Dashing Superstar - 58 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-58

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-58


શિના લવને આમ આવેલો જોઇને ખૂબજ ડરી ગઇ.તેણે પોતાની જાતને દોષ આપ્યો.
"શું જરૂર હતી,આટલા મોટે મોટેથી પ્રાર્થના કરવાની?મનમાં પ્રાર્થના કરી હોત તો આ બધો પ્રોબ્લેમ ના થાત.પહેલાથી એલ્વિસ અને કિઆરાના પ્રેમના મમ્મીજી વિરોધી છે અને હવે તેમા એક વધુ ઉમેરાશે.લવને તો આ સંબંધ બિલકુલ નહીં ગમે."શિના મનોમન પોતાની જાતને દોષ દેતા બોલી.

"તું જે પણ બોલી તેમા મને કઇ જ ખબર ના પડી પણ બે શબ્દોએ મને અહીં આવવા અને તને પ્રશ્ન પૂછવા પર મજબૂર કર્યો.એક તો કિઆરા અને બીજો શારીરિક સંબંધ.આ જે કઇપણ વાત છે તે મારી દિકરી કિઆરાને સંબંધિત છે જે જાણવાનો મને પૂરો અધિકાર છે.ચલ,રૂમમાં બેસીને વાત કરીએ."લવ શેખાવતની આંખમાં રહેલો ગુસ્સો અદ્રશ્ય થઇ ગયો અને તેણે શાંતિથી કહ્યું.

શિના અને લવ પોતાના બેડરૂમમાં બેસેલા હતાં.

"વાત કિઆરા અંગે જ છે પણ તે વિશે તને વધુ સારી રીતે એક જ વ્યક્તિ જણાવી શકશે અને તે છે પપ્પાજી."શિનાએ શ્રીરામ શેખાવતને ફોન લગાવ્યો.તેને બધી વાત કરી.

"શિના,મને વીડિયો કોલ કર.હું આ વાત કહેતા સમયે મારા દિકરાના ચહેરાના પ્રતિભાવ જોવા માંગુ છું."શ્રીરામ શેખાવતે કહ્યું.

શિનાએ વીડિયો કોલ લગાવ્યો.લવ શેખાવત અને શ્રીરામ શેખાવત સામે સામે બેસેલા હતાં.

"બેટા,તારા અને શિનાના લગ્નજીવનમાં જે તકલીફ આવી તેના કારણે તારી દિકરી પ્રેમ અને લગ્ન નામના સંબંધને ધિક્કારતી હતી.તેણે નિશ્ચય લીધો હતોકે તે ક્યારેય પ્રેમ નહીં કરે અને લગ્ન પણ નહીં કરે.અમુક વખતે તમારા જીવનમાં એવા લોકો આવે જે તમારા કરેલા નિશ્ચયો અને મકસદને બદલી નાખે.કિઆરાના જીવનમાં પણ એલ્વિસ એ જ તોફાન બનીને આવ્યો.ડેશિંગ સુપરસ્ટાર ..એલ્વિસ બેન્જામિન બોલીવુડનો નંબર વન કોરીયોગ્રાફર,કાયનાનો બોસ,લાખો છોકરીઓના દિલોની ધડકન તારી વહાલસોયી દિકરીના પ્રેમમાં પટકાયો અને તારી દિકરી પણ તેના જાદુથી તથા સાચા પ્રેમથી બચી ના શકી.

પહેલી વાત તારી માસાહેબ આ સંબંધની વિરોધમાં છે પણ હું તેના સપોર્ટમાં છું અને તે બંનેને મારા જીવતાજીવ તો કોઇ અલગ નહીં કરી શકે.તું પણ નહીં.બીજી વાત એલ્વિસ કિઆરા કરતા બાર વર્ષ મોટો છે અને આ વાતનો મને કોઇ ફરક નથી પડતો.ચલ,હું તને તેમની અત્યાર સુધીની કહાની સંભળાવું.તેમની ટ્વિસ્ટેડ લવસ્ટોરી સંભળાવું."આટલું કહીને શ્રીરામ શેખાવતે કિઆરાની શરૂઆતથી લઇને અત્યાર સુધીની ટ્વિસ્ટેડ લવસ્ટોરી સંભળાવી.આયાન,વિન્સેન્ટ,અહાના બધા વિશે જણાવ્યું.આયનાના એકતરફી પ્રેમ વિશે અને જાનકીદેવીનો આયાન પ્રત્યેનો ઢળાવ બધું જ જણાવ્યું.

"જો મે તને બધું જ જણાવી દીધું હવે તારે કોની તરફ રહેવું છે તે તું નક્કી કર પણ એકવાત ફાઇનલ છે કે કિઆરા અને એલ્વિસને કોઇ જ અલગ નહીં કરી શકે."આટલું કહીને શ્રીરામ શેખાવતે ફોન મુકી દીધો.શિનાએ ગઇકાલ રાત વાળી વાત લવને જણાવી.
"મને તેનો ફોટોગ્રાફ બતાવીશ?"લવ માત્ર આટલું જ બોલી શક્યો.શિનાએ લવને ગઇરાતની પાર્ટી વાળા ફોટોગ્રાફ્સ બતાવ્યાં.લવ શેખાવતની આંખમાં આંસુ હતાં.

"બહુ જ સુંદર જોડી છે.ભગવાન,મારી દિકરીની ખુશીઓને કોઇની નજર ના લાગે.શિના,હું ખુશ છું કે મારી દિકરીને આટલો યોગ્ય જીવનસાથી મળ્યો.મને તેના અલગ ધર્મ કે વધારે ઊંમરથી કોઇ ફરક નથી પડતો.હા થોડુંક દુઃખ થયું કે મારી દિકરીએ આ વાત મને જણાવવી યોગ્ય ના સમજી.તું હમણાં તેને કઇ કહેતી નહીં કે હું બધું જાણું છું.હું રાહ જોઇશ કે તે સામેથી આવીને મને તેના વિશે જણાવે.મને લાગે છે કે તે એલ્વિસ જ છે જે મારા અને મારી દિકરી વચ્ચે અંતર ઘટાડશે."લવ શેખાવતે ભીની આંખોએ કહ્યું.આ બદલાયેલા અને માત્ર પોતાના લવ શેખાવતને જોઇને શિનાને ખૂબજ ખુશી થઇ.તેણે તેના આંસુ લુછીને તેને ગળે લગાવી દીધો.

***********

આયાન,કિઆરા અને અહાનાની ગ્રુપ સ્ટડી શરૂ થઇ ગઇ હતી.અહાના જાણતી હતી કે આયાન તેને માત્ર કિઆરા માટે જ બોલાવે છે છતાં પણ તે ખુશ હતી.અનાયાસે તેને વિન્સેન્ટ વિશે વિચાર આવતો અને તેના ચહેરા પર હાસ્ય આવી જતું.

કિઆરા,આયાન અને અહાનાએ સ્ટડી માટે એવી વ્યવસ્થા કરી હતી કે એક દિવસ કિઆરાના ઘરે,એક દિવસ અાયાનના ઘરે અને ત્રીજા દિવસે અહાનાના ઘરે તે લોકો વાંચવા ભેગા થશે.તેમના વાંચનનો આ સફર શરૂ થઇ ગયો હતો.આયાન કિઆરાને ઇમ્પ્રેસ કરવાની એકપણ તક નહતો છોડતો.
સારા કપડાં પહેરવા,નવી નવી ગાડી અને સ્ટાઇલીશ લુક પણ આ બધી વાતોની કિઆરા પર કોઇ જ અસર નહતી.

આજે તે લોકો કિઆરાના ઘરે ભેગા થયા હતાં.શાંતિપ્રિયાનાની તક જોઈને આયાનને એકલામાં મળ્યાં.આયાને જણાવ્યું કે તે કિઆરાને ઇમ્પ્રેસ કરવા સારા કપડાં ,સારો દેખાવ અને બીજા બધા પ્રયત્ન કરે છે પણ કિઆરા પર આ વાતની કોઇ અસર નથી.

"મુર્ખ,આ કિઆરા છે કોઇ સામાન્ય છોકરી નથી.તારે તેને વાતોથી જ જીતવી પડશે.એક કામ કર કોઇ એવો માહોલ બનાવ કે તું કિઆરાને મનની વાત કહી શકે જેમા હું કહું તે વાતો ખાસ બોલજે.તેના હ્રદયમાં તારી વાતો જરૂર ઉતરશે."નાનીએ તેને અમુક મુદ્દા કહ્યાં.
"થેંકસ નાની,તમે પેલા વીડિયોનું શું કર્યું?તે બતાવ્યો કે નહીં બધાને?"આયાને પૂછ્યું.

"ના,હમણાં નહીં.હું તક શોધું છું.એક તક મળશે અને તે બતાવીશ."શાંતિપ્રિયાનાનીએ કહ્યું.

"તમે ના બતાવશો.કોઇ અજાણ્યા નંબરથી જાનકીવિલાના તમામ સદસ્યોને તે વીડિયો વોટ્સએપમાં મોકલી દેજો.તમારી ઇમ્પ્રેશન પણ ખરાબ નહીં થાય અને કામ પણ બની જશે.ઓહ હા બે દિવસ પછી મારા દાદુની બર્થ એનીવર્સરી છે.તે અમારી વચ્ચે નથી પણ અમે દર વર્ષે તેમના જન્મદિવસે પુજા રાખીએ છીએ આ વખતે કઇંક અલગ કરીશ અને તે જોઇ કિઆરા મારાથી ઇમ્પ્રેસ જરૂર થશે."આયાને કહ્યું.

બીજા દિવસે રાત્રે તે લોકો અહાનાના ઘરે બેસેલા હતાં.

"હેય ગર્લ્સ,બહુ સ્ટડી થઇ ગયું.ચલો એમ જ વાતો કરીએ.કોફી પીતા પીતાં."આયાને કહ્યું.

"હું હમણાં કોફી લઇને આવી."અહાનાએ કહ્યું.થોડીક વાર પછી તે લોકો અહાનાના ટેરેસમાં કોફીના કપ સાથે બેસેલા હતાં.

"તો આયાન,શું વાતો કરવી છે?"કિઆરાએ પૂછ્યું.

"પ્રેમ વિશે વાત કરીએ.પ્રેમમાં સૌથી મહત્વનું શું હોય?તમારા હિસાબથી પ્રેમ એટલે શું?"‍અાયાને કહ્યું.

"પ્રેમ એટલે એલ્વિસ...એલ્વિસ..એલ્વિસ..જે પ્રેમના નામથી મને નફરત હતી હવે તેના વગર જીવવું અશક્ય લાગે છે."કિઆરાએ એલ્વિસને યાદ કરતા કહ્યું.એલ્વિસનું નામસાંભળીને અાયાનને અણગમો થયો.

"મારા માટે તો પ્રેમ એટલે એક અશક્ય ગોલ જેવું છે જે ક્યારેય અચિવ નહીં થઇ શકે.હું જેને પ્રેમ કરું છું તેને તો ખબર પણ નથી કે હું તેને પ્રેમ કરું છું.કેમકે તે કોઇ બીજાને પ્રેમ કરે છે.બસ આઇ.પી.એસ બનીને પાપુ જેની સાથે કહેશે તેની સાથે લગ્ન કરી લઇશ."અહાનાની આંખો ભીની હતી આ કહેતા સમયે.કિઆરાએ તેનો હાથ પકડ્યો.

"હું ઠીક છું."અહાના બોલી.

"પ્રેમ એટલે મારા માટે એક એવું કમીટમેન્ટ છે.જેમા હું મારા જીવનસાથીને હંમેશા એકસરખો પ્રેમ કરું,તેને વફાદાર રહું,તેના સપના પૂરા કરવામાં સાથ આપું,તેને મારા ઘરમાં અને જીવનમાં પૂરું માન-સન્માન આપું.બેઝીકલી આઇ એમ વન વુમન મેન.હું મારી પત્નીને તે બધું જ આપીશ જેની તે હકદાર હશે.વફાદારી,પ્રેમ અને સન્માન."આયાને કહ્યું.તેણે ત્રાંસી આંખે કિઆરાની સામ જોયું જે તેની વાતોથી ઘણીબધી ઇમ્પ્રેસ થઇ હતી.વફાદારી શબ્દ કિઆરાની દુખતી રગ હતી જે તે પણ જાણતો હતો.

"કિઆરા અહાના,મારા દાદુની જન્મજયંતિ આવે છે અને અમે દર વખતે તેને યુનિક સ્ટાઇલથી ઉજવીએ છીએ.આ વખતે અમે વિચાર્યું છે કે અમે દાદુની બર્થડે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોને એક વન ડ પિકનિક પર લઇ જઇને સેલિબ્રેટ કરીએ.શું તમે બંને આ સારા કામમાં સામેલ થવા માંગશો?"આયાને કિઆરાને ઇમ્પ્રેસ કરવા માસ્ટર સ્ટ્રોક માર્યો.

"અફકોર્ષ અમે આવીશું."કિઆરા અને અહાનાએ કહ્યું.

આયાનના દાદાની જન્મજયંતિ એક ખૂબજ સારા પિકનિક સ્પોટ પર ઉજવવામાં આવી.અનાથાશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વૃદ્ધોનો દિવસ ખૂબજ સારો તથા યાદગાર બની ગયો.આયાનના પરિવારે તેમને બધાને ખૂબજ સુંદર અને ઉપયોગી ભેંટ આપી.આયાનનું તે બાળકો અને વૃદ્ધ પ્રત્યેનું વર્તન અહાના અને કિઆરાને ખૂબજ ઈમ્પ્રેસ કરી ગયાં.

અહીં ધીમેધીમે દિવસો વીતી ગયા હતાં.ફાઇનલ એકઝામનો સમય આવી ગયો હતો.કિઆરા,અાયાન,અહાના,અદ્વિકા,કિઆન અને કિયાની બીજા વર્ષની અંતિમ પરીક્ષા અને કાયના તથા રનબીરની ફાઇનલ યરની ફાઇનલ એકઝામ શરૂ થઇ ગઇ હતી.એકઝામ ખૂબજ સરસ રીતે પતી ગઇ હતી.આ એક મહિનાના સમયમાં આયાને ખૂબજ ઊંડી છાપ કિઆરાના મન પર છોડી હતી પણ તેના એલ્વિસ પ્રત્યેના પ્રેમને તે ડગાવી શકી નહીં.

ત્યારબાદ એલ્વિસ,કાયના અને રનબીર વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપના ફિનાલેમાં વ્યસ્ત થઇ ગયાં.વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપનું ફિનાલે ખૂબજ સરસ રીતે પતી ગયું કાયના અને રનબીર જીતી ગયા.કાયના અને રનબીરે એકબીજા સમક્ષ પ્રેમનો એકરાર કરી લીધો હતો.

એલ્વિસે તેમના ચારેયના પ્રેમ અને કાયના રનબીરની જીતને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું.તે લોકો તેને બંગલાના પ્રાઇવેટ બિચમાં ખૂબજ સુંદર કેન્ડલ લાઇટ ડિનર માટે ભેગા થયાં હતાં.

