Kidnaper Koun - 18 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 18

કિડનેપર કોણ? - 18

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી પેલા ફોન કોલ મારફતે એક જગ્યા એ પહોંચ્યા,પણ ત્યાં કોઈ મળતું નથી.રાજ અલી ને ત્યાં જોયેલી દરેક બાબત વિશે વાત કરે છે,સિવાય કે ત્યાં મળેલી પાયલ.સોના નો ડર હજી જતો નથી.અને મંત્ર અભી ને મળી ને રાજ ને કોલ કરે છે.હવે આગળ...)

અલી અને રાજ અલી ની ઓફીસ માં ત્યાં જોયેલી દરેક વસ્તુ વિશે વાત કરતા હતા,ત્યાં જ રાજ ના મોબાઈલ માં કોઈ નો ફોન આવે છે,રાજ જોવે છે કે મંત્ર ના લગભગ પાંચ મિસ્કોલ હતા અને અત્યારે પણ તેનો જ કોલ હોઈ છે.રાજ મંત્ર સાથે વાત કરે છે,અને તેના ચેહરા ના હાવભાવ જોઈ અલી સમજી જાય છે કે નક્કી કાંઈક ગડબડ છે.જેવો રાજ ફોન પર વાત પૂરી કરે છે કે,

શું થયું રાજ તારો ચેહરો કેમ ફિક્કો પડી ગયો?અલી એ શંકા થી પૂછ્યું.

અલી.. મંત્ર અભી ની ઓફીસે ગયો હતો..ત્યાં તેને અભી મળ્યો!!રાજે બહુ ધીમે ધીમે આખું વાક્ય પૂરું કર્યું

શું?મંત્ર અભી ને મળ્યો!પાકું તેને ખબર છે તે અભી જ છે!કે પછી બીજું કોઈ?આપડે અત્યારે જ અભી ની ઓફિસે જઈએ ચાલ.અલી એ રાજ ને લગભગ ખેંચતા કહ્યું.

તે બંને અલી ની ઓફિસેથી નીકળી અને અભી ની બેંકે પહોંચ્યા.


શિવે જે પ્રાઇવેટ ડિટેકટિવ રાખ્યો હતો,તે એકવાર ફરી શિવ ની ઓફીસ મા આવ્યો,આ વખતે શિવે સોના ને પોતાની કેબીન માં બોલાવી.સોના આશ્ચર્યસહ કેબીન માં પહોંચી.પેલા ડિટેકટિવે પોતાનો ચહેરો ઢાંકેલો હતો, તેના કપડાં ની સ્ટાઇલ પરથી ખબર પડી જાય કે તે કોઈ એવન ઓફિસર છે.સોના જ્યારે શિવ ની ઓફીસ માં ગઈ ત્યારે તેને ફરી એક એનવલપ શિવ ને આપ્યું.શિવે તે સાંભળી ને ડ્રોઅર માં મૂક્યું અને સાથે જ આ કેસ ની પૂછપરછ કરી.

શિવ સર હું પુરી કોશિશ કરું છું,અને હજી કરીશ જ પણ આ લોકો કોણ છે એનો કોઈ કલું મળી જાય તો મારું કામ વધુ સહેલું બને,અને એટલે જ મેં તમને સોના મેમ ને બોલાવવા નું કહ્યું,કે તેઓ તેમના ફ્રેન્ડ હસ્તક એ જાણે કે કિડનેપર ની ડિમાન્ડ શું છે?

ઓહહ તો આને મને બોલાવી છે,ભાઈ એ નહિ!સોના ને મનોમન ગુસ્સો આવતો હતો.

સોના તું રાજ કે અલી ને પૂછી ને તપાસ કરી શકે!કેમ કે મંત્ર સાથે આપડે કોઈ વાત ના કરી શકીએ હોઈ શકે એનો ફોન ટેપ પણ થતો હોય?અને નાહક ની તું શંકા ના દાયરા માં આવિજા!શિવે સોના સમક્ષ પ્રસ્તાવ મુક્યો.

ભલે હું આજે જ વાત કરી લઈશ,અને પછી તમને જાણ કરીશ.એમ કહી સોના એ એક ગુસ્સા ભરી નજરે પેલા સામે જોયું.આમ તો આવી જાસૂસી કરવાનું કામ તમારું જ હોઈ,તો પણ હું કરી દઈશ.સોના એ પેલા ને ટોન્ટ માર્યો.

આભાર મેમ પણ આમ ગુસ્સો કરવાથી કાઈ નહિ વળે.જોઈએ કોણ પેલા જાણકારી મેળવે છે.એમ કહી તેને શિવ સાથે હાથ મિલાવી ને જવાની રજા માંગી.ત્યારબાદ સોના સામે હાથ લંબાવ્યો,સોના એ તેની સાથે હાથ મિલાવ્યો તો પેલા એ તેનો હાથ જરા દબાવ્યો.સોના ને ફરી ગુસ્સો આવ્યો.

અભી ને મળીને આવેલો મંત્ર તેના વર્તન થી વિચાર માં હતો.ત્યાં જ ફરી એના લોકલ ફોન ની રિંગ વગડી.મંત્ર દોડતો ગયો અને જેવો ફોન ઉપાડ્યો કે સામેથી એ જ ઘોઘરો અને જાડો અવાજ આવ્યો.

શું કીધું બેન્ક મેનેજરે??

મંત્ર સમજી ગયો કે આ લોકો અમારા પર પુરી નજર રાખી ને બેઠા છે.એટલે તેને કોઈ જાત નું ખોટું બોલ્યા વગર સાચું કહી દીધું.

હજી તેની સાથે કોઈ વાત નથી થઈ,કેમ કે ત્યાં ઘણાં માણસો હતા,તો હું કાલે ફરી ત્યાં જવાનો.

કોઈ જ નહતું ત્યાં,તને જ આડીઅવળી વાતો કરવી હતી.સામેથી ગુસ્સા માં જવાબ વળ્યો.કાલે ત્યાં જઈ ને બધું ફાઇનલ કર નહીં તો તારી ઘરવાળી ની લાશ મળશે.

ના ના હું...કાલે જ બધુ કરી આવીશ પ્લીઝ મોક્ષા ને કાઈ ના કરતા.મંત્ર રીતસર નો ગળગળ્યો.

સામેથી ફરી એ જ અટ્ટહાસ્ય સંભળાયું અને ફોન મુકાઈ ગયો.બસ મંત્ર મોક્ષા ની તકલીફ સામે ઢીલો પડી જાતો અને દુઃખી થઈ જતો.તેને ફરી રાજ ને પોતાને કિડનેપર દ્વારા આવેલા ફોન વિશે જાણકારી આપે છે,અને રાજ તેને એક ચોંકાવનારી માહિતી આપે છે.

(શું સોના રાજ પાસેથી કિડનેપર ની માંગ ની માહિતી મેળવી શકશે?શું માહિતી હશે જે સાંભળી ને રાજ ચોંકી ગયો હશે?અને કોણ હશે અસલી કિડનેપર??જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago