Kidnaper Koun - 34 in Gujarati Novel Episodes by Arti Geriya books and stories PDF | કિડનેપર કોણ? - 34

કિડનેપર કોણ? - 34

(રાજ અને અલી સોના અને શિવ ને અલગ અલગ મળે છે,અને એ દરમિયાન જ કાવ્યા નો ફોન આવે છે,જે જણાવે છે કે અભી એક મનોરોગી છે.આ સાંભળી ને રાજ તરત જ અલી ને પોતાની પાસે બોલાવે છે.અને બંને ત્યાંથી માતૃવિહાર આશ્રમ જાવા નીકળે છે.હવે આગળ..)

માતૃવિહાર માં કાવ્યા આ વાત સાંભળ્યા પછી વધુ ચિંતા માં હતી,ત્યાં જ અલી અને રાજ ત્યાં પહોંચ્યા. કાવ્યા ની આંખો માં બંને ડર અને ચિંતા ના ભાવ જોઈ શકતા હતા.અલી એ તેને સાંત્વના આપી અને એ વ્યક્તિ ને મળવાની વાત કરી ,જેમને અભી ના અહીં હોવાની વિગત કહી હતી.કાવ્યા એ તેમને એક રૂમ માં બેસવાનું કહ્યું.

થોડીવાર પછી એક બાવન પંચાવન વર્ષ ની આસપાસ ના,ચેહરા પર નૂર,અને શાંતિ સાથે એક શિક્ષકે એ રૂમ માં કાવ્યા સાથે પ્રવેશ કર્યો.રાજ અને અલી એ ઉભા થઇ ને તેમનું અભિવાદન કર્યું.તેઓ તે બંને ના ચેહરા ના ભાવ કળી ગયા,આમ પણ કાવ્યા એ થોડી વાત નો અણસાર તો આપી જ દીધો હતો.

બોલો શું પૂછવું છે?તેમના અવાઝ અને વર્તન માં ગજબ શાંતિ હતી જે સામે વાળા ને સ્પર્શતી હતી.

અભી અહીંયા કેમ,ક્યારે અને કેવી રીતે આવ્યો હતો? રાજે પૂછ્યું.

અભી ખરેખર એક ખૂબ જ સરસ માણસ છે.એને અહીં એના કોઈ કુટુંબી મારફત લાવવામાં આવ્યો હતો,આવ્યો ત્યારે તે બિલકુલ શાંત હતો,પણ કોઈ જ બાબતે રીએક્ટ ના કરે,મૂંઢ ની જેમ બેસી રહે, ખાવાનું , પીવાનું તો ઠીક એને તો સુવા બેસવાનું પણ ભાન નહિ.

મેં એની સાથે આવેલી વ્યક્તિ ને પૂછ્યું કે શું પહેલેથી જ આવો છે?તો એની સાથે આવેલી વ્યક્તિ એ કહ્યું કે તે થોડા મહિના પહેલા એકદમ નોર્મલ હતો.દરેક વર્તુણક બરાબર,હમેશા બીજા ને મદદરૂપ થનાર હસતો રમતો અને પછી અચાનક આવું!! કેમ?

કદાચ એમને ખબર નહતી,કે પછી તેઓ એ જાણવાની કોશિશ જ નહતી કરી.મેં કહ્યું કોઈ વાંધો નહિ,થોડો સમય જોઈએ.અને પછી હું હંમેશા તેની આસપાસ રહેવા લાગ્યો
એ ફક્ત મૂંઢ ની જેમ બેસી રહેતો,એટલે મેં સૌથી પહેલા તેને નાની નાની વાર્તા ઓ કહેવાનું ચાલુ કર્યું,પણ તે ફક્ત મારી સામે જોઈ રહેતો.ક્યારેક સ્મિત કરતો,એ પણ ત્યારે જ્યારે હું એને કોઈ દોસ્તી ની વાર્તા સંભળાવું,અને જ્યારે માતા પિતા વિશે કહું,ત્યારે એની આંખોમાં ભીનાશ આવી જતી.

