Paheli Ajani mulakaat - 1 in Gujarati Motivational Stories by vansh Prajapati ... Vishu,vishesh . books and stories PDF | પહેલી અજાણી મુલાકાત - 1

પહેલી અજાણી મુલાકાત - 1

આ વાત છે વિનય ની , વિનય આમતો શાંત રહેવાવાલો માણસ ,ઘરમાં મમ્મી નો લાડકો દાદી નો ડાહ્યો પણ મજાકિયો, પપ્પા ની સલાહ મનનારો,અને પડોશીઓ માં સ્નેહ રૂપી મિત્રતા રખ્નારો , બાળકો સાથે બાળક બની જનરો અને મિત્રો ને સાથ આપનાર ,

વિનય ને બાળપણ થી જ્ LLB કારની ઇચ્છા ને પૂરી કરવા અને પોતાના સ્વતંત્ર વિચારો ને રૂપ આપવા એને LLB કરવા law college માં એડમિશન લીધું , collage ની સાથે સાથે તે lecture પત્યા પછી , તેના મોટા દાદા ની office માં જાય , મોટા દાદા રીટાયર જજ એટલે એટલે એમની પાસે ઘણું શીખવા મળતું એને ,

,વિનય દર રવિવારે ગીતા વાંચન કરતો , કારણ કે એને ગીતા ના શ્લોકો ને સમજવા ખૂબ જ્ ગમતા ,

એક દિવસ જ્યારે lecture પત્યા પછી ઓફિસ આવ્યો થોડું વધારે કામ હોવાને કારણે દાદા એ કહ્યું આજે મોડું થશે તારા બા ને ફોન કરી દે આજે મોડું થશે , અને હા વિનુ આજે જમવાનું તારે મારી અને દાદી ની સાથે છે તો ઘરે પણ ફોન કરી દેજે અને વધારે પ્રશ્નો નહીં હા જેમ કહ્યું તેમ કર ,

વિનય : ઓકે દાદા 😊

( વિનયે બા અને ઘરે ફોન કરી ને વાત કરી )

દાદા : વિનય સામે શૈલેષ ની office એ જા ત્યાં પ્રક્રીતી ને કહેજે દાદા બોલાવે છે,

વિનય : પ્રક્રીતી આ કોણ છે દાદા ?

દાદા: બે દિવસ પહેલા જ્ આવી છે ત્યાં , શૈલેષ ની office માં અકાઉન્ટ
નું કામ શીખે છે અને જોબ પણ કરે છે ,

વિનય: તો દાદા તમારે શું કામ છે એનું

દાદા : તું બોલાય પછી કહીશ

વિનય: ઓકે દાદા જઉં છું ,🤨

વિનય આટલું કહી શૈલેષ ભાઈ ની office એ જાય છે ત્યાં તે કહે છે પ્રક્રીતી કોણ છે દાદા બોલાવે છે , અંદર થી અવાજ આવે છે ,વિનય હા 1 મિનિટ આવી , વિનય વિચારમાં આને મારું નામ કેવિ રિતે અને એ પણ જોયા વગર ખબર પડી હું જ્ છું વિનય કેવી રીતે ? 🤨

થોડી વાર માં પ્રક્રીતી વિનય પાસે આવે છે , સાદગી થી ભરેલ અને સિમ્પલ ડ્રેસ માં તે ખૂબ જ્ પ્રભાવશાળી અને સુંદર લાગતી હતી, તેને વિનય સાથે હાથ મિલવ્યો hii. હું તને ખબર જ્ છેને , ચાલ દાદા પાસે જઈએ

વિનય : (મનમાં) આતો ખૂબ જ્ આત્મ્વિશ્વાસુ છે ,મળતા ની સાથે જ્ , નિશ્બ્દ્ કરી નાખ્યો

પ્રક્રીતી: મનમાં શું વિચારે છે વિનય દાદા એ તારી બધી જ્ વાત કરી છે મને , ચાલ તારું જ્ કામ છે મારે ,દાદા તને બધી વાત કરશે

વિનય: 🤨 હા ચાલો જઈએ ,

(બંને દાદા પાસે જાય છે દાદા વિનય અને પ્રક્રીતી ને બેસવાનું કહે છે બંને ચૅર ઉપર બેસે છે ,)

દાદા : વિનય આ પ્રક્રીતી મારા મિત્ર મોહન ની દીકરી છે એને પ્રક્રીતી જેવી ઘણી જ્ દીકરીઓ છે ,તેનો આશ્રમ છે એની જમીન નો ભાગ કપાય છે એટલે એની માપણી કરીને પુરાવા જોડી આશ્રમ ની જમીન સુરક્ષિત કરવાની છે મારી આ ઉંમરે હું સરકારી office ના ફેરા ન્ ખાઈ શકુ એટલે તારે સહી સિક્કા માટે બે દિવસ ફરવું પડશે ,આટલું કામ કરીશ તો આશ્રમ સુરક્ષિત અને ત્યાંના બાળકો નું જીવન પણ ,

વિનય : જરુર્ દાદા હું કાલથી જ્ શરૂઆત કરીશ ,

દાદા: તારી સાથે પ્રક્રીતી ને પણ લઇ જજે એને પણ શીખવા મળશે થોડું આ કામ વિશે

વિનય : તો office કોણ જશે

દાદા: મેં વાત કરી છે શૈલેષ ને વાંધો નહીં આવે

વિનય : ઓકે દાદા

દાદા: ચાલો ઘરે તારા દાદી એ તારી માટે ખીર બનાવી છે મેં સવારથી જ્ નક્કી કર્યું હતું એટલે તારી ભાવતી ખીર બનાવી છે એને , અને પ્રક્રીતી તું પણ ચાલ મેં મોહન ને વાત કરી છે આજે તને જમ્યા પછી આશ્રમે વિનય મૂકી જશે , મારે ના શબ્દ ના જોઈએ

પ્રક્રીતી : ઓકે દાદા

ત્રણે જણ દાદા ના ઘરે આવે છે દાદી બહાર જ્ બેઠા હોય છે રાહ જોઈ ને ,

દાદી : આવો ક્યાર ની રાહ જોઉં છું ,આવો વિનય અને પ્રક્રીતી તમારા બંને ની મનપસંદ ખીર છે આજે જમવામાં

વિનય અને પ્રક્રીતી બંને દાદી ને પગે પડે છે ,

દાદી : જય શ્રી કૃષ્ણ બેટા

વિનય: દાદી તમે પણ આને જાણો છો ?

દાદી : હા મોહન ભાઈ આવે એટલે ગણી વાર એના જ્ વખાણ કરે કે કેવી રીતે આશ્રમ ને સાંભળે છે પ્રક્રીતી , અને એક વાર મને પ્રક્રીતી આશ્રમ માં પણ મળી હતી જ્યારે હું અને તારા દાદા મોહન ભાઈ અને રમીલા બેન ને મળવા ગયા હતા ત્યારે ,

દાદા : ચાલો હવે જમી લઈએ ?

દાદી : હા ચાલો

દાદી બધા ને ખીર જમાડે છે અને વિનય તેમને પણ જમવા બેસાદે છે ,બધાના જમ્યા પછી વિનય , પ્રક્રીતી ને આશ્રમે મૂકવા જાય છે ,આશ્રમ્ ના દરવાજા આગળ ગાડી ઉભી રાખે છે અને પ્રક્રીતી ને કાલે 8:30 એ અહીં મળજે એમ કહી good night ,કહી સીધો પોતાના ઘરે જાય છે ,

અહીં પ્રક્રીતી તો માત્ર વિનય ના સ્વભાવ માં જ્ ખોવાઈ જાય છે અને તેના સપના જોવે છે એમાં જ્ તેની સવાર થઈ જાય છે , સવારે ઉઠી તૈયાર થઈ ને આશ્રમ માં દરવાજા પાસે 8 :20 એ વિનય ની રાહ જોવા લાગે છે અને તરત જ્ વીનય્ ની કાર દેખાય છે ,

વિનય: કેમ પહેલાથી જ્ રાહ જોતાં લાગો છો ,?

પ્રક્રીતી: હા એ તો છે જ્ આશ્રમ ના કામ માં હું વાર નથી કરતી કયારેય

વિનય : સરસ ,ચાલો જઈએ ,બધા document છે અને ટ્રસ્ટી ઓ ની સહીઓ બધું જ્ છે ને

પ્રક્રીતી : હા બધું જ્ છે માત્ર પત્રો ઉપર અધિકારીઓ ની સહિનિ જ્ જરૂરી છે ,

વીનય્ : ઓકે ,

બંને જ્ણ બે દિવસ શુધી કચેરિ ના ધક્કા ખાઈ ને પણ બધા જ્ કાગળો અને જમીન ની માપણી ના કાગળ કચેરિ માં રજૂ કરે છે ,30 દિવસ માં કામ થઈ જશે એ ખાતરી અધિકારી આપે છે ,

આશ્રમ નું કામ થઈ જવાથી , પ્રક્રીતી ખૂબ જ્ ઉત્સાહિત છે આશ્રમ માં આવતા જ્ તે વિનય ને ભેટી પડે છે , અને વિનય ને આખો આશ્રમ ફેરવે છે ,

વિનય: ખૂબ જ્ સરસ છે આ આશ્રમ

પ્રક્રીતી : હા પણ તારા મન થી નહીં ,શું તું આ આશ્રમ નો જમાઈ બનીશ ,

વિનય: જમાઈ મતલબ કંઈ ખબર ના પડી મને ,

પ્રક્રીતી: ધીમે ધીમે બધું જ્ સમજીશ ,કાલે બધું જ્ કહીશ અહીં જ્ સાંજે મળીશું રવિવાર છે કાલે તારે આવવું જ્ પડશે ,

વિનય્: હા જરૂર આવીશ ,પણ 🤔 ,કાલે મળીએ

તો શું છે એ વાત જે પ્રક્રીતી ,વિનય ને કહેવા માંગે છે , અને આશ્રમ ના જમાઈ નો અર્થ શું છે એ રહસ્ય બીજા ભાગ બધું જ્ મળી જશે ,

તો વિનય અને પ્રક્રીતી આ કહાની નો અંત કેવો હશે ,આ પહેલી અજાણી મુલાકાત ,.....................

✍️ Vansh Prajapati ( વિશુ , વિશેષ )💗💚