Dashing Superstar - 69 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-69

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-69


(આયાન દ્રારા કરવામાં આવેલા અપમાન બાદ અહાનાએ કિઆરાથી ઈર્ષ્યા અનુભવી અને તે અચાનકમુંબઈ છોડી દિલ્હી જતી રહી.અહાનાના પપ્પાનો અકસ્માત થયો અને તે વખતે ત્યાં વિન્સેન્ટે હાજર તેમની મદદ કરી.એલ્વિસે જણાવ્યો તેનો ભૂતકાળ.કેવી રીતે સિલ્વી પ્રોડ્યુસર સૅમ્યુઅલ માર્ટિનના ઘરે ગઈ અને બહાર કઇંક જોરદાર અવાજ આવ્યો.)

એલ્વિસનો ભૂતકાળ.

સિલ્વી પ્રોડ્યુસર સેમ્યુઅલ માર્ટિનના ઘરને અને તેમની પર્સનાલિટી જોઇને ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી.અહીં સુંદરતાથી મોહિત થયા હતાં.સિલ્વી ખૂબ જ સુંદર હતી તેનું ફીગર, તેનો ચહેરો ,તેના રસીલા હોઠ અને તેની આંખો ખુબ જ સુંદર હતી.સેમ્યુઅલ તેની સામે બેઠા તે કંઈ બોલે તે પહેલાં બહાર કઇંક જોરદાર અવાજ આવ્યો.

સેમ્યુઅલ અને સિલ્વી બહાર ગયાં અને સામેનું દૃશ્ય જોઈને આશ્ચર્ય પામ્યા.દારૂના નશામાં પાંત્રીસ ચાલીસ વર્ષના એક પુરુષે પોતાની ગાડી મુખ્ય દરવાજાને અથડાવી દીધી હતી.તે ગુસ્સામાં ડોલતો ડોલતો અંદર આવ્યો.

"ડેનિસ,આ શું બદતમીજી છે? તું દારૂ પીને મારા ઘરમાં તમાશો કરવા કેમ આવ્યો છે?તને ખબર છે ને મારા ઘરમાં અવારનવાર ડાયરેક્ટરની અને અન્ય લોકોની મીટિંગ ચાલતી હોય છે. તો તું મારું નામ જાણી જોઈને ખરાબ કરવા માંગે છે? શું જોઈએ છે તને કેમ આવ્યો છે?"સેમ્યુઅલે કહ્યું. લગભગ સેમ્યુઅલને આજ સુધી કોઈએ આવા ગુસ્સામાં નહોતા જોયા. સિલ્વીએ અનેકવાર તેમને પાર્ટીમાં જોયેલાં હતાં પણ તે ક્યારેય ગુસ્સો નહતા કરતા એ વાત તેણે ખાસ સાંભળેલી હતી.સિલ્વી ખૂબ જ ડરી ગઈ.

દારૂના નશામાં ડોલતા ડેનિસે કહ્યું,"બિગ બ્રધર,મને પ્રૉપર્ટીમાંથી મારો હિસ્સો જોઈએ છે. જ્યાં સુધી તમે મારો હિસ્સો નહીં આપો ત્યાં સુધી હું રોજ તમારા ઘરે આવીને આવો તમાશો કરીશ."

"પિતાજીનું મૃત્યુ થયું ત્યારે જ તને તારો હિસ્સો મળી ગયો હતો. આ જે કંઈ પણ છે તે મેં મારી મહેનત અને મારી બુદ્ધિથી કમાયેલું છે. તેમાંથી હું તને ફૂટી કોડી પણ નહીં આપું.અત્યારે જ અહીંથી ચાલ્યો જા અને જો ફરી અહીંયા આવ્યો તો હું પોલીસમાં કમ્પ્લેઇન કરીશ પછી જે થાય તેનો જવાબદાર તું જ હોઇશ."
આટલું કહી સેમ્યુઅલે સિક્યુરિટી ગાર્ડને ઇશારો કર્યો. સિક્યુરિટી ગાર્ડે ડેનિસને ત્યાંથી દુર કરી દીધો.અચાનક સેમ્યુઅલનું ધ્યાન થરથર કાંપી રહેલી સિલ્વી તરફ ગયું.સેમ્યુઅલે સિલ્વીને અંદર આવવા ઇશારો કર્યો.થરથર કાંપી રહેલી સિલ્વી સેમ્યુઅલની પાછળ અંદર ગઇ.સેમ્યુઅલે સિલ્વીને પૂછ્યા વગર જ બે ગ્લાસમાં હાર્ડ ડ્રિંક બનાવ્યું અને સિલ્વી પાસે જઇને કહ્યું," સોરી સિલ્વી, મારો ભાઈ દર બે દિવસે અહીં આવીને આવો તમાશો કરે છે.હું કંટાળી ગયો છું.આમ તો જ્યારે કોઈ સ્ત્રી સાથે મીટિંગ હોય ત્યારે હું ડ્રિન્ક નથી કરતો.આજે મારે ડ્રિન્ક કરવું પડશે.મેં તમને પૂછ્યા વગર જ તમારો ગ્લાસ પણ બનાવી દીધો.તમે એક પેગ લેશો તો કઇ નુકશાન નહીં થાય.એક પેગમાં નશો નહીં ચઢે અને તમારો ડર પણ દૂર થશે."

સિલ્વી આશ્ચર્ય સાથે તેમની સામે જોઇ રહી હતી.

"સર,તમે આટલું બધું ડ્રિન્ક કેમ કરો છો?તે હેલ્થ માટે ઠીક નથી."સિલ્વીએ ગ્લાસ લેતા પૂછ્યું.

"એકલતા એક ખતરનાક બિમારી છે.આટલી ધનદોલત અને શહોરત હોવા છતાં હું સાવ એકલો છું.રૂપિયા કમાવવાની હોડમાં લગ્નની ઊંમર જતી રહી અને હવે જે લગ્ન કરવા માંગે છે તે મારા રૂપિયા માટ લગ્ન કરવા માંગે છે.તમે જ કહો હું શું કરું?અને હા તમે મને સેમ્યુઅલ કહી શકો છો."સેમ્યુઅલે કહ્યું.

સેમ્યુઅલે એક ગ્લાસ પૂરો કર્યો તે બીજો ગ્લાસ બનાવવા ઇચ્છતાં હતાં પણ સિલ્વીએ તેમનો હાથ પકડીને તેમને તેવું કરતા રોક્ય‍ાં.ખબર નહીં પણ કેમ તેને સેમ્યુઅલની એકલતા પોતાના જેવી લાગી.એન્ડ્રિક અને તેના પ્રેમલગ્ન હતા પણ સમય જતા તેમની કંગાળ આર્થિક પરિસ્થિતિ અને અવારનવાર થતાં ઝગડાના કારણે તેમને સાથે હોવા છતાં પણ દૂર કરી દીધાં હતાં.

"સર સોરી સેમ્યુઅલ,એકલતા લગ્ન કરવાથી દૂર થાય છે તેવું કોણે કહ્યું તમને?મારા લગ્ન થયેલા છે અને બે સુંદર બાળકો પણ છે છતાં મારા અને મારા પતિ વચ્ચે જોજનોની દૂરી છે.સાથે રહેવા છતાં અમે બંને એકલા છીએ.અમે એક ચાલીમાં રહીએ છીએ.અમારી આર્થિક પરિસ્થિતિ અમારી ચાલી જેવી જ છે.મારું બોલીવુડમાં કામ કરવું મારા પતિને નથી ગમતું.આ બધી બાબતોએ અમારી વચ્ચે અવારનવાર ઝગડા થાય છે.આમ જોવા જઇએ તો હું અને એન્ડ્રિક પણ એકલા છીએ.તો જરૂરી નથી કે લગ્ન કરવાથી કે દારૂ પીવાથી એકલતા દૂર થશે.તમારે તમારી જાતને કામમાં વ્યસ્ત રાખવા જોઇએ,સારા મિત્રો બનાવવા કે જેમને તમારા રૂપિયાથી મતલબ ના હોય.તેનાથી તમારી એકલતા દૂર થશે.કપટી અને લાલચી લોકોથી દૂર રહો અને સારા તથાં સારા લોકો વચ્ચે રહો."સિલ્વીએ કહ્યું.તેણે હજીપણ સેમ્યુઅલનો હાથ પકડેલો હતો.સેમ્યુઅલ તેની આંખોમાં જોઇ રહ્યા અને થોડીક વાર પછી હસ્યા.
"આજ પહેલા મારો હાથ આ રીતે પકડવાની હિંમત કોઇએ નથી કરી.આજે તે પકડ્યોને તો સારું લાગ્યું.મને ગમ્યુ તે હકથી મને કહ્યું કે હું દારૂ ના પીવું.સારું ચલ તારા માટે આજથી દારૂ બંધ પણ તારે મારી બે ઓફર સ્વીકારવી પડશે."સેમ્યુઅલે તેનો હાથ મજબૂતાઈથી પકડતા કહ્યું.

સિલ્વીને હવે તેની આ હરકત પર ડર લાગી રહ્યો હતો.તેને લાગ્યું કે સેમ્યુઅલ કોઇ અયોગ્ય માંગણી કરશે.જો તે ના પાડશે તો તેના હાથમાંથી આ નોકરી જશે અને બોલીવુડમાં ફરીથી કામ નહીં મળે.તેણે આજ સુધી બોલીવુડના શિકારીઓથી પોતાનું શિયળ બચાવીને રાખ્યું હતું.આજે તે ખતરામાં લાગી રહ્યું હતું.તેને એ.સીવાળા રૂમમાં પરસેવો વળવા લાગ્યો.તેની આ હાલત જોઇને સેમ્યુઅલ બધું જ સમજી ગયો.તે જોરજોરથી હસવા લાગ્યો.

"સિલી ગર્લ,હું એવું કશુંજ નહીં માંગુ.એ બધું તો ખાલી એક ફોનકોલની દૂરી પર છે.એક કોલ કરું અને બોલીવુડની સૌથી સુંદર અને મોટી હિરોઈન મારા બેડ પર મને ખુશ કરવા હાજર થઇ જાય પણ હું એવો માણસ નથી.તું મારી દોસ્ત બનીશ?પ્યોર ફ્રેન્ડશીપ નથીંગ એલ્સ."સેમ્યુઅલે કહ્યું.

"અને બીજી શરત?"સિલ્વીએ રાહતનો શ્વાસ લેતા પૂછ્યું.

"આ પ્રોજેક્ટ પતે પછી તું મારી કંપનીમાં મારી સેક્રેટરી તરીકે જોડાઇશ જેથી આપણે હંમેશાં સાથે રહી શકીએ.હું મારી જાતને દારૂથી દૂર રાખી શકું.વિચારી લે.કોઇ જબરદસ્તી નથી.ના પાડીશ તો તું તારા રસ્તે અને હું મારા રસ્તે પણ તારા પતિ અને તારી વચ્ચે તારા કામની બાબતે જે ઝગડા થાય છે તે બંધ થઇ જશે જો તે મારી ઓફર સ્વીકારી તો."સેમ્યુઅલે તેની આંખોમાં આંખો મિલાવીને જોતા કહ્યું.

સિલ્વીની આંખો સેમ્યુઅલની આંખોના તેજ અને તેના વ્યક્તિત્વના પ્રભાવથી અંજાઈ ગઈ.તેણે જે કામ માટે આવી હતી તે ચર્ચા કરીને ત્યાંથી રજા લીધી.

આટલું કહેતા જ એલ્વિસ ખૂબજ બેચેન થઇ ગયો.કિઆરા સમજી ગઇ કે આગળની વાત તકલીફકારક હશે.
"એલ,બહુ રાત થઇ ગઇ છે.ચલો સુઇ જઇએ."કિઆરાએ વાત વાળી દીધી.બંને પોતપોતાના બેડ પર જઇને સુઇ ગયા પણ એલ્વિસનું મન હજી ભૂતકાળમાં જ ભમી રહ્યું હતું.તેનું માથું ફાટી રહ્યું હતું.તે ઊભો થયો અને કબાટમાંથી પોતાની ડિપ્રેશનની દવા લેવા ગયો.કિઆરાના તેના જીવનમાં આવ્યાં પછી તેને આ ડબ્બાને અડવાની જરૂર નહતી પડતી પણ આજે જુનાં ઝખ્મો તાજા થતાં તેને આ ડબ્બો ખોલવો પડ્યો.કિઆરા આ જોઇને ઝટકા સાથે ઊભી થઈ.તે ભાગીને એલ્વિસના રૂમમાં ગઇ.
"ના એલ,તમને હવે આની જરૂર નથી.કેમકે હવે હું છું તમારી સાથે.મારો પ્રેમ તમારા બધાં જ ઝખ્મો ભરી દેશે."આટલું કહી કિઆરાએ તે ડબ્બો એકતરફ મુક્યો અને તેણે એલના બંને ગાલ પર કિસ કરી.તેના ગાલ આંસુઓના કારણે ભીના હતાં.કિઆરાને શિના સાથે સગાઇમાં આવતા ગાડીમાં થયેલી વાત યાદ આવી.તેણે એલને બેડ પર સુવાડ્યો અને...

***********

વિન્સેન્ટ અહાનાના પપ્પાને પોતાની ગાડીમાં બેસાડીને નજીકની હોસ્પિટલ લઇ ગયો.અલબત્ત તે નહતો જાણતો કે આ અહાનાના પપ્પા છે.તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.વિન્સેન્ટની ઓળખાણથી ડોક્ટરે તેમને તુરંત જ ઓપરેશન થિયેટરમાં લઇ લીધાં.

એલ્વિસ પાસે તેમનો મોબાઇલ હતો.જેમા ગણપતિબાપાનો ફોટો વોલપેપર તરીકે હતો.તેમણે ફોન ખોલીને તેમાંથી છેલ્લા ડાયલ નંબર પર કોલ કર્યો.સબનસીબે તે ફોન અહાનાની મમ્મીએ ઉપાડ્યો.
"અરે,કેટલી વાર લાગે શાકભાજી લઈને ઘરે આવતા?કે પાછું કઇંક ભુલી ગયા?પરીના ગયા પછી તમે સાવ ખોવાયેલા ખોવાયેલા જ રહો છો.તે થોડાક મહિના માટે જ ગયેલી છે કાયમ માટે નહીં.દિકરીનો આટલો વિયોગ સહન નથી થતો તો સાસરે જશે ત્યારે શું કરશો." સામે ફોન ઉપાડતા જ તે સ્ત્રી આટલું બધું બોલી ગઇ.

"સોરી આંટી,પણ અંકલનો અકસ્માત થયેલો છે.મારું વિન્સેન્ટ ડિસોઝા છે.હું તેમને અહીં હૉલીક્રોસ હોસ્પિટલ લઇને આવ્યો છું.તમે ચિંતા ના કરતા.હું અહીં તેમની સાથે જ છું.તમે બસ જલ્દી આવી જાઓ."આટલું કહીને વિન્સેન્ટે ફોન મુકી દીધો.

થોડીક જ વારમાં ડોક્ટર બહાર આવ્યાં.
"મિ.ડિસોઝા,પેશન્ટને હવે સારું છે.તમે તેમને સમયસર હોસ્પિટલ લાવીને બહુ સારું કામ કર્યું.તેમને માથામાં થોડું વાંગ્યું છે અને હાથમાં હેયર ક્રેક છે.તમારા જેવા લોકોના કારણે જ માણસાઈ જીવે છે.તેમને સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.તમે તેમને મળી શકો છો."ડોક્ટર આટલું કહીને જતા રહ્યાં.

વિન્સેન્ટ તે રૂમમાં ગયો.તે પુરુષ બેડ પર સુતેલા હતાં.તેમની આંખો બંધ હતી.

"હવે કેવું છે અંકલ?"વિન્સેન્ટે પૂછ્યું.

તે પુરુષે આંખો ખોલી.
"હેલો બેટા,હવે સારું છે.થોડું માથું દુઃખે છે પણ સારું થઈ જશે.મારું નામ તેજસ શર્મા છે.તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને કોઇપણ ઓળખાણ વગર અહીં લઇને આવ્યાં.હકીકતમાં હું થોડો ડિસ્ટર્બ હતો."અહાનાના પિતાનું નામ તેજસ શર્મા હતું.

"હાય,હું વિન્સેન્ટ ડિસોઝા.થેંક યુ ના કહો.આ તો મારી ફરજ હતી."વિન્સેન્ટે કહ્યું.થોડીક વારમાં હાંફતા હાંફત‍ા એક સ્ત્રી આવ્યાં.જેને જોઇને વિન્સેન્ટ આશ્ચર્યમાં પડી ગયો.તેનું મન વિચારોના ચકરાવે ચઢી ગયું.

શું સિલ્વી સેમ્યુઅલની ઓફર સ્વીકારશે?
કિઆરા અને શિવાની વચ્ચે શું વાતચીત થઈ હશે?
વિન્સેન્ટ તે સ્ત્રીને જોઇને કેમ વિચારમાં પડી ગયો?.
જાણવા વાંચતા રહો.

Rate & Review

Saddam Munshi

Saddam Munshi 1 month ago

Heena Suchak

Heena Suchak 10 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 11 months ago

Vipul Petigara

Vipul Petigara 1 year ago

Zalak Mehta

Zalak Mehta 1 year ago

Share