Dashing Superstar - 77 in Gujarati Fiction Stories by Rinku shah books and stories PDF | ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-77

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-77

ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી ભાગ-77

(એલ્વિસે જણાવ્યું કે રિયાન સેમ્યુઅલને હેરાણ કરતો હતો એટલે તે તેના ઘરે રહેવા ગયો.સેમ્યુઅલે એલ્વિસને દત્તક લઈ લીધો.રિયાને એલ્વિસથી તેનો પ્રેમ સિમાને દૂર કરી.સિમાના માતાપિતાને મનાવીને તેણે સિમા સાથે લગ્ન કર્ય‍ા.અહીં અાયાન કિઆરાને મળવા આવ્યો હતો.તે તેના ગળે લાગ્યો.)

કિઆરાએ આયાનને ધક્કો મારીને પોતાની જાતથી દૂર કર્યો.એલ્વિસ ગુસ્સામાં નીચે આવ્યો.તેણે આયાનને મુક્કો માર્યો.

"તને સમજ નથી પડતી કે બીજાની પ્રેમિકાથી દૂર રહેવાનું.ચલ નીકળ અહીંથી.કિઆરા અને અહાનાથી દૂર રહેજે."એલ્વિસે ગુસ્સામાં ધક્કો મારતા કહ્યું.

"કિઆરા,આ માણસ તારા પ્રેમને લાયક નથી.મને ખરેખર તારા આ લગ્ન કર્યા વગર રહેવાના નિર્ણય પર ગુસ્સો આવે છે.તે માણસ તારો ફાયદો ઉઠાવશે અને જ્યારે લગ્ન કરવાનો વારો આવશે ત્યારે તને છોડી દેશે."આયાન ગુસ્સામાં બોલ્યો.

"આયાન,એલ્વિસ વિરુદ્ધ હું એક શબ્દ પણ નહીં સાંભળું.તારી અસલી હકીકત મારી સામે આવી ગઈ છે.મને વિશ્વાસ નથી થતો કે તું આવો હોઈશ.નીકળ મારા ઘરમાંથી અને આજ પછી ક્યારેય મને તારું મોઢું ના બતાવતો."કિઆરાએ આયાનને ધક્કો માર્યો

"આયાન,જવાબ આપ મને કે તે આવું કેમ કર્યું?હું તને મારો સારો દોસ્ત ગણતી હતી.તારી ખૂબજ ઇજ્જત કરતી હતી કેમકે તે મારો જીવ અને ઇજ્જત બંને બચાવી હતી."કિઆરાની વાતે આયાનનું ધોળા દિવસનું સ્વપ્ન તોડ્યું.તેણે મનોમન હાશ કહ્યું,થેંક ગોડ આ સપનું હતું."

"હજી માર મને કિઆરા.મે કામ જ એવું કર્યું છે.વિન્સેન્ટજીએ પણ બરાબર કર્યું મને મારીને.હું છોકરીઓની ખૂબજ ઇજ્જત કરું છું પણ ખબર નહીં તે રાત્રે અને બીજા દિવસે શું થયું હતું.કિઆરા,મને છેલ્લા અમુક દિવસથી ડિપ્રેશન જેવું વર્તાય છે.

કિઆરા,મારું અહીં આવવાનું એક બીજું પણ કારણ છે.છેલ્લા અમુક દિવસથી અહાનાનો કોઈ કોન્ટેક્ટ નથી થતો.મારે તેની માફી માંગવી છે.તું પ્લીઝ એકવાર મારી તેની સાથે વાત કરાવને.મને મારા કર્યા પર બહુ જ અફસોસ છે.હું અહીં તને સમજાવવા કે મનાવવા નથી આવ્યો.અહીં એટલે આવ્યો છું કે મારે અહાના સાથે વાત કરીને તેની માફી માંગવી છે."આયાનની વાત સાંભળીને કિઆરા અને ઉપરથી જોઇ રહેલો એલ્વિસ આશ્ચર્ય પામ્યો.

"આયાન,અહાના દિલ્હી જતી રહી છે અને તેનો કોઇ સંપર્ક નથી.હવે તે મુંબઇ પાછી આવે કોલેજ શરૂ થાય ત્યારે જ વાત થશે.હું પણ ખૂબજ ચિંતામાં છું.મારી પણ તેની સાથે કોઈ વાત નથી થઈ."કિઆરાએ શાંતિથી કહ્યું.આયાન કઈપણ બોલ્યા વગર જતો રહ્યો.તેનું આ વર્તન એલ્વિસના મનમાં શંકા ઉપજાવી ગયું.

કિઆરા એલ્વિસ પાસે આવી.એલ્વિસે તેને ગળે લગાવીને તેના કપાળે ચુંબન કર્યું.તેણે એલ્વિસની બાકીની કહાની સાંભળી.તેને ખૂબજ દુઃખ થયું કે એલ્વિસને નાની ઊંમરથી આટલું દુઃખ સહન કરવું પડ્યું.

"કિઆરા,મારી બોલીવુડમાં જે સફર રહી.તે પણ સરળ નહતી.પુરુષ થઈને પણ મને કાસ્ટીંગ કાઉચનો અનુભવ થયો હતો.મને યાદ છે એક ખૂબજ મોટી ફિલ્મની ઓફર હતી.જેના કર્યા પછી મારું કેરિયર એ ઊંચાઈ પર પહોંચી જાત કે મારે પાછું વળીને ના જોવું પડે.આ મારા કેરીયરના મધ્યના દિવસોની વાત છે.

તને ખબર છે તે પ્રોડ્યુસરે ઘરડો હતો અને તેની પત્ની જુવાન.તે તેની પત્ની ખુશ નહતો રાખી શકતો તો તેણે મને કહ્યું કે આ ફિલ્મ અને અઢળક રૂપિયા તે મને આપશે બદલામાં મારે તેની પત્નીને દરેક રીતે ખુશ રાખવાની.મે તે ઓફર વિનમ્રતાથી ઠુકરાવી દીધી.હું પુરુષ છું એટલે મને એટલો વાંધો ના આવ્યો પણ આ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓની હાલત ખૂબજ દયનીય છે.મારો એક મકસદ હતો કે જ્યારે હું એક મક્કમ સ્થાને પહોંચીશ ત્યારે એક અભિયાન ચલાવીશ જેમા બોલીવુડમાં સ્ત્રીઓને કાસ્ટીંગ કાઉચનો સામનો ના કરવો પડે.તે બેફિકર થઈને આપણી સંસ્થામાં ફરિયાદ કરી શકે પણ પછી તું આવી અને હું તારામાં જ ખોવાઈ ગયો.કિઆરા,શું તું મને મારા આ મકસદને પૂર્ણ કરવામાં મારી મદદ કરીશ?"એલ્વિસે પૂછ્યું.

"ચોક્કસ,તમારા વિચારો ખૂબજ સારા છે અને ભગવાન પણ સારા વિચારોવાળા લોકોની મદદ કરે છે.અાપણે નક્કી તેના વિશે કઇંક કરીશું.અત્યારે સુઈ જઈશું."કિઆરાએ કહ્યું.તે બંને પોતપોતાના બેડરૂમમાં જઈને સુઈ ગયાં.

અડધી રાત્રે એલ્વિસને પોતાના શરીર પર વજન અનુભવાયું.તેણે આંખો ખોલીને જોયું તો તે કિઆરા હતી.જેની આંખોમા અાંસુ અને ડર સાફ દેખાતો હતો.
એલ્વિસ સફાળો જાગી ગયો.તેણે કિઆરાને ગળે લગાવી અને તેના આંસુ લુછ્યાં.
"શું થયું સ્વીટહાર્ટ ,કેમ રડે છે?તું ઊંઘી નહીં?આટલી ડરેલી કેમ છે?"એલ્વિસે પૂછ્યું.

"એલ્વિસ,હું ક્યારની ઊંઘવાની કોશિશ કરી રહી હતી પણ એક વિચાર સતત મને ડરાવી રહ્યો હતો. જેણે મારી ઊંઘ હરામ કરી નાખી."કિઆરાએ કહ્યું.

"ઓહો,એવો તો કયો વિચાર છે જેણે મારી સ્વીટીને ડરાવી દીધી.જેનાથી મારી બહાદુર કિઆરા ડરી ગઈ."એલ્વિસે પૂછ્યું.

"સિમાના વિચારે મને ડરાવી દીધી,એલ મને તમારા પર પૂરો વિશ્વાસ છે પણ પહેલો પ્રેમ તે પહેલો પ્રેમ રહે છે.માની લો કે સિમાએ તે વખતે કોઇ મજબૂરીમાં રિયાન સાથે લગ્ન કર્યા હોય.તેની પર રિયાને બહુ અત્યાચાર કર્યા હોય.જો રિયાન અહીં આવ્યો છે તો બની શકે કે તે પણ આવી હોય.જો તે રિયાનથી અલગ થઇને પાછી તમારી પાસે આવી તો?તમે તેનું દુઃખ જોઈને પિગળી જશો તો?મારું શું થશે?હું શું કરીશ?હું ક્ય‍ાં જઇશ?હું તો મરી જઈશ."કિઆરા આટલું કહેતા જ રડી પડી.એલ્વિસે તેના હાથને કિઅારાના હોઠ પર મુક્યાં અને તેના ગાલ પર ચુંબન કર્યું.

"પાગલ,સિમા જ્યારે રિયાન પાસે ગઈ.ત્યારે તને ખબર છે શું થયું હતું.તેમની મધુરજનીના સમયે તેણે મને ફોન કર્યો અને હું તને કહી પણ નહીં શકું તેવી વાતો બોલી.સાચું કહું મને ખૂબજ ગુસ્સો આવ્યો.રિયાન સિમા સાથે શરૂઆતમાં ખૂબજ ખરાબ વર્તન કરતો.મે સિમાને કહ્યું હતું કે તું તેને છોડીને મારી પાસે આવી જા હું જોઈ લઈશ બધું પણ તે ના આવી.બસ તે દિવસે મે તેને ફોન કરીને કહ્યું કે આજથી તું મારા માટે અજાણી વ્યક્તિ છો.તે મારી પાસે આવશે તો કદાચ હું તેની મદદ કરું પણ તારું સ્થાન કોઈ ના લઈ શકે.તું મને છોડીને ના જતી."એલ્વિસે કહ્યું.

"થેંક ગોડ."કિઆરા હસીને બોલી.

"એ મેડમ,હું હજીપણ એ જ કહીશ કે હું કોઇ સંત નથી.તું આટલા ટુંકા કપડાં પહેરીને મને આમ ગળે લાગીને મારી પરીક્ષા ના લઈશ.જા સુઈ જા મારી નિયત બગડે તે પહેલા."એલ્વિસે શરારતી અવાજમાં કહ્યું.કિઅારા હસીને ત્યાંથી જતી રહી.

******

રિયાન માર્ટિનને કિઆરાના મારવાના કારણે ખૂબજ ઈજા થઈ હતી.તેને પગમાં માઈનોર ફ્રેક્ચર પણ થયું હતું.તે તેના મુંબઇના બંગલે આરામ કરી રહ્યો હતો.તે મોબાઇલમાં ટાઈમપાસ કરી રહ્યો હતો.તેટલાંમાં તેના રૂમનો દરવાજો ખુલ્યો.એક સુંદર સ્ત્રી જેણે પીંક કલરનો ડ્રેસ પહેરેલો હતો.તે અંદર આવી.તેના હાથમાં ટ્રે હતી.જેમા જમવાનું હતું.

"હેલો સિમા ડાર્લિંગ,જમવાનું લાવી છો?તારા હાથેથી જમાડી લે."રિયાને કહ્યું.

સિમાએ રિયાનને જમાડ્યો.તેનું મોઢું સાફ કર્યું.તે પાછી જતી હતી.ત્યાં રિયાને સિમાને રોકીને તેને કિસ કરી.
"જમ્યા પછી ગળ્યું ખાવું પડેને.એલ્વિસના ભાગની મજા અને પ્રેમ મને મળી રહ્યો છે.બિચારો એલ્વિસ કોઈ ના મળ્યું તો પોતાનાથી બાર વર્ષ નાની છોકરી સાથે લિવ ઈનમાં રહે છે."રિયાને કહ્યું.તે વારંવાર સિમાને એલ્વિસના નામે સંભળાવતો હતો પણ સિમાને કોઈ ફરક નહતો પડતો.

"રિયાન,અહીં નથી રહેવું.હવે પાછા દુબઈ જઇએ.આમપણ રોઝા એકલી છે.તેને વધુ સમય એકલી ના રખાય."સિમાએ કહ્યું.
"કેમ જુનાં પ્રેમીના શહેરમા આવીને તેની ચિંતા થાય છે?મારી વાત સાંભળ હું તેની સાથે બદલો લઇને જ પાછો જઈશ.મારા ભાગની સંપત્તિ પર તે એશ કરી રહ્યો છે.આમપણ તેની ગર્લફ્રેન્ડે મારું જે અપમાન કર્યું હતું તેનો બદલો.મારા પિતાની મોતનો બદલો મારે લેવાનો છે.હું અહીંથી ક્યાંય નથી જવાનો.તું રોઝાને અહીં બોલાવી લે."રિયાને કહ્યું.

બરાબર તે સમયે નોકર આવ્યો અને તેણે કહ્યું કે કોઈ હિરોઈન અકિરા તેમને મળવા માંગે છે.રિયાન અને સિમા આશ્ચર્ય પામ્યાં.તેમણે હકારમાં માથું હલાવ્યું.સિમાએ એલ્વિસ અને અકિરા વિશે પેપરમાં વાંચ્યું હતું.તે સમજી ગઈ હતી કે અકિરા અહીં કેમ આવી હશે?
અકિરા અંદર આવી.બ્લેક કલરનું ચુસ્ત ઓફ શોલ્ડર ગોઠણ સુધીનો ડ્રેસ,જેમા તેના શરીરના દરેક અંગનો આકાર સ્પષ્ટ દેખાતો હતો.તેના ખુલ્લા સિલ્કી અને સુગંધિત વાળ,સુંદર ચહેરો જોઇને રિયાનનું મોઢું ખુલ્લું રહી ગયું.સિમા પણ સુંદર હતી પણ આટલી બધી નહીં.

"યસ.શું કામ છે તમારે?"સિમાએ કડક અવાજમાં પૂછ્યું.અહીં અકિરાને વિશ્વાસ નહતો આવતો કે તેની નજરની સામે સિમા ઊભી છે.

કેવીરીતે પહોંચી અકિરા સિમા સુધી?
શું ખરેખર આયાન સુધરી ગયો?
કિઆરાનો ડર સાચો પડશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Saddam Munshi

Saddam Munshi 1 month ago

Pragnesh Desai

Pragnesh Desai 8 months ago

jignesh surani

jignesh surani 9 months ago

Heena Suchak

Heena Suchak 10 months ago

ATULCHADANIYA

ATULCHADANIYA 11 months ago

Share