Kidnaper Koun - 33 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 33

કિડનેપર કોણ? - 33

(અગાઉ આપડે જોયું કે સોના દ્વારા રાજ ને એ જાણવા મળ્યું કે અભી અને શીવ બંને મોક્ષા ના પ્રેમ માં હતો,જ્યારે શિવે અલી ને અભી ના અવગુણ જ દેખાડ્યા.સોના અને રાજ હજી વધુ વાત કરે એ પહેલાં જ કાવ્યા સોના ને ફોન કરે છે.હવે આગળ...)

સ્ક્રીન પર કાવ્યા નો નંબર જોઈને સોના ફોન રિસીવ નથી કરતી,એટલે રાજ તેનું કારણ પૂછે છે. એ ફરી આજ વાત કરશે,મને ખબર છે.અને મને અત્યારે એવી કોઈ વાત કરવાનો મૂડ નથી.સોના એ રાજ સામે સ્મિત કર્યું.

પણ ત્યાંતો રાજ ના ફોન માં કાવ્યા નો ફોન આવ્યો સોના હસવા લાગી,પણ હવે કોઈ જરૂરી કામ હશે એમ સમજી ને રાજે ફોન ઉઠાવ્યો.

હલ્લો,હું કાવ્યા રાજ!કાવ્યા ના અવાઝ માં કોઈ ઉચાટ અને ઉપાધિ જેવો ભાવ રાજ ને લાગ્યો.

હા કાવ્યા તારો નંબર મારા માં સેવ છે,અને મને ખબર છે તું જ છે.બોલ ને શુ કામ હતું?

રાજ અભી લગભગ ત્રણ મહિના આ આશ્રમ માં રહી ચુક્યો છે,એક પેશન્ટ તરીકે...

શું ?શું?વાત કરે છે તું?રાજે લગભગ રાડ નાખી.

હા રાજ આજે જ્યારે હું અમારી સ્ટાફ ઓફીસ માં બેઠી હતી,ત્યારે અસ્મિતા માં માતૃવિહાર શિફ્ટ કરવાની વાત નીકળી,મેં તો અમથું જ કહ્યું કે તે મારા મિત્ર ની પ્રોપર્ટી છે,ત્યારે સ્ટાફ ના એક ટીચરે નામ પૂછ્યું,પણ મેં જેવું અભી નું નામ લીધું તે રીતસર ના ચોંકી ગયા અને બોલ્યા કે હવે અભી ની માનસિક હાલત કેમ છે.

કાવ્યા બોલતા બોલતા હાંફી ગઈ,એટલે જરા થોભી ને ફરી બોલી,તેમની એ વાત થી હું પણ આશ્ચર્ય પામી મને થયું કોઈ ગેરસમજ થાય છે,પણ જ્યારે તેમને મને દસ વર્ષ પહેલાં નો અભી નો રેકોર્ડ બતાવ્યો ત્યારે જ હું માની.રાજ તને એક વાત કહું અભી મોક્ષા ના પ્રેમ માં હતો,અને ઉપરથી મનોરોગી નક્કી તેને જ મોક્ષા ને કિડનેપ કરી હોવી જોઈ,તું એક વાર તેના ઘરે જઈ ને તપાસ કર.કાવ્યા ના અવાઝ માં ડર સ્પષ્ટ વર્તાતો હતો.

હા....હા...હું કરું..કાંઈક.રાજે થોથવાતા અવાજે વાત પૂરી કરી ને ફોન મૂકી દીધો.ઘડીવાર તો તે ત્યાંજ સ્તબ્ધ બેસી રહ્યો,સોના તેના ચેહરા ના ભાવ કળી શક્તિ નહતી, અને તે સતત રાજ ને પૂછી રહી હતી કે શું થયું!પણ રાજ જાણે બેધ્યાન હતો તેને કાંઈ જ સમજાતું નહતું.જ્યારે સોના એ તેને ખભા થી હલબલાવી નાખ્યો,ત્યારે જાણે ભાન મા આવ્યો હોય તેમ જોઈ રહ્યો.

ત્યારબાદ સૌથી પહેલા તેને અલી ને ફોન કરી ને તાત્કાલિક મળવા આવવાનું કહ્યું,અલી તો તેનો અવાઝ સાંભળી શિવ ની ઓફીસ માંથી બહાર ભાગ્યો.શિવે તેને રોકવા છતાં તે ના રોકાયો,એટલે શિવ પણ એની પાછળ પાછળ ગયો.

બહાર નીકળી ને શિવ અલી ને રોકવા ગયો,પણ અલી એ તેને સમજાવી ને અત્યારે જવાનું કહ્યું.અલી તરત જ રાજે કહેલા એડ્રેસ પર પહોંચી ગયો,ત્યાં તેને રાજ ને માથે હાથ દઈ ને બેસેલો જોયો,જ્યારે સોના તેની બાજુ માં આશ્ચર્યથી બેઠી હતી.

રાજ રાજ શુ થયું??અલી એ દૂરથી રાજ ને આ સ્થિતિ માં જોઈ ને બૂમ પાડી.આસપાસ ના સૌ નું ધ્યાન તેમના પર પડ્યું.

અલી હવે રાજ ની સાવ બાજુ માં આવી ને બેઠો,રાજ એકદમ શોક ની સ્થિતિ માં હતો,તેને અલી ની સામે પાંપણ ઝાપકાવ્યા વિના જોયું,અને બોલ્યો.

અભી...અભી માતૃવિહાર માં ટ્રીટમેન્ટ લઈ ચુક્યો છે.

શું!!એટલે તે મનોરોગી છે?અલી ને પણ આશ્ચર્ય થયું.

હા એ મનોરોગી હતો.અને પછી કાવ્યા સાથે થયેલી વાત કહી.અને બોલ્યો,મેં કીધું હતું ને કોઈ મનોરોગી જ આ કેસ ની પાછળ છે.

રાજ તું અને હું આપડે બંને અભી ને નાનપણ થી ઓળખીએ છીએ,શુ ક્યારેય આપડને એવું લાગ્યું?અલી એ પ્રશ્ન કર્યો.

ત્યારે એવું નહતું લાગ્યું કેમ કે ત્યારે એ મોક્ષા ના પ્રેમ માં નહતો!રાજે બીજો ધડાકો કર્યો

શું અભી મોક્ષા ના પ્રેમ માં?અલી નો અવાઝ મોટો થઈ ગયો.

હા ફક્ત અલી નહિ શિવ પણએના પ્રેમ માં હતો...સોના વચ્ચે જ બોલી. અને પછી સોના એ શાળા ના અંતિમ વર્ષ માં થયેલા ઝગડા નું મુખ્ય કારણ બતાવ્યું.

અરે બાપ રે!અભી પહેલે થી સેન્સેટિવ હતો,પણ આટલો બધો હોઈ શકે!!એક કામ કર રાજ ચાલ આપડે અત્યારે જ માતૃવિહાર જઈએ.એમ કહી તેને રાજ ને ખેંચી ને ઉભો કર્યો,સોના ને આ વાત હમણાં સિક્રેટ જ રાખવાનું કહી તેઓ છુટા પડ્યા.

(શું છે અભી ના માતૃવિહાર માં ટ્રીટમેન્ટ લેવાનું કારણ?મોક્ષા સ્મિતશાહ કે પછી બીજું કાંઈ?માતૃવિહાર માં રાજ અને અલી ને શું જાણવા મળશે?જોઈશું આવતા અંક માં...)


✍️ આરતી ગેરીયા...


Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago