Dashing Superstar - 63 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-62

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-62

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી ભાગ-62

સગાઇ સ્પેશિયલ ભાગ-૧


(કિઆરાએ શિના અને જાનકીદેવીને તેની વાતોથી મનાવી લીધાં.લવ શેખાવતને યાદ આવ્યો તેના અને કિઆરા વચ્ચેનો પ્રેમભર્યો સંવાદ..અઠવાડિયા પછીનું નીકળ્યું સગાઇનું મુહૂર્ત.અંતે સગાઇના શુભ દિનનું આગમન..લવ શેખાવત અને શિના આવ્યા પોતાની લાડલીના મોટા દિવસ માટે.)

લવ શેખાવત કિઆરાના રૂમમાં દરવાજો ખખડાવીને અંદર દાખલ થયાં.કિઆરા તૈયાર થઇ ગઇ હતી.તેની બાજુમાં કાયના,કિયા અને અહાના બેસેલા હતાં.કાયના અંદરથી દુઃખી હતી પણ પોતાની બહેન માટે તે ખૂબજ ખુશ હતી.તે ખુશ હતી કે પોતાના પ્રેમ માટે પોતાની જેમ કિઆરા નિસહાય નથી.કિઆરાનો ચહેરો બીજી તરફ હતો.

"મારી પ્રિન્સેસ,તારો સુંદર ચહેરો તો દેખાડ." લવ શેખાવતે કહ્યું.

કિઆરા લવ શેખાવત તરફ ફરી.લવ શેખાવત કિઆરાને જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો.બરાબર તે જ સમયે શિના પણ ત્યાં આવી.કિઆરાને જોઈને તેની આંખો પણ પહોળી થઇ ગઇ.

"શિના,આપણી દિકરી કેટલી સુંદર છે.જાણે સાક્ષાત સ્વર્ગમાંથી કોઇ અપ્સરા ઉતરીને આવી હોય."લવ શેખાવતે આટલું કહી ટેબલ પડેલા કાજલને લઇને કિઆરાને કાળો ટીક્કો કર્યો.

કરે પણ કેમ નહીં.કિઆરા લાગી જ એટલી સુંદર રહી હતી.તેણે એક્વા બ્લુ કલરની સિલ્ક અને નેટની લહેંગા ચોલી પહેરી હતી.જેમા ચોલી માં ગોલ્ડન જરદોશી અને ટિકીનું વર્ક હતું,જે પાછળ ગોલ્ડન કલરની રેશમી દોરીથી બંધાયેલી હતી.જેના રિયલ એકવા બ્લુ કલરના ક્રિસ્ટલના ઝુમખા લટકતા હતાં.

તેનો ચણિયો એકદમ ધેરદાર હતો.જેમા રેશમી ગોલ્ડન દોરાથી અને ગોલ્ડન જરદોશીથી ડિઝાઇન કરેલી હતી.રજવાડી સાચા મોતી અને રિયલ ક્રિસ્ટલનો સોનાના બેઇઝ પર બનેલો મોટો હાર,કાનમાં મોટા ઝુમ્ખા,નાકમાં સુંદર મોટી ગોળ નથણી અને તેની સુંદર પાતળી કમર પર પાતળો કંદોરો બાંધેલો હતો.તેના હાથમાં મહેંદી રચેલી હતી,જેને તેણે સુંદર બંગડીઓથી ઢાંકી દીધી હતી.તેના સિલ્કીવાળને સ્ટાઇલીશ હેરસ્ટાઇલ બનમાં બાંધેલી હતી અને તેમા બ્રોચ લગાવેલું હતું.નેટના દુપટ્ટાને માથે ઓઢેલો હતો.ચહેરા પર સુંદર મેકઅપ હતો.જે તેના ચહેરાને મોહક બનાવી રહ્યો હતો.

