ABRANARI in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | અબળાનારી

અબળાનારી

// અબળાનારી //
 

મોટા શહેરો અને નાના ગામડાઓમાં દરેક ઋતુઓનો અહેસાસ અલગ અલગ પ્રમાણમાં થતો હોય છે. શિયાળાની જો વાત કરવામાં આવે તો નાના ગામડાઓ કરતાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે ઉનાળાની ઋતુની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં સીમેન્ટ ક્રોકીંટના ભરડામાં ગગનચુંબી મોટી મોટી ઇમારતો અને ઔધોગિક પદુષણના હિસાબી ગરમીનું પ્રમાણ અતિશય હોય છે જ્યારે ગામડાની વાત કરીએ તો ત્યાં લીલોતરી વૃક્ષોના પરિણામ સ્વરૂપ દિવસે કદાચ તડકાનું પ્રમાણ વધુ હોય પરંતુ સાંજ પડતા ઠંડક થતી હોય છે જ્યારે ચોમાસાની ઋતુમાં પણ ગીચતા વૃક્ષોના હિસાબે વરસાદનું પ્રમાણ વધુ હોય છે. આવી જ એક  શિયાળાની રાત્રે કે જ્યારે ઠંડી કહે તેનું કામ લગભગ પાંચ-સાત ડ્રીગ્રીનો પારો અનુભવવાને કારણે વધુ ઠંડુગાર બની રહેલ હતું. અને  ઠંડા પરંતુ મીઠા લાગે એવા પવનના આચ્છા સુસ્વાટા રસ્તા પર દોડાદોડી કરી રહ્યા હતા

વાતાવરણ ખૂબ જ શાંત નયનરમ્ય હતું. રસ્તા પરના વૃક્ષો જાણે એકબીજાની સાથે અડીઅડીને ટાઢને ઓઢી ચૂપચાપ ઊભા રહ્યા હોય તેવા પ્રકારના નયનરમ્ય દ્રશ્યો રોડ પરના જણાઇ આવતાં હતાઉ  તેમાં પણ વૃક્ષ પરથી તૂટતાં પાંદડા તેમજ  ડાળીઓના એકબીજાની સાથે મીલન કરવાનો રૂડો અવાજ કરે શાંતિને અવરોધી નાખતા હતા.

આજે પણ એવો જ સમય હતો ડોકટરનો વ્યવસાય સમય કસમય જેવું કંઇ હોય જ નહીં દર્દીને તપાસ માટે ક્યારે જવાનું તે નકકી ન હોય, અને તેમાંય જ્યારે દર્દીની પરિસ્થિતિ જો નાજૂક તબક્કામાં હોય તેવા સમયે ટાઢ-વરસાદ-તાપ કંઇ જોવાનું જ ન હોય ફોન આવે કે તુરત જ જવું પડતું અને એક આ વ્યવસાય એવો હતો કે તમાં કોઇ બાંધ છોડ ન થઇ શકે જે સમયે જવું જરૂરી હોય તે સમયે જવું જ પડે.

આજનો દિવસ પણ કંઇક એવો જ હતો મારે માટે, મારા એક કાયમી દર્દીના સગાના ફોનને શ્રકારણે તેમને તપાસવા જવું જરૂરી જ હોઇ તેને તપાસી તેને તપાસીને જરૂર મુજબની દવા અને તાત્કાલીક રાહત થઇ હકે એવું ઇન્જકશન આપી મારા ઘર તરફ રવના થઇ રહ્યો હતો. ભૂખરા ભૂખરા પ્રકાશના સહારે મારી કાર રોડ પરથી દોડી રહી હતી રાત્રિના આશરે એક વાગ્યા નો હતો. રસ્તો બીલકુલ સુમસામ હતો. મોટેભાગે જ કોઈ વાહન મળે અને એક પ્રકારની અજાણતી ખામોશી રાત્રિના અંધકાર અને ઉજાસ વચ્ચે ઘૂંટાઈ રહેતી હતી મેં ગાડીના સ્ટેરીંગને વધુ મજબૂત પકડી રાખવામાં પ્રયત્ન કર્યો પણ મારી કાર એક બાજુ ખેંચાતી હોય તેવું મને સહસા લાગ્યું મેં કારની સ્પીડ ઘણી ઓછી કરી નાખી અને કારને મેં રસ્તાની બાજુએ ફૂટપાથ ઉપર લીધી કે જ્યાં સ્ટ્રીટ લાઈટ ન કહેવાય પરંતુ કોઇ નાની ઔધાગીક સંસ્થાના મકાનની લાઇટનો ઉજાશ આવતો હતો ત્યાં એક બે આવા આંચકા સાથે મારી કાર બંધ પડી ગઈ. દરવાજો ખોલીને બહાર આવ્યો, પરંતુ ઠંડી હવાનો સુસવાટો મારા લાગણી ચપાડ મારી આગળ નીકળી ગયો હું એકદમ તો  જરા ધ્રુજી પણ ગયો મને લાગ્યું કે કારના ટાયરમાં કંઈ ગરબડ ચોકકસ  છે. અને હા જો ટાયરમાં પંચર હોય તો જ ગાડી એક તરફ ખેંચાઈ મેં ગાડીના બધા ટાયરો ચેક કર્યા તો જમણી બાજુનો પાછળનું ટાયર બેસી ગયું હતુ તેવું હવે મને લાગ્યું કે ટાયર પંચર થયેલું છે અને હો એ તો સારુ થયું કે, ગાડી પરનો કાબુ મેળવ્યો. જો આ શક્ય ન બનતું તો મોટો અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના હતી.

હવે આવી શિયાળાની કડકડતી ઠંડીમાં અંધારી રાત્રે મને ક્યાંથી મદદ મળવાની હતી હું અંધારામાં ઉભો હતો અને મનમાં ગડમથલ કરી વિચારી રહ્યો હતો. એટલું તો સારુ હતું કે મારી કારમાં વ્હીલ બદલવા માટેના જરૂરી સાધનો પક્કડ પાના તો હતા પરંતુ  મને તકલીફ મોટી હતી એ હતી કે મને વ્હીલ બદલતા આવડતું ન હતું.  હવે કરવું તો શું કરવું ? આટલી મોડી અંધારી રાત્રે કોઈ રીક્ષા કે એમને વાહન પણ રસ્તા પર જણાતું ન હતું. રસ્તો પણ જાણે સોડ તાણી તેની મંદમસ્તીમાં શાંતિથી સૂતો હોય તેમ સુતો હોય તેમ નીરખી આવતું હતું.  

આમ છતાં ત્યાં થોડે દૂર નજર કરી તો એક મકાનના મોટા દરવાજા પાસે બે વ્યક્તિઓને ખુરશી પર બેઠેલા નજરે પડ્યા. તે મકાનની તરફ ઉતાવળી ચાલે ચાલ્યો નજર કરતાં તેમના પહેરવેશ પરથી ખ્યાલ આવ્યો કે આ કોઇ ઔધોગિક મકાન હશે તેને સાચવણી માટેના વોચમેન હશે. તેઓ મુખ્ય દરવાજા પાસે બેસી મકાનની રખેવાળી કરી રહ્યા હતા. બે વ્યક્તિમાંથી એક વોચમેન થોડી મોટી ઉંમરના હતા બીજો નાની ઉંમરનો અને જુવાન હતો. મેં મોટી ઉંમરના વોચમેનની પાસે જઈ તેમને કહ્યું, જુઓ વડીલ હું રોડ પરથી કાર લઇ જઇ રહેલ હતો અને અચાનક મારી કારના પાછળના ટાયરમાં પંચર પડ્યું છે.

આપની જાણમાં કોઈ ટાયર બદલી આપે તેવી કોઈ વ્યક્તિ આટલામાં મને મળી શકશે. હું બાજુના ગામમાં જ રહું છું અને વ્યવસાયે એક ડોક્ટર છું, એમ મેં મારી ઓળખાણ આપતા કહ્યું ખિસ્સામાંથી મારું કાર્ડ કાઢી મોટી ઉંમરના વોચમેનને આપ્યૂં. વોચમેનને કાર્ડ વાંચ્યું અરે સાહેબ આપતો ખૂબ જાણીતા મોટો ડોક્ટર સાહેબ પંકજ પટેલ, હાર્ટ સ્પેશિયલાઇસ્ટ, આપને કોણ ન ઓળખે. આપનું તો સાહેબ બહુ મોટું નામ છે સાહેબ બીલકુલ ચિંતા ન કરો હવે તમે શાંતીથી આ ખુરશી પર બેસો સમજો તમારી કામ થઇ ગયું અને તમારી મુશ્કેલીનો અંત આવ્યો. પછી તેમણે બાજુમાં બેઠેલા વોચમેન કાંતિભાઇ  સામે નજર કરી કહ્યું જો ભાઇ કાંતિ આ ડોક્ટર સાહેબની ગાડીમાં ટાયરને પંચર થયું છે. તેમની કારનું ટાયર બદલી નાખ બીજું ટાયર સ્પેરમાં રાખેલ છે લઇ ટાયર બદલી આપ તને તો આમેય ટાયર બદલતા તો આવડે જ છે. કારણ વયસ્ક વોચમેન ભીખાભાઇને ખબર હતી કે કાંતિ ભૂતકાળમાં ગેરેજમાં કામ કરતો હતો.

કાંતિ પણ ભીખાભાઇનો  પડ્યો બોઇ ઉઠાવી બોલ્યો હા, હા, ચાલો ડોક્ટર સાહેબ મને ટાયર બદલતાં આવડે છે. મને તમારી ગાડીની ચાવી આપો હું ફટાફટ આપને ટાયર બદલી આપું. મેં તેને ચાલી આપી સાધનો ક્યાં પડ્યા છે તે સમજાવી હું પાછો ઉંમરલાયક વોચમેન ભીખાભાઇની પાસે ખુરશી પર બેઠો. સાહેબ ચિંતા ન કરો કાંતિ હોશિયાર છે હમણાં થોડીક વારમાં તો તે ટાયર બદલી નાખશે. ભીખાકાકા તમારો અને કાંતિનો ખુબ ખુબ આભાર આવી કડકડતી ઠંડી રાતે તમે મારી મદદ કરી.

 અરે સાહેબ, એમ હોય માનવીએ માનવીની મદદ કરવી જ જોઈએ ને, તેમાં જ માણસાઈ છે. ભીખાકાકાએ મારી તરફ જોઈને કહું. થોડી પળોમાં શાંતિથી બેઠો હતો  ત્યાં જ મારી નજર મુખ્ય દરવાજા અને દિવાલ પર મેલા ઘેલાં ફાટલા તુટલા કપડા પેરેલી યુવતી બેસેલી જોઇ. કે જેના વાળ વિખરાયેલ હતા તે પોતાનું માથું દીવાલ સાથે ટકરાવતી હતી મનમાં  કંઈક ને કંઇક અસ્ટમ-પસ્ટમ બબડાટ કરે જતી હતી. ક્યારેક તો મોટેથી ચીસ પાડતી હતી. અરે ભીખાકાકા આ યુવતી કોણ છે ? તે કેમ આમ કરી રહી છે ? માથા કેમ પછાડે છે ? શું તકલીફ છે ? એમ સાથે અનેક સવાલો મેં ભીખાભાઇ સમક્ષ કરી નાંખ્યા. સાહેબ આ અમારા ગામની જ કમળા છે, અને અમે તેને લાડથી કમુ કહીને બોલાવીએ છીએ. સાહેબ તેના જીવનની કહાની ખૂબ દર્દભરી દાસ્તાન જેવી છે. વેદના, વ્યથા અને દુઃખ તેની નસેનસમાં ભરાઇ ગયાં છે.  આ અમારો કાંતિ તેને સારી રીતે ઓળખે છે. તે પહેલાં કાંતિની બાજુમાં જ રહેતી હતી. તે સમયે તો તે  દેખાવે ખૂબ દેખાવડી સુંદર, રૂપાળી હતી. મને તેના જીવનની કહાની કાંતિએ જ કહેલ હતી તે કહેતા તો ભીખાકાકાનો  કંઠ ભરાઇ આવ્યો. અને પછી તેઓ બોલ્યા સાહેબ આ કાંતિની બાજુમાં રહેતી કમળા પર તેના જ ગામના કેટલાંક હવસખોરોએ એક રાત્રીએ બળાત્કાર કરેલ હતો. તે બળાત્કારીઓ વિરુદ્ધ કેસ કરેલ પણ લાગવગ અને પૈસાના જોરે તે બધા હવસખોરો છુટી ગયા. તેના પરિવાર તરફથી હાઇકોર્ટમાં કેસ કરવામાં આવેલ પરંતુ તેમાં પણ તેનો પરિવાર ફાવી શકેલ નહીં. અને હવસખોરો નિર્દોષ છુટી બહાર આવી ગયેલ હતા. આ હવસખોરોના નિર્દોષતાના ચુકાદા પછી કમુના મગજની ડાગરી ખસકી ગઈ અને સમયાંતરે તેના પરિવારમાંથી પણ કોઇ ન રહ્યું. અને હવે તે પાગલ બની ગઈ. પછી તો તે તેના ઘર છોડી શહેરમાં રખડવા લાગી પણ તેની તરફ આવે ધ્યાન આપતા હતા ભાગ્યે જ કોઈએ તેને પરિવારનું કે તેને ઓળખે તો અહીંયા આવતા. તે અહીંયા આટલામાં બેસી રહે છે અમે તથા કંપનીમાં આવતાં જતાં તેનું ધ્યાન રાખીએ છીએ અને ખાવાપીવાનું કંઇક ને કંઇક રોજ તેને આપતા હોઇએ છીએ.

આ વાતચીત પુરી થઇ ત્યાં તો કાંતિ તો દોડતો દોડતો આવ્યો. સાહેબ, લો આ ચાવી, તમારી કારની મેં ટાયર બરાબર બદલી નાંખ્યું છે હવે કોઇ તકલીફ નહીં પડે. હવે આપ નિરાંતે આપના મુકામે જકશો. ડોકટર સાહેબે બંનેનો ખુબ ખુબ આભાર માન્યો અને હું આવું છું કહી તેમની કાર તરફ ગયા.

પરત આવતા આવતા તેમના હાથમાં થોડા નાસ્તાના પેકેટ અને જ્યુસની બોટલો હતી. તેમણે ભીખાભાઇ અને કાંતિ બંનેને તેમજ કમુ માટે પણ નાસ્તો અને જ્યુસની બોટલ તેમના હાથે જ આપતા ગયા તે ભલે મગજ થી નબળી હતી પરંતુ તેણે મારા હાથમાંથી નાસ્તાના પેકેટ લઇ શીષ્ટાચાર પૂર્વક મને બે હાથ જોડીને વંદન કર્યા, મેં પણ તેને બે હાથથી વંદન કરી ત્યાંથી નીકળ્યો. ફરીથી બંનેનો આભાર માની ત્યાંથી વિદાય લીધી. કારમાં બેસી કાર ચલાવતાં ચલાવતાં મારી નજર ફરીથી કમુ પર પડી તે તો નિષ્ઠાથી મારી કાર તરફ એક અહોભાવથી તેની આંખો નીરખી રહેલ હતી તે હું મારી કારના સાઇડ મીરરમાંથી નીરખી રહ્યો હતો.....
વાંચક મિત્રો તથા લેખક મિત્રો મારી આ એક નાની રચના બાબતમાં આપનો અભિપ્રાય અને રેટીંગની આવશક્યતા ધરાવું છું.
DIPAK CHITNIS

dchitnis3@gmail.com

Rate & Review

Chetna Bhatt

Chetna Bhatt 5 months ago

Pravin Kankarecha

Pravin Kankarecha 5 months ago

Vidhya Cahuhan

Vidhya Cahuhan 5 months ago