Kidnaper Koun - 12 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 12

કિડનેપર કોણ? - 12

(અલી ને અભી ને ત્યાં જઈ ને તો સામો ઝાટકો લાગ્યો, અને હવે તો સોના ને પણ કોઈ ના ફોન આવવા લાગ્યા.
શુ ખરેખર કોઈ ને મદદ ની જરૂરત છે,કે પછી...જોઈએ આગળ...)

સોના એ નંબર જોયો.કોઈ અજાણ્યો નંબર હતો,અને અવાઝ પણ અજાણ્યોહતો.સોના હવે વધુ મુંજાઈ.આ કોણ હોઈ શકે?અને મારી પાસે મદદ માગે અને શિવ થી આ વાત છુપાવાની કહે એવું કોણ હોઈ શકે!સોના એ તે નંબર ટ્રુ કોલર ની મદદથી જાણવાની કોશીશ કરી કે કોનો છે,પણ તેમાં ફક્ત ગુજરાત સિવાય કોઈ માહિતી મળી નહિ.

મંત્ર ના ઘર માં પરિસ્થિતિ વધુ ગંભીર હતી,કેમ કે મોક્ષા ના બંને બાળકો તેની ગેરહાજરી માં બીમાર થઈ ગયા હતા.તેના માં બાપ પણ ચિંતિત રહેતા,મંત્ર પણ હિંમત હારી ગયો હતો.ત્યાં જ ફરી પેલો ફોન આવ્યો.

હલ્લો...સાંભળો મંત્ર પારેખ,તમારી સુંદર પત્ની ને બચાવવા માંગતા હોય તો,જલ્દી થી સ્ટેટ બેન્ક ના એક લોકર નંબર ૧૦૧ માં રાખેલા બહુજ મહત્વ ના કાગળ છે,એ અમને લાવી આપો.

સ્ટેટ બેન્ક માં રાખેલા કાગળ!સેના કાગળ?..પણ..પણ..હું જ કેમ..એના માટે તમે મોક્ષા ને જ કેમ કિડનેપ કરી તમે કોણ છો?હલ્લો...હલ્લો...અરે તમે કયો એટલા પૈસા આપું,પણ આ કાગળ હું...ક્યાંથી...કેમ?મંત્ર નો અવાઝ તરડાઈ ગયો.

એ....જાજુ પૂછ નહિ,એ બેન્ક નો મેનેજર તારી મોક્ષા નો મિત્ર છે,એટલે તારા માટે આ કામ સરળ છે.તો મને કાલે જ આ કામ થઈ જાવું જોઈ

અરે..અરે..પણ મને સમય આપો.કાલે જ કેમ થાય!!

ઠીક છે,જ્યાં સુધી તું અમારું કામ નહીં કરે,ત્યાં સુધી તારી
સુંદર...પત્ની અમારા કબ્જા માં રહેશે.હા...હા....હા....
અને સામે થી એક અટ્ટહાસ્ય સાથે ફોન મુકાઈ ગયો.

મંત્ર તો ઘડીક ફોન સામે,અને ઘડીક સામે રહેલા મોક્ષા ના ફોટા સામે જોઇ રહ્યો.તેને શું કરવું એ સમજાતું નહતું. એટલે સૌથી પહેલા તેને રાજ ને ફોન કરવાનો વિચાર કર્યો.

સોના એક તરફ શિવે બોલાવેલા પેલા માણસ થી તો બીજી તરફ તેને આવેલા ફોન થી પરેશાન હતી,તેને તરત દિમાગ માં એક જ નામ સૂઝ્યું.રાજ..તેને રાજ ને ફોન કર્યો
પણ રાજ નો ફોન બીઝી આવતો હતો.સોના પાસે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નહતો.થોડી જ વાર માં તેનો ફોન રણક્યો,તેને સ્ક્રીન પર રાજ નું નામ જોયું.

હલ્લો રાજ મારે તને મળવું છે,આ કેસ વિશે થોડી વાત કરવી છે.અને બંને એ સમય અને સ્થળ નક્કી કર્યા.

સોના નિયત સમયે નિયત જગ્યા એ પહોંચી ગઈ,ત્યાં પહોંચી ને જોયું તો રાજ સાથે અલી પણ ત્યાં હાજર હતો
સોના બંને પાસે પહોંચી.

હા બોલ સોના તારે શુ કહેવું હતું,શું તને કોઈ જાણકારી મળી છે?રાજે ઉતાવળે સોના ને પૂછ્યું.

સોના ને અલી ની હાજરી માં વાત કરવી કે નહીં એ સૂઝ્યું નહિ,એટલે એને તરત વાત ફેરવી તોળી.

અરે હા...કાલે મને એક કોલ આવ્યો હતો,નંબર અજાણ્યો હતો પણ તેને મને એવું કહ્યું કે મને બચાવ અને શિવ ને આ વિશે કશું કહેતી નહિ.મેં સામે કોલ કર્યો,ટ્રુ કોલર પર સર્ચ પણ કર્યો પણ કશું હાથ ના લાગ્યું.સોના ને થયું શિવ ને ના કહી શકું પણ આ બંને ને કહેવામાં શુ વાંધો.પણ જેવી એની વાત પૂરી થઈ કે ...

શું?અલી એકદમ ચોકયો. પણ રાજ ની હાજરી માં તેને પોતાની જાત ને સાંભળી અને રાજ ને કેવી રીતે બહાર મોકલવો તે વિચાર કરવા લાગ્યો.તેને પાણી પીવાના બહાને ગ્લાસ ઉઠાવ્યો અને રાજ ના કપડાં પર ઢોળ્યો.

અરે..અલી શું કરે છે?

ઓહ્હહો સોરી તું જરા ફ્રેશ થઈ આવ.અને રાજ કમને ત્યાંથી ઉભો થયો.અને તરત જ અલી એ સોના ની નજીક જઈ ને પૂછ્યું.

. તને ક્યાં નંબર પરથી કોલ આવે છે?કેમ કે આવો જ કોલ મને આવ્યો હતો,અને મને રાજ ને કહેવાની ના કહી હતી.
શું?રાજ ને કેમ ?સોના પણ ચોંકી..
બંને એ એકબીજા ને નંબર બતાવ્યા.પણ બંને ના ફોન માં અલગ અલગ નંબર પરથી ફોન આવ્યા હતા.અલી એ સોના પાસેથી એ નંબર લઈ લીધો.અને તે બંને હજી વધુ કાઈ વિચારે એ પહેલાં જ રાજ આવતો દેખાયો,અને બંને નોર્મલ હોઈ તેવો દેખાવ કરવા લાગ્યા.

ત્યાં જ રાજ ના મોબાઈલ પર એક ફોન આવ્યો.

હલ્લો હા હું હમણાં જ એ નંબર ચેક કરાવું છું.અને ત્યાં આવું છું.


(રાજ ને કોનો ફોન આવ્યો હશે?શું સોના અને અલી ને ફોન કરનાર વ્યક્તિ એક જ છે?શું રાજ આ ફોન ની સચ્ચાઈ જાણી શકશે?અને મંત્ર કઇ રીતે બેન્ક માંથી એ કાગળ લઈ આવશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Geeta Patel

Geeta Patel 2 months ago