Kidnaper Koun - 23 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 23

કિડનેપર કોણ? - 23

(આગળ ના ભાગ મા આપડે જોયું કે સ્મિત શાહ અને તેની જોડકી બહેન ઉપરાંત અભી પણ તે મકાન મા ભાગીદાર છે.જે સાંભળી ને રાજ નો મગજ ચકરાવે ચડી જાય છે.અને તે એક કાફે માં રિલેક્સ થવા જાય છે,ત્યાં તેનું ધ્યાન પડે છે કે તેના પાછલા ટેબલ પર કોઈ એને જોઈ રહ્યું છે અને તેને સોના એ કહેલી વાત યાદ આવે છે.હવે આગળ..)

રાજ ને જેવા પેલા બે માણસો દેખાયા કે તેને સોના એ કહેલી વાત યાદ આવી.કે કોઈ એમનો પીછો કરે છે.રાજ તરત જ એલર્ટ થઈ ગયો.હવે તે તેમના પર ધ્યાન રાખી ને બેઠો હતો,થોડીવાર પછી એ કોફી પી ને ત્યાંથી બહાર નીકળ્યો,તેની પાછળ પેલા બે જણા પણ ચાલ્યા,અને પછી રાજ જાણી જોઈ ને આડા અવળા રસ્તા પર પોતાની ગાડી દોડાવા લાગ્યો.

થોડીવાર પછી રાજે પોતાની ગાડી એક સુમસામ ગલી ની વચ્ચે ઉભી રાખી દીધી.રાજે જોયું કે પેલા બંને પણ તે ગલી મા વળ્યાં,અને રાજ ની પાછળ જ ઉભા રહ્યા,એટલે રાજ નજીક માં આવેલ એક ઘર માં ગયો,પેલા બંને જેવા તેની પાછળ આવ્યા,કે રાજે તરત જ તે ઘર નું બારણું વાસી દીધું.તે ઘર માં પહેલેથી જ બીજા ચાર પાંચ પોલીસ અને કોન્સ્ટેબલ હાજર હતા.પોતાને આ રીતે પુરાયેલા જોઈ બંને ને પરસેવો વળવા લાગ્યો.

રાજ ખૂબ જ આરામથી એક ખુરસી મા બેઠો,અને બાકી એ પેલા બંને ને બાંધી દીધા.હવે રાજે પોતાની પૂછતાછ ત્યાં જ ચાલુ કરી દીધી.

મારો પીછો કરવાનું કારણ શું છે??રાજે પેલા બંને ને કારડાકી થી પૂછ્યું.પણ બે માંથી કોઈ એ કંઈપણ જવાબ ના આપ્યો.એટલે રાજે ફરી એ જ પ્રશ્ન પૂછ્યો.આ વખતે પણ પેલા બંને ચૂપ જ રહ્યા.હવે રાજ નો ગુસ્સો વધી રહ્યો હતો.એટલે તેને જોરથી રાડ પાડી.

બેરા છો કે જવાબ આપો નહિ તો એવી મહેમાનગતિ કરીશ કે મને સાત જન્મ સુધી નહિ ભૂલો.પણ પેલા બંને તો જાણે પૂતળા હોઈ તેમ શાંતિ થી ઉભા હતા.એટલે રાજે ઈશારો કર્યો,અને પાછળથી એક કોન્સ્ટેબલે આવી ને તે બંને ને લાકડી થી મારવા લાગ્યો.

અચાનક થયેલા પ્રહારથી પૂતળા માં જીવ આવ્યો હોય, તેમ બંને કુદવા લાગ્યા.બે ચાર જ ડંડા મારી,રાજ ના ઇશારાથી પેલો પાછળ ખસી ગયો.રાજે ફરી પૂછ્યું.
કેમ મારો પીછો કરતા હતા.પણ ફરી એ જ બંને ખૂબ જ ઢીઢ હતા.હવે રાજ નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.

હવે તે પોતે ઉભો થયો,અને કોન્સ્ટેબલ પાસેથી લાકડી લઈને પેલા બંને તરફ આગળ વધ્યો,રાજે જેવી લાકડી ઉગામી કે એમાંથી એક રાજ ના પગ મા પડી ગયો.

સાહેબ અમને માફ કરો,અમારો કોઈ જ વાંક નથી. અમને માફ કરો.આટલું બોલતા તે રડી પડ્યો.રાજે હવે ધ્યાન થીજોયું કે તે એક આધેડ ઉમર નો પુરુષ હતો, ગરીબી ને લીધે તેનું શરીર સાવ સુકાઈ ગયું હતું.ગાલ અને આંખ માં મણ મણ જેવડા ઊંડા ખાડા પડી ગયા હતા.અને હાથ પગ તો સાવ સુકાઈ ગયા હતા.

શિવે રોકેલો ડીટેકટિવ ફરી એકવાર ઓફીસ મા આવ્યો, અને તેને શિવ ને એક ચોંકાવનારી વાત કહી.

સર તમારા મિત્ર અભી ની જગ્યા એ અત્યારે બેન્ક માં એક બીજો કર્મચારી અભી બની બેઠો છે.મતલબ તે વ્યક્તિ બેન્ક માં કોઈ સાથે સંડોવાયેલો હોવો જોઈ.કેમ કે બેન્ક માં એને રોકનારું કોઈ જ નથી.અને બેન્ક નો એક જ પ્યુન છે જે એમની પાસે મંત્ર સર ને લઈ જાય છે.એના સિવાય એ બીજા કોઈ ને મળતો નથી.પણ હા તેની એક વાત ખટકે એવી છે!!આટલું કહી ને તે અટક્યો.

કઇ વાત?ત્યાં હાજર રહેલી સોના એ પૂછ્યું.

પેલો તેની સામે હસ્યો,અને ફરી શિવ સામે જોઈ ને બોલ્યો.તે બેન્ક ની બહાર આવતો જતો દેખાતો નથી, એટલે નક્કી એ બેન્ક નો કોઈ કર્મચારી છે.જે ફક્ત મંત્ર ના આવવાથી અભી બની જાય છે.આ વાત તમે ઇન્સ્પેકટર રાજ ને કહેશો તો એ નક્કી આ તરફ તેમની તપાસ વધારશે.

ઓકે હવે રાજ ને આપડી સાથે લેવો પડશે.શિવે ઉંડો શ્વાસ ભરતા કહ્યું.અને પેલા એ તરત જ રજા લીધી.તેના ગયા પછી શિવ એક ઊંડા વિચાર માં પડી ગયો.સોના એ પણ તેને ડિસ્ટર્બ કરવાનું ઉચિત ના સમજ્યું,અને તે પણ ઓફીસ માંથી બહાર નીકળી ગઈ.

(કોણ છે આ માણસ જે અભી ની જગ્યા લઈને બેઠો છે?અને શું કામ! શું તે કિડનેપર છે?કે પછી કોઈ મદદગાર!સ્મિત શાહ ને અભી સાથે શું વાંધો છે?જોઈશું આવતા અંક મા...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago