Jindagina Antrang - 4 in Gujarati Novel Episodes by Bhanuben Prajapati books and stories PDF | જીંદગીના અંતરંગ - ભાગ-4

જીંદગીના અંતરંગ - ભાગ-4

(આપણે આગળના ભાગમાં જોયું કે મીરા એક બાળકી મયુરા ને જન્મ આપે છે અને મયુરા સમય જતાં મોટી થાય છે એ શાળામાં અભ્યાસ શરૂ કરે છે.એક ગાડી તેને અથડાય છે.અને એ અજાણ્યો પુરુષ મયુરાને અનાથઆશ્રમ માં મુકવા આવે છે ચહેરાને જોઈને મીરા ને થોડી સંવેદનાઓ જાગૃત થાય છે ડોક્ટર એ અજાણ્યા પુરુષ રાઘવ ને ઓળખે છે અને તેને મળવા જાય છે અને રાઘવને અનાથાશ્રમમાં મીરાં સાથે મુલાકાત કરવાની ગોઠવે છે એમને થાય છે કે કદાચ રાઘવને જોઈને એને કેમ સંવેદના ઉત્પન્ન થઈ જશે ! એનો ફેરફાર જોઈને એને સાજી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વધુ હવે આગળ )

બીજા દિવસે સવારે માલિની રાઘવને જલ્દી જગાડે છે. અને કહે છે કે; રાઘવ જલ્દી તૈયાર થઈ જાવ ને ! આપણે આજે અનાથાશ્રમમાં મળવા જવાનું છે. રાઘવ પણ જાગી ગયો અને ફટાફટ તૈયાર થઇ ગયો. નિત્યક્રમ પતાવીને બંને જણા વહેલી સવારે અનાથાશ્રમની મુલાકાતે નીકળી ગયા.

ડોકટર સાહેબ તો પહેલેથી જ ત્યાં હાજર હતા .અને સંતોકબા પણ ત્યાં જ હતાં. બંને જણા ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું સરસ રીતે અનાથાશ્રમના સંચાલકોએ સ્વાગત કર્યું. મયુરા પણ ત્યાં જ હતી તેણે પણ તે લોકોનું ખૂબ સ્વાગત કર્યું, અને માલિનીએ પણ એને ખૂબ પ્રેમથી માથે હાથ ફેરવ્યો અને કહ્યું; બેટા તારી મમ્મીને હવે કેવું છે ?

મયુરાએ કહ્યું; મારી મમ્મીની હાલત ખૂબ જ ખરાબ છે ,પરંતુ આ અંકલને જોઈને મારી મમ્મી પહેલી વખત જ બોલતી થઈ છે. જો એમને જોઈને બોલથી થઈ જાય તો "હું મારી મમ્મી સાથે વાતો કરી શકું!

ડોક્ટરએ સંતોકબાને કહ્યું કે; તમે મીરાને અહીં લાવો તો સારું, બધા જ એક હોલમાં બેઠા હતા અને હોલની બહાર મીરાની નજર બારીમાંથી રાઘવ પર પડી .રાઘવને થોડી વાર જોઈ રહી હતી ... અચાનક ત્યાં તે બેભાન અવસ્થામાં પડી ગઈ ...અચાનક જાણે તેની યાદદાસ્ત પાછી આવી હોય એવું લાગ્યું !

સંતોકબા ત્યાં જઈને જોયું તો 'મીરા બેભાનાવસ્થામાં હતી .તાત્કાલિક એમને ડોક્ટર સાહેબ બૂમ મારી અને કહ્યું ;મીરા બેભાન અવસ્થામાં છે એટલે તાત્કાલિક જ ડોક્ટર સાહેબ ત્યાં ગયા અને હોસ્પિટલમાં લઈ જવાની તૈયારી કરી.

ડૉક્ટર સાહેબે માલતી અને રાઘવને કહ્યું; સોરી" મેં તમને અહીં બોલાવીને તમારો કિંમતી ટાઈમ બગાડ્યો, પરંતુ શું કરવું મને એ સમજાતું નથી!!

મીરા એ કહ્યું; ડોક્ટર સાહેબ તમને વાંધો ન હોય તો અમે ફરી વાર અહીં મળવા આવીશું ,અત્યારે તો તમે તેને દવાખાને લઈ જાઓ . હું અને રાઘવ પછી મળવા આવીશું? ડોક્ટર અંકલ તમે જ્યારે કહેશો ત્યારે અમે આવી જઈશું અત્યારે તમે એની સારવાર શરૂ કરો..

ડોક્ટર સાહેબ તાત્કાલિક મીરાને હોસ્પિટલમાં દાખલ કરવા ગાડીમાં બેસાડીને લઈ ગયા. રાઘવની નજર મીરા પર પડે એ પહેલાં તો રાઘવ નીકળી ગયો હતો. અને પોતાને પણ ખબર નહોતી કે નહીં એની પત્ની મીરા અહી છે !

રાઘવની વાત કરીએ તો રાઘવની બસ ખીણમાં પડી હતી ત્યારે માછીમારોએ તેને ખૂબ જ ઘાયલ હાલતમાં જોયો હતો અને એને બચાવી લીધો હતો .રાઘવને ભાન આવતા તે પોતાના ઘરે ગયો હતો અને ત્યાં જઈને એને બધાને પૂછ્યું પણ હતું કે; મીરા ની હાલત કેવી છે ? મીરા ક્યાં છે? પરંતુ ઘરના બધાએ મીરા વિશે છુપાવ્યું હતું . રાઘવ પણ મીરાને ખૂબ જ પ્રેમ કરતો હતો.

ઘરના બધાને એમ હતું કે હવે મીરાં પાગલ થઈ ગઈ છે અને જો રાઘવને ખબર પડશે તો એ મીરાને પાછી લઈ આવશે અને ફરીથી એ પાગલને જોડે રાઘવને જિંદગી વિતાવવી પડશે અને એમને ખબર પણ હતી કે મીરાની જોડે બળાત્કાર પણ થયો છે અને રાઘવ એને એટલો બધો પ્રેમ કરે છે કે એ મીરાને પાછી લાયા વિના રહેશે નહીં .ઘરના બધાએ નક્કી કરીને જ કહી દીધું હતું કે મીરાં તને ગયા પછી એના પિયર એનો ભાઈ આવીને લઈ ગયો અને ત્યાં બીમાર પડતા મરી ગઈ હતી.

આ સાંભળી રાઘવ ખૂબ તૂટી ગયો હતો. ઘરના બધા ભેગા થઈને રાઘવને એના મામાના ઘરે મોકલી દીધો હતો અને ત્યાં જ એના મામા એને રાઘવને ત્યાં રાખી દીધો હતો.કારણકે લોકો દ્વારા મીરાની એને જાણ થઈ જાય એટલા માટે એને શહેરમાં એના મામાના ત્યાં મૂકી દીધો.

રાઘવે સ્વીકારી લીધું કે; મીરા આ દુનિયામાં છે જ નહીં, એટલે એને પોતાની સ્મૃતિમાં મીરાને સમાવી લીધી . એને ખબર જ નહોતી કે એ અનાથાશ્રમમાં જેને મળવા આવ્યો છે એ મીરા જ હશે!! જીવતી હોત તો કદાચ હવે મીરા ને શોધવાનો પ્રયત્ન પણ કર્યો હોત.

હવે તો સમય પણ વીતી ગયો રાઘવ શહેરમાં નોકરી કરતો થઈ ગયો હતો ત્યાં જ કંપનીના માલિક ની છોકરી માલિની સાથે જ એના સાથે લગ્ન કરી દીધા. માલિની જોડે એના સારો એવો પ્રેમ પણ હતો પરંતુ અંદરથી તો એ મીરાને ભૂલી શકયો ન હતો ! માલિની પણ ખૂબ જ સારી અને સંસ્કારી હતી .એના ઘરમાં મીરા નો ફોટો પણ હતો.

જો તેમની નજર મીરા પર પડી હોત તો, કદાચ ઓળખી જાત.

રાઘવને ઘણી વખત મીરા યાદ પણ આવતી હતી પરંતુ હવે રાઘવ એની પત્ની અને કંપનીમાં મન પરોવીને જીવતો રહ્યો હતો.

ડોક્ટર સાહેબ મીરાને દવાખાને લઈ ને હોસ્પિટલમાં દાખલ કરી દીધી અને સારવાર શરૂ કરી બે દિવસ સુધીના બેભાન અવસ્થામાં જ રહી અને ભાન આવતાની સાથે મીરા પોતાની બધી યાદશક્તિ પાછી આવી ગઇ. અને અચાનક જ બૂમ પાડીને બોલવા લાગી. અરે..... અરે ....શું ...થયું !એ જાણે થયેલો એકસીડન્ટ યાદ આવી ગયો હોય એવી રીતે બૂમ પાડી રહી હતી. પરંતુ એ વખતે જો એને રાઘવ નું નામ લીધું હોત તો કદાચ કોઈને શંકા પણ જાત પરંતુ એ વખતે એટલું જ બોલી અરે ....અરે ...એટલું જ બોલી અને ચૂપ થઈ ગઈ. ફરીથી એની સારવાર શરૂ કરી.

