Kidnaper Koun - 19 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 19

કિડનેપર કોણ? - 19

(અગાઉ આપડે જોયું કે રાજ અને અલી મોક્ષા ને ગોતવા જે જગ્યા એ ગયા ત્યાં તેમને નિરાશા સાંપડે છે.શિવ ને મળવા આવેલો ડિટેકટિવ પર સોના ને ગુસ્સો આવે છે.અને અભી ને મળી ને આવેલો મંત્ર તેના જ વિચાર માં હોઈ છે.
પણ જ્યારે તે રાજ સાથે વાત કરે છે ત્યારે તેને નવો આંચકો લાગે છે.હવે આગળ...)

મંત્રએ રાજ ને આજ નો કિડનેપર નો આવેલો ફોન વિશે જાણ કરવા ફોન કર્યો,પણ રાજ એ એને એવી વાત કહી કે રાજ ની વાત સાંભળી ને મંત્ર પોતે ચોંકી ઉઠ્યો. ત્યારબાદ રાજે તેને અલી ની ઓફિસે મળવા આવવાનું કહ્યું.પણ જ્યારે મંત્ર એ કાલે પોતે ક્યાં હતો એ વાત પણ કિડનેપર જાને છે,એમ કહ્યું એટલે તેઓ મંત્ર ના ઘરે જ મળ્યા.પણ રાજ ની સખ્ત મનાઈ હતી કે કોઈ ને પણ તેમના આવવાની જાણ ના કરવી.ત્યાં સુધી કે તેમના આવવાના સમયે મંત્રએ વોચમેન ને પણ થોડીવાર કામ છે કહી ને બીજે મોકલ્યો,રાજ અને અલી જેવા નીચેના રૂમ માં આવ્યા કે મંત્ર પણ ત્યાં પહોંચી ગયો,અને કામ છે તો કોઈ એ પણ ત્યાં આવવું નહિ એવું કહી ને રૂમ બંધ કરી દીધો.

સોના ને જ્યારથી પેલા ડિટેકટિવે એમ કહ્યું હતું કે જોઈએ કોણ પેલા બાતમી લાવે છે,ત્યારથી તેને બહુ ગુસ્સો આવતો હતો.તેને તરત જ રાજ ને ફોન કર્યો,પણ રાજ નો ફોન સ્વિચ ઓફ હતો.તેને થયું થોડીવાર પછી કરીશ.અને તે પોતાના કામે વળગી.

અહીં અલી રાજ અને મંત્ર તેના ગેસ્ટ રૂમ માં બેઠા હતા.

મંત્ર તમને વિશ્વાસ છે!તમે જેને મળ્યા એ અભી જ હતો?અલી એ પોતાની આગવી વકીલ ની અદા માં પૂછ્યું.

મેં તો અભી ને ફક્ત ફોટા માં જોયો હતો,એટલે ખાસ ચેહરો યાદ નથી,પણ ત્યાં ના પ્યુન ની મદદ થી હું અભી પાસે પહોંચ્યો.અને મને આશ્ચર્ય એ બાબત નું પણ થયું કે મોક્ષા કહેતી હતી,એ મુજબ અભી બિલકુલ નહતો.તમે બંને મને મળ્યા ત્યારે એક મિત્ર તરીકે મોક્ષા ના કિડનેપ થવાથી તમારા ચેહરા પર જે ચિંતા હતું,તે અભી ના ચેહરા કે હાવભાવ માં ક્યાય નહતી,જ્યારે મને એવો ખ્યાલ છે કે અભી મોક્ષા નો સારો મિત્ર ઉપરાંત એક પરગજુ માણસ છે.તો પણ આમ કેમ?

કેમ કે તમે બેન્ક માં જે વ્યક્તિ ને મળ્યા એ અભી હતો જ નહીં.રાજે આ વાત કહેતા જ મંત્ર ને પોતાના મોબાઈલ માં રહેલો અભી નો ફોટો બતાવ્યો.મંત્ર ની આંખો ચાર થઈ ગઈ,કેમ કે આ તે માણસ બિલકુલ નહતો.હા...હા...આ તે માણસ નથી.મંત્ર હવે વધુ મુંજાયો.

રિલેક્સ એટલે જ આ ખુફિયા મિટિંગ અહીં કરવામાં આવી છે.કેમ કે કોઈ તમારા ઘર પર અને કદાચ અમારા પર પણ નજર રાખી રહ્યું છે.રાજે પોતાને લાગતી શંકા રજૂ કરી.અલી એ તેમાં હામી ભણી.પણ મંત્ર ને હવે એ વાત પર શંકા ના રહી કે કોઈ તેના પર વોચ રાખી રહ્યું છે.

રાજ અને અલી એ હવે મંત્ર ને વધુ ચોક્કસ રહેવા જણાવ્યું,ત્યાં સુધી કે બને ત્યાં સુધી આ કેસ ને લાગતી કોઈ પણ વાત ની ચર્ચા ઘર માં નહિ કરવાની સૂચના આપી.સિવાય કે દુઃખી રહેવું.અને સાથોસાથ બધા નોકરો પર પણ ધ્યાન રાખવું.

મંત્રએ હવે પોતાના તરફથી એ બાબત ની ખાતરી આપી ત્યારબાદ રાજે અલી અને સોના ને આવેલા ફોન કોલ્સ ની વાત કરી અને તે આધારે તે જે જગ્યા એ ગયો હતો તેની પણ વાત કરી.રાજે તે જગ્યા નું સંપૂર્ણ વિવરણ મંત્ર ને કહ્યું.અને છેલ્લે પેલી પાયલ બતાવી.અલી એ પાયલ જોઈ ને રાજ સામે પ્રશ્નાર્થ વદને જોયું.રાજે અત્યારે ચૂપ રહેવાનું કહ્યું.અને મંત્ર તે પાયલ જોઈ ને રડવા જ લાગ્યો કેમ કે તે મોક્ષા ની હતી.

બંને મંત્ર ને હિંમત આપી.મંત્ર એ જ્યારે રાજે લીધેલા તે જગ્યા ના ફોટા જોયા એટલે તે ઉભો થઇ ગયો.

મંત્ર શું થયું?તમને આ જગ્યા વિશે કોઈ વાત ખબર છે?કેમ તમે ઉભા થઇ ગયા.

મંત્ર એ તરત જ કોઈ ને ફોન જોડ્યો.હેલ્લો..જોશી સાહેબ હું મંત્ર પારેખ તમારી પાસે થોડા સમય પહેલા એક જમીન વેહચવાની ઓફર આવી હતી.મને તેની ડિટેલ મોકલશો.

રાજ અને અલી મંત્ર ને વાતો કરતો જોઈ રહ્યા.

મંત્ર એ ફોન મૂકી ને તે બંને સામે જોયું અને કહ્યું.આ જ જમીન વિશે થોડા સમય પહેલા મારી પાસે વાત આવી હતી.મારે મોક્ષા માટે જ તે જગ્યા લેવાની હતી.પણ કોઈ કારણસર તેના પેપર્સ માં પ્રોબ્લેમ આવતા તે વાત પડતી મુકાઈ હતી.

તો એ જગ્યા કોની છે?રાજે ઉતાવળે પૂછ્યું.

એ તો અમને નહતી ખબર અમને દલાલ મારફત તે જગ્યા વિશે જાણકારી મળી હતી,પણ કોઈ જગ્યા કે ધંધો અમે કરીએ ત્યારે તેના બધા પેપર્સ ક્લીઅર કરીએ જે આમાં શક્યતા નહતી એટલે અમે તે પડતું મૂક્યું.અને આજે આજ જગ્યા પર તમે લોકો મોક્ષા માટે ગયા હતા?મને લાગે છે નક્કી ત્યાંજ આપડને કોઈ કલું મળશે!મંત્ર ના મનમાં જાણે કોઈ આશા નું કિરણ ઉગ્યું હોઈ.


(મંત્ર ના આ પગલાં થી હવે આગળ શું પરિણામ આવશે?શું કિડનેપર ને એની ગંધ આવી જશે?અભી ની જગ્યા એ મંત્ર કોને મળી ને આવ્યો હતો?શું સોના ડિટેકટિવ પહેલા કિડનેપર ની માંગ વિશે જાણી શકશે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago

Himanshu P

Himanshu P 2 months ago