Kidnaper Koun - 26 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 26

કિડનેપર કોણ? - 26

(શિવ ની ઓફીસ માં ડિટેકટિવ વિશે જાણી રાજ ને શિવ પર શંકા જાય છે,પણ શિવ મિત્ર ભાવે આ બધું કર્યું એમ કહે છે.ડિટેકટિવ બીજું કોઈ નહિ પણ મંત્ર ના ઘર ના ચોકીદાર નો દીકરો જ હોઈ છે.સોના તેના વિશે જે શંકા હતી તેની રજુઆત કરે છે.હવે આગળ...)

સોના ના પ્રશ્ન પર પેલો ફરી જોરથી હસવા લાગ્યો અને કહ્યું,એ દિવસે મારા ભાઈ નો જન્મદિવસ હોઈ હું તેમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો,બાકી સર ને આ બાબત ખબર છે,બરાબર ને!પેલા એ શિવ ની તરફ જોઈ ને કહ્યું.અને શિવે હસતા હસતા માથું હકાર માં ધુણાવ્યું.

આ જોઈ સોના ને શિવ પ્રત્યે વધુ ગુસ્સો આવ્યો,પણ હાલ તે કઈ જ બોલી નહિ,અને રાજ તરફ જોઈ ને બોલી,
રાજ પેલા બે માણસો ને તે પકડી લીધા?કોણ છે એ?અને શા માત્ર આપડો પીછો કરતા હતા?સોના એ પ્રશ્નો ની ઝડી રાજ પર વરસાવી.

ઉભી તો રે ઉતાવળી.એ બંને મળ્યા તો છે,પણ કોઈ માહિતી તેમની પાસેથી નથી મળી કેમ કે તેમાં એક તો મંદબુદ્ધિ યુવક છે,અને બીજો પચાસેક વર્ષ નો આધેડ ચોકીદાર.અને તેમને કોઈ ફોન પર આપડી સૂચના આપતા બાકી એમને કશી જ ખબર નથી.એ તો ફક્ત ચિઠ્ઠી ના ચાકર નીકળ્યા.રાજે જાણી જોઈ ને અધૂરો જવાબ વાળ્યો.

ત્રણેય આ સાંભળી વિચાર મા પડી ગયા,એટલે પેલો જાસૂસ બોલ્યો કે હું બને એટલી ઝડપે એ બંને વિશે જાણી ને રહીશ અત્યારે મને રજા આપો.આમ કહી તે ઝડપથી ત્યાંથી નીકળી ગયો.સોના અને રાજ તેને જતા જોઈ રહ્યા.
અને શિવ આ બંને ને.

પારેખ નિવાસ માં મંત્ર પર હવે પેપર્સ માટે દબાણ વધવા માંડ્યું હતું,એટલે અંતે હિંમત હારેલા તેના માતા પિતા એ કોઈ કડક પગલાં લેવાનું કહ્યું,બાળકો પણ માં વિનાના હિજરાતા હતા.મંત્ર હજી કઈ વિચારે એ પહેલાં જ જોશી નો ફોન આવ્યો.

મંત્ર એ તેમની સાથે ફોન પર વાત કરી,અને સાથે જ તેના ચેહરા ના હાવભાવ પણ બદલાતા હતા.તેને આ રીતે જોઈ તેના માતા પિતા વધુ મુંજાયા.અને જેવો મંત્ર એ ફોન મુક્યો એટલે તેઓ કઈક પૂછવા જઇ રહ્યા હતા.મંત્ર તરત જ તેમના હાવભાવ જોઈ અને તેમની મૂંઝવણ સમજી ગયો,અને કહ્યું,કદાચ હવે આપડે મોક્ષા ને જલ્દી શોધી શકીશું.

આટલું કહી ને તે ઘર ની બહાર નીકળી ગયો,અને તરત જ રાજ ને ફોન કર્યો,રાજ તે સમયે શિવ ની ઓફીસ મા હતો,મંત્ર નો ફોન રિસીવ કર્યા બાદ તે પણ તરત જ ત્યાંથી નીકળ્યો,અને શિવ ને તેને પણ એ જ વાત કહી કે હવે મોક્ષા જલ્દી મળી જાશે.શિવ અને સોના તેની વાત થી ખુશ પણ થયા,અને આશ્ચર્ય પણ પામ્યા.

થોડીવાર માં રાજ અલી અને મંત્ર જોશી ના ઘરે પહોંચ્યા.જોશી એ બધા ને આવકર્યા.

જોશી સાહેબ તમારી પાસે શુ નવી માહિતી આવી છે એ કહો?મંત્ર એ ઉતાવળે પૂછ્યું.

જોશી એ જોયું કે ત્રણેય ના ચેહરા પર તેમની માહિતી માટે ઉતાવળ હતી,એટલે પહેલા તેમને ત્રણેય ને શાંતિથી બેસવાનું કહ્યું.અને પછી પોતે પાણી નો એક ઘૂંટ ભરી ને કહ્યું.

પેલું મકાન જે મંદબુદ્ધિ ના બાળકો ની શાળા ને દાન માં આપવાનું છે,એનું નામ છે માતૃવિહાર.આ પહેલા એ શાળા આપડા શહેર ના છેવાડા ના ભાગ મા આવેલી હતી,પણ તે જગ્યા ભાડે હતી,તેના માલિકે તે ખાલી કરાવતા થોડો સમય તે શાળા અને આશ્રમ બંધ રહ્યા હતા,અને થોડો સમય તે બાળકો ને અલગ અલગ આશ્રમ માં મોકલવામાં આવ્યા હતા.અને હવે સ્મિત શાહ અને તે જગ્યા ના બીજા વારસદાર આ જગ્યા તેમને દાન મા આપવા ઈચ્છે છે. થોડીવાર અટકી અને પછી રાજ અને અલી સામે જોઈ ને તે બોલ્યા સાહેબ એ શાળા માં એક શિક્ષિકા મોક્ષા મેમ ના ફ્રેન્ડ છે.

મોક્ષા ની ફ્રેન્ડ કોણ?મંત્ર એ પૂછ્યું.

કાવ્યા!કાવ્યા નામ છે એમનું એમ કહી રાજ અને અલી સામે જોયું.

શું કાવ્ય?બંને એક સાથે બોલી ઉઠ્યા.

જી હાં!!કાવ્યા.અને જો હું ભૂલતો ના હોવ તો એ કાવ્યાજી તમારા પણ ફ્રેન્ડ છે?બરાબર ને!!જોશી એ શંકા વ્યક્ત કરતા પૂછ્યું.

હા કાવ્યા અમારી પણ ફ્રેન્ડ છે,અને એ આવી કોઈ શાળા માં કામ કરે છે એ પણ ખબર છે...

હા અને મોક્ષા ઘણીવાર તે શાળા ની મુલાકાતે ગયેલી પણ છે.રાજ ની વાત ને વચ્ચે જ કાપતા મંત્ર બોલ્યો.

ત્યાં જ રાજ નો ફોન રણક્યો.સ્ક્રીન પર પોતાના કોઈ કોન્સ્ટેબલ નું નામ વાંચતા જ રાજે ફોન રિસીવ કર્યો,પણ સામે થી જે વાત થઈ તેને રાજ ને હચમચાવી મુક્યો.

(ઓહ !કાવ્યા ની શાળા ને જ આ મકાન દાન મા આપવાનું છે,તો ક્યાંક કાવ્યા એ જ એ શાળા માટે મોક્ષા ને કિડનેપ નથી કરી ને?કે પછી બીજું કોઈ!રાજ ને ફોન માં કઈ માહિતી થી આટલી પરેશાની થઈ?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago