ ક્યારે થયું?તે મને કહ્યું કેમ નહીં?તે કોણ છે?ઓહ માય ગોડ ...જીસસ..હું કેટલો એક્સાઇટેડ છું હું કહી પણ નથી શકતો.જલ્દી બોલ તે કોણ છે?"એલ્વિસ ઉત્સાહિત થઇને એક જ શ્વાસે પુછી રહ્યો હતો.

"એલ,શ્વાસ તો લે.તે અહાના છે.હું અહાનાને પ્રેમ કરું છું પણ અહાનાને આયાન માટે એકતરફો પ્રેમ છે."વિન્સેન્ટ હતાશ થઇને બોલ્યો.

"ઓહ..વોટ અહાના?તને બીજું કોઇ ના મળ્યું.મારી ગર્લફ્રેન્ડની બેસ્ટ ફ્રેન્ડ પર નજર છે તારી ચીપ માણસ.આ વાત જાણીને કિઆરા શું પ્રતિક્રિયા આપશે?મને ચિંતા થાય છે."એલ્વિસ બોલ્યો.

"કેટલો સ્વાર્થી છે તું?તું કિઆરાને ઇમ્પ્રેસ કરી શકે તેના માટે મે રાતોરાત લાઇબ્રેરી બનાવડાવી અને તું આવા રીએકશન આપે છે?"વિન્સેન્ટને અકળાયેલો જોઇને એલ્વિસ હસ્યો.

"મજાક કરતો હતો.હું ખૂબજ ખુશ છું અને કિઆરા પણ ખુશ જ થશે.રહી વાત મદદની તો હું અને કિઆરા બંને તમારી મદદ કરીશું પણ તે લોકોની એકઝામ પછી ત્યાંસુધી આપણે બંનેએ આયાનને સહન કર્યે જ છુટકો છે."એલ્વિસ હસીને વિન્સેન્ટને ગળે મળ્યો.

********
માંડવીની હવેલી...
કિઆરાની સાથે વાત કરીને શીના ખૂબજ ખુશ હતી.તેને પોતાની દિકરી પર ગર્વ થયો.

શિના ખૂબજ ચિંતામાં હતી.પોતાની ચિંતા દૂર કરવા ઘરમાં બનાવેલા મંદિરમાં જઇને તે પ્રાથના કરવા બેસી.શીનાના ધર્મને ધ્યાનમાં રાખીને મંદિરમાં એક તરફ હિંદુ દેવીદેવતાઓની પ્રતિમા હતી જ્યારે બીજી તરફ જીસસની પ્રતિમા હતી.શીનાએ કિઆરાને સર્વધર્મ સમભાવની ભાવના શીખવી હતી.તે તેને મંદિરમાં પણ લઇ જતી,ચર્ચ પણ લઇ જતી અને મસ્જિદમાં પણ લઇ જતી.કિઆરા શિવજીમાં ખૂબજ આસ્થા ધરાવતી હતી.

"હે ભગવાન,તમારો ખૂબજ આભાર કે ગઇકાલે અર્નથ થતા રહી ગયું.જો ગઇકાલે કિઆરા અને એલ્વિસ વચ્ચે શારીરિક સંબંધ બની જાત તો એક જોતા મમ્મીજીની વાત સાચી થઇ જાત."શીનાએ બે હાથ જોડીને કહ્યું.

"શારીરિક સંબંધ?" પાછળથી અવાજ આવ્યો શીના આઘાતના માર્યા પાછળ જોવા લાગી.લવ શેખાવતની આંખોમાં ગુસ્સો અને હજાર પ્રશ્નો હતા.

શું જવાબ આપશે શીના લવ શેખાવતના સવાલનો?
શું આયાન કિઆરાને પોતાના વર્તન અને સ્વભાવથી પ્રભાવિત કરી શકશે?
લેવા જઇ રહી છે કિઆરા અને એલ્વિસની કહાની એક ટ્વિસ્ટેડ મોડ જાણવા જોડાયેલા રહેજો.

Rate & Review

Heena Suchak

Heena Suchak 10 months ago

Nalini

Nalini 1 year ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 1 year ago

Chetna Bhatt

Chetna Bhatt 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Share