One unique biodata - 39 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૯

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૯

રાત્રે ઘરે જઈને ફ્રેશ થઈને દેવ હોલમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો.

"કેવું રહ્યું ડિનર?"જશોદાબેને પૂછ્યું.

"બહુ જ સરસ મમ્મી.દીદી તને યાદ કરતી હતી"

"તારી અને પંકજકુમારની સરપ્રાઈઝ કેવી લાગી નિત્યા અને સ્મિતાને"

"એ બંને તો એકબીજાને જોઈને શોક થઈ ગયા હતા"

"થાય જ ને.અચાનક મળ્યા હોય એટલે.અને સ્મિતા તો નિત્યાને ત્યાં જોઈને વિચારવા લાગી હશે કે નિત્યા અહીંયા ક્યાંથી"

"હા,એવું જ બનેલું"

"કાવ્યા શું કરતી હતી?"

"એઝ યુઝુઅલ!, મસ્તી"

"બરાબર"

"દીદી તો જલ્દી જતા રહ્યા હતા"

"કેમ?"

"પંકજકુમારના પપ્પાનો ફોન આવ્યો હતો એટલે"

"કોઈ પ્રોબ્લેમ............"

"ના,ના મમ્મી.એવું કંઈ જ ન હતું.એમના ફોઈ-ફુવા આવ્યા હતા એટલે એમને મળવા માટે જલ્દી નીકળી ગયા હતા"

"તો બરાબર"

"સુવાનું નથી તારે,કેમ અહીંયા બેસ્યો છે?"

"થોડી વાર પછી"

"શું વિચારે છે?"

"અમુક ઘટનાઓ લાઈફમાં એવી બની જાય છે જેને ભૂલવાની કોશિશ કરીએ તો પણ કંઈક ને કઈક એવું બને જેથી ફરી બધું યાદ આવી જાય"

"તું કોની વાત કરે છે?"

"જનરલ વાત છે મમ્મી"

"અમુક વસ્તુને ભૂલવાની કોશિશ કર્યા વગર સ્વીકારી લેવાથી જિંદગી વધુ સરળ બને છે"

"મતલબ,હું કંઈ સમજ્યો નઈ"

"જે થઈ ગયું છે એ આપણે બદલી નથી શકવાના બરાબર?"

"હા,એ તો છે જ"

"સમય સાથે બધું ભુલાઈ જાય છે એ વાતને હું તદ્દન ખોટી સમજુ છું.કઈ જ ભુલાતું નથી"

"પણ રુટીન લાઈફમાં તો આપણે ઘણું બધું ભૂલી જતા હોઈએ છીએ"

"આપણે એ ભૂલી જતા હોઈએ છીએ જે આપણને જરૂરી નથી લાગતું"

"તો શું જે ઘટના વારંવાર યાદ કરીને આપણને તકલીફ થતી હોય એ આપણા માટે જરૂરી છે"

"ચોક્કસ જરૂરી છે અને એટલા માટે જ એ યાદ રહી જાય છે.એ તમને પોઝિટિવલી એમ શીખવે છે કે તમારે એમાંથી કઈક શીખવાની જરૂર છે.જિંદગીમાં બનતી એવી ઘણી બાબતો જે આપણને અસ્વીકાર્ય હોય છે કારણ કે એ બાબતો પોતાની ઈચ્છાથી નથી થઈ રહી.પણ ભગવાન અને સાચું કહું તો ડેસ્ટિની જે આપણા માટે સાચું અને સારું છે એ જ આપણા સાથે થવા દે છે.અને આનો સ્વીકાર કરવો એમા જ પરમ સુખ છે"

"કારણ કે સ્વીકાર એ જ શાંતિ અને સુખ છે સાચું ને?"

"હા"

"મમ્મી,મારા માટે આ વાતો બહુ જ ભારે ભરખમ થઈ ગઈ.હવે મને એક વાતનો સીધો જ જવાબ આપ"

"કઈ વાતનો?"

"કોઈ ઘટનાથી આપણે ડરી ગયા હોઈએ કે એના જેવી દરેક ઘટનામાં તમને એ જ દ્રશ્યો દેખાય તો એ ડરને કેવી રીતે દૂર કરવો?"

"ડરનો સામનો કરવો"

"અને જો એ પણ ના થઇ શકે તો!....."

"એની સામે એવું દ્રશ્ય ઉભું કરવું કે જે એના ડર કરતા પણ વધારે કિમતી હોય.કિમતીને બચાવવા જતા ડર આપોઆપ જતો રહેશે"

"અચ્છા મમ્મી,મારે તમને એક વાત કરવી છે"

"શું?"

"હું જાન્યુઆરીમાં ફરવા જાઉં છું"

"ક્યાં?"

"મનાલી"

"અચ્છા"

"હા"

"કોની સાથે?"

"માનુજ,દિપાલી,નકુલ અને સલોની સાથે"

"નિત્યા????"

"એ ના કહે છે"

"કેમ?"

"મમ્મી,તું એને સમજાયને"

"શું સમજાવું?"

"કે એ અમારી સાથે મનાલી આવે"

"પણ એ ના કેમ કહે છે?"

"એનું કહેવું છે કે એનાથી ઠંડી સહન નથી થતી"

"હા,ત્યાં ઠંડી તો હશે જ.એમાં પણ જાન્યુઆરીમાં તો વધારે પડતી જ હશે"

"તું એને સમજાવવાનો પ્રયત્ન કરજે"

"હા,હું કહીશ પણ એને ફોર્સ નહીં કરી શકું.કારણ કે મને ખબર છે કે અહીંયાના શિયાળામાં પણ નિત્યા ગોદડાં ઓઢીને બેસી રહે છે"

"ત્યાંના જેકેટ્સ ને બધું અલગ હોય.એનાથી ઠંડી ના લાગે"

"ઓકે,કાલે રાત્રે એના ઘરે બેસવા જઈશું અને આ વાત કરીશું"

"થેંક્યું મમ્મી"

"ચાલ સુઈ જા હવે,હું જાઉં મારા રૂમમાં.
જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ"

દેવે રૂમમાં જઈને મનાલી ટુર વિશે આવેલ ડિટેઇલ્સ ચેક કરી.દેવ ડિટેઇલ્સ જોઈને ઘણો એક્સાઇટેડ જણાઈ રહ્યો હતો.

મમ્મી સમજાવશે એટલે નિત્યા પણ જવા માટે રેડી થઈ જશે એમ વિચારીને દેવે ગ્રુપમાં મેસેજ કરી દીધો કે પોતે પણ માનુજ,દિપાલી,સલોની અને નકુલ સાથે મનાલી જશે.મેસેજ કરીને મનાલીના સપના જોતા જોતા દેવ સુઈ ગયો.

બીજા દિવસે સવારે દેવ અને નિત્યા કાર લઈને કોલેજ જવા નીકળ્યા.નિત્યાના મનની વાત જાણી ગયો હોવાથી દેવે કાર માર્કેટમાંથી લેવાને બદલે રૂટ બદલીને હાઇવે પરથી લઈ ગયો.નિત્યાએ આ વાતની નોંધ લીધી અને દેવની સામે લાગણી ભરી નજરોથી જોઈ રહી.

"આમ શું જોઈ રહી છે મને!"

"હું ક્યાં તને જોઈ રહી છું.હું તો તારા ગાલ પર બેસેલા મચ્છરને કહી રહી હતી કે જોરથી કરડ એને"

"હાહાહાહાહાહા"

"ફાઇનલી,તું રાજી થઈ ગયો હો"

"શેના માટે?"

"ફોર મનાલી ટ્રેકિંગ ટૂર"

"ઓહહ,હા.હવે કોઈ ધક્કા મારીને કાઢે છે તો જવું પડશે ને"

"ટ્રસ્ટ મી તને મજા આવશે"

"મને વધારે મજા આવત જ્યારે તું સાથે આવત"

"દેવ!, નોટ અગેઇન પ્લીઝ"

"ઓકે ઓકે,તારી મરજી"

દેવ આગળ કઈ ચર્ચા કરવા માંગતો ન હતો કારણ કે રાત્રે એની મમ્મી નિત્યાને સમજાવવા જવાના જ હતા.બંને કોલેજ પહોંચ્યા.દેવે લિવ એપ્લિકેશન આપી દીધી. એચ.ઓ.ડી સરે સ્વીકારીને સિગ્નેચર પણ કરી લીધી.દેવને આ ટૂર માટે એક્સાઇટેડ જોઈને નિત્યા ખૂબ જ ખુશ હતી.

*

રાત્રે સાડા આઠ વાગે જશોદાબેન હોલમાં ટીવી જોઈ રહ્યા હતા.દેવ એના રૂમમાંથી આવતા બોલ્યો,"ચાલ મમ્મી,નિત્યાના ઘરે નથી જવું?"

