Kidnaper Koun - 17 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 17

કિડનેપર કોણ? - 17

(અગાઉ આપડે જોયું કે શિવ એક પ્રાઇવેટ ડિટેકટિવ મારફત મોક્ષા ના કિડનેપિંગ ની માહિતી ભેગી કરાવે છે.એ દરમિયાન એને બે શકમંદ નજરે ચડે છે.જે જાણ્યા બાદ સોના ખૂબ ડરી જાય છે.આ તરફ મંત્ર હવે પોતે અભી ને મળવાનો વિચાર કરી તેની ઓફિસે પહોંચે છે.હવે આગળ..)

મંત્ર અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે.તે ઓફીસ માં બેઠો થોડી જ વાર માં એક મીડીયમ હાઇટ ધરાવતો, ગોરો વકડીયાવાળ વાળો એક લગભગ ત્રીસ ની આસપાસ નો એક યુવાન ત્યાં આવ્યો.તેને આવી ને મંત્ર સાથે હાથ મિલાવ્યો.

તો તમે મંત્ર છો!મોક્ષા ના પતિ.તે યુવાને પૂછ્યું.

જી હા મંત્રએ ટૂંક માં જવાબ વાળ્યો.મંત્ર તેને નખશીખ જોતો હતો.ખબર નહિ કેમ પણ એની લુચ્ચી આંખો જોઈ ને મંત્ર ને તેના પર વિશ્વાસ નહતો આવતો.માન્યું કે તેને અભી નો ચેહરો યાદ નહતો,પણ આ અભી ના હોઈ? એવું તેનું મન કેહતું હતું.

હા તો કહો તમારે મારુ શું કામ પડ્યું?તે યુવાને કહ્યું.

મંત્ર એક વ્યાપારી હતો,એટલે તેને બહુ વિચારી ને કહ્યું. તમને તો ખબર જ હશે મોક્ષા ના અપહરણ વિશે?મંત્ર એ ધીમેથી કહ્યું.

હા બહુ જ દુઃખ થયું.પણ તમે આવડા મોટા માણસ નક્કી તમારો કોઈ દુશ્મન હશે!પેલો બોલ્યો.

હા ખબર નહિ કોણ હશે?અમે પણ પરેશાન છીએ.અને આમ પણ તમારા મિત્રો એ શોધખોળ કરી જ રહ્યા છે.તો આશા છે કે મોક્ષા જલ્દી મળી જાય.મંત્ર બહુ વિચારી વિચારી ને બોલતો હતો.

હા હું પણ એ જ આશા રાખું છું,કેમ કે આમ તો આવા કિડનેપર બહુ હોશિયાર હોઈ છે.અને તેમની માંગ પણ વિચિત્ર હોઈ શકે.

હા હા એ તો છે જ..

આમ તમારી પાસે શુ માંગણી કરી છે.પેલા એ પૂછ્યું.

અરે માંગણી તો હજી નથી કરી હવે કહેશે.સારું હું નીકળું તમને મળવાનું મન હતું તો આવી ગયો.કેમ કે આમ તો લગભગ મોક્ષા ના બધા મિત્રો ને મળી ચુક્યો,તમે જ બાકી હતા.કે તમારી પાસે કોઈ માહિતી હોઈ કે આ કામ કોનું હોઈ એટલે જ આવ્યો હતો.આટલું કહી મંત્ર એ વિદાય લીધી.મંત્ર એ જોયું કે તેને મોક્ષા ના અપહરણ થી જાણે ખાસ કોઈ ફરક નહતો પડ્યો.જ્યારે મોક્ષા ના કહેવા મુજબ અભી તેનો સારો મિત્ર હતો.

મંત્ર અભી ની ઓફીસ માંથી નીકળી પોતાની ગાડી માં બેઠો બેઠો અભી ની વર્તુણક વિશે વિચાર કરતો હતો.ત્યાં જ તેને રાજ નો અને અલી નો વિચાર આવ્યો,અને જ્યારે તેઓ મળ્યા ત્યારે મોક્ષા ના અપહરણ વિશે તેમની વર્તુણક
વિચાર અને બંને મુલાકાત વિશે સરખામણી કરતો હતો.અને તેને મનથી રાજ સાંભળ્યો.તેને રાજ ને ફોન કર્યો.

હેલ્લો રાજ કયા છો?મંત્ર એ પૂછ્યું.

મંત્ર મનોમન રાજ અને અલી નો આભાર માનતો હતો,
પણ રાજ નો ફોન ઉપડ્યો જ નહીં.

સોના ને પેલા બે માણસો વિશે જાણ્યા બાદ બીજા કોઇ પણ પ્રત્યે વિશ્વાસ નહતો આવતો.અને ઓફીસ માં પણ એનું મન લાગતું નહતું.


રાજ અને અલી જે જગ્યા એ કોઈ માહિતી મળવાની આશા એ ગયા હતા,તે જગ્યા એ રાજ જ્યારે ઉપર ના ભાગ માં ગ્યો,ત્યારે તેને કંઈક અવાઝ આવ્યો,રાજે પોતાની ધીરજ ગુમાવી અને ગુસ્સા માં જોરથી દરવાજા ને લાત મારી દરવાજો ઘણો જૂનો હોઈ,બીજી લાત મા તો દરવાજો ખુલી ગયો.

રાજે અંદર ચારોતરફ નજર ફેરવી,તે લગભગ દસ બાઈ દસ ની એક રૂમ હતી,એક તરફ પલંગ હતો,સામે જ એક નાની એવી કાચ ની બારી હતી.અત્યારે દિવસ હોવાથી અજવાળું લાગતું હતું,બાકી અંધારી અને ગંદી રૂમ માં દારૂ ની વાસ આવતી હતી.પલંગ પર બંગડી ના થોડા ટુકડા પડ્યા હતા. અને તેની એક તરફ ની દીવાલ માં લોહી ના તાજા નિશાન પણ હતા.રાજ મનોમન કોઈ ઘટના વિશે વિચારતો રૂમ માં ફરતો હતી,ત્યાં જ એના પગ માં કશુંક ખુચ્યું.તે કોઈ ના પગ ની પાયલ હતી,રાજે પોતાના ખિસ્સા માંથી રૂમાલ લઈ તેમાં તે પાયલ વીંટાળી લીધી.સામે ની તરફ એક બીજો દરવાજો પણ હતો,રાજે જોયું તો ત્યાં બાથરૂમ હતું.અને તે પણ હજી ભીનું જ હતું,એટલે થોડા સમય પહેલા જ કોઈ ત્યાં હતું.હવે રાજ નો મગજ ચકરાવે ચડ્યો.

તે ત્યાંથી નીચે ઉતરી ને અલી પાસે પહોંચ્યો,અને બંને સીધા અલી ની ઓફિસે.રસ્તા માં રાજે અલી ને બધી જ વાત કરી સિવાય કે પેલી પાયલ.જ્યારે તેઓ અલી ની ઓફીસ માં આ કેસ ની ચર્ચા કરતા હતા,ત્યાં ફરી મંત્ર નો ફોન આવ્યો,અને તેની વાત સાંભળી રાજ ના હોશ ઉડી ગયા..

(મંત્ર ની કઇ વાતથી રાજ આશ્ચર્ય પામ્યો હશે!અને રાજે પાયલ વાળી વાત અલી ને કેમ નહિ કરી હોય?મંત્ર ને અભી ની ઓફીસ માં મળેલો માણસ કોણ હશે?ક્યાંક અભી જ કોઈ રમત નથી રમી રહ્યો ને?જોઈશું આવતા અંક માં..)


✍️ આરતી ગેરીયા...


Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago