One unique biodata - 41 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૧

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૧

નિત્યા હિંચકામાં બેસી હતી અને અચાનક એની આંખોમાં ફ્લેશલાઈટ પડી.નિત્યાની આંખો અંજાઈ ગઇ હોવાથી તે એની આંખો મસળવા લાગી અને પછી આંખો ખોલીને જોયું અને બોલી,"તમે લોકો અત્યારે અહીંયા?"

"હા,અમે લોકો અત્યારે અહીંયા"દિપાલી બોલી.

"કહેતી હોય તો પાછા જતા રહીએ"માનુજે કહ્યું.

દેવ,માનુજ અને દિપાલી આવ્યા હતા.

"અરે ના,આવો આવો.આમ અચાનક આવ્યા એટલે હું ચોકી ગઈ"

"ચાલ ભાઈ અંદર,તને અલગથી ઇન્વીટેશન આપવું પડશે?"

"ના ભાઈ તમે જાવ.મારે ઘરે જવું પડશે"

"કેમ?"દિપાલીએ પૂછ્યું.

"મમ્મીનો ફોન આવ્યો હતો કે ઘરે ઇલેક્ટ્રિશન આવ્યો છે તો મારે જવું પડશે"દેવે જવાબ આપ્યો.

દેવ જવાબ તો દિપાલી અને માનુજને આપતો હતો પણ તે નિત્યા સામે જોઈ રહ્યો હતો કારણ કે નિત્યાને એમ ના લાગે કે પોતે એનાથી ગુસ્સે હતો એટલે અંદર ના ગયો.

"એવું હોય તો હું આવું સાથે પછી આપણે બંને પાછા આવીએ"માનુજ બોલ્યો.

"ના ના,એની જરૂર નથી"

"ઓકે"

"બાય"

"બાય દેવ"માનુજ અને દિપાલી બોલ્યા.

દેવે નિત્યા સામે જોઇને જય શ્રી કૃષ્ણ કહ્યું.નિત્યાએ પણ સામે જય શ્રી કૃષ્ણ કહ્યું.

માનુજ,દિપાલી અને નિત્યા અંદર ગયા.

"કેમ કોઈ દેખાતું નથી?,,અંકલ-આંટી ક્યાં ગયા?"માનુજે પૂછ્યું.

"મમ્મી-પપ્પા અમારા એક સંબંધીને ત્યાં ગયા છે"

"અચ્છા"

"બોલો શું લેશો,ચા-કોફી કે પછી ઠંડુ?"

"કંઈ જ નહીં,અમે હમણાં જ બહાર નાસ્તો કર્યો છે"

"આઈસ્ક્રીમ તો ખાવી જ પડશે,હું લઈને આવું"

"ક્યાંય લેવા જવાની જરૂર નથી.તારો ભાઈ લઈને આવ્યો છે તારા માટે"

"ઓહહ,શું વાત છે"

"હાસ્તો,તું અમને મળવા ન આવી એટલે મારે તો આવવું જ પડે ને"

"સોરી,મારે આવવાની જ ઈચ્છા નથી તો ત્યાં આવીને શું કરું?"

"બરાબર"

"થઈ ગઈ ટિકિટ બુક?"

"હા,થઈ ગઈ"

ત્રણેય બેસીને વાતો કરી રહ્યા હતા એટલામાં નિત્યાના ફોનમાં મેસેજ આવ્યો.નિત્યાએ મેસેજ જોયો તો દેવનો મેસેજ હતો કે હું ઘરે પહોંચી ગયો છું.નિત્યાને મેસેજ જોઈને હાશ થઈ અને મનમાં જ ખુશ થવા લાગી.

"નિત્યા,તું પણ અમારી સાથે આવને.ખૂબ મજા આવશે"દિપાલીએ નિત્યાને મનાલી આવવા માટે આગ્રહ કરતા કહ્યું.

"યાર પ્લીઝ,એટલીસ્ટ તમે બંને તો મારી વાત સમજી જ શકશો.હવે ફરીથી મારા ના આવવાના રિઝન રિપીટ નથી કરવા"

"અચ્છા,તો હવે ખબર પડી કે દેવને શું થયું છે"માનુજે કહ્યું.

"આ વાતમાં દેવભાઈ ક્યાંથી આવ્યા વચ્ચે?"દિપાલીને સમજ ન પડતા પૂછ્યું.

"કેમ?,દેવને શું થયું છે?"નિત્યાએ પૂછ્યું.

"આજની અમારી મિટિંગમાં દેવ બહુ જ ઉદાસ લાગતો હતો"માનુજે જવાબ આપ્યો.

"કેમ?"દિપાલીએ ફરી પૂછ્યું.

"અરે નિત્યા મનાલી આવવા માટે ના કહેતી હશે એટલે એ બંને વચ્ચે આરગ્યુમેન્ટ થઈ હશે.....હે ને નિત્યા એવું જ છે ને?"

"હા"

"મને ખબર છે તું કેમ નથી આવતી"માનુજ બોલ્યો.

"ખબર છે ને તને તો ચૂપ રે અને હવે આ ટોપિક બંધ કરો"નિત્યાએ વાત આગળ ના વધે એટલે કહ્યું.

"સલોનીના લીધે તો તું............"દિપાલીએ તારણ કાઢતા કહ્યું.

"હા,કદાચ એવું જ છે"માનુજ બોલ્યો.

"નિત્યા તું સલોનીનું બિલકુલ ટેનશન ના લઈશ.એ પહેલેથી જ એવી છે.હંમેશા કોઈના કોઈ રિઝનથી ચિડાયેલી રહે છે.એટલે જો તું એના લીધે ના આવતી હોય તો હજી પણ એક વાર ફરીથી વિચારી લેજે"

"ઓકે પણ તમે બંને મને એક પ્રોમિસ આપો કે તમે હવે જઈને ના આવો ત્યાં સુધી આ ટોપિક પર કોઈ વાત નઈ થાય.મારે આવવું હશે તો હું તમને ફોન કરીને જણાવી લઈશ"

"ઓકે ડન"

ત્યાર પછી માનુજ અને દિપાલી થોડીવાર બેસીને ત્યાંથી નીકળ્યા.નિત્યા એના રૂમમાં સુવા ગઇ.માનુજ અને દિપાલીના કહ્યા પછી નિત્યાને પણ મનાલી જવાની થોડી ઈચ્છા જાગી.એને એક વાર જવાનો વિચાર કરીને રાતે જ માનુજને ફોન કરીને ટિકિટ બુક કરાવવા વિચાર્યું પણ શુ થયું કે તરત જ એને એ વિચાર માંડી વાળ્યો અને સુઈ ગઈ.

હવે દિવાળીની એક મહિનાની જ વાર હતી.દિવાળી પહેલા કોલેજની પરીક્ષાઓને લીધે દેવ અને નિત્યા વધારેને વધારે બિઝી રહેવા લાગ્યા.દેવ નિત્યાથી થોડો ઉખડેલો રહેતો પણ નિત્યા બને એટલું એની સાથે નૉર્મલ રહેવાની કોશિશ કરતી હતી.એક્સ્ટ્રા લેકચર્સ અને એક્ષામના પૅપર્સ ચેકીંગને એ બધું જ કામ હવે ઓલમોસ્ટ ખતમ થઈ જવા આવ્યું હતું.વોટ્સએપમાં મનાલી ટુરવાળા ગ્રુપમાં અવાર-નવાર ટુર બાબતે ચર્ચાઓ થતી હતી.બધા ભેગા થઈને ક્યાં ફરીશું,ક્યાં રહીશું એ બધી પ્લેનિગ કરવા માટે મળતા પણ હતા.માનુજ અને દિપાલી નિત્યાને પણ આ મીટિંગમાં જોડાવા માટે કહેતા પણ નિત્યા કોઈનું કોઈ બહાનું કાઢીને ના કહી દેતી.દેવે તો હવે નિત્યા સાથે મનાલી ટુર વિશે વાત કરવાનું જ બંધ કરી દીધું હતું.નિત્યાને ઘણી વાર એવું લાગતું કે દેવ કદાચ એને ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે પણ એ પણ બને એટલું એને મળવાથી બચતી હતી કારણ કે એને આરગ્યુમેન્ટ થવાની બીક લાગતી હતી.બંને એકબીજાની ચિંતા કરતા,એકબીજા વગર એકલું પણ અનુભવતા છતાં કામ પૂરતી વાત કરીને બંને જણા જાણે અભિનય કરી રહ્યા હોય એમ વર્તતા.

*

દિવાળીનો દિવસ હતો.દર વખતે દિવાળીના દિવસે દેવના ઘરે પૂજા રાખવામાં આવતી જેમાં દેવની મમ્મી એમના બધા જ સગા-સંબંધીઓને બોલાવતી.આ વખતે પણ દેવના ઘરે પૂજા માટે બધા મહેમાનો આવી ગયા હતા.જશોદાબેન પૂજામાં બેસ્યા હતા.દેવ એમની બાજુમાં બેસ્યો હતો.સ્મિતા પંકજકુમાર અને એના સાસુ-સસરા સાથે આવી.દેવ એમના સ્વાગત માટે ઉભો થયો અને ત્યાં રહેલ બેઠકમાં બેસવા માટે કહ્યું.કાવ્યા દેવની પાછળ પાછળ ફરતી હતી.દેવે એને ચોકલેટ આપીને સ્મિતા પાસે જવા કહ્યું.સ્મિતા આમતેમ ડાફેળા મારતી હતી.સ્મિતાને જોઈને દેવે પૂછ્યું,"પૂજામાં ધ્યાન આપને,આમ તેમ શું જુએ છે?"

"જીતુ અંકલ અને કામિની આંટી તો આવી ગયા છે.નિત્યા ક્યાંય દેખાતી નથી......"

"કેમ કે એ આવી જ નથી"

"કેમ?"

"મને શું ખબર"

"તે એને કહ્યું તો છે ને કે આજ પૂજા છે"

"ઑફકોર્સ દીદી,કદાચ આવતી જ હશે"

"ફોન કર તો એને"

"મેં કર્યો હતો પણ એને રિસીવ નહોતો કર્યો"

"ઓકે,હું ટ્રાય કરું"

"ઓકે"

પૂજા પુરી થવા આવી હતી.આરતીનો સમય હતો.એટલામાં હાથમાં સજાવેલ પ્રસાદીની થાળી લઈને નિત્યા આવી.નિત્યાને જોતા જ કાવ્યા નીતુ નીતુ કરતી એની તરફ દોડી અને એના નાના નાના હાથથી નિત્યાને હગ કરી લીધું.નિત્યાને જોતા જ સ્મિતાએ પૂછ્યું,"ક્યાં રહી ગઈ હતી?"

"દીદી આ......."નિત્યાના આટલું બોલતા જ જશોદાબેન પૂજા પતાવીને ઉભા થયા અને બોલ્યા,"મેં જ એને આ પ્રસાદીનો થાળ સજાવીને લાવવા કહ્યું હતું"

"હેપ્પી દિવાલી"નિત્યાએ બધાને કહ્યું.

અને પછી તરત જ પાછળ"હાઈ દેવ,હેપી દિવાલી"સલોની,નકુલ,માનુજ અને દિપાલી એક સાથે બોલ્યા.

દૂર ઉભેલો દેવ નિત્યા તરફ આગળ વધ્યો.દેવે નિત્યાને પૂજામાં આવવા વિશે કહ્યું હતું પણ હેપ્પી દિવાળી વિશ નહોતું કર્યું એટલે નિત્યાને થયું કે હવે દેવ સૌથી પહેલા એની પાસે આવશે અને એને હેપ્પી દિવાળી કહેશે.નિત્યાના વિચારો સેકન્ડોમાં ચાલી રહ્યા હતા.નિત્યા થોડી ખુશ થઈને મનમાં મલકાઈને નીચું જોઈ રહી હતી.પણ આ શું થયું દેવ એને મળવાને બદલે સીધો જ નકુલ,સલોની,માનુજ અને દિપાલી હતા ત્યાં ગયો અને બધાને હગ કરીને હેપ્પી દિવાલી કહ્યું.નિત્યા ત્યાં ઉભી ઉભી ફ્રીઝ થઈ ગઈ હતી.

Rate & Review

Sheetal

Sheetal 1 month ago

Jigisha Thakkar

Jigisha Thakkar 2 months ago

Indu Talati

Indu Talati 2 months ago

Priyanka Patel

Priyanka Patel Matrubharti Verified 3 months ago

Daksha Gala

Daksha Gala 3 months ago