આજે કિઆરા અને કાયના બંને બહેનો ખૂબજ ખુશ હતી.તેમને તેમના જીવનનો સાચો પ્રેમ મળી ગયો હતો.તે લોકોએ ખૂબજ સરસ અને યાદગાર રીતે સેલિબ્રેશન પણ કર્યું.તેમણે ચારેયે મળીને કેક કટ કરી,ડાન્સ કર્યો અને ડિનર કર્યું પણ બીજા દિવસની સવાર તેમના માટે કઇંક ખૂબજ આઘાતજનક ક્ષણો લાવવાની હતી.કાયનાના ફિયાન્સ કબીરની ચાલબાજીના કારણે રનબીર અને કાયનાનો પ્રેમ જાનકીદેવી સમક્ષ આવી ગયો હતો.

જાનકીદેવી પહેલેથી કિઆરા અને એલ્વિસના સંબંધથી નાખુશ હતા.શ્રીરામ શેખાવતે કાયનાને પણ સપોર્ટ કર્યો.

"રનબીરને આ ઘર છોડીને જવું પડશે."જાનકીદેવીના આ નિર્ણય સામે કોઇનું કઇ ચાલ્યું નહીં.રનબીર અને કાયના અલગ થઈ ગયાં.રનબીરના ગયા પછી કાયનાની દશા ખૂબજ ખરાબ હતી.કિઆરાને હવે તેના પ્રેમની ચિંતા થઇ રહી હતી.તેણે આ વાત એલ્વિસને પણ કરી.

"એલ-કિઆરા,હું હજી તમને એ જ કહીશ.તમે બંને લગ્ન કરી લો.એ એક જ રસ્તો છે."વિન્સેન્ટે કહ્યું.

"વિન્સેન્ટ,હું એલ્વિસ સાથે લગ્ન કરવા માંગુ છું પણ આટલી જલ્દી હું માનસિક રીતે લગ્ન માટે તૈયાર નથી.લગ્ન માટે મને એટલિસ્ટ એક વર્ષ જેટલો પણ સમય જોઇશે.દાદીએ જે રીતે કાયના દીદી અને રનબીરને અલગ કર્યા તે જોઇને મને ખૂબજ ડર લાગે છે."કિઆરાએ કહ્યું.

"તું ચિંતા ના કર.રનબીર અને કાયનાની સિચ્યુએશન અને આપણી સિચ્યુએશન અલગ છે.હું તારો સાથ કોઇપણ પરિસ્થિતિમાં નહીં છોડું.કઇંક વિચારીએ તું ચિંતા ના કર."એલ્વિસે કિઆરાના કપાળ પર ચુંબન કરતા કહ્યું.

કિઆરાને હવે જાનકીદેવી સામે જતા ડર લાગતો હતો.દાદુએ તેને ખાત્રી આપી હતી પણ ઘણીવાર દાદી તેમની જિદ સામે કોઇનું ચલાવતા નહતાં.તે પોતાના મનને વાળવા સોશિયલ મીડિયા પર સમય પસાર કરી રહી હતી.અચાનક તેનું ધ્યાન એક સેલિબ્રીટી પોસ્ટ પર ગઇ અને તે જોઈને તેની આંખોમાં ચમક આવી ગઇ.

"યસ નાઉ ધિસ ઇઝ વોટ આઇ વોઝ સર્ચિંગ ફોર."

કિઆરાએ શું વિચાર્યું હશે?ટ્વિસ્ટેડ લવસ્ટોરીમાં આવવા જઇ રહ્યો છે ટ્વિસ્ટ જાનકીદેવીની જિદ કે એલ કિઆરાનો પ્રેમ કોની જીત થશે?
જાણવા વાંચવા રહો.

Rate & Review

Heena Suchak

Heena Suchak 10 months ago

Pragnesh Desai

Pragnesh Desai 1 year ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 1 year ago

Vishwa

Vishwa 1 year ago

Ketna Bhatti

Ketna Bhatti 1 year ago

Share