આજે કિઆરાનો તેના રૂમમાં છેલ્લો દિવસ હતો.છેલ્લું એક અઠવાડિયું તેના માટે ખૂબજ ભાવુક રહ્યું.આ ઘર,તેના રૂમ અને પરિવાર સાથે તેણે સમય ખૂબજ સુંદર રીતે માણ્યો હતો અને હ્રદયમાં સંગ્રહી લીધો હતો.લવ શેખાવત અને શિનાનું ધ્યાન કિઆરાના રૂમમાં પડેલી ચાર મોટી મોટી બેગ તરફ ગયું.આજે સગાઇ પછી તે એલ્વિસના ઘરે એટલે પોતાના ઘરે રહેવા જવાની હતી.

"ચલો,કેટલી વાર છે?સગાઇનું મુહૂર્ત થઇ ગયું છે."જાનકીદેવી અંદર આવતા બોલ્યા પણ કિઆરાને જોઇને તે ભાવુક થઇ ગયાં.આખરે કિઆરા તેમની એકદમ લાડકી પૌત્રી હતી.પોતાના અાંખમાં આવેલા આંસુને છુપાવવા માટે તે ફટાફટ નીચે જવા લાગ્યાં.કિઆરાએ તેમને રોક્યાં.

"દાદી,તમારી લાડલી કેવી લાગે છે.દાદી,મારી સામે તો જુઓ."કિઆરાએ કહ્યું.

જાનકીદેવી ઊભા રહ્યા અને આંખમાંથી આંસુ લુછીને બોલ્યા,"ખૂબજ સુંદર.મારી પરી એકદમ સુંદર લાગે છે."

"દાદી,આઇ લવ યુ.દાદી,ટ્રસ્ટ મી કશુંજ ખરાબ કે ખોટું નહીં થાય.જો તમારો આશિર્વાદ અને વિશ્વાસ મારી સાથે છે તો."કિઆરા તેમના ગળે લાગીને રડી.

કિઆરાના જાનકીદેવીના અંતિમ ક્ષણોમાં સાક્ષી બનવા લવ મલ્હોત્રા અને કિનારા પણ વીડિયો કોલ દ્રારા જોડાયા.

"કિઆરા,તે એકદમ બોલ્ડ નિર્ણય લીધો છે પણ હું તારી સાથે છું.મને વિશ્વાસ છે કે તું રૂઢિચુસ્તતાને તોડીને નવા જ નિયમો બનાવીશ.ઓલ ધ બેસ્ટ બેટા.તું હવે જે જીવન જીવવા જઇ રહી છો.તે સ્ત્રીઓ લગ્ન પછી જીવે છે.હા તારા આ લિવ ઇનમાં શારીરિક સંબંધને છોડીને બાકી બધું જ લગ્નજીવન જેવું રહેશે.બસ એક જ વાત કહીશ.તારી સમજદારી અને હિંમત ક્યારેય ના છોડતી અને હા,થોડાક જ વર્ષોમાં સાથે કેસ સોલ્વ કરીશું."કિનારાએ કહ્યું.

"કિઆરા,મારા માટે તું ,કાયના અને કિયા એકસમાન છો.ગમે તે થાય એક વાત યાદ રાખજે કોઇ તારી સાથે હોય ના હોય.હું ગમે તેવી પરિસ્થિતિમાં તારી સાથે હોઇશ.જલ્દી મળીશું બેટાં."લવ મલ્હોત્રાએ કહ્યું.

અંતે જાનકીવીલામાંથી કિઆરાની લાગણીસભર વિદાય થઇ.ઘરના એક એક ખુણાને,તેની મહેકને,તેના અહેસાસને પોતાના શ્વાસમાં અને યાદોમાં ભરી લીધી.ઘરના દરેક સભ્યોએ તેને ગળે લગાવીને અશ્રુભીની વિદાય આપી.કિઆરાનો સમાન ગાડીમાં ગોઠવાઇ ગયો અને અંતે કિઆરાએ જાનકીવિલાનું આંગણુ,દાદાદાદીનો લાડ,માતાપિતાનો અનહદ સ્નેહ,કાકાકાકી નો પ્રેમ અને ભાઇ બહેનોનું જોડાણ પાછળ મુકી અને તેમને હ્રદયમાં વસાવીને એલ્વિસના અને હવે પોતાના ઘર તરફ કદમ ઉઠાવ્યાં.

એલ્વિસનું ઘર આજે દુલ્હનની જેમ સજી ગયું હતું.કિઆરાની પસંદ અને તેની જરૂરિયાત પ્રમાણે ઘર આખું મોડિફાય કરવામાં આવ્યું હતું.આખા ઘરને રોશનીથી ભરી દેવામાં આવી હતી.કિઆરાના સ્વાગત માટે સ્પેશિયલ તૈયારી કરીને રાખેલી હતી.આજની સગાઇની પાર્ટી એલ્વિસે તેના બીજા ફાર્મહાઉસ પર રાખેલી હતી.

ફાર્મહાઉસને સજાવવાની બધી જવાબદારી એક ખૂબજ મોટા ઇવેન્ટ હાઉસને આપવામાં આવી હતી.આખા ફાર્મહાઉસને અલગ અલગ ડિઝાઇનવાળી લાઇટીંગથી સજાવવામા આવી હતી.ફાર્મહાઉસના વિશાળ ગાર્ડનને રજવાડી અને ગામઠી સ્ટાઇલથી સજાવવામાં આવી હતી.રજવાઠી પહેરવેશ સાથે વેઇટર ગુજરાતી પકવાન અને તમામ ગુજરાતી વાનગીઓ પીરસી રહ્યા હતાં.કિઆરા ગુજરાતી હતી તે વાતને ધ્યાન રાખીને તમામ વ્યવસ્થા એ જ પ્રમાણે કરવામાં આવી હતી.

એલ્વિસને તેના બેડરૂમમાં ફાઇનલ ટચ આપીને તૈયાર કરવામાં આવી રહ્યો હરો.પ્રુશિયન બ્લુ કટડાના ઈટાલિયન ઈન્ડોવેસ્ટર્ન શેરવાનીમાં એલ્વિસ ખૂબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.ગોઠણ સુધીની શેરવાનીમાં ડાબા ખભા અને કોલર પર ગોલ્ડન કલરનાજરદોશી અને ટિકીનું હેવી વર્ક હતું જ્યારે જમણી બાજુએ છાતીના ભાગે તે જ કલરના દોરાથી વર્ક હતું.તેણે આજે ક્લિનશેવની જગ્યાએ હળવી ટ્રિમ કરેલી દાઢી રાખી હતી.વિન્સેન્ટ પણ રેડ વાઈન કલરની ઇન્ડોવેસ્ટર્ન આઉટફીટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો.

"ચલો ગાયઝ,જલ્દી કરો.કિઆરા આવતી જ હશે."એલ્વિસે ગ્રુમીંગ ટિમને કહ્યું.

"વાઉ,કોઇને કેટલી જલ્દી છે.કુલ ડાઉન એલ્વિસ,આ સાંજ તો હજી શરૂ જ થઇ છે."વિન્સેન્ટનું આ બોલતા જ સિક્યુરિટી ગાર્ડનો ફોન આવ્યો કે શેખાવત ફેમિલી આવી ગયું છે.

આજની સગાઇની આ પાર્ટીમાં લગભગ આખુ બોલીવુડ અને મીડિયા હાજર હતું.એલ્વિસે તમામ મીડિયાકર્મીઓ અને પાપારાઝીઓને કિઆરા અને પોતાની સગાઇના ફોટોગ્રાફ્સ ના લેવા અને કિઆરાની પ્રાયવસીને માન આપવા બધાને પર્સનલી વિનંતી કરી હતી.સમગ્ર દેશમાં એલ્વિસની સગાઇ ચર્ચાનો વિષય બની ગઇ હતી.તમામ ન્યુઝચેનલ પર પણ એજ બતાવી રહ્યા હતાં.એલ્વિસની તેની ફિયાન્સીની પ્રાયવસી અને સગાઇ પછી લિવ ઇનમાં રહેવાની વાત દેશમાં ચર્ચાનો મોટો મુદ્દો હતી.

ગાર્ડનમાં એક રજવાડી સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જેમા ફુલોથી સઝેલી બે રજવાડી ખુરશીઓ રાખવામાં આવી હતી.તદ્દન વિરુદ્ધ બાજુએ પરફોર્મન્સ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.બોલીવુડના તેના મિત્રો એલ્વિસના આ ખુશીના દિવસોમાં પોતાના ડાન્સ,સીંગીંગ,સ્ટેન્ડ અપ કોમેડીને રજુ કરવાના હતાં.એલ્વિસ અને વિન્સેન્ટ શેખાવત ફેમિલીનું શાનદાર રજવાડી સ્વાગત કર્યું.મોંઘી ભેંટ આપી અને ગુલાબ જળ છાંટીને તેમનું ફુલોની જાજમ પર સ્વાગત કરવામાં આવ્યું.જેને તેની નજર શોધી રહી હતી તે ના દેખાઇ.

એલ્વિસ બેચેન થઇ ગયો.અંતે એક શાનદાર ગાડી ઊભી રહી.જેમાંથી શિના અને કિઆરા ઉતર્યા.તે ગાડીને શિના અહીં સુધી ચાલવીને લાવી હતી.શિનાએ આજે કહ્યું હતું,"આજે હું જાતે મારી દિકરીને ડ્રાઇવ કરીને લઇ જઇશ."લવ શેખાવતે ગાડીનો દરવાજો ખોલ્યો.કિઆરાની એક બાજુએ શિનાનો અને બીજી તરફ લવ શેખાવતનો હાથ પકડ્યો હતો.કિઆરાને જોઇને એલ્વિસનું મોઢું ખુલ્લું રહી ગયું.ત્યાં ઊભેલા તમામ પુરુષોને એલ્વિસથી જલન થઇ.તેમની અંદર જાણે કે આગ લાગી ગઇ.

અજયકુમાર દોડીને કિઆરા પાસે જવાનીકોશિશ કરતો હતો પણ એલ્વિસના બોડીગાર્ડે તેને રોકી લીધો.આજે કોઇપણ કાળે એલ્વિસ પોતાના ખાસ દિવસને ખરાબ થવા દેવા નહતો માંગતો.એલ્વિસને જોઇને કિઆરા શરમાઇ ગઇ.તે એકદમ સોહામણો લાગી રહ્યો હતો.તે ધારીધારીને પોતાને જે રીતે જોઇ રહ્યો હતો તેના કારણે કિઆરાની આંખો શરમાઇને ઝુકી ગઇ.એલ્વિસ કિઆરા પાસે ગયો અને ઘુટણીયે બેસીને તેનો હાથ માંગ્યો.કિઆરાએ પોતાનો હાથ એલ્વિસના હાથમાં મુકીને નવા સફરની શરૂઆત કરી.

તે લોકો તેમના સ્પેશિયલ સ્ટેજ પર ગયાં.પંડિતજી આવી ગયા હતાં.અમુક વીધી કર્યા પછી કિઆરા અને એલ્વિસે એકબીજાને મોંઘી સોલિટેર પાર્ટનર રિંગ પહેરાવી.સગાઇ થતાં જ ચારેય તરફ આતિશબાજી થવા લાગી અને સુંદર મ્યુઝિક વાગવા લાગ્યું.તાળીઓની ગળગળાટથી ફાર્મહાઉસ ગુંજી ઉઠ્યું.

કિઆરા અને એલ્વિસ એકબીજાને ગળે લાગી ગયાં.આજે બંનેની આંખોમાં ખુશીના આંસુ હતાં.તેમનો પ્રેમ આજે નેક્સ્ટ સ્ટેપ પર પહોંચ્યો હતો.એક મજબૂત અને અનોખા બંધનમાં બંધાઇ ગયો હતો.એલ્વિસે કિઆરાના ગાલ પર કિસ કરી.

"કોન્ગ્રેચ્યુલેશન્સ ફ્યુચર મિસિસ બેન્જામિન.હવે તને મારાથી કોઇ અલગ નહીં કરી શકે.કિઆરા,તારા નિર્ણય વિશે સાંભળીને સૌથી પહેલા તો મને ખૂબજ આઘાત લાગ્યો હતો કે લગ્ન કર્યા વગર સાથે રહેવાનું?પણ પછી જ્યારે વિચાર્યું કે તારા વગર જીવન જીવવાનું આવશે તો શું થસે? તે વિચાર જ એટલો ભયાનક હતો કે મને બીજી જ ક્ષણે તારો નિર્ણય સાચો લાગ્યો.આઇ લવ યુ સો મચ."એલ્વિસે કહ્યું.

બધાના ચહેરા પર ખુશી હતી સિવાય આયાનના.તેની આંખમાં ખરેખર આંસુ હતા જે કોઇને ના દેખાયા.એલ્વિસ અને કિઆરા તેમની ખાસ ખુરશી પર બેસ્યા.સામે બનાવેલા પરફોર્મન્સ સ્ટેજ પર એલ્વિસની બોલીવુડ ડ્રામા એન્ડ ડાન્સ એકેડેમીના કોચ અને ખાસ સ્ટુડન્ટે એન્ટ્રી લીધી.તેમણે કિઆરા અને એલ્વિસ માટે ખાસ ગીત પસંદ કરીને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું.

એલ્વિસ અને કિઆરા તે પરફોર્મન્સ જોવા માટે ખૂબજ ઉત્સાહિત હતાં.

આ બધાંથી ઘણું દૂર એરપોર્ટ પર એક પ્રાઇવેટ પ્લેન ઉતર્યું.સીડીઓ પ્લેનના દરવાજા પર ગોઠવાઇ.ઓફ વ્હાઇટ શુટમાં એક સત્યાવીશ અઠ્યાવીસ વર્ષનો યુવાન ઉતર્યો.જેના શરીર પર દરેક વસ્તુઓ બ્રાન્ડેડ હતી.તેનો ચહેરો ઘઉંવર્ણો હતો પણ તે હેન્ડસમ હતો.આંખો એકદમ અમાસની રાતની જેમ કાળી હતી.ચહેરા પર હલ્કી દાઢી તેને વધુ સ્માર્ટ લુક આપતી હતી.એરપોર્ટથી બહાર નીકળતા જ સ્પેશિયલ સ્પોર્ટ્સ કાર તૈયાર હતી.જે જોઇને તેના ચહેરા પર સ્માઇલ આવ્યું.

તેનો મેનેજર તેની પાસે આવ્યો.
"સર,લેટ્સ ગો.વિ આર ઓલરેડી લેટ.સગાઇ તો થઇ ગઇ."મેનેજરે કહ્યું.

"ઓહ રિયલી,હુ કેયર્સ.આઇ એમ હિયર ટુ રોક.લેટ્સ ગો.લાઇફ વિલ બી રિવાઇન્ડ ફોર ટેન યર્સ.વુ..ઉ.ઉ...મ."તેણે કહ્યું.તે પોતાની સ્પોર્ટ્સ કારમાં બેસી ગયો.

સગાઇ સ્પેશિયલ પાર્ટ ૨માં થશે વધુ ધમાલ.
કોણ આવ્યું છે રોક એન્ડ રોલ કરવા માટે?
શિનાએ કિઆરાને શું ખાસ સલાહ આપી હશે?
કેવો રહેશે લિવ ઇનનો પહેલો દિવસ?

Rate & Review

Heena Suchak

Heena Suchak 10 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 12 months ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 1 year ago

Balkrishna patel
Vishwa

Vishwa 1 year ago

Share