પણ એક દિવસ મેં એને ગીતા સંભળાવવાનું નક્કી કર્યું, એટલે મેં એને કહ્યું,બેટા અભી આજ હું તને ગીતા સાંભળાવીશ જેનાથી મનુષ્ય નો મોક્ષ નિશ્ચિત છે.હજી હું આગળ બોલું એ પહેલાં તો એ એકદમ રઘવાયો થઈ ગયો, અને ત્યાં પડેલી વસ્તુ ના ઘા કરવા લાગ્યો,અને દીવાલ સાથે માથું પછાડવા લાગ્યો.પણ મેં જેવો એનો હાથ પકડ્યો તો એ એકધારું મારી સામે જોવા લાગ્યો,એક અજીબ તરસ હતી,અલગ જ ભાવ કોઈ ની રાહ એકદમ સંવેદનશીલ આંખો,ભાવવહી.પણ નિરુત્તર.

ધીમે ધીમે મને એ સમજાય ગયું,કે મોક્ષ નામ લેતા જ એ ઉત્તેજિત થઈ જતો,અને પછી એના દ્વારા જ જણાયું કે આ મોક્ષ માં મોક્ષા નું નામ છે,જેને એ ખૂબ જ પ્રેમ કરતો,પણ તેના પિતા એ તેના પ્રેમ માં ઘણા પથ્થર નાખ્યા,અને છેવટે એ પથ્થર નો ભાર ઉઠાવતા ઉઠાવતા એ પોતે પથ્થર નો થઈ ગયો.મેં એ પથ્થર પર પ્રેમ નું પાણી રેડયા કર્યું,અને અંતે તે પીગળી ને એક માણસ માં પરિવર્તિત થઈ ગયો.

આમ કહી તે બુઝુર્ગે તેમની વાત પર અલ્પવિરામ મૂક્યું, એક ઊંડો શ્વાસ લઈ ને એ બોલ્યા,જો તમે એવું વિચારતા હોઈ કે એને મોક્ષા ને કિડનેપ કરી છે તો એ તમારી ભૂલ છે.એ મોક્ષા ને દુઃખી કરી જ ના શકે.અને હા વાત રહી પ્રોપર્ટી ની તો એને તો પહેલેથી જ એમ રસ નહતો,એના કરતાં બીજે નજર દોડાવો.આમ કહી તે એ રૂમ છોડી નીકળી ગયા.

રાજ અને અલી એકબીજા સામે જોઈ રહ્યા,તેમને સમજાતું નહતું કે જો અભી આની પાછળ નથી તો પછી બીજું કોણ હોઈ શકે.બંને ત્યાંથી આ જ વિચાર માં નીકળી ગયા.

અલી જે રીતે ઓફીસ માંથી ભાગ્યો,શિવ ને ખૂબ જ અજુગતું લાગ્યું.થોડીવાર પછી તેના ધ્યાન માં આવ્યું કે સોના હજી બહાર થી નથી આવી,એટલે તેને તરત જ સોના ને કોલ કર્યો,અને સોના એ ફોન કટ કરી નાખ્યો,અને તે શિવ ને સામે જ દેખાય.

ક્યાં હતી તું?શિવ ના અવાઝ માં ઉચાટ હતો.

સોના તેનો સ્વભાવ જાણતી હતી,ભાઈ તરીકે શિવ જેવો વ્યક્તિ મળવો એ સદનસીબ ની વાત હતી.એટલે તેને શિવ ને લાડ થી સમજાવ્યો,ભાઈ એક ફ્રેન્ડ ને મળવા ગઈ હતી. તું પણ બહુ ડરી જાય છે.અને તે એની ઓફીસ માં ગઈ.

ત્યાં જ શીવ ના મોબાઈલ પર કોઈ નો ફોન આવ્યો, વાતો કરતા કરતા શિવ થોડો ગુસ્સા માં દેખાયો,અને તે સોના ની કેબીન માં ગયો.

(ઓહહ!! પેલા શિક્ષક ના કહેવા મુજબ અભી તો આ કાંડ પાછળ હોઈ જ ના શકે,કેમ કે એ મોક્ષા ને સાચા મનથી પ્રેમ કરતો હતો.તો પછી કોણ? કે પછી તે શિક્ષક પણ રાજ ને ગેરમાર્ગે દોરે છે??શિવ ને કોનો ફોન આવ્યો જેથી એ ગુસ્સે થયો?મોક્ષા નો અપહરણકાર ક્યાં છે?જોઈશું આવતા અંક માં...)

✍️ આરતી ગેરીયા...

Rate & Review

Bhimji

Bhimji 2 months ago

Navin

Navin 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago

Nitesh Shah

Nitesh Shah 2 months ago

Prakash Bhatt

Prakash Bhatt 2 months ago