"અરે હા,હું તો ભૂલી જ ગઈ હતી"

"હા મમ્મી,હવે તારી ઉંમર થઈ ને એટલે થાય એવું"

"હા,ખરેખર ઉંમર થઈ ગઈ છે.હવે વહુ લાવી દે એટલે મારે શાંતિ"

"મમ્મી,એ નથી ત્યાં સુધી શાંતિ છે"

"ના,તું જોજે.મારી વહુ પણ મારા જેવી જ સરળ અને શાંત સ્વભાવની આવશે"

"ઓહહ એવું?"

"હા,પણ મને એ તો કે તને કેવી છોકરી જોઈએ છે"

"મમ્મી આ કાંઈ માર્કેટમાંથી વસ્તુ ખરીદવાની વાત થઈ રહી છે તો ક્વોલીટી પૂછે છે"

"મતલબ?"

"એ જેવી પણ હશે સ્વીકારવું પડશે.અને હું પણ જેવો છું એવો એને સ્વીકારવો પડશે"

"સરસ બેટા!તારા વિચારો પર મને ગર્વ છે"

"હે ને😊,દીકરો કોનો છું"

"કોનો?"

"મારી માં નો"દેવે જશોદાબેનને હગ કરતા કહ્યું.

"માવડીયા,આ માયા ઓછી કરી દે હવે"

"કેમ?"

"આજ કાલની છોકરીઓને આવા છોકરા ઓછા ગમે છે"

"કેવા?"

"માવડીયા"

"પણ તારી વહુ એવી નઈ હોય"

"કેમ?"

"તે તો કહ્યું કે એ બિલકુલ તારા જેવી જ હશે"

"હા એ પણ છે"

"અને એવી હોય કે જેને માવડીયા છોકરા ના ગમતા હોય તો એ એના ઘેર રે"

"એવું ના બોલાય"

"અચ્છા આ બધી વાત છોડ,તું તૈયાર થઈ જા"

"ક્યાં જવા?"

"મમ્મી😡,હવે તું જાણી જોઈને કરે છે આમ"

"હા,ઉંમર થઈ ગઈ છે ને"કમર પાછળ હાથ મૂકીને ઉભા થતા જશોદાબેન બોલ્યા.

*

દેવ અને જશોદાબેન નિત્યાના ઘરે પહોંચ્યા.નિત્યા બહાર હિંચકામાં જ બેસી હતી.

"જય શ્રી કૃષ્ણ,આવો આંટી"નિત્યા જશોદાબેનને પગે લાગતા બોલી.

"જય શ્રી કૃષ્ણ બેટા,કેમ છે"

"બસ મજામાં આંટી,આવોને અંદર"

"અમે પણ આવ્યા છીએ"દેવે નિત્યાને ટોન્ટ મારતા કહ્યું.

"તમે તો રોજ આવો છો.તમારું શું સ્વાગત કરવાનું"

"હા,સાચું કહ્યું તે.મારુ સુસ્વાગત કરવાનું હોય"

"તારું ભટભટિયું ચાલુ થઈ ગયું?"

"દેખાય છે તો શું કરવા પૂછે છે"

"મારી ઈચ્છા"

"સારું ચલ હટ હવે,અંદર જવા દે"દેવ નિત્યાને દૂર ખસેડતા બોલ્યો.

જશોદાબેનને જોતા જ જીતુભાઇ અને કામિનીબેન સોફામાંથી ઉભા થઇ ગયા અને બોલ્યા,"મોટી બેન તમે!,,આવો આવો બેસો.જય શ્રી કૃષ્ણ"

"જય શ્રી કૃષ્ણ"જશોદાબેન બોલ્યા.

"મોટીબેન વહેલા આવ્યા હોત તો,જમવાનું પણ અહીંયા જ બનાવી લેત"

"ના ના કામિનીબેન.દર વખતે જમીએ જ છીએ ને.આ તો ઈચ્છા થઈ ગઈ એટલે આવી ગયા આંટો મારવા"

"ઈચ્છા થઈ ગઈ કે પછી.........."

"કે પછી શું દેવ?"જીતુભાઇએ દેવને પૂછ્યું.

"ખરેખર આજ હું એક કામથી આવી છું"

"શું કામ મોટીબેન?"

શું નિત્યા જશોદાબેનની વાત માનીને મનાલી જવા માટે તૈયાર થશે?

Rate & Review

Sheetal

Sheetal 1 month ago

Indu Talati

Indu Talati 2 months ago