મીરાને બધું જ યાદ આવી ગયું. મીરાને ભાનમાં આવતા થયું કે એને રાઘવને જોયો હતો .પરંતુ થોડું ,થોડું સ્મૃતિમાં યાદ આવવા લાગ્યું કે રાઘવ જીવતો છે. પરંતુ મીરા ને થયું કે હું એક બદનામ સ્ત્રી બની ગઈ છું એને પોતાનો ભૂતકાળ પણ યાદ આવી ગયો અને સંતોકબા હતા અમને બધી જ વાત મીરાને કરી અને કહ્યું હતું, બેટા તારી હાલત ખૂબ જ ગંભીર હતી તારા પર બળાત્કાર થયો હતો એ બધી ભૂતકાળની વાત મીરાને કરી ..

મીરાને થયું કે ; મારું જીવન બરબાદ થઈ ગયું છે .હવે હું રાઘવને મળીને પણ એનું જીવન બરબાદ કરવા નથી માગતી. એ પોતે પણ રાઘવને ખૂબ જ પ્રેમ કરતી હતી .એટલે એને બધી જ વાત છુપાવી દીધી અને જાણે કે કશું જ એને યાદ ન હોય એવી રીતે પૂર્ણવિરામ મૂકી દીધું .અને કહ્યું કે મારે મારી દીકરીને જોવી છે! એટલામાં મીરા ની દીકરી મયુરા આવી .

સંતોકબા એકહ્યું; બેટા આ તારી દીકરી છે. અને અમે તેને થાય એટલો પ્રયત્ન કરીને લાગણી અને પ્રેમથી તેને ઉછેરી છે હવે તુ એને તારા પ્રેમથી ન્યોછાવર કરી દેજે ,કારણકે એને તારો પ્રેમ તો જોયો જ નથી .

મીરા, મયુરા સામે જોઈ રહી અને મનમાં થયું કે ;બાપ વિનાની દીકરી છે એમ કહી શકાય એટલે કે એને દુઃખ પણ હતું કે, બળાત્કારને લીધે એની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને પાછળ એની દીકરીની પણ બરબાદ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે એની દીકરી ની પાછળ પિતા નું નામ નહિ પરંતુ મીરાનું નામ જોડાયેલું હતું અને હવે બધું યાદ આવતા ખૂબ જ રડતી હતી.

સંતોકબા એ કહ્યું; જિંદગીમાં ઉતાર-ચઢાવ તો આવ્યા કરે છે એક સરખી જિંદગી કોઈની પણ રહેતી નથી ભગવાન નો ઉપકાર માનું કે તને ભાન આવી ગયું છે અને તારે તો એક દીકરી છે એટલે તું હવે મજબૂત બન અને ફરીથી જિંદગી જીવવાની શરૂ કર .મીરા સંતોકબાને કંઈ પણ કહેવા માગતી નહોતી તે પોતાના રૂમમાં જવા નીકળી અને કહેવા લાગી સંતોકબા હું થોડી વાર આરામ કરવા માગું છું. મીરા પોતાના રૂમમાં જઈ અને ખૂબ જ રડવા લાગી. એને પોતાના ભાઈ -ભાભી પણ યાદ આવવા લાગ્યા સાસરીના બધા યાદ આવવા લાગ્યા .રાઘવ સાથે એને માણેલી પ્રેમ ભરી વાતો અને એ લોકો ફરવા ગયેલા એ યાદો ,ઘરમાં એમને વિતાવેલી મીઠી ક્ષણો ,જે પ્રેમહતો એ બધું જ આવી રહ્યું હતું.

મીરાને થયું કે,'" ખરેખર મારી જિંદગી આટલી નર્ક સમાન કેમ બની ગઈ" ભગવાન એ કેમ મને એક બાજુ જીવવા લાયક છોડી નહિ.જેને હું ચાહતી હતી એને મારી જોડે થી દૂર કરી દીધા .એમાં મારો શું ભૂલ રહી ગઈ હતી. મને આના કરતા તો તે ઉપર બોલાવી લીધી હોત તો સારું હતું .હવે તો મારી જિંદગી નદીના એવા કિનારા પર આવીને ઉભી છે કે હું કોઈપણ કિનારે જઈને શરૂ કરી શકું એમ નથી. સાગરના મોજામાં હું સમાઈ શકું તેમ નથી . હવે હું શું કરું!! એ મને પણ ખબર નથી !!એના કરતા હું પાગલ હોત તો સારું હતું. મારી સામે મારી યાદોનો ખડખલો થતાં જ મારી લાગણીઓ ઉભરાવા લાગી છે.

મારા હૃદયમાં પડેલા ઘા" મને કોરી ખાય છે અને મારું શરીર તો અપવિત્ર બની ગયું છે ખરેખર હું મારી જાતને કેવી રીતે માફ કરી શકુ કે મારો કોઈ ભૂલ નથી !પરંતુ મારા સાસરીવાળા પણ મારી સાથે આવું કેમ કર્યું હશે !!!શું આટલી બધી સ્વાર્થી દુનિયા હશે!!! મેં તો એમને મારા માતા-પિતા તેમને માન્યા હતા અને એ લોકો એ મારી સાથે આવો દગો કર્યો અને મારા પિયરમાં મોકલી દીધી અને મારા ભાઈ- ભાભીએ પણ મારી સાથે વર્તાવ કર્યો. જે ભાઈના હાથે પ્રેમથી રાખડી બાંધી હતી જે ભાભીને મેં સગી બહેન માની હતી એમને હું પાગલ બની અને બળાત્કારીઓને સજા કરવાને બદલે મને એ ગુનેગાર લોકોને હવાલે કરી દીધી.જેના કારણે હું અનાથાશ્રમના આશરે આવી ગઈ. ખરેખર કુદરત તને પણ મારી અને મારી દીકરીની દયા ના આવી..

એતો સારી બાબત છે કે અહીંના લોકો માયાળુ અને લાગણીશીલ છે.નહિતર મારી શું દશા થાત અને જોડે મારી દીકરી મયૂરા નું શું થાત!!! અનાથાશ્રમ લોકોએ એને એક દીકરીની જેમ રાખી છે.અને મારું પણ ખૂબ દયાન રાખ્યું છે. હવે હું મારી જિંદગીને કઈ બાજુ લઈ જઈશ !! મારી અંદરની સ્ત્રી તો હવે જીવતા મરી પરવારી છે.મારી પોતાની યાદદાસ્ત પાછી આવી , પરંતુ જાણે હું મારી અંદર થી પૂરી રીતે મરી ગઈ હોય એવો મને અનુભવ થાય છે. હવે મારે જીંદગી જીવીને શું કામનું!! આના કરતા તો આત્મહત્યા કરી લેવી સારી, પરંતુ એ પણ હું કરી શકું એમ નથી કારણ કે જો કોઇ આત્મહત્યા કરી દઈશ તો મારી દિકરીની હાલત પણ મારા જેવી થશે . એનું કોણ ધ્યાન રાખશે .હવે તો મારે પોતાને શું કરવું એ નિર્ણય લઈ શકતી નથી ! એમ કરતાં ,કરતાં મીરા સુઈ ગઈ.

મયૂરાએ આવીને જોયું કે ;એની મમ્મી આજે પહેલી વખત નિરાંતે સૂઈ ગઈ હોય એવું એને લાગ્યું એને પોતાની મમ્મીના કપાળે હાથ ફેરવ્યો અને એ પોતે પણ બાજુમાં સૂઈ ગઈ. આ બધું જ સંતોકબા અને સંચાલક જોઈ રહ્યા હતા એમને આજે નિરાંત થઈ ગઈ હતી કે પહેલી વખત માં - દીકરી એકબીજાને પ્રેમથી મળી રહ્યા છે.એમને ભગવાન આભાર માન્યો..હે ....ભગવાન તારો આભાર કે આજે બે મમતા ભર્યા હેયાની વેદના સાંભળીને એક કર્યા.માં- દીકરીના પ્રેમને અને સંવેદનાને સાથ આપ્યો એ બદલ તમારો ખૂબ"આભાર'"એમ કરતા એ લોકો પણ જઈને સુઈ ગયા....

વધુ ભાગ/5 આવતા અંકે...


Rate & Review

Vaishali

Vaishali 3 months ago

hiral mistry

hiral mistry 3 months ago

Indu Talati

Indu Talati 3 months ago

Bhanuben Prajapati