Kidnaper Koun - 6 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 6

કિડનેપર કોણ? - 6

(મોક્ષા ના અપહરણ એ સમાજ માં ખળભળાટ મચાવી દીધો હતો.રાજ તેની તપાસ કરવા મોક્ષા ના ઘરે પહોંચ્યો તેનું ઘર અને તેની આગતા સ્વાગતા જોઈને તથા મંત્ર ને જોઈ ને રાજે તેની અમીરાઈ વિશે અટકળો બાંધી,અને ઘર માં રહેતા દરેક ને પૂછપરછ માટે બોલાવ્યા.હવે આગળ..)

મંત્ર એ ઇન્ટરકોમ પરથી સૂચના આપી ઘટના સમયે હાજર દરેક ને બોલાવ્યા.થોડી જ વાર માં એક વૃદ્ધ દંપતી,બે નાના બાળકો અને ત્રણ નોકરો આવી ને ઉભા રહ્યા.મંત્ર ના પિતા દેખાવે જ કડક લાગતા હતા,ચેહરા પર નૂર અને થોડું ઘણું પૈસા નું અભિમાન ચોખ્ખું દેખાઈ આવતું હતું.તેમને સિલ્ક નો કુરતો અને પાયજામો પહેર્યો હતો.જ્યારે મંત્ર ની મમ્મી નો ચેહરો ખૂબ જ સૌમ્ય અને સાદો,એક મોટા ઘર ના વડીલ ને શોભે એવી ગરીમાં ધરાવતો હતો.તેમની સાથે જ એક પાંચ વર્ષ નો નટખટ મોક્ષા નો દીકરો,પણ વાને મંત્ર જેવો,તેની સાથે લગભગ ત્રણેક વર્ષ ની એક સુંદર પરી જેવી દીકરી,સાક્ષાત મોક્ષા જ જોઈ લો.રાજ ને નાની મોક્ષા યાદ આવી ગઈ. પણ આ વાને મંત્ર જેવી.અને સાથે ના નોકરો પણ લાગતા હતા તો ઠીક ઠાક જ.વળી મંત્ર પાસે એ બધા ના રેકોર્ડ હતા,અને વર્ષો થી તેમને ત્યાં જ કામ કરતા.

રાજે સૌથી પહેલા મંત્ર ના પપ્પા થી પૂછતાછ ચાલું કરી.

મિસ્ટર પારેખ જ્યારે મોક્ષા નું અપહરણ થયું,ત્યારે તમે ક્યાં હતા?અને તમને આ જાણ કોના દ્વારા થઈ?

હું અને મંત્ર સાથે જ ઓફિસે જાવા નીકળીએ છીએ. એટલે એ વખતે અમે ઘરે નહતા.અને મંત્રએ જ મને આ વાત જણાવી.

મંત્ર તમને આ વાત કોના દ્વારા જાણવા મળી?રાજે શંકા થી પૂછ્યું.

મેં તમને કહ્યું તેમ હું તો ઓફિસે ચાલ્યો ગયો હતો, પાછળથી ઘર માં આટલા લોકો જ હતા,અને મને ઘરેથી મારા મમ્મી નો ફોન આવ્યો કે મોક્ષા ક્યાંક બહાર ગઈ છે,અને ઘણીવાર છતાં ઘરે નથી આવી અને તેનો ફોન પણ બંધ આવે છે.ત્યારબાદ મેં પણ તેના ફોન પર કોશિશ કરી. અને થોડીવાર બાદ મમ્મી નો જ ફોન આવ્યો કે મોક્ષા નું અપહરણ થઈ ગયું છે.મંત્ર એ પોતાની વાત ની રજુઆત કરી.

રાજ હવે મંત્ર ની મમ્મી તરફ વળ્યો.

મિસિસ પારેખ તમે કહેશો ખરેખર શું બન્યું હતું.

કાલે મોક્ષા બાળકો માટે નાસ્તો બનવવા રસોડા માં ગઈ, ત્યાં કશુંક ખૂટતા તે બજાર માં લેવા ગઈ હતી.હું મંદિર માં પૂજા કરી ને બાળકો ને બહાર રમાડતી હતી.લગભગ કલાક થવા આવ્યો,બાળકો પણ ભૂખ્યા થયા હતા,એટલે મેં મોક્ષા ને ફોન જોડ્યો.મોક્ષા નો ફોન સ્વીચઓફ આવતો હતો.એટલે મેં મંત્ર ને ફોન કર્યો.મંત્ર સાથે વાત કર્યા ને થોડી જ વાર માં કોઈ નો ફોન આવ્યો કે તેમને મોક્ષા ને કિડનેપ કરી છે.અને પૈસા માટે પછી ફોન કરીશું પણ પોલીસ ને કહેતા નહિ એવી ધમકી આપી હતી.પ્લીઝ બેટા મારી મોક્ષા વહુ ને જલ્દી શોધી આપ. આટલું કહેતા તેઓ રડી પડ્યા.

દાદી ને રડતા જોઈ બંને બાળકો પણ મૂંઝાય ગયા. તે તો લગભગ રડવા જ લાગત પણ મંત્ર એ બંને ને સાંભળી લીધા.રાજે તેમને જવાની છૂટ આપી.ત્યારબાદ નોકરો ની પૂછપરછ કરી.તે બંને બાળકો દાદી સાથે ચાલ્યા ગયા.

તેમાં એક રસોઈયો,અને બે ઘાટી હતા.આ બધા ફુલ ટાઈમ અહીં જ રહેતા.

શુ નામ છે તારું?રાજે એક પાંત્રીસ ની આસપાસ ના નોકર ને પૂછ્યું.અને શું કામ કરે છે તું અહીં?

મારુ નામ છેનું છે.સાહેબ.અને હું ઘર ની સાફ સફાઈ નું અને બહાર નું કોઈ નાનું મોટું કામ હોય એ કરું છું.છેનું એ જવાબ આપ્યો.

જે દિવસે આ કિસ્સો બન્યો,ત્યારે તું ક્યાં હતો?

સાહેબ હું ત્યારે અગાસી ની સાફ સફાઈ કરતો હતો,એટલે મોક્ષા ભાભી બજાર માં ગયા.નહિ તો મારે જ જવાનું હોઈ.મેં જ્યારે અગાસી માંથી એમને જોયા,ત્યારે મને ખબર પડી કે એ બહાર જાય છે,એટલે હું તરત જ નીચે આવ્યો.અને મેં બા ને અને મહારાજ ને કહ્યું પણ,કે મને બોલાવી લેવાય ને નાહક ના ભાભી ને શું કરવા હેરાન કર્યા.પણ મહારાજે તેમને જ જવું હતું તેવું કહ્યું.

રાજે તેની બોડી લેંગ્વેજ બરાબર ચકાસી.તેની પોલીસ નજરે છેનું ને બરાબર ચકાસ્યો.અને પછી બીજા ને પૂછ્યું.

(શુ ઘર માંથી જ કોઈ નું આ કામ છે?કે પછી બહાર ની કોઈ વ્યક્તિ છે?શુ મંત્ર નો આમ હાથ હોઈ શકે?જાણવા માટે વાંચતા રહો...)

આરતી ગેરીયા...


Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago