Nodo Paddy (Ahir) in Gujarati Moral Stories by KARTIK AHIR books and stories PDF | નોડો ડાંગર (આહીર)

નોડો ડાંગર (આહીર)

ગુજરાત નો આહીર કે જેને અકબરના દરબાર માં સિંહને ફાડી નાખ્યો.

આ વાત એ સમય ની છે જ્યારે દીલ્હીની ગાદિ પર “અકબર” નું શાસન હતું. એ સમયે કચ્છમાં રાવ દેશળનું રાજ હતું. નોડો ડાંગર રાવ દેશળનો અત્યંત વિશ્વાસુ અને વફાદાર માણસ હતો. તે દરબારમાં ચકલુંયે ના ફરકવા દે એવો માણસ હતો. નોડા વિના રાવ દેશળને થોડી વાર પણ ના ચાલે એવું બંને ને એકબીજાનું હતું, નોડા ડાંગર મોરબી પાસેના વાડાછડા ગામનો વતની હતો. તે આહિર કુળનો હતો. નોડા ડાંગર કચ્છના રાવ દેશળના દરબારમાં ફરજ બજાવતો હતો આહિરોની વફાદારીની તો ઘણીયે વાતો થાઈ છે. આહિરનો આશરો અને આહિરની નમકહલાલીની વાતો ગુર્જરવાડના ગૌરવસમાન હતી.

એક વખતની આ વાત છે. રાવ દેશળ પોતાનો કાફલો લઇને દિલ્હીની મુલાકાતે ગયાં. અને સાથે નોડો ડાંગર પણ હતો. દિલ્હીમાં કચ્છ માં તે રોકાણા. રાવ દેશળ દિલ્હી જોવા લાગ્યા, દિલ્હી માં તે ઘણા દિવસો રોકાયા. ત્યાનું બધુજ તેને જોઈ લીધું. સાંજ પડવા આવી હતી એવે ટાઇમે નોડો ડાંગર દિલ્હીની બજારમાં એક વાણિયાની દુકાને બેઠો હતો. તેના મોઢા પર સોરઠની ધરતીનું તેજ આભા બનીને ઉભરી રહ્યું હતું. તેની ધારદાર મુછો માં હવે સફેદ વાળો દેખાતા હતા. કડિયું અને ધોતીનો સફેદવર્ણો પહેરવેશ તેણે પહેર્યો હતો. દિલ્હીના અમીરોન ભવ્ય ઠાઠ જોતો નોડો ડાંગર ઉદાસીન નજરે બેઠો છે. હવે દિલ્હીમાં કોઇ હિંદુ દિલ્હી પર કબજો જમાવી શકે એમ નહતો. નોડો ડાંગર બેઠો બેઠો વિચાર કરતો હતો ત્યાં એક બ્રાહ્મણ વણિકની દુકાને આવ્યો.

વણિક અને બ્રાહ્મણ વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી. તે નોડા ડાંગર સાંભળતો હતો. બ્રાહ્મણ ઉદાસીન અને ખિન્ન જણાતો હતો. બ્રામણ કહે હવે મર્દાનગી મરી પરવારી છે વણીકે બ્રામણ ને પૂછ્યું કે કેમ ભૂદેવ શું થયું છે, ત્યારે બ્રાહ્મણ ઉદાસ હતો અને તેના ચહેરા પર ગુસ્સો અને લાચારી દેખાઈ આવતા હતાં. પછી તે બોલ્યો મારી દિકરીને આજ રાતે દિલ્લીના કાફરો લઇ જવાના છે. બાદશાહનો પેલો દિપડા જેવો હલકો સેનાપતિ અયુબખાન ને મારી દિકરી જોઇએ છે. આ વાત કરતાજ બ્રાહ્મણ રડી પડ્યો. નોડા ને તેની વાત સાંભળી ને તેના પર દયા આવી અને તેણે મનમાં વિચાર્યું કે મારે આ બ્રામણ ને મદદ કરવી છે. તે કહે આજે ભારતમાં કોઇ ક્ષત્રિય જીવતો નથી, જીવે છે તો અકબરનો કુતરો બનીને નકર કોની તાકાત છે કે ક્ષત્રિયનું અસ્તિત્વ હોય ત્યાં સુધી બ્રાહ્મણ સામે કોઇ આંખ ઉંચી કરી ને જોઈ પણ શકે.

નોડાથી ના રહેવાયું. એટ્લે તે બ્રાહ્મણ પાસે ગયો અને બોલી ઉઠ્યો ભૂદેવ તમે ચિંતા ના કરો.આ ધરતી ઉપર બધાં ક્ષત્રિય મરી ગયા નથી. હજી અમુક જીવે છે હોં હું તમારી દિકરી પર એ કાફરનો હાથ નહિ પડવા દઉં. એના માટે હું મારી જાન પણ આપવા તૈયાર છું. દિલ્હીની બજારો સુમસામ થઇ ગઇ હતી. રાત ના બાર વાગ્યા હતા. એવા ટાઇમે દક્ષિણ તરફની એક નાનકડી શેરીમાં ચાર-પાંચ ટોળાં ઉતર્યાં. એક કદાવર માણસ બધાંની મોખરે ચાલતો હતો. તે અયુબખાન હતો. તે બ્રાહ્મણના ઘર તરફ જતાં હતા. પછી એની પાછળ એક માણસ ગુપ્ત પહેરવેશમાં તેનો પીછો કરતો હતો. પેલાં માણસો ક્યાં જાય છે એ તે જોતો હતો.

તે લોકો બ્રાહ્મણના ઘર આગળ આવ્યા, અને ઘરનું બારણું ખટખટાવ્યું. એ વખતે ઘરના ટોડલા પાછળથી એક સ્ત્રી બહાર આવી. અયુબખાન ભડક્યો. તે બોલ્યો કોણ છે. સામેથી પણ એ જ પ્રશ્ન આવ્યો કે તું કોણ છે અડધી રાતે ગમે તેના બારણા ખખડાવે છે. સ્ત્રીની આટલી હિંમત જોઇને અયુબખાન ખારો થયો. એણે કમરે રહેલી તલવાર પર હાથ નાખ્યો. તલવાર ખેંચે એ પહેલાં જ સામેથી તલવારનો ઝાટકો પડ્યો અને અયુબખાનનું માથું ધડથી નોખું પડી ગયું. અકબર છુંપાઇને આ ઘટના જોતો હતો તે તરત બહાર આવ્યો. એને ખાતરી થઇ ગઇ કે,આવો જોરાવર ઘા કરનાર માણસ સ્ત્રી ના હોય આ કોઈ મરદ જ હોય શકે એણે પૂછ્યું, તમે કોણ છો સામેથી જવાબ મળ્યો હું રાવળ દેશ નો નોડો ડાંગર છું. અને તમારા રાજમાં જો કોઇ બેન દિકરીની આબરૂ માં હાથ નાખે તો હું એની આ હાલત કરીશ.

અકબરને પોતાના રાજમાં આવા કાળા કામો કરનારા સેનાપતિ છે એનો તેણે ખ્યાલ આવ્યો. અકબર નોડા ડાંગરની આ વિરતા જોઇ ચકિત થઇ ગયો. તમે કચ્છ ક્યારે જવાના છો કાલે. અકબર કહે બાદશાને કેજો કે જતી વખતે મને મળી ને જાય. બીજે દિવસે બાદશાહ અકબર પાસે વિદાય લેવા આવ્યા. બાદશાને અકબર કહે હું કાંઇક બક્ષીસ માગું. આપશો, તેણે કહ્યું વચનબધ્ધતા અમારા લોહીમાં છે શહેનશાહ માંગી લો. અકબર કહે તો નોડા ડાંગરને આપતા જાઓ, રાવે નોડાને અકબરની ફરજમાં રહેવા કહ્યું.ન માલિકના હુકમનો નોડાએ અનાદર ના કર્યો.નોડો દિલ્હીના દરબારમાં રહેવા લાગ્યો.

તેને બાદશાહના કસાઇઓને ગાયો ને ક્યાક દોરી ને લઈ જતાં દેખા. એલાં આ ગાયને આમ મારો છો કાં ક્યાં લઇ જાવ છો આજે ઇદ હતી અને ગીતા જયંતિ પણ હતી, આજ ઇદ હૈ ઔર ગાય કી બલિ ચડાની હૈ. બાદશાનો હુકમ છે. આવી વાત સાંભળીને નોડાના રૂંવાડા બેઠા થઇ ગયાં. એણે તલવાર તાણીને રાડ નાખી ને બોલ્યો ખબરદાર જો ગાયને કોઈએ હાથ લગાડ્યો છે તો. નહિ તો હું હમણાં જ તમને મારી નાખીશ. સૈનિકોએ આ વાત અકબરને કરી તેથી તેણે નોડાને ભરકચેરીમાં બોલાવ્યો અને કહ્યું કે હવે ગાયનું નહિ તો તારું બલિદાન આપી આ પાંજરામાં રહેલા સિંહને ધરવ નોડાએ અકબરની વાત કબુલ કરી. પાંજરામાં વિકરાળ અને ભૂખ્યો સિહ આંટા મારતો હતો.

અકબર બોલ્યો નોડા તલવાર ના લઇ જતો હોં એની પાસે કોઈ હથિયાર નથી. તેણે તલવારનો ઘા કરી દીધો. અને માથે બાંધેલ ફાળિયાનો ડુચો વાળી મોઢામાં નાખ્યો. બધા લોકો તેને જોઈ રહ્યા હતા. તેના છૂટા વાળ હવામાં લહેરાવા લાગ્યા અને હવે નોડાં એ પાંજરામાં પગ મૂક્યો. સિંહે એના પર તરાપ મારી. નોડાને હેઠે નાખીને સિંહ તેની માથે ચડી ગયો. સિહ વિકરાળ મુખ ફાડી નોડાને હડપ કરવા જાય એ પહેલાં નોડાએ અદમ્ય બળ વાપરી સિંહને દુર ધકો મારી દીધો. બંને વચ્ચે યુધ્ધ જામ્યું. ફરીવાર સિંહે તરાપ મારી ત્યારે વિજળીક વેગે નોડાએ પોતાના કળિયાને ચીરી એમાંથી નાનકડો કાંતો લઇ લીધો. સિંહે ફરીવાર નોડાને પછાડ્યો. આ વખતે નોડાએ તેના હાથમાં રહેલા કાંતાના પલક થી સિંહની ગરદન પર ઘા માર્યા. સિંહનો પ્રાણ નીકળી ગયો. અને લોહીથી લથબથ થઈ ને કાળભૈરવ સમો નોડો વિજયી ઉન્માદ સાથે પાંજરામાંથી બહાર આવ્યો. ત્યાં ભેગા થયેલા બધા લોકો ચકિત થઈ ગયા.

અકબર ના મો માથી શબ્દો નીકળ્યા શાબાશ નોડા શાબાશ આજે કોઇ શબ્દ નથી તારી મર્દાનગીને વખાણવા માટે.માંગ માંગ જે જોઇએ તે માંગ ત્યારે નોડા એ કહ્યું. માંગવાનું તો એટલું જ પાદશાહ કે મને ફરી મારા ધણી રાવ દેશળ પાસે મોકલી આપો. પછી નોડો ડાંગર કચ્છ જવા ઉપડ્યો ત્યારે અકબરે રાવ દેશળને સંદેશો મોકલ્યો કે મારી એક વિનંતી છે કે મોરબી પાસેના બાર ગામ નોડા ડાંગરના નામે કરી દેજો. રાવ દેશળે પછી ત્રાંબાના પતરા પર લેખ કોતરાવી નોડા ડાંગરને મોરબીના બાર ગામ બક્ષિસમાં આપ્યા.

Rate & Review

Bhargav Katariya

Bhargav Katariya 2 months ago

Ajay

Ajay 8 months ago

TARABEN Chauhan

TARABEN Chauhan 8 months ago

ખુબ સરસ માહિતી આપી

Radheshyam

Radheshyam 8 months ago

Batuk bhai Patel

Batuk bhai Patel 8 months ago