Gazal-E-Ishq - 4 in Gujarati Poems by Nency R. Solanki books and stories PDF | ગઝલ - એ - ઇશ્ક - 4

ગઝલ - એ - ઇશ્ક - 4

૧. વ્યથા

કહેવા છતાંય નથી કહી શકતી,
દિલ ની વ્યથાઓ ! દિલમાં નથી રહી શકતી.

અશ્રુઓ બનીને આવે જ્યારે આંખમાં,
તો પાંપણેય ભીંજાયા વિના નથી રહી શકતી.

મબલખ દુ:ખો વેઠ્યા જીવનમાં,
તોય ગમગીની ! તારો પીછો છોડાવી નથી શકતી.

કાળઝાળ ધબકારા, ધબકે છે ક્યારના !
હૃદય ! તને શાંત પડવાની પરવાનગીય નથી આપી શકતી.

તકલ્લુફ એટલી, કે આ જીવન કેવું?
જ્યાં મને ખુદને જ હું, સંપૂર્ણપણે જાણીયે નથી શકતી !

સવાર પડે ત્યારે જાગુ જ છું પણ !
રજની ! તારા રહસ્યમાં ચેનથી પોઢીયે નથી શકતી.


૨. નથી આવડતો

મને ઢોંગ કરતા નથી આવડતો,
ખોટો પ્રેમનો પ્યાલો પીતા નથી આવડતો.

જીવન જાત છું, એવી હાજર છું,
ક્યાંય પગપેસારો કરતા નથી આવડતો.

કેફિયત કે નશો ચડાવ્યો નથી ક્યારેય,
પણ નશામાં જ ધૂત હોય!
એવો દબદબો કરતા નથી આવડતો.

ખુમારી છે માત્ર માણવાની,
પામી લઉ તો ઝંખના શેની સેવું?

દેખાવ છું, એવી જ અંદરખાનેય !
ના ! એવો ખોટો ડંકો વગાડતા નથી આવડતો.

આગ શમાવતો જળપ્રલય લાવું !
પણ જાનહાનિનો ડર સતાવે, એ નથી ફાવતો.


૩. વ્યક્તિત્વ

ઘણા લોકોના સંપર્કમાં છું,
પૂછી આવો દરેકને, કેવું વ્યક્તિત્વ છું?

હારી જાવ હું મને ખુદને જ !
જો વાચા મારી, વ્યવસ્થિત ન છું!

સાબિત કરવા નહીં આવું હું!
તમને જેવું લાગે, એવું અસ્તિત્વ છું!

આદર્શો અને વ્યવહાર મારા,
ક્યારેય અસ્તવ્યસ્ત ન છું.

બની શકે ક્યારેક ઘાતક હોવ !
પણ એ તો મારી શબ્દ સાથે ની કરામાત છું!

બહુ ઊંડું ના વિચારશો,
રહસ્યો મારા ને હું અકબંધ છું!


૪. ઇચ્છા


ઈચ્છા એવી, પામું સ્થાન હૃદયમાં પ્રત્યેકના !
જરૂર નથી, બસ જરૂરિયાતે યાદ આવું તકલીફમાં !

શક્તિ મળે એવી, હરી લવ દુઃખ બધાના એક ક્ષણમાં !
અશક્ય એ વસ્તુ, પણ લડી લઉં તોય પૂરજોશમાં !

વાદળ મહીં વરસતા ટીપામાં તણાય! એ જનાજામાં!
કોઈકના રુદન મિટાવવાનું બનું સઘળું એક પહેલ હા!

લાગે કે કોઈ સુખી નથી, સંપૂર્ણ આ દુનિયામાં!
કારણ અકબંધ હજુય, કેમ એકલતાના સૌ જાળમાં ?

લાગણીઓ બની જ્યારે, મૂલ્યવિહોણી આ સંસારમાં !
પ્રારંભ પામ્યો આ રોગ, અને ફાટ્યો વિકરાળમાં !

સમયસર નહીં થાય, જો આનો નિદાન ઉપચારમાં !
તો બદલાશે રંગરૂપ દુનિયાના કંઈક અલગ જ અંદાજમાં !


૫. ગુજIish


ગુજlish ગઝલનો દૌર થોડોક ચાલુ છે,
મેં કીધું લાવને હુંય લખું કંઈક amazing !

વિચાર આવ્યો એ ઢોળ્યો જેવો તેવો !
સાંભળી લેજો બધા, please એવી appeal.

અતિથિ આવ્યા મારે દ્વારે ને,
મે સામાં ખખડાવ્યા, “May I come in?”

એમણે કહ્યું, “હું તમારો મહેમાન”,
“આવુ અંદર ? if you give me a leave !”

આપ્યો જવાબ મળતો મેય,
“That you are always most welcoming.”

આવ્યા એ ઘરમાં ને બોલી ઉઠ્યા બધા,
“What a comic tragedy inside between.”૬. શરત એટલી

શરત એટલી, કે લખાણ જોવે,
તારું-મારું, ના કોઈ બંધાણ જોવે!

તું ચાહે તારી રીતે,
હું ચાહું મારી રીતે!
આ સંબંધને ના કોઈ સગપણ જોવે !

તારી ને મારી ગૂફ્તગુ, ભલે થાતી હોય સ્વપ્નમાં!
પણ એની અંજાશ, કોઈનેય ના આવવી જોવે!

રાધા ને કૃષ્ણ ક્યાં મળી ગયા પ્રેમમાં?
પ્રેમની તો માત્ર નિખાલસતા જોવે!

દિલમાં ભલે રહીએ એકબીજાના અમર બનીને!
પણ એ અમરગાથા નું સબૂત, બાર ન પડવું જોવે!

એમ તો બધા કરે જ છે પ્રેમ, ખુલ્લેઆમ!
પણ આપણી વાત તો, થોડી છાની જ રહેવી જોવે!

સંબંધમાં તો માત્ર મૈત્રી જોવે!
તારી ને મારી પ્રામાણિકતા જોવે!

સાચું કહું તો મને તો કંઈ અડચણ જ નથી,
જો તને કોઇની પરવાનગી ના જોવે!

જ્યારે લખવા બેઠું હું તારી માટે!
તો તારી આનાકાની ના જોવે!

શાયર છું કાંઈ, દીવાન-એ-આમ નથી!
તારા વ્યવહારમાં, મારા પ્રત્યે ખોટ ના જોવે!

બાકી નફરતના જામ પીવામાં, વાર નથી લગાડતો ! ગઝલ !
પ્રેમ મા થોડી એ દગાબાજી ના જોવે!

Rate & Review

Hetal

Hetal 9 months ago

શરત એટલી જ😍😍😍😍😍😍😍😍👏👏👏👏👏👏👏👏

Ashvin M Chauhan

Ashvin M Chauhan Matrubharti Verified 